Google search engine
Home Blog Page 9

બૌદ્ધ ભિક્ષુઓ સાથે યૌનસંબંધ બાંધીને બ્લૅકમેલ કરવાના આરોપમાં મહિલાની ધરપકડ, 80,000 વીડિયો-ફોટા મળ્યા

0

[ad_1]

બીબીસી ગુજરાતી થાઈલૅન્ડ પોલીસ બૌદ્ધ મઠ ભિક્ષુ બ્લૅકમેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, થાઈલૅન્ડમાં પવિત્ર મનાતી બૌદ્ધ સંસ્થા ફરીથી વિવાદમાં આવી છે

    • લેેખક, જિરાપોર્ન સ્રીચમ અને કો યૂ
    • પદ, બીબીસી ન્યૂઝ

થાઇલૅન્ડ પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે, જેમના પર આરોપ છે કે તેમણે બૌદ્ધ ભિક્ષુઓ સાથે જાતીય સંબંધ બાંધીને તેને ચોરીછૂપીથી ફિલ્માવ્યા અને પછી પૈસા પડાવવા માટે એ તસવીરો અને વીડિયોનો ઉપયોગ કર્યો.

પોલીસે મંગળવારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે ‘મિસ ગોલ્ફ’ નામની મહિલાએ ઓછામાં ઓછા નવ બૌદ્ધ ભિક્ષુઓ સાથે જાતીય સંબંધ બાંધ્યા હતા.

પોલીસનું માનવું છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં મહિલાને લગભગ 102 કરોડ રૂપિયા (385 મિલિયન બાટ, લગભગ 11.9 મિલિયન ડૉલર) મળ્યા છે.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું છે કે, તપાસ અધિકારીઓએ જ્યારે મહિલાના ઘરની જડતી લીધી, ત્યારે તેમાં ભિક્ષુઓને બ્લૅકમેલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલાં 80,000થી વધારે તસવીરો અને વીડિયો મળ્યાં.

આ નવા કાંડે થાઇલૅન્ડમાં ખૂબ જ પવિત્ર મનાતી બૌદ્ધ સંસ્થાને ફરી એક વાર હચમચાવી દીધી છે; કેમ કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં બૌદ્ધ ભિક્ષુઓ પર જાતીય શોષણના અને ડ્રગ તસ્કરીમાં સામેલ હોવાના આરોપ થતા રહ્યા છે.

પોલીસને આ બનાવની જાણ કઈ રીતે થઈ?

બીબીસી ગુજરાતી થાઈલૅન્ડ પોલીસ બૌદ્ધ મઠ ભિક્ષુ બ્લૅકમેલ

ઇમેજ સ્રોત, Thai News Pix

ઇમેજ કૅપ્શન, પોલીસ મુજબ મહિલાના ઘરમાંથી ભિક્ષુઓને બ્લૅકમેલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલાં 80,000થી વધારે તસવીરો અને વીડિયો મળ્યાં

પોલીસનું કહેવું છે કે, જૂનના મધ્યમાં આ બાબત પહેલી વાર તેમના ધ્યાનમાં આવી હતી, જ્યારે તેમને જાણવા મળ્યું કે એક મહિલા દ્વારા બૅંગકૉકના એક મઠાધીશને બ્લૅકમેલ કરાયા પછી તેમણે અચાનક ભિક્ષુ જીવન છોડી દીધું હતું.

પોલીસ અનુસાર, ‘મિસ ગોલ્ફ’એ મે 2024માં એ ભિક્ષુ સાથે ‘સંબંધ બાંધ્યા હતા’. ત્યાર પછી તેમણે દાવો કર્યો હતો કે તે તેમના બાળકની માતા છે અને તેમની પાસેથી ભરણપોષણ માટે 7 મિલિયન બાટ કરતાં વધારે રકમની માગણી કરી હતી.

ત્યાર પછી વહીવટી તંત્રને જોવા મળ્યું કે અન્ય ભિક્ષુઓએ પણ મિસ ગોલ્ફને એ જ પ્રકારે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે તેને મહિલાની ‘કામ કરવાની પદ્ધતિ’ (મૉડસ ઑપરેન્ડી) ગણાવી છે.

પોલીસે જણાવ્યું કે તેમને જોવા મળ્યું છે કે લગભગ બધા પૈસા બૅંક ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા છે અને કેટલાકનો ઉપયોગ ઑનલાઇન જુગાર રમવામાં પણ કરવામાં આવ્યો.

80,000થી વધારે તસવીરો અને વીડિયો

બીબીસી ગુજરાતી થાઈલૅન્ડ પોલીસ બૌદ્ધ મઠ ભિક્ષુ બ્લૅકમેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસે ‘દુરાચાર કરનારા ભિક્ષુઓ’ અંગેની માહિતી આપવા હેલ્પલાઇન પણ શરૂ કરી છે

પોલીસે કહ્યું, ચાલુ મહિનાની શરૂઆતમાં જ્યારે મિસ ગોલ્ફના ઘરની જડતી લેવામાં આવી, ત્યારે તેમનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો અને 80,000 કરતાં વધારે તસવીરો અને વીડિયો શોધી કાઢવામાં આવ્યાં, જેનો ઉપયોગ તે ભિક્ષુઓને બ્લૅકમેલ કરવા માટે કરતાં હતાં.

મહિલા પર બ્લૅકમેલિંગ, મની લૉન્ડરિંગ અને ચોરીનો સામાન રાખવા સહિત ઘણી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે ‘દુરાચાર કરનારા ભિક્ષુઓ’ અંગેની માહિતી આપવા માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે.

આ કાંડ પછી થાઈ બૌદ્ધ ધર્મની ગવર્નિંગ બૉડી સંઘ સુપ્રીમ કાઉન્સિલે જાહેરાત કરી છે કે તે મઠોના નિયમોની સમીક્ષા કરવા માટે વિશેષ સમિતિની રચના કરશે.

સરકાર પણ એવા ભિક્ષુઓ વિરુદ્ધ કડક સજા લાગુ કરવા પર ભાર મૂકી રહી છે, જેઓ મઠની આચારસંહિતાનું ઉલંઘન કરે છે. આ સજાઓમાં આર્થિક દંડ અને જેલ સામેલ છે.

ચાલુ અઠવાડિયે થાઈલૅન્ડના કિંગ વજીરાલોંગકૉર્નએ જૂનમાં બહાર પડેલા શાહી આદેશને રદ કરી દીધો, જેમાં 81 ભિક્ષુઓને ઉચ્ચ પદવી આપવામાં આવી હતી. તેના માટે તેમણે તાજેતરના દુર્વ્યવહારના બનાવોને કારણ ગણાવ્યા છે, જેનાથી “બૌદ્ધ અનુયાયીઓને ભારે આઘાત લાગ્યો છે”.

થાઇલૅન્ડમાં 90 ટકા કરતાં વધારે વસ્તી પોતાને બૌદ્ધ માને છે અને અહીં ભિક્ષુઓને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. થાઇલૅન્ડના ઘણા પુરુષ પણ સારાં કર્મો માટે કામચલાઉ રીતે ભિક્ષુ બને છે.

પરંતુ, છેલ્લાં થોડાં વર્ષમાં બૌદ્ધ સંસ્થા પર સતત ઘણા કાંડના આરોપ થયા છે.

બૌદ્ધ ભિક્ષુઓ પર ઊઠતા સવાલ

બીબીસી ગુજરાતી થાઈલૅન્ડ પોલીસ બૌદ્ધ મઠ ભિક્ષુ બ્લૅકમેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, થાઈ સંઘમાં શિસ્તપાલન સાથે સંકળાયેલા મુદ્દાની વર્ષોથી ટીકા થતી રહી છે

2017માં વિરાપોલ સુકફોલ નામના એક ભિક્ષુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળક્યા હતા, તેઓ પોતાની ભવ્ય જીવનશૈલી માટે પ્રખ્યાત થયા હતા. તેની સાથે જ તેમના પર જાતીય શોષણ, છેતરપિંડી અને મની લૉન્ડરિંગના આરોપ થયા હતા.

જ્યારે 2022માં થાઇલૅન્ડના ઉત્તર પ્રાંત ફેચાબૂનના એક મંદિરમાં ચાર ભિક્ષુ ડ્રગ રેડ દરમિયાન પકડાયા હતા.

થાઈ સંઘમાં શિસ્તપાલન અને ઉત્તરદાયિત્વ સાથે સંકળાયેલા મુદ્દાની વર્ષોથી ટીકા થતી રહી છે, પરંતુ ઘણા જાણકારો એવું માને છે કે સદીઓ પુરાણી આ સંસ્થામાં અત્યાર સુધી કોઈ મોટું પરિવર્તન નથી થયું. નિષ્ણાતો અનુસાર, તેનું મોટું કારણ તેની અલગ અલગ પદોવાળી ચુસ્ત પદ્ધતિ છે.

ધાર્મિક સ્કૉલર સુરાફોટ થાવીશાકે બીબીસી થાઈને કહ્યું, “આ થાઈ અમલદારશાહી જેવી એકાધિકારવાદી સિસ્ટમ છે, જેમાં વરિષ્ઠ ભિક્ષુ એક ઉચ્ચ અધિકારી જેવા હોય છે અને કનિષ્ઠ ભિક્ષુ તેમના અધીન હોય છે.”

“જ્યારે તેઓ કંઈ અયોગ્ય થતું જુએ છે, ત્યારે બોલવાની હિંમત નથી કરતા; કેમ કે, તેમને મંદિરમાંથી કાઢી મૂકવાનું ખૂબ જ આસાન છે.”

જોકે, કેટલાક લોકોને લાગે છે કે પોલીસ અને સંઘ કાઉન્સિલ, બંનેની ચાલી રહેલી તપાસ દ્વારા ચોક્કસપણે સુધારાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં ભરી શકાશે.

બૅંગકૉકની થમ્મસાત યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્રી પ્રાકૃતિ સાતાસુતે કહ્યું, “સૌથી જરૂરી વાત સચ્ચાઈને ઉજાગર કરવાની છે; જેથી જનતાના મનમાં સંઘની પવિત્રતા બાબતે જે શંકા છે, તે દૂર થઈ શકે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

જંગલ વચોવચ ગુફામાં ખતરનાક સાપ વચ્ચે બાળકો સાથે રહેતાં રશિયન મહિલા કોણ છે અને ભારતમાં કેમ રહેતાં?

0

[ad_1]

બીબીસી ગુજરાતી રશિયન મહિલા ગુફા પાસપૉર્ટ વિઝા કર્ણાટક પોલીસ ગોકર્ણ

ઇમેજ સ્રોત, Karnataka police/ANI

ઇમેજ કૅપ્શન, એક રશિયન મહિલા છેલ્લા ઘણા સમયથી કર્ણાટકની એક ગુફામાં રહેતાં હતાં, જ્યાં મોટી સંખ્યામાં સાપ પણ રહે છે

    • લેેખક, ગીતા પાંડે અને ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી સંવાદદાતા

દક્ષિણ કર્ણાટકની એક ગુફામાંથી એક રશિયન મહિલા અને તેમનાં બે બાળકો મળી આવ્યાં પછી પોલીસ તેમના ગુમ થવા પાછળનું રહસ્ય શોધવાનો પ્રયાસ કરી રહી છે.

ગોવાની સરહદ નજીક ગોકર્ણના જંગલમાં રામતીર્થની ટેકરીઓ પાસે પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે નીના કુટિના નામનાં રશિયન મહિલા મળી આવ્યાં અને પોલીસે તેમને બચાવી લીધાં હતાં.

40 વર્ષીય નીના કુટુનાની સાથે તેમની પાંચ અને છ વર્ષની બે દીકરી પણ હતી. તેમની પાસે ભારતમાં રહેવા માટેના યોગ્ય ડૉક્યુમેન્ટ્સ નથી. તેમને બૅંગલુરુ નજીક એક ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યાં છે. ટૂંક સમયમાં તેમને રશિયા પાછાં મોકલવાના પ્રયાસો ચાલુ છે.

એએનઆઈને આપેલી મુલાકાતમાં નીના કુટિનાએ પોતાની જીવનશૈલીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ પોતાની દીકરીઓ સાથે એક ગુફામાં ખુશીથી રહેતાં હતાં. તેમણે કહ્યું કે કુદરતે તેમને સારું આરોગ્ય આપ્યું છે.

તેઓ ત્રણેય મળી આવ્યાં તેના એક સપ્તાહ પછી તેઓ જંગલમાં કેવી રીતે પહોંચ્યાં, સાપ અને બીજાં જીવજંતુઓ વચ્ચે કેવી રીતે રહ્યાં અને કેટલા સમયથી ત્યાં હતાં તેના વિશે કેટલીક માહિતી મળી છે.

પોલીસ જ્યારે ગુફામાં ગઈ ત્યારે શું જોવા મળ્યું?

બીબીસી ગુજરાતી રશિયન મહિલા ગુફા પાસપૉર્ટ વિઝા કર્ણાટક પોલીસ ગોકર્ણ

ઇમેજ સ્રોત, Karnataka police

ઇમેજ કૅપ્શન, ગુફા બહાર લટકતાં રંગબેરંગી કપડાં જોઈને પોલીસ અંદર ગઈ અને આખો કેસ બહાર આવ્યો

જિલ્લા એસપી એમ નારાયણે બીબીસીને જણાવ્યું કે આ વિસ્તાર વિદેશી પર્યટકોમાં ખૂબ લોકપ્રિય છે. જોકે, ચોમાસાની સિઝનમાં અહીં ઘણા સાપ જોવા મળે છે, ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. પર્યટકોની સુરક્ષા માટે અમે પાછલાં કેટલાંક વર્ષોથી પોલીસ સાથે પેટ્રોલિંગ કરીએ છીએ.

પેટ્રોલિંગ ટીમના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ જ્યારે પહાડ પરથી નીચે ઊતર્યા તો તેમને એક ગુફાની બહાર રંગબેરંગી કપડાં લટકતાં જોવાં મળ્યાં. ત્યાં તેમને એક ગુફામાંથી રશિયન મહિલા અને બે બાળકો મળી આવ્યાં હતાં.

પોલીસ ગુફા નજીક પહોંચી તો ગુફાના પ્રવેશદ્વાર પર રંગબેરંગી સાડીઓ પડદાની જેમ લટકતી જોવા મળી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “એક નાની બાળકી દોડીને બહાર આવી. પેટ્રોલિંગ ટીમ અંદર ગઈ તો તેમને નીના કુટિના અને બીજી એક નાની બાળકી મળી.”

તેમની પાસે બહુ ઓછો સામાન હતો. તેમાં પ્લાસ્ટિકનું એક પાથરણું, કપડાં, નૂડલ્સનાં પૅકેટ અને બીજું કરિયાણું હતું. ગુફામાં પાણી પણ આવતું હતું.

બીબીસીએ ગુફામાં પ્રવેશ્યા પછી પોલીસે બનાવેલા વીડિયોનો જોયો. તેમાં રંગીન કપડાં પહેરેલાં બે બાળકો કૅમેરા સામે જોઈને હસતાં હતાં.

એસપી નારાયણે કહ્યું કે “મહિલા અને બાળકો બહુ સહજ જણાતાં હતાં. અહીં રહેવું કેટલું ખતરનાક હોઈ શકે છે તે તેમને સમજાવવામાં થોડો સમય લાગ્યો.”

પોલીસે જ્યારે તેમને જણાવ્યું કે ત્યાં સાપ અને બીજા ખતરનાક વન્યજીઓ હોઈ શકે છે, ત્યારે નીના કુટિનાએ પોલીસને કહ્યું કે “પ્રાણી અને સાપ અમારા મિત્રો છે. માનવી ખતરો છે.”

કુટિના અને તેમનાં બાળકોને બચાવ્યાં પછી પોલીસ તેમને હૉસ્પિટલે લઈ ગઈ. ડૉક્ટરોએ જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

ગુફામાં રહેતાં રશિયા મહિલા નીના કુટિના કોણ છે?

બીબીસી ગુજરાતી રશિયન મહિલા ગુફા પાસપૉર્ટ વિઝા કર્ણાટક પોલીસ ગોકર્ણ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રશિયન મહિલા પોતાની બે બાળકીઓ સાથે કર્ણાટકમાં જંગલની ગુફામાંથી મળી આવ્યાં

નીના કુટિના એક રશિયન મહિલા છે. એક વિદેશી પ્રાદેશિક રજિસ્ટ્રેશન ઑફિસરે બીબીસીને જણાવ્યું કે તમામ ઔપચારિકતા પૂરી થયા પછી તેમને ઘરે પાછાં મોકલી દેવાશે.

નીના કુટિનાએ સમાચાર એજન્સી પીટીઆઈ અને એએનઆઈને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે તેમનો જન્મ રશિયામાં થયો હતો, પરંતુ તેઓ ત્યાં 15 વર્ષ કરતાં વધારે સમયથી નથી રહ્યાં. આ દરમિયાન તેમણે કોસ્ટા રિકા, મલેશિયા, બાલી, થાઇલૅન્ડ, નેપાળ અને યુક્રેન સહિત અનેક દેશનો પ્રવાસ કર્યો છે.

તેમણે બે સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે તેમને કુલ ચાર બાળકો છે જેમની ઉંમર પાંચથી 20 વર્ષ વચ્ચે છે. તેમના સૌથી મોટા પુત્રનું ગયા વર્ષે ગોવામાં એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે તેમનો 11 વર્ષીય બીજો દીકરો હાલમાં રશિયામાં છે. તેમણે વાણિજ્ય દૂતાવાસને આ માહિતી આપી છે.

એફઆરઆરઓના અધિકારીઓએ જણાવ્યું કે તેમણે ચેન્નાઈસ્થિત રશિયન વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કર્યો છે. તેમણે દિલ્હીસ્થિત રશિયન દૂતાવાસને પણ પત્ર લખ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો.

જોકે, એફઆરઆરઓએ મંગળવારે રાતે બંને છોકરીઓના પિતાની ઓળખ કરી લીધી હતી.

તેનું નામ ડ્રોર ગોલ્ડસ્ટીન છે અને તે એક ઇઝરાયલી વેપારી છે.

એફઆરઆરઓના એક અધિકારીએ કહ્યું કે તે હાલમાં ભારતમાં છે અને નીના કુટિના તથા તેનાં બે બાળકોને રશિયા પાછાં મોકલવા માટે જરૂરી રકમ ચૂકવવા તેમની સાથે વાતચીત કરી રહ્યા છે.

ગોલ્ડસ્ટીને એનડીટીવીને જણાવ્યું કે કુટિના તેમને કહ્યા વગર ગોવા છોડીને જતાં રહ્યાં હતા. તેમણે કુટિના ગુમ થયાં તે વિશે ગોવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તેમણે કહ્યું કે તેઓ પોતાની બંને દીકરીઓને પોતાની પાસે રાખવા માગે છે અને તેમને રશિયા પાછી મોકલાતી અટકાવવા માટે તમામ પ્રયાસ કરશે.

રશિયન મહિલા નીના કુટિના કર્ણાટકના ગોકર્ણ ક્યારે આવ્યાં?

બીબીસી ગુજરાતી રશિયન મહિલા ગુફા પાસપૉર્ટ વિઝા કર્ણાટક પોલીસ ગોકર્ણ

ઇમેજ સ્રોત, Karnataka police

ઇમેજ કૅપ્શન, રશિયન મહિલા કેટલા સમયથી ભારતમાં રહેતાં હતાં તે હજુ સ્પષ્ટ નથી

નીના કુટિના અને તેમની દીકરીઓ ગોકર્ણ નજીકનાં જંગલોમાં કેવી રીતે પહોંચ્યાં તે સ્પષ્ટ નથી.

પોલીસે જણાવ્યું કે નીનાએ તેમને કહ્યું કે તેઓ એક અઠવાડિયાથી ગુફામાં રહેતાં હતાં. તેમણે કહ્યું કે એક અઠવાડિયા અગાઉ તેમણે ગુફા નજીકના એક ગામમાંથી નૂડલ્સ, કેટલાંક શાકભાજી અને કેટલુંક કરિયાણું ખરીદ્યાં હતાં.

જોકે, તેમણે કહ્યું કે તેઓ ગોવાથી ગોકર્ણ આવ્યાં અને ગુફામાં રહેતાં હતાં, પરંતુ નીના કુટિનાનું કહેવું છે કે તેમની એક દીકરીનો જન્મ ગુફામાં થયો હતો.

પીટીઆઈને આપેલી એક મુલાકાતમાં તેમણે બૅંગલુરુના ડિટેન્શન સેન્ટર સામે વાંધો ઉઠાવ્યો હતો જ્યાં તેમને રખાયાં છે. તેમણે કહ્યું કે, “આ એક જેલ જેવી જગ્યા છે.”

તેમણે કહ્યું, “અમે એક સારી જગ્યાએ રહેતા હતા, પરંતુ હવે અમે એકલા નથી રહી શકતા. બહાર પણ નથી જઈ શકતા. અહીં બહુ ગંદકી છે. પૂરતું ભોજન પણ નથી.”

નીના કુટિના ભારત ક્યારે અને કેવી રીતે આવ્યાં તે સ્પષ્ટ નથી.

તેમણે પોલીસને જણાવ્યું કે તેમનો પાસપૉર્ટ ખોવાઈ ગયો છે. જોકે, પોલીસને એક જૂનો, એક્સપાયર થઈ ગયેલો પાસપૉર્ટ મળ્યો છે.

તેઓ 18 ઑક્ટોબર 2016થી 17 એપ્રિલ 2017 સુધી વેલિડ બિઝનેસ વિઝા પર ભારત આવ્યાં હતાં એવું લાગે છે.

જોકે, વિઝાનો સમયગાળો પૂરા થયા પછી પણ તેઓ ભારતમાં જ રહ્યાં. એક વર્ષ પછી ગોવાસ્થિત એફઆરઆરઓએ તેમને દેશ છોડવા માટે એક્ઝિટ પરમિટ જારી કરી દીધી.

તેમના પાસપૉર્ટ પર લાગેલા ઇમિગ્રેશન સ્ટેમ્પ મુજબ નીના કુટિના 19 એપ્રિલ 2018ના રોજ નેપાળ ગયાં અને ત્રણ મહિના પછી દેશ છોડી દીધો.

ત્યાર પછી તેઓ ક્યાં ગયા તે સ્પષ્ટ નથી. એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે ઓછામાં ઓછા 20 દેશોનો પ્રવાસ કર્યો છે.

તેમણે કહ્યું કે “2018માં ભારત છોડ્યા પછી મેં ચાર દેશોનો પ્રવાસ કર્યો હતો.”

ત્યાર પછી તેઓ ભારત ક્યારે આવ્યાં તે સ્પષ્ટ નથી, પરંતુ કેટલાક રિપોર્ટ મુજબ તેઓ ફેબ્રુઆરી 2020માં આવ્યાં હતાં. તેમણે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે, “અસલમાં અમે ભારતને પ્રેમ કરીએ છીએ.”

તેમના વિઝા એક્સપાયર થઈ ગયા છે તે વાત તેમણે સ્વીકારી હતી.

નીનાએ કહ્યું કે, “અમારી પાસે અહીં રહેવાના વેલિડ વિઝા નથી. તેની અવધિ પૂરી થઈ ગઈ છે.”

તેમણે કહ્યું કે તેમણે વિઝાનો વિચાર ન કર્યો, કારણ કે તેઓ પોતાના મૃત દીકરા વિશે વિચારીને દુખી હતા.

રશિયન મહિલા રહેતાં એ ગુફા કેવી હતી?

બીબીસી ગુજરાતી રશિયન મહિલા ગુફા પાસપૉર્ટ વિઝા કર્ણાટક પોલીસ ગોકર્ણ

ઇમેજ સ્રોત, x.com/PTI_News

ઇમેજ કૅપ્શન, રશિયન મહિલા નીના કુટિનાના પતિ ઇઝરાયલી વેપારી છે

નીના કુટિના અને તેમની દીકરીઓ જે ગુફામાં રહેતાં હતાં ત્યાં પાંડુરંગની એક મૂર્તિ છે. તેના પરથી લાગે છે કે તેઓ ધ્યાન અને આધ્યાત્મિક જીવન જીવવા માટે ગુફામાં ગયાં હશે.

જોકે, એએનઆઈને આપેલી મુલાકાતમાં તેમણે આ વાતનો ઇનકાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, “આ આધ્યાત્મિકતાની વાત નથી. અમે પ્રકૃતિને પ્રેમ કરીએ છીએ, કારણ કે તે આપણને આરોગ્ય આપે છે. તે બહુ આરોગ્યપ્રદ હોય છે. તે ઘર જેવું નથી.”

તેમણે કહ્યું કે, “કુદરતના ખોળા જેવા જંગલમાં રહેવું એ મારા માટે એક શાનદાર અનુભવ હતો.”

તેમણે કહ્યું કે તેમની દીકરીઓ અહીં ખુશ અને સ્વસ્થ છે.

તેમણે એએનઆઈને જણાવ્યું કે, “અમે મરી નથી રહ્યાં. હું મારાં બાળકોને જંગલમાં મરવા નહોતી લાવી. તેઓ બહુ ખુશ છે. તેઓ ઝરણામાં તરતાં હતાં. ત્યાં રાતે સૂવા માટે બહુ સારી જગ્યા છે. અમે માટીની આકૃતિઓ બનાવી. અમે રંગબેરંગી ચિત્રો બનાવ્યાં. અમે સારું ખાવાનું ખાધું. મેં સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું.”

જંગલમાં રહેવાથી બાળકો માટે જોખમ પેદા થઈ શકે તે વાતને તેમણે નકારી કાઢી હતી.

નીનાએ કહ્યું કે, “અમે ત્યાં રહેતાં હતાં ત્યારે કેટલાક સાપ જોયા હતા, પરંતુ આ ગામડાનાં ઘર, કિચન અને શૌચાલયમાં ક્યારેક સાપ જોવા મળે એવું હતું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

‘ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં તોડી પડાયાં હતાં પાંચ ફાઇટર પ્લેન’, ટ્રમ્પનો નવો દાવો

0

[ad_1]

બીબીસી ગુજરાતી, ગુજરાત, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત-પાકિસ્તાન સંઘર્ષ, અમેરિકા

ઇમેજ સ્રોત, Anna Moneymaker/Getty

ઇમેજ કૅપ્શન, શુક્રવાર રાત્રે વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર દરમિયાન ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે નિવેદન વ્યક્ત કર્યું

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દાવો કરતાં કહ્યું છે કે મે માસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ‘પાંચ ફાઇટર પ્લેન તોડી પડાયાં હતાં.’

જોકે, ટ્રમ્પે એ ન જણાવ્યું કે કયા દેશે કેટલાં ફાઇટર પ્લેનને નુકસાન પહોંચ્યું. ટ્રમ્પે આ નિવેદન શુક્રવાર રાત્રે વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે થયેલા ડિનર બાદ આપ્યું હતું.

આ પહેલાં પાકિસ્તાન પણ ભારતનાં ‘પાંચ ફાઇટર પ્લેન તોડી પાડવાનો’ દાવો કરી ચૂક્યું છે. જોકે, ભારતે આ દાવો હંમેશાં ફગાવ્યો છે.

મે મહિનાના અંતમાં ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન સાથે થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ભારતનાં ફાઇટર પ્લેન તોડી પડાયાંના સવાલોનો જવાબ આપ્યો હતો. તેમણે પાકિસ્તાન તરફથી વિમાનોને નુકસાન પહોંચાડવાના દાવાને ફગાવી દીધો હતો.

આ સિવાય ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરાવવાના દાવા પણ કરતા રહ્યા છે.

ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાનને વેપાર બંધ કરવાની ધમકી આપી હતી, એ બાદ બંને દેશ સંઘર્ષવિરામ માટે રાજી થયા હતા.

ખરેખર, મે મહિનની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી.

અમેરિકાએ આ વાતચીતને સંઘર્ષવિરામ કરાવવા તરીકે રજૂ કરી હતી અને ટ્રમ્પે જ સંઘર્ષવિરામની જાહેરાત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ પર કરી હતી.

આ મહિનાની શરૂઆતમાં ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સંઘર્ષવિરામ સંપૂર્ણપણે દ્વિપક્ષીય હતો.

ટ્રમ્પે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત-પાકિસ્તાન સંઘર્ષ, અમેરિકા

ઇમેજ સ્રોત, Francis Chung/Politico/Bloomberg via Getty

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ વેપાર દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ અટકાવ્યો

શુક્રવારે રાત્રે વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સામે ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઘણાં યુદ્ધ રોક્યાં છે અને એ તમામ ગંભીર યુદ્ધો હતાં.

તેમણે કહ્યું, “ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ એવું જ થઈ રહ્યું હતું. ત્યાં વિમાનોની તોડી પડાઈ રહ્યાં હતાં. મને લાગે છે કે હકીકતમાં પાંચ જેટ તોડી પડાયાં હતાં. એ બંને પરમાણસંપન્ન દેશો છે અને એકબીજા પર હુમલા કરી રહ્યા હતા.”

“એવું લાગે છે કે એક નવી રીતનું યુદ્ધ છે. તમે હાલમાં જ જોયું કે અમે ઈરાનમાં શું કર્યું. અમે તેમની પરમાણુ ક્ષમતા સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી.”

પોતાના નિવેદનમાં ટ્રમ્પે ફરી એક વાર વેપારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે એના થકી અમે સંઘર્ષ રોક્યા.

ટ્રમ્પે કહ્યું, “ભારત અને પાકિસ્તાન આ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો હતો અને અમે તેનું વેપાર થકી સમાધાન લાવ્યા.”

“અમે કહ્યું – તમે લોકો (અમેરિકા સાથે) વેપાર સમજૂતી કરવા માગો છો. જો તમને એકબીજા પર હુમલા અને કદાચ પરમાણુ હથિયારથી હુમલા કરશો તો અમે વેપાર સમજૂતી નહી કરીએ.”

ફાઇટર પ્લેન તોડી પાડવાના દાવા પર ભારતનો જવાબ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત-પાકિસ્તાન સંઘર્ષ, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન તરફથી વિમાનોને નુકસાન પહોંચાડવાના દાવાને ફગાવી દીધો હતો.

31 મેના રોજ ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન સાથે થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ભારતનાં ફાઇટર પ્લેન તોડી પડાયાના સવાલનો જવાબ આપ્યો હતો.

સાથે જ તેમણે પાકિસ્તાન તરફથી વિમાનોને નુકસાન પહોંચાડાયાના દાવાને ફગાવ્યો હતો.

બ્લૂમબર્ગ ટીવીને અપાયેલા ઇન્ટરવ્યૂમાં પત્રકારે જનરલ અનિલ ચૌહાણને સવાલ કર્યો કે પાકિસ્તાનનો દાવો છે કે તેમણે ભારતીય વાયુસેનાનાં એક કરતાં વધુ વિમાનો તોડી પાડ્યાં હતાં, શું તેઓ આની પુષ્ટિ કરે છે?

આના જવાબમાં જનરલ અનિલ ચૌહાણે કહ્યું, “એ મહત્ત્વપૂર્ણ નથી કે જેટ તોડી પડાયું, મહત્ત્વપૂર્ણ એ વાત છે કે આવું કેમ થયું?”

આ અંગે પત્રકારે ફરી પૂછ્યું, “ઓછામાં ઓછું એક જેટ તોડી પડાયું હતું, શું આ વાત સાચી છે?”

જનરલ અનિલ ચૌહાણે આ અંગે કહ્યું, “સારી બાબત એ છે કે અમે અમારી ટેકનિકલ ભૂલો જાણી શક્યાં, અમે તેમાં સુધારો કર્યો અને બે દિવસ બાદ તેને લાગુ કરી. એ બાદ અમે અમારાં તમામ જેટ ઉડાવ્યાં અને લાંબા અંતર સુધી જઈને ઠેકાણાંને નિશાન બનાવ્યાં.”

પત્રકારે ફરી એક વાર કહ્યું, “પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે ભારતનાં છ ફાઇટર પ્લેન તોડી પાડવામાં તેઓ સફળ રહ્યા હતા, શું તેનું આકલન સાચું છે?”

આના જવાબમાં જનરલ અનિલ ચૌહાણે કહ્યું, “આ બિલકુલ ખોટું છે. પરંતુ જેમ મેં કહ્યું આ માહિતી બિલકુલ મહત્ત્વપૂર્ણ નથી. જે મહત્ત્વપૂર્ણ છે, એ એ છે કે જેટ કેમ પડ્યાં અને એ બાદ અમે શું કર્યું. એ અમારા માટે વધુ જરૂરી છે.”

ભારતે ટ્રમ્પના દાવાને ફગાવ્યો હતો

બીબીસી ગુજરાતી, ગુજરાત, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત-પાકિસ્તાન સંઘર્ષ, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એસ. જયશંકરે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે ભારતના બધા મામલા દ્વિપક્ષીય છે

હાલમાં જ વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકામાં ક્વૉડ દેશોની વિદેશમંત્રીઓની બેઠકમાં સામેલ થવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અમેરિકન પત્રિકા ‘ન્યૂઝવીક’ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સંઘર્ષવિરામ સંપૂર્ણપણે દ્વિપક્ષીય હતો.

ઇન્ટરવ્યૂ દરમિયાન જયશંકરને પુછાયું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીની વાતચીત બાદ ભારત તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું કે ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકાર્ય નથી. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે સંઘર્ષને રોકવા માટે વેપારને એક સાધન તરીકે ઉપયોગ કરાયો છે. શું આનાથી વેપાર સમજૂતીની વાતચીત પર કોઈ અસર પડી છે ખરી?”

આના જવાબમાં એસ. જયશંકરે કહ્યું હતું, “હું તમને જણાવી શકું કે હું એ રૂમમાં હાજર હતો, જ્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે 9 મેની રાત્રે વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો અમે કેટલીક વાતો ન માની, તો પાકિસ્તાન ભારત પર એક મોટો હુમલો કરી શકે છે. પરંતુ વડા પ્રધાન પર પાકિસ્તાનની ધમકીઓની કોઈ અસર ન પડી. આનાથી ઊલટું, તેમણે એ વાતનો સ્પષ્ટ સંકેત આપ્યો કે ભારત તરફથી જવાબ જરૂર મળશે.”

એસ. જયશંકરે કહ્યું કે ઘણાં વર્ષથી એક રાષ્ટ્રીય સંમતિ રહી છે કે પાકિસ્તાન સાથે અમારા તમામ મામલા દ્વિપક્ષીય છે.

એસ. જયશંકરે કહ્યું, “આ વાત એ રાતની છે અને જેવું કે તમે જાણો છો, એ રાત્રે પાકિસ્તાને અમારા પર જોરદાર હુમલો કર્યો હતો. અમે તરત જવાબ વાળ્યો. બીજા દિવસે સવારે માર્કો રુબિયોએ મને કૉલ કરીને જણાવ્યું કે પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે. હું તમને માત્ર એ જ જણાવી શકું જે મેં જાતે અનુભવ્યું છે. બીજું તમે સમજી શકો છો.”

જૂન મહિનામાં વડા પ્રધાન મોદી જી-7 સંમેલનમાં સામેલ થવા માટે કૅનેડા પહોંચ્યા હતા અને ત્યાંથી જ તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી.

આ વાતચીત અંગે જણાવતાં ભારતના વિદેશસચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાન સાથે સંઘર્ષવિરામ દ્વિપક્ષીય હતો અને કોઈ ત્રીજા દેશના હસ્તક્ષેપથી એ નથી થયો.

વિક્રમ મિસરીએ એવું પણ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને કહ્યું હતું કે સંઘર્ષવિરામ માટે અમેરિકાથી ટ્રેડ અંગે કોઈ વાતચીત નહોતી થઈ.

ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અત્યાર સુધી શું-શું દાવા થયા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત-પાકિસ્તાન સંઘર્ષ, અમેરિકા

ઇમેજ સ્રોત, EPA/PTV

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાને સંઘર્ષ દરમિયાન દાવો કર્યો હતો કે તેણે પાંચ ભારતીય ફાઇટર પ્લેન તોડી પાડ્યાં હતાં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા અવસરોએ એવો દાવો કરી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરાવ્યો હતો અને બંને દેશોને પરમાણુ યુદ્ધ તરફ આગળ વધતા રોક્યા હતા.

તેમના આ દાવાનું પાકિસ્તાને સમર્થન કર્યું હતું. સંઘર્ષવિરામ બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે, “હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માગું છું. વૉશિંગટને સંઘર્ષવિરામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”

આ સિવાય પાકિસ્તાને સંઘર્ષ દરમિયાન દાવો કર્યો હતો કે તેણે પાંચ ભારતીય ફાઇટર પ્લેન તોડી પાડ્યાં છે.

પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું હતું કે, “અત્યાર સુધી, હું તમને પુષ્ટિ કરી શકું છું કે પાંચ ભારતીય વિમાન – જેમાં ત્રણ રાફેલ, એક એસયૂ-30 અને એક મિગ-29 સામેલ છે – અને એક હેરૉન ડ્રૉન પણ તોડી પાડ્યાં છે.”

એ સમયે ભારતે આ દાવા અંગે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. જોકે, બાદમાં ભારત તરફથી આ દાવાને ફગાવી દેવાયા.

જકાર્તામાં ભારતીય દૂતાવાસમાં તહેનાત નૌસેનાના ઑફિસર કૅપ્ટન શિવકુમાર 10 જૂનના રોજ જકાર્તાની એક યુનિવર્સિટીના સેમિનારમાં સામેલ થયા હતા.

એ સેમિનારમાં પોતાની પ્રેઝન્ટેશન દરમિયાન ભારતના ડિફેન્સ અતાશેએ કથિતપણે કહ્યું હતું કે ‘રાજકીય નેતૃત્વ’ના આદેશના કારણે કેટલાક ‘અવરોધો’ને જોતાં, ભારતીય વાયુ સેના પ્રારંભિક તબક્કામાં પાકિસ્તાની સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો ન કરી શકી.

સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, તેમણે કહ્યું કે, “અમે કેટલાંક વિમાન ગુમાવ્યાં અને આવું માત્ર એટલા માટે થયું, કારણ કે સૈન્ય પ્રતિષ્ઠાન કે તેની વાયુ સંરક્ષણ પ્રણાલી પર હુમલા ન કરવા અંગે રાજકીય નેતૃત્વ તરફથી અવરોધ ઊભા કરાયા હતા.”

“પરંતુ આ ગુમાવ્યા બાદ અમે અમારી વ્યૂહરચના બદલી અને અમે સૈન્ય પ્રતિષ્ઠાનો તરફ ગયા. તો અમે સૌપ્રથમ દુશ્મનની ઍર ડિફેન્સ સિસ્ટમનો વિનાશ કર્યો. આના કારણે જ અમે જમીનથી જમીન પર હુમલો કરનારી મિસાઇલો અને બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કરીને હુમલા કરી શક્યા.”

ડિફેન્સ અતાશેના આ નિવેદન અંગે ભારતીય દૂતાવાસે કહ્યું હતું, “અમે કેટલાક મીડિયા રિપોર્ટ્સ જોયા છે, જે એક સેમિનારમાં ડિફેન્સ અતાશેના પ્રેઝન્ટેશન સાથે સંકળાયેલા છે. તેમના નિવેદનને અસલ સંદર્ભ હઠાવીને બતાવવામાં આવ્યું છે અને મીડિયા રિપોર્ટ્સમાં તેમની વાતોને ખોટી રીતે રજૂ કરાઈ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

પુરુષ બૅલે ડાન્સરોને ભારતમાં કેવા અનુભવ થાય છે?

0

[ad_1]

વીડિયો કૅપ્શન, “ડાન્સ મારા માટે ઑક્સિજન છે” – ‘ગજ ગામિની’થી વાઇરલ થયેલા પુરુષ બૅલે ડાન્સરની કહાણી શું છે?

પુરુષ બૅલે ડાન્સરોને ભારતમાં કેવા અનુભવ થાય છે?

બૅલે ડાન્સિંગ એ મધ્ય-પૂર્વનો વિખ્યાત ડાન્સ છે. જેને સામાન્ય રીતે યુવતીઓ કે મહિલાઓ પરફૉર્મ કરે છે.

પરંતુ મહારાષ્ટ્રના અજિત શેટ્ટી આ માન્યતાને પડકારી રહ્યા છે. તે બૅલે ડાન્સિંગના પ્રોગ્રામ આપે છે.

આ દરમિયાન તેમને અનેક પ્રકારના અનુભવો થાય છે. અજિત શેટ્ટીએ બીબીસી સાથે તેમના અનુભવો અને સફર વિશે વાત કરી.

બૅલે ડાન્સિંગ, અજિત શેટ્ટી, મધ્ય પૂર્વ ડાન્સ પ્રકાર,

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના હાથમાં નિશાન કેમ દેખાઈ રહ્યાં છે, તેઓ જે બીમારી સામે ઝઝૂમી રહ્યા છે તે શું છે અને તે કોને થઈ શકે?

0

[ad_1]

અમેરિકાના રાષ્ટ્રપતિને બીમારી, ડોનાલ્ડ ટ્રમ્પ, બીમારી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બર્ન્ડ ડિબસમૅન જુનિયર
    • પદ, બીબીસી ન્યૂઝ, વ્હાઇટ હાઉસ
    • લેેખક, ક્વાસી ક્યામ્ફી અસીડૂ
    • પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગટન ડીસી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નસની એક બીમારીથી પીડિત છે. ગુરુવારે વ્હાઇટ હાઉસ તરફથી આ જાણકારી અપાઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ બીમારીને ‘ક્રૉનિક વેન્સ ઇન્સફિએન્સી’ કહેવાય છે.

કેટલીક તસવીરોમાં અમેરિકન રાષ્ટ્રપતિના હાથ પર નિશાન દેખાતું હતું અને આ સંદર્ભમાં વ્હાઇટ હાઉસ પ્રવક્તાને સવાલ પુછાયો હતો.

વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કોરલાઇન લેવિટ અનુસાર, હાલમાં જ પગના સોજાની ફરિયાદ બાદ ટ્રમ્પના સ્વાસ્થ્યની ગહન તપાસ કરાઈ હતી, જેમાં નસોની તપાસ પણ સામેલ હતી.

લેવિટે કહ્યું કે હૅન્ડશેક કરવાને કારણે ત્વચાને જે નુકસાન થાય છે એ સામાન્ય છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ ઍસ્પિરિન લઈ રહ્યા છે. જે કે હૃદયરોગોથી બચાવ માટે સામાન્યપણે લેવાય છે.

79 વર્ષના ટ્રમ્પ સતત પોતાના સારા સ્વાસ્થ્યને પોતાના મોઢે જ પ્રશંસા કરતા રહ્યા છે અને એક વાર તો તેમણે પોતાની જાતને ‘અત્યાર સુધીના સૌથી સ્વસ્થ રાષ્ટ્રપતિ’ ગણાવ્યા હતા.

લેવિટે કહ્યું કે તેમનામાં ‘ડીપ વેન થ્રૉમ્બોસિસ કે ધમનીઓની બીમારી’નો કોઈ પુરાવો નથી મળ્યો અને તમામ તપાસ રિપોર્ટ ‘સામાન્ય સીમાની અંદર’ છે.

વ્હાઇટ હાઉસના ચિકિત્સક સીન બારબાબેલા તરફથી જાહેર કરાયેલ એક નોટ પ્રમાણે, ‘ખાસ કરીને 70 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકોમાં આ સ્થિતિ સામાન્ય અને નુકસાન વગરની છે.’

આ અનુસાર, વધારાની તપાસમાં ટ્રમ્પમાં ‘હૃદયની કમજોરી’, કીડનીની કામ કરવાની ક્ષમતામાં કમી કે અન્ય કોઈ બીમારીનાં લક્ષણ નથી મળી આવ્યાં.

ડૉ. બારબાબેલાએ પોતાના નોટમાં કહ્યું કે લેવિટની અગાઉની બ્રીફિંગથી પણ આ જ વાતની પુષ્ટિ થાય છે.

તેમણે લખ્યું કે ‘કુલ્લે, ટ્રમ્પનું સ્વાસ્થ્ય અત્યંત સારું છે.’

અમેરિકાના રાષ્ટ્રપતિને બીમારી, ડોનાલ્ડ ટ્રમ્પ, બીમારી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વ્હાઇટ હાઉસ પ્રવક્તા કેરોલાઇન લેવિટે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સ્વાસ્થ્ય સામાન્ય છે.

‘ક્રૉનિક વેન્સ ઇન્સફિશિએન્સી’માં પગની નસો લોહીને હૃદય સુધી પમ્પ નથી કરી શકતી, જેથી લોહી પગના નીચલા ભાગમાં જમા થવા લાગે છે અને ત્યાં સોજો ચડી જાય છે.

ટૅક્સાસ યુનિવર્સિટી, ઑસ્ટિનનાં વેસ્કુલર સર્જરીનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર મેરિલ લોગને બીબીસીને જણાવ્યું, “નસો અને તેનાં વાલ્વ લોહીને ઉપરની તરફ ધકેલે છે જેથી એ હૃદય સુધી પરત ફરી શકે.”

પગથી હૃદય તરફ વહેતું લોહી ગુરુત્વાકર્ષણની વિપરીત દિશામાં જાય છે, જેથી આ પ્રક્રિયા વધુ કઠિન થઈ જાય છે.

તેમણે કહ્યું, “ક્રૉનિક વેન્સ ઇન્સફિશિએન્સી ત્યારે થઈ જાય છે જ્યારે નસો અને તેનાં વાલ્વ સારી રીતે કામ નથી કરતાં અને લોહી પાછું પગની તરફ વહેવા લાગે છે.”

પગમાં સોજા, હાથ પર નિશાન

અમેરિકાના રાષ્ટ્રપતિને બીમારી, ડોનાલ્ડ ટ્રમ્પ, બીમારી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગત દિવસોમાં ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન દેખાયું હતું

13 જુલાઈના રોજ ન્યૂ જર્સીમાં થયેલા ફીફા વર્લ્ડકપ ફાઇનલ દરમિયાન ફોટોગ્રાફરોએ ટ્રમ્પના સોજાયેલા હાથપગની તસવીરો લીધી હતી.

એના અમુક દિવસ બાદ વ્હાઇટ હાઉસમાં બહરીનના વડા પ્રધાન સલમાન બિન હમદ બિન ઈસા અલ-ખલીફા સાથે મુલાકાત દરમિયાન લેવાયેલી તસવીરોમાં તેમના હાથ પર વાદળી નિશાન દેખાયાં હતાં.

આ પહેલાં ફેબ્રુઆરીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૅક્રોં સાથેની મુલાકાત વખતે પણ ટ્રમ્પના હાથ પર પડેલું એક નિશાન કૅમેરામાં કેદ થયું હતું.

ટ્રમ્પનાં સોજાયેલા પગ અને વાદળી નિશાન જોઈને ઑનલાઇન એવી શંકા વ્યક્ત થવા લાગી કે કદાચ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોઈ એવી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે, જે અંગે જાહેર માહિતી નથી અપાઈ.

એપ્રિલમાં થયેલી વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ બાદ ડૉક્ટર બારબાબેલાએ લખ્યું હતું કે ટ્રમ્પ ‘માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ છે.’

જાન્યુઆરીમાં જ્યારે ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાલ માટે શપથ લીધા, ત્યારે તેમની ઉંમર 78 વર્ષ અને સાત મહિના હતી, આની સાથે જ તેઓ અમેરિકાના ઇતિહાસમાં શપથ લેનારા સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ બની ગયા.

ક્રૉનિક વેન્સ ઇન્સફિશિએન્સી વિશે શું કહે છે ડૉક્ટર?

અમેરિકાના રાષ્ટ્રપતિને બીમારી, ડોનાલ્ડ ટ્રમ્પ, બીમારી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પગથી હૃદયની તરફ લોહી ગુરુત્વાકર્ષણની વિપરીત દિશામાં વહે છે, જે એક જટિલ પ્રક્રિયા છે

ડૉક્ટરોએ બીબીસીને જણાવ્યું કે તેઓ ક્રૉનિક વેન્સ ઇન્સફિસિએન્સીની ગંભીરતા અંગે બારબાબેલાના અનુમાન સાથે સંમત છે.

વેક ફૉરેસ્ટ યુનિવર્સિટીમાં વેસ્કુલર સર્જરી વિભાગના અધ્યક્ષ ડૉ. મૅથ્યૂ ઍડવર્ડ્સે કહ્યું, “આ બાબતે કેટલીક ગંભીર સ્થિતિઓ સાથે સંકળાયેલી હોઈ શકે છે, પરંતુ સ્વતંત્રપણે આ કોઈ ગંભીર બીમારી નથી અને ખૂબ સામાન્ય છે.”

તેમણે કહ્યું, “હું કહીશ કે તેમની ઉંમરના લગભગ દસથી 35 ટકા લોકોની આ સ્થિતિ હોઈ શકે છે.”

વિશેષજ્ઞો પ્રમાણે અન્ય જોખમોમાં વધુ વજન, લોહીની ગાંઠ જામી જવાની હિસ્ટ્રી અને લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરનારી નોકરીઓ સામેલ છે.

આ સ્થિતિને મૅનેજ કરવા માટે મેડકલી ડિઝાઇન કરાયેલા કંપ્રેશન સ્ટૉકિંગ્સ પહેરવાની સલાહ અપાય છે અને વિશેષજ્ઞ રાત્રે પગને ઉપર ઉઠાવી રાખવાની ભલામણ કરે છે.

ડૉ. લોગને કહ્યું, “હું મારા દર્દીઓને કહું છું કે તેઓ દરરોજ પગ પર સારી ક્રીમ લગાવે અને સ્થૂળતા જેવાં અન્ય સંભવિત જોખમો પર કાબૂ રાખે.”

હાથ ઉપર નીલવર્ણી નિશાન

અમેરિકાના રાષ્ટ્રપતિને બીમારી, ડોનાલ્ડ ટ્રમ્પ, બીમારી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ક્રૉનિક વેન્સ ઇન્સફિસિએન્સી માત્ર શરીરના નીચેના ભાગને જ અસર કરે છે. એટલે રાષ્ટ્રપતિના હાથ ઉપર જોવા મળેલાં નીલવર્ણી નિશાનને આ બીમારી સાથે કોઈ સંબંધ નથી.

તાજેતરમાં આ નિશાન અંગે પણ વ્યાપક અટકળો વહેતી થઈ હતી.

રાષ્ટ્રપતિના તબીબના કહેવા પ્રમાણે, આ નિશાન હસ્તધૂનન કરવાને કારણે તથા ઍસ્પિરિન લેવાને કારણે થયાં છે.

ઍસ્પિરિન હૃદયરોગનો હુમલો, લોહી ગંઠાઈ જવાથી તથા સ્ટ્રૉકથી બચવામાં મદદ કરે છે.

ડૉ. ઍડ્વર્ડ્સના કહેવા પ્રમાણે, તેઓ વ્હાઇટ હાઉસના તબીબની વાત સાથે સહમત છે કે ટ્રમ્પની ઉંમર તથા ઍસ્પિરિન લેવાને કારણે આવાં નિશાન પડી શકે છે.

ડૉ. ઍડ્વર્ડ્સના કહેવા પ્રમાણે, “જેમ-જેમ આપણી ઉંમર વધતી જાય, તેમ-તેમ આપણાં શરીર ઉપર નીલવર્ણી નિશાન પડવાની શક્યતા વધતી જાય છે. વિશેષ કરીને જે લોકો ઍસ્પિરિન અથવા તો બ્લડ થિનિંગની દવાઓ લેતા હોય.”

ડૉ. ઍડ્વર્ડ્સે કહ્યું, “જો કોઈ તમારો હાથ જોરથી દબાવી દે તો પણ નિશાન પડી જાય છે. હું માનું છું આવું થઈ શકે છે. એમણે ખૂબ જ જોરદાર રીતે હાથ મીલાવ્યા હશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

મોહમ્મદ યુનુસે પીએમ મોદીને એક હજાર કિલો કેરી મોકલી, ‘મૅંગો ડિપ્લોમસી’નો ઇતિહાસ જાણીએ

0

[ad_1]

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાણકારોનું કહેવું છે કે હાલના સમયે બાંગ્લાદેશ બાહ્ય સમસ્યાઓના દબાણ હેઠળ છે અને સંબંધ સામાન્ય કરવા માગે છે.

    • લેેખક, શુભજ્યોતિ ઘોષ
    • પદ, બીબીસી સંવાદદાતા

બાંગ્લાદેશની કાર્યકારી સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ દ્વારા મોકલાયેલી 1,000 કિલો કેરીનાં બૉક્સ આ અઠવાડિયે દિલ્હીમાં 7 લોકકલ્યાણ માર્ગ પર આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવાસે પહોંચ્યાં.

મોટા ભાગનાં ભારતીય મીડિયાને તો એમાં સહેજે શંકા નથી કે કેરીની આ ભેટ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના કડવા દ્વિપક્ષીય સંબંધોમાં થોડી ‘મીઠાશ’ ભેળવવાની કોશિશ છે.

આની પહેલાં પણ બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના ઉનાળાની ઋતુમાં પીએમ મોદીને હંમેશાં કેરી મોકલતાં હતાં.

તે સમયે દિલ્હીમાં બાંગ્લાદેશના રાજદૂતે આ પત્રકારને કહ્યું હતું, “શાકાહારી નરેન્દ્ર મોદીને પદ્મા હિલસા(માછલી) મોકલવાનો કશો અર્થ નથી પરંતુ કેરી એક એવી ભેટ છે, જેને આ આખા ઉપમહાદ્વીપમાં દરેક પસંદ કરે છે.”,

ત્યારથી શેખ હસીના દ્વારા મોકલાયેલી રંગપુરની હરિભંગા કે રાજાશાહીની આમ્રપાલીની ટોપલી માત્ર દિલ્હીમાં વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ સુધી જ નહીં, પરંતુ પશ્ચિમ બંગાળ કે ત્રિપુરા જેવાં રાજ્યના મુખ્ય મંત્રીઓ સુધી પણ પહોંચવા લાગી. પરંતુ, ‘કેરી કૂટનીતિ’ કે ‘મૅંગો ડિપ્લોમસી’નો એક લાંબો ઇતિહાસ રહ્યો છે.

બાંગ્લાદેશનું વલણ કૂણું કેમ પડ્યું

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ યુનુસ

ભૂ-રાજકીય વિશ્લેષક પ્રિયજિત દેબસરકારના શબ્દોમાં, “હું માનું છું કે ડૉ. યુનુસે ભારત સાથે ‘મૅંગો ડિપ્લોમસી’નો આ માર્ગ એટલા માટે અપનાવવો પડ્યો, કેમ કે, બાંગ્લાદેશ જુદાં-જુદાં કારણોથી ભારે દબાણમાં છે. જેમ કે, અમેરિકા તરફથી ટૅરિફનું દબાણ, મધ્ય-પૂર્વમાં સંકટ, પડોશી મ્યાનમારની પરિસ્થિતિ.”

પ્રિયજિત દેબસરકારે કહ્યું, “તેઓ હવે દિલ્હી સાથેના સંબંધ પુનઃસ્થાપિત કરવાની વાત ખુલ્લેઆમ કરી રહ્યા છે. તેથી એ જોવાનું રહેશે કે તેનાથી તણાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં શો ફેરફાર થાય છે.”

દુનિયામાં કેરીની સૌથી વધુ નિકાસ કરનારા ત્રણ દેશ ક્રમશઃ ભારત, મૅક્સિકો અને પાકિસ્તાન છે.

બાંગ્લાદેશ પણ આ યાદીમાં દસમા ક્રમે છે અને દુનિયામાં નવાં બજાર શોધવાના પ્રયાસોમાં આ દેશો વચ્ચે ઘણી હરીફાઈ છે.

37 વર્ષ પહેલાં પાકિસ્તાનમાં થયેલી વિમાન દુર્ઘટનામાં સૈન્ય શાસક અને રાષ્ટ્રપતિ જિયા-ઉલ-હકના રહસ્યમય મૃત્યુની ઘટના પણ કેરીની પેટી સાથે સંકળાયેલી છે.

દુનિયાના આ ભાગમાં કેરી ફક્ત એક સ્વાદિષ્ટ ફળ નથી. કેરીની ટોપલી રહસ્ય, રાજકારણ, દુશ્મનાવટ અને કૂટનીતિથી ઘેરાયેલી છે.

નહેરુના સમયથી ચાલતી ‘મૅંગો ડિપ્લોમસી’

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1955માં ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ચીનના પ્રવાસે ગયા હતા, તે દરમિયાન ચીનના તત્કાલીન વડા પ્રધાન ચઉ એનલાઈ સાથે નહેરુ

1947માં ભારતના વિભાજન પછી ઊભરેલા બે સ્વતંત્ર દેશ ભારત અને પાકિસ્તાન બંનેનું ‘રાષ્ટ્રીય ફળ’ કેરી છે. બંને દેશોએ પોતાની વૈશ્વિક પહોંચ કે કૂટનીતિમાં કેરીનો એક મુખ્ય સાધનરૂપે ઉપયોગ કર્યો છે.

ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ 1950ના દાયકામાં જ્યારે પણ વિદેશયાત્રાએ જતા હતા, ત્યારે પોતાની સાથે ભેટ સ્વરૂપે કેરીની એક પેટી લઈને જતા હતા.

જ્યારે પણ કોઈ વિદેશી રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન ભારત આવતા હતા, ત્યારે નહેરુ તરફથી તેમને કેરી જરૂર અપાતી હતી.

1955માં પોતાના ચીન પ્રવાસ દરમિયાન પંડિત નહેરુએ ચીનના વડા પ્રધાન ચઉ એનલાઈને દશેરી અને લંગડા કેરીના આઠ છોડ ભેટમાં આપ્યા હતા, જેને ગુઆંગઝોઉ પીપલ્સ પાર્કમાં ઉગાડવામાં આવ્યા.

એ જ વર્ષે જ્યારે સોવિયત નેતા નિકિતા ખ્રુશ્ચેવ ભારત આવ્યા, ત્યારે મૉસ્કો પાછા જતાં સમયે તેમના વિમાનમાં ઉત્તર પ્રદેશની પ્રસિદ્ધ મલીહાબાદી દશેરી કેરીની ઘણી ટોપલીઓ પણ હતી, જે જવાહરલાલ નહેરુ તરફથી ઉપહારરૂપે આપવામાં આવી હતી.

પછીથી જ્યારે રાજીવ ગાંધીએ 1986માં ફિલિપીન્ઝનો પ્રવાસ કર્યો, ત્યારે તેમણે તે દેશના રાષ્ટ્રપતિને પણ કેરીની પેટી ભેટ આપી હતી.

રસપ્રદ વાત એ છે કે, ફિલિપીન્ઝનું રાષ્ટ્રીય ફળ પણ કેરી છે, પરંતુ ત્યાંની કેરીનાં સ્વાદ, સુગંધ અને ગુણ ચોક્કસપણે ભારતીય કેરીથી ખૂબ અલગ છે.

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી
ઇમેજ કૅપ્શન, 1968માં ચીનના ચૅરમૅન માઓત્સે તુંગે ભેટમાં મળેલી કેરીઓને ફૅક્ટરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં વહેંચાવી દીધી હતી

ભેટ સ્વરૂપે કેરી આપવામાં પાકિસ્તાન પણ પાછળ નહોતું અને ચીનને આપવામાં આવેલી પાકિસ્તાની કેરી તે દેશમાં ‘સાંસ્કૃતિક ક્રાંતિ’નું એક મહત્ત્વપૂર્ણ પ્રતીક બની ગઈ.

ઑગસ્ટ 1968માં પાકિસ્તાનના વિદેશમંત્રી મિયાં અરશદ હુસૈને બેઇજિંગનો પ્રવાસ કર્યો અને ચીનના ચૅરમૅન માઓત્સે તુંગને કેરીની એક પેટી ભેટમાં આપી.

ત્યાં સુધી, ચીનમાં કેરી એક અજ્ઞાત ફળ હતું અને માઓત્સે તુંગ પોતે આ નવા ફળને અજમાવવા ખાસ ઉત્સાહિત નહોતા… તેથી તેમણે એ કેરીઓને આખા દેશમાં જુદાં-જુદાં કારખાનાં અને યુનિવર્સિટીઓમાં વહેંચી દીધી.

ચીનની જુદી-જુદી શૈક્ષણિક સંસ્થાઓ અને કારખાનાંમાં ચૅરમૅનના ઉપહાર માટે જે ઉત્સાહ જોવા મળ્યો તે આજે પણ ઇતિહાસનો ભાગ છે. શ્રમિકો અને વિદ્યાર્થીઓએ ફૉર્મેલ્ડિહાઇડમાં કેરીને સંરક્ષિત કરીને તેને કાચનાં કન્ટેનરોમાં રાખીને પોતાનું સન્માન પ્રગટ કર્યું.

ભારત-પાકિસ્તાન વચ્ચે મૅંગો ડિપ્લોમસી અને દુશ્મનાવટ

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના તત્કાલીન સૈન્ય સરમુખત્યાર ઝીયા-ઉલ-હક્કે ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને કેરીની ટોપલીઓ મોકલી હતી.

લાંબા સમયથી ‘દુશ્મન’ રહેલા ભારત અને પાકિસ્તાને પણ તણાવ ઘટાડવા માટે મૅંગો ડિપ્લોમસીનો સહારો લીધો છે.

1981માં પાકિસ્તાની રાષ્ટ્રપતિ જિયા-ઉલ-હકે ભારતીય વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને કેરીની એક પેટી મોકલી, જેને પાકિસ્તાનમાં ‘અનવર રટૌલ’ના નામથી ઓળખવામાં આવે છે.

ભારતના ઉત્તર પ્રદેશમાં એક ગામ છે, જેનું નામ ‘રટૌલ’ છે અને આ શિષ્ટાચારવાળા ઉપહાર અંગે એવી ચર્ચાઓ વધી ગઈ કે આ કેરીનું મૂળ સ્થાન ભારતમાં છે કે પાકિસ્તાનમાં.

2008માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ ભારતીય વડા પ્રધાન મનમોહનસિંહને કેરીની એક પેટી ભેટમાં આપી હતી. જોકે, તેના પછી તરત મુંબઈમાં થયેલા 26/11ના હુમલાએ આ ઉત્સાહને ઠંડો પાડી દીધો.

સાત વર્ષ પછી 2015માં પાકિસ્તાનના તત્કાલીન નેતા નવાઝ શરીફે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વિપક્ષનાં નેતા સોનિયા ગાંધીને કેરીની ટોપલી મોકલી, પરંતુ બંને દેશ વચ્ચેના સંઘર્ષને ઉકેલવામાં તેનાથી ખાસ કશી મદદ ન મળી.

ભારતમાં કેરીની લગભગ 1,200 જાત પાકે છે, જ્યારે પાકિસ્તાનમાં લગભગ 400 જાત પાકે છે. હંમેશની જેમ ભારતમાં કેરીનું ઉત્પાદન પણ વધુ થાય છે.

જોકે, પાકિસ્તાન માટે કેરી એટલો મહત્ત્વપૂર્ણ નિકાસ પાક નથી, જેટલો ભારત માટે છે.

અમેરિકાએ આ રીતે ભારતીય કેરી પરથી બૅન હઠાવ્યો

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યૉર્જ બુશની વ્યક્તિગત રુચિના કારણે ભારતીય કેરીઓ પરનો બૅન હટાવી દેવાયો હતો

દુનિયામાં અમેરિકા અને ચીન કેરીનાં પારંપરિક બજાર છે. તેમના ઉપરાંત યુરોપમાં દક્ષિણ એશિયાઈ કેરીનું એક મોટું બજાર છે.

ચીનને કેરીની નિકાસ કરવાના ભારતના પ્રયાસ ક્યારેય સફળ નથી થયા.

ચીને 2004માં ભારતીય કેરી માટે પોતાના બજાર સુધી પહોંચ ખોલી, પરંતુ ત્યારે પણ ભારતીય નિકાસકારો ત્યાં વધુ પ્રભાવ પાડી શક્યા નહીં.

અમેરિકાએ પણ લગભગ બે દાયકા સુધી ભારતીય કેરીની નિકાસ પર પ્રતિબંધ લાગુ રાખ્યો હતો.

2006માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબ્લ્યુ બુશના ભારતપ્રવાસ સમયે પ્રતિબંધ હટ્યો અને ‘મૅંગો ઇનિશિએટિવ’ શરૂ કરવામાં આવ્યું.

એવું કહેવાય છે કે રાષ્ટ્રપતિ બુશ ભારતીય કેરી ખાવા માટે ખૂબ ઉત્સુક હતા અને તેમની એ વ્યક્તિગત રુચિના કારણે પ્રતિબંધ હટાવી દેવાયો.

પછી જ્યારે 17 એપ્રિલ, 2007માં ભારતીય કેરીની 150 પેટીઓ ન્યૂ યૉર્કના જેએફકે ઍરપૉર્ટ પર ઊતરી, ત્યારે ન્યૂ યૉર્ક ટાઇમ્સે લખ્યું, “આ ઇતિહાસની ખૂબ જ રાહ જોવાતા ફળની ડિલિવરી હોય શકે છે.”

વૉશિંગ્ટનસ્થિત પાકિસ્તાની દૂતાવાસ પણ નિયમિત રીતે અમેરિકન સેનેટરો, નેતાઓ અને મંત્રીઓને કેરીની ભેટ મોકલે છે અને ઘણી વાર પોતાના દૂતાવાસમાં ‘કેરી પાર્ટીઓ’નું આયોજન કરે છે.

કેરીની શેલ્ફ લાઇફ


મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરીમાં ફાઇબરની માત્રા કેટલી છે તેનાથી એ નક્કી થાય છે કે તેમની શેલ્ફ લાઇફ કેટલી છે

દિલ્હીના કેરી નિષ્ણાત પ્રદીપકુમાર દાસગુપ્તાએ બીબીસીને જણાવ્યું કે, “વાસ્તવમાં કેરીની ‘શેલ્ફ લાઇફ જેટલી વધુ હશે, નિકાસ માટે તે એટલી જ વધુ યોગ્ય રહેશે. કેમ કે, એક કેરીને બગીચાથી લંડન કે ન્યૂ યૉર્કની દુકાન સુધી પહોંચવામાં 5થી 7 દિવસ લાગે છે અને એટલા સમય સુધી જરા પણ ખરાબ નથી થતી.”

ભારતના કોંકણ વિસ્તાર અને મહારાષ્ટ્રમાંથી આવતી હાફૂસ કેરીને બાદ કરતાં મોટા ભાગની કેરીની જાતમાં ફાઇબરની માત્રા વધુ હોય છે અને તે જલદી ખરાબ પણ થઈ જાય છે. જોકે, તે સ્વાદ અને સુગંધમાં નબળી નથી હોતી.

પરંતુ, પાકિસ્તાનના શુષ્ક જળવાયુના લીધે ત્યાં કેરીમાં ફાઇબર ખૂબ ઓછું હોય છે અને તેની શેલ્ફ લાઇફ પણ લાંબી હોય છે.

પ્રદીપકુમાર દાસગુપ્તાએ કહ્યું, “આ જ કારણે ભારતની હાફૂસ સિવાય અન્ય કેરીની નિકાસ ખૂબ ઓછી થાય છે; જ્યારે પશ્ચિમી બજારમાં પાકિસ્તાની સિંદૂરી, ચૌસા કે અનવર રટૌલને ખૂબ વધુ મહત્ત્વ આપવામાં આવે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

IND Vs ENG : ચોથી ટેસ્ટ પહેલાં પૂજારાએ બુમરાહ વિશે શું કહ્યું?

0

[ad_1]

ચેતેશ્વર પૂજારા, જસપ્રીત બુમરાહ, ભારત, ઇંગ્લૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

“જસપ્રીત મારી સાથે ભારતની ટીમમાં આવ્યા એ પહેલાં પ્રથમ વખત મેં તેમનો સામનો એક ક્લબ મૅચમાં કર્યો હતો. ત્યારે હજુ તેઓ કિશોરવયના હતા.”

“એ મૅચમાં અન્ય બૉલરો પણ હતા જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યું હતું, પરંતુ બુમરાહ કંઈક અલગ જ હતા.”

“હાલમાં આપણે ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રૉફીમાં જોયું છે, કે તેઓ એક કમ્પ્લીટ બૉલર છે, પણ એ સમયે તેની મુખ્ય વિશેષતા હતી તેની ઝડપ હતી. તેની ગતિ ખૂબ હતી.”

“એ પછીનાં વર્ષોમાં તેણે આઈપીએલમાં પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું, પરંતુ 2018માં દક્ષિણ આફ્રિકાના કૅપટાઉનમાં તેણે પહેલી ટેસ્ટમૅચ રમી તે પહેલાં પણ ભારતમાં તેના વિશે અનેક સવાલો થઈ રહ્યા હતા.”

આ વાત ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટમૅચ પહેલાં ચેતેશ્વર પૂજારાએ બીબીસી સાથે કરી હતી.

બીબીસી સ્પૉર્ટ્સ સંવાદદાતા મૅથ્યૂ હેન્રી સાથે ચેતેશ્વર પૂજારાએ વાત કરી તેમાં તેમણે બુમરાહની બૉલિંગ ઍક્શનથી લઈને તેમના વ્યક્તિત્વ વિશે શું કહ્યું એ વાંચો તેમના જ શબ્દોમાં…

‘બુમરાહની બૉલિંગમાં સ્લિપમાં ઊભું રહેવું પણ અઘરું…’

ચેતેશ્વર પૂજારા, જસપ્રીત બુમરાહ, ભારત, ઇંગ્લૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચેતેશ્વર પૂજારા અને જસપ્રીત બુમરાહની ફાઇલ તસવીર

ચેતેશ્વર પૂજારા કહે છે કે “તેની બૉલિંગ એક્શન અનોખી છે. આથી, લોકો પ્રશ્ન કરતાં કે શું તે લાલ બૉલને સ્વિંગ કરી શકશે, આ લાંબા ફૉર્મેટ માટે તેની પાસે જરૂરી સાતત્ય અને નિયંત્રણ હશે?”

તેમના કહેવા પ્રમાણે જસપ્રીતે પ્રથમ ટેસ્ટમાં ચાર વિકેટ જ લઈને આ બધા જવાબો આપી દીધા હતા.

પૂજારા કહે છે, “મને યાદ છે કે હું પ્રથમ સ્લિપમાં ઉભો હતો. મારી બાજુમાં વિરાટ કોહલી બીજી સ્લિપમાં અને શિખર ધવન ત્રીજી સ્લિપમાં હતા. અમે બધા ચર્ચા કરી રહ્યા હતા કે તેમની બૉલિંગ અન્ય કોઈ પણ બૉલર જેવી લાગતી નહોતી.”

એ મૅચમાં મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા પણ રમતા હતા, પણ બુમરાહ તમામથી અલગ લાગતા હતા. પૂજારાના કહેવા પ્રમાણે શમી ઝડપી હતા, પણ બુમરાહ તેમનાથી પણ વધુ ઝડપી હતા.

પૂજારા તેમના વિશે વાત કરતાં કહે છે, “મારી કારકિર્દીમાં હું ઘણી વાર બુમરાહ માટે પ્રથમ સ્લિપમાં ઊભો રહ્યો છું. એ સંપૂર્ણ રીતે અલગ જ અનુભવ હતો.”

“તેમની ઍક્શનથી જે ખૂણો બને છે અને ક્રીઝ પર તેની જે સ્થિતિ હોય છે એ બૅટ્સમૅન માટે તો મુશ્કેલ હોય જ છે, પરંતુ સ્લિપ ફીલ્ડરો માટે પણ એ સરળ નથી.”

તેમના કહેવા પ્રમાણે તેમની બૉલિંગથી જે ખૂણાઓ બને છે તેનાથી વિકેટકીપરને જમણા હાથના બૅટ્સમૅન સામે લગભગ સ્ટમ્પની પાછળ જ ઊભા રહેવું પડે છે, ચોથા સ્ટમ્પની લાઇન પર નહીં.

તેના કારણે ચેતેશ્વર પૂજારાએ પણ આ ગૅપને બંધ કરવા માટે વધુ દૂર ખસીને ઊભા રહેવું પડતું.

તેમના કહેવા પ્રમાણે “હંમેશા એવું લાગતું કે તેઓ સીધા જ આગળથી દોડીને આવી રહ્યા છે. જ્યારે તમે તેમની સ્કિડ કરતી ટ્રેજેક્ટરીને આ બૉલિંગમાં ઉમેરો, ત્યારે તો એ વધારે ઝડપી લાગતું.”

‘ગમે તેટલો સારો બૉલ ફેંકે, બુમરાહ શેખી નથી મારતા…’

ચેતેશ્વર પૂજારા, જસપ્રીત બુમરાહ, ભારત, ઇંગ્લૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બુમરાહ ક્યારેય સ્લિપ ફિલ્ડરે કેચ છોડ્યો હોય તો તેમના પર ગુસ્સે થતા નથી. પૂજારાના મત પ્રમાણે તેઓ ખૂબ જ ભલા માણસ છે, પરંતુ ખેલાડીઓ આ વિશે તેમની સાથે ઘણીવાર મજાક પણ કરતા રહેતા.

મેદાનની બહાર જસપ્રીત એક અંતર્મુખી વ્યક્તિ છે. તે તેનો મોટાભાગનો સમય તેમના રૂમમાં જ વિતાવે છે. જોકે, એ કોઈ ખરાબ વાત નથી. તેમને ખુદની સાથે રહેવું ગમે છે.

પૂજારા તેમના વ્યક્તિત્વ વિશે કહે છે, “અમારું એક ગ્રૂપ હતું – હું, શુભમન ગિલ, ઋષભ પંત અને પૂર્વ વિકેટકીપર રિદ્ધિમાન સાહા. અમે ટૂર દરમિયાન હંમેશા પ્લે-સ્ટેશન પર ફિફા રમતા અને જ્યારે પણ અમે જસપ્રીતને તેમાં આમંત્રિત કરતા, તો તેમને બોલાવવા મુશ્કેલ હતા.”

“અંતે અમે તેને મજાકમાં કહેતાં કે જો તે નહીં આવે તો અમે તેની બૉલિંગ વખતે કોઈ કૅચ નહીં પકડીએ.”

“ફિફા રમતી વખતે બુમરાહને સારો પાર્ટનર જોઈએ – કારણ કે તે ગૅમર તરીકે એટલા કુશળ નથી. પરંતુ 2018ના તેમની પ્રથમ ઇંગ્લૅન્ડ ટૂર દરમિયાન તેમણે બૉલર તરીકે પોતાની જાતને એક નવા જ સ્તરે પહોંચાડી.”

તેમના કહેવા પ્રમાણે જ્યારે ટીમ ઇન્ડિયા તે પછીના શિયાળામાં ઑસ્ટ્રેલિયા ગઈ, ત્યારે ટીમને સમજાયું કે જસપ્રીત ટીમનું વાઇલ્ડકાર્ડ છે જે લાંબા સમય સુધી ભારત માટે રમશે. તેઓ ઑસ્ટ્રેલિયામાં ટીમની પ્રથમ જીતમાં મહત્ત્વની ભૂમિકામાં હતા.

ઇંગ્લૅન્ડની ટૂર દરમિયાન તેમણે કીટન જૅનિંગ્સને એક હૂપિંગ ઇનસ્વિંગર ફેંક્યો હતો, જેનાથી તેઓ શોટ રમ્યા વિના જ એલબીડબ્લ્યુ થઈ ગયા હતા. ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન તેની સ્વિંગ ડિલિવરીને માપી શકતા નહોતા અને જ્યારે તેણે પહેલી વખત ડ્યૂક્સ બૉલનો ઉપયોગ કર્યો, ત્યારે તે બૉલ હવામાં ખૂબ જ ફંગોળાતો હતો.

પૂજારા કહે છે કે “જો કોઈ અન્ય બૉલરે કીટન જેનિંગ્સને એવો બૉલ ફેંક્યો હોત તો તે કદાચ ઉજવણી કરવા માટે દોડ્યા હોત અને લાંબા સમય સુધી તેના વિશે વાત કરતા હોત. પરંતુ જસપ્રીત શાંત જ રહ્યા હતા અને તેણે આ વિશે ક્યારેય શેખી નથી મારી.”

બુમરાહનું ધ્યાન ફેંકાયા તે પછીના બૉલ પર જ હોય છે.

‘બુમરાહની સૌથી મોટી તાકાતને ઘણીવાર અવગણવામાં આવે છે…’

ચેતેશ્વર પૂજારા, જસપ્રીત બુમરાહ, ભારત, ઇંગ્લૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડ્રેસિંગ રૂમમાં તેઓ હંમેશા મૅચ જોતા રહે છે.

મોટાભાગના ફાસ્ટ બૉલરો મેદાન પરથી આવીને આરામ કરે છે, પગ ઊંચા કરીને બેસે છે. તે પણ આરામ કરે છે, પણ તેની નજર હંમેશાં મેદાન પર હોય છે.

પૂજારા કહે છે, “જ્યારે હું તેની બાજુમાં બેસતો ત્યારે તેઓ મને હંમેશા સૂચન આપતા કે આપણા બૅટ્સમૅન કે હરીફો શું અલગ કરી શકે છે. એ જ કારણ છે કે ભારતે શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો એ પહેલાં બુમરાહને કૅપ્ટન તરીકે જોવામાં આવ્યા હતા.”

પૂજારાના મત પ્રમાણે મોટાભાગના લોકો બુમરાહની બૉલિંગની કુશળતા, તેમની ઍક્શન કે ખૂણાની વાત કરે છે, પણ તેની સૌથી મોટી શક્તિ ઘણીવાર અવગણવામાં આવે છે.

તેઓ કહે છે, “તેમની પાસે અદ્ભૂત ક્રિકેટિંગ બ્રેઇન છે, જે તેમને IPLમાંથી મળ્યું છે. ત્યાં તેમણે શ્રીલંકાના ભૂતપૂર્વ બૉલર લસિથ મલિંગા જેવા લોકો સાથે કામ કર્યું અને બૅટ્સમૅનને ચતુરાઈથી હરાવવાની કળા શીખી.”

બુમરાહ હંમેશાં પોતાનો શ્રેષ્ઠ બૉલ ફેંકવાનો પ્રયાસ કરે છે, પણ જો બૅટ્સમૅન સેટ થઈ જાય તો તેને તેમની તાકાત અને નબળાઈની સંપૂર્ણ રીતે ખબર હોય છે. તેમણે વ્હાઇટ-બૉલ ક્રિકેટમાંથી કૌશલ્ય હાંસલ કરીને પોતાને સંપૂર્ણ ટેસ્ટ બૉલર બનાવ્યા છે.

પૂજારાની તેમની સાથેની એક યાદગાર ક્ષણ 2018ના ઇંગ્લૅન્ડ ટૂર દરમિયાન સાઉધમ્ટનમાં બની હતી જ્યારે જસપ્રીતે તેમને પ્રથમ ઇનિંગ્સમાં સદી સુધી પહોંચવામાં મદદ કરી હતી.

આ વિશે તેઓ કહે છે, “હું 96 રન પર હતો જ્યારે તેઓ નંબર 11 પર બેટિંગ કરવા આવ્યા અને મને લાગતું નહોતું કે હું સદી સુધી પહોંચીશ, પણ તેઓ આવ્યા અને મને કહ્યું કે તે ડીફેન્ડ કરશે. તેમને એ ખબર નહોતી કે તેઓ ટકશે કે નહીં, પણ તેમણે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા.”

“અમે છેલ્લી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી અને હું 132 રન પર નોટઆઉટ રહ્યો.”

આ વાત સ્પષ્ટપણે એ દર્શાવે છે કે બેટિંગ હોય કે બૉલિંગ, બુમરાહ ખૂબ કૉમ્પિટિટીવ ક્રિકેટર છે.

જ્યારે બૉલિંગની વાત આવે, ત્યારે મૅચની સ્થિતિ ગમે તેવી હોય, તેઓ હંમેશાં ઇચ્છે છે અને માને છે કે તેઓ વિકેટ લઈ શકશે. એ એક સંપૂર્ણ ટીમમેટ છે.

બુમરાહના પ્રદર્શન પર ભારતનો આધાર

ચેતેશ્વર પૂજારા, જસપ્રીત બુમરાહ, ભારત, ઇંગ્લૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આજે માન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ મેદાન પર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી ટેસ્ટમૅચ રમાનાર છે.

સિરીઝમાં 2-1થી પાછળ ચાલી રહેલા ભારત માટે આ ટેસ્ટ જીતવી ફરજિયાત છે. ટીમમાં કેટલાક ફેરફારની પણ શક્યતા છે.

પરંતુ જસપ્રીત બુમરાહને આ મૅચ મહત્ત્વની હોવાથી આરામ નહીં આપવામાં આવે તે સ્પષ્ટ મનાઈ રહ્યું છે.

આકાશદીપની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ પર જ ભારતની ટીમનો મદાર રહેશે એવું વિશ્લેષકો કહી રહ્યા છે.

ઐતિહાસિક ઑલ્ડ ટ્રેફૉર્ડ મેદાન ક્યારેય ભારત માટે અનુકૂળ રહ્યું નથી. 1936થી ભારતીય ટીમે માન્ચેસ્ટરમાં 9 ટેસ્ટ મૅચ રમી છે. પરંતુ એક પણ વાર જીતી શકાયું નથી.

માત્ર ટેસ્ટમાં જ નહીં, પણ વ્હાઇટ બૉલના ક્રિકેટમાં પણ, ભારત પાસે આ મેદાનની કોઈ સારી યાદો નથી. આ એ જ જગ્યા છે જ્યાં 2019ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારત ન્યુઝીલૅન્ડ સામે હારી ગયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન

[ad_2]

Source link

માતાના ગર્ભમાં ‘બુકિંગ’ અને જન્મ થતાં જ બાળકોની તસ્કરી, આ ગૅંગ કેવી રીતે કામ કરતી?

0

[ad_1]

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસના કહેવા પ્રમાણે, અમુક બાળકોનું ગર્ભમાંથી બુકિંગ થઈ ગયું હતું (પ્રતીકાત્મક તસવીર)

    • લેેખક, ક્વિનાતી પસારીબૂ
    • પદ, બીબીસી ઇન્ડોનેશિયા, જકાર્તા
    • લેેખક, ગૅવિન બટલર
    • પદ, બીબીસી ન્યૂઝ સિંગાપુર

ઇન્ડોનેશિયા પોલીસે બાળકોની તસ્કરી કરનારી આંતરરાષ્ટ્રીય ગૅંગનો પર્દાફાશ કર્યો છે. જેણે બે વર્ષમાં ઓછામાં ઓછાં 25 નવજાત બાળકોને સિંગાપુરમાં વેચ્યાં છે.

ઇન્ડોનેશિયા પોલીસે એક અઠવાડિયા દરમિયાન પોંતિયાનાક તથા તાંગરાંગ શહેરોમાંથી આ ગૅંગના 13 લોકોને ઝડપી લીધા છે.

આ અભિયાન દરમિયાન છ બાળકોને બચાવી લેવાયાં છે. તેમને તસ્કરીથી લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. આ તમામ બાળકોની ઉંમર એક વર્ષ આસપાસ છે.

પશ્ચિમ જાવા પોલીસના અધિકારી સુરાવને બીબીસી ન્યૂઝ ઇન્ડોનેશિયાને જણાવ્યું, “આ બાળકોને પહેલાં પોંતિયાનાકમાં રાખવામાં આવતાં અને પછી ઇમિગ્રેશન ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરીને તેમને સિંગાપુર મોકલવામાં આવતાં.”

બીબીસીએ આ અંગે સિંગાપુર પોલીસ તથા ગૃહ મંત્રાલયની પ્રતિક્રિયા માગી હતી, પરંતુ અહેવાલ છપાયા સુધી કોઈ જવાબ નહોતો મળ્યો.

ગૅંગ કેવી રીતે કામ કરતી હતી?

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, West Java Regional Police

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયા પોલીસના કહેવા પ્રમાણે, સિંગાપુરમાં દત્તક લેનારા લોકોને શોધવા તેમની ‘સૌથી પ્રાથમિક જવાબદારી’ છે

પોલીસના કહેવા પ્રમાણે, આ ગૅંગના લોકો બાળકનું પાલનપોષણ કરવામાં અક્ષમ કે અનિચ્છિત માતાપિતા કે સગર્ભા મહિલાઓને નિશાન બનાવતાં. કેટલાક કિસ્સામાં ફેસબુક દ્વારા વાતચીતની શરૂઆત થતી, એ પછી વૉટ્સઍપ જેવી ચૅટઍપ્સ દ્વારા વાતચીત આગળ વધતી.

પોલીસ અધિકારી સુરાવાનના કહેવા પ્રમાણે, “અમુક કિસ્સામાં ગર્ભમાં જ તમામ વાતો નક્કી કરી લેવામાં આવતી. જ્યારે બાળકનો જન્મ થાય, ત્યારે ડિલિવરીનો ખર્ચ પણ આ ગૅંગ ભોગવતી. એ પછી પરિવારને વળતર પેટે પૈસા આપવામાં આવતા અને બાળકને લઈ જવામાં આવતું.”

પોલીસના કહેવા પ્રમાણે, આ ગૅંગમાં સામેલ અલગ-અલગ લોકોની ભિન્ન-ભિન્ન ભૂમિકા હતી. જેમ કે કેટલાક લોકો બાળકને શોધવાનું કામ કરતા. કેટલાક લોકો બાળકોને રાખવાનું તથા તેમને સાચવવાની વ્યવસ્થા કરતા, તો કેટલાક લોકો પાસપૉર્ટ અને ફેમિલી કાર્ડ જેવાં બનાવટી કાગળિયાં બનાવતા.

બાળકોને માતાથી અલગ કર્યા બાદ, તેમને બે-ત્રણ મહિના માટે કેરટેકર પાસે રાખવામાં આવતાં. એ પછી તેમને જકાર્તા અને પછી પોંતિયાનાક લઈ જવામાં આવતાં હતાં. અહીં તેમનાં જન્મનાં પ્રમાણપત્ર, પાસપૉર્ટ તથા અન્ય ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવતાં.

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

પોલીસના કહેવા પ્રમાણે આ બાળકોને 11થી 16 લાખ ઇન્ડોનેશિયાના રૂપિયામાં (લગભગ 670થી 1000 અમેરિકન ડૉલર) વેચવામાં આવતાં.

ગૅંગના કેટલાક સભ્યોના કહેવા પ્રમાણે, તેમણે ત્યાં સુધી ઓછામાં ઓછાં 12 બાળકો તથા 13 બાળકીઓને સ્થાનિક કે આંતરરાષ્ટ્રીયસ્તરે વેચ્યાં છે. આ બાળકોને પશ્ચિમ જાવા પ્રાંતના અલગ-અલગ જિલ્લા કે શહેરમાંથી લાવવામાં આવ્યાં હતાં.

ઇન્ડોનેશિયા પોલીસના કહેવા પ્રમાણે, તેમની પ્રાથમિકતા સિંગાપુરમાં એવા લોકોને શોધવાની છે કે જેમણે આ બાળકોને દત્તક લીધાં હતાં.

સુરવાને પત્રકારોને જણાવ્યું, “અમે બાળકોના બહાર જવાના ડેટાને ક્રૉસ ચેક કરીશું, જેથી કરીને કયું બાળક ક્યારે ગયું, કોની સાથે ગયું તથા તેને કોણે દત્તક લીધું વગેરે જેવી નક્કર માહિતી મળી રહે.”

આમાંથી અમુક બાળકોની નાગરિકતા બદલાઈ ગઈ હોવાની માહિતી પણ પોલીસને મળી છે. જોકે, પોલીસ હજુ પણ તેમના પાસપૉર્ટ શોધી રહી છે.

માતાપિતાએ જ પોતાનાં બાળકોને કેમ વેચી માર્યાં?

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર
ઇમેજ કૅપ્શન, મોટાં ભાગનાં બાળકોની ઉંમર એક વર્ષ જેટલી હતી (પ્રતીકાત્મક તસવીર)

સુરવાને અગાઉ બીબીસી ઇન્ડોનેશિયાને જણાવ્યું હતું કે બાળકોનાં માતાપિતા અને તસ્કરોની વચ્ચે પહેલાંથી જ સમજણ સધાઈ ગઈ હોય છે, એટલે હજુ સુધી કોઈ પણ બાળકના અપહરણની વાત બહાર નથી આવી.

તેમણે કહ્યું કે દલાલોએ અમુક માતાપિતાને પૈસા નહોતા ચૂકવ્યા, એટલે તેમણે બાળકોનાં અપહરણની ફરિયાદ કરી હતી.

પોલીસને શંકા છે કે કેટલાંક માતાપિતા આર્થિક તંગીને કારણે તેમનાં સંતાનોને વેચવા માટે સહમત થયાં હોય એ વાત નકારી ન શકાય. સુરવાને ઉમેર્યું હતું કે આ માતાપિતાની સામે પણ ફોજદારી કેસ દાખલ થઈ શકે છે.

તેમણે કહ્યું, “જો માતાપિતા અને આરોપીઓની વચ્ચે કોઈ પણ પ્રકારની સમજૂતિ થઈ હોવાની વાત પુરવાર થશે, તો માતાપિતા સામે પણ બાળ સંરક્ષણ ધારા તથા માનવતસ્કરી હેઠળ કેસ ચલાવી શકાય છે.”

ઇન્ડોનેશિયાની પોલીસે ઇન્ટરપોલ તથા સિંગાપુર પોલીસનો સહયોગ માગ્યો છે, જેથી કરીને આ ગૅંગના વિદેશમાં રહેતા સભ્યો, અથવા તેમની પાસેથી બાળક ખરીદનારા લોકોની ધરપકડ થઈ શકે.

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

સુરવાને કહ્યું, “અમે આરોપીઓને ‘વૉન્ટેડ’ જાહેર કરીશું. આ સિવાય રેડ કૉર્નર નોટિસ પણ કાઢવામાં આવશે અથવા તો અન્ય દેશોની પોલીસને પણ તેમની ધરપકડ કરવા માટે વિનંતી કરીશું.”

ઇન્ડોનેશિયાના ચાઇલ્ડ પ્રોટેક્શન કમિશનનાં (કેપીએઆઈ) વડાં આઈ રહમાયંતીના કહેવા પ્રમાણે, બાળકોની તસ્કરી કરનારી ગૅંગ મુશ્કેલીઓની સામે ઝઝૂમી રહેલી મહિલાઓનો સંપર્ક સાધતી.

તેમણે બીબીસીને જણાવ્યું, “જેમ કે, અમુક મહિલાઓ બળાત્કારનો ભોગ બનવાને કારણે ગર્ભવતી બની જાય છે. કેટલીક મહિલાઓને તેમના પતિ ત્યજી દે છે, અથવા તો કેટલીક મહિલાઓને અનિચ્છિત ગર્ભ રહી ગયો હોય છે.”

ઇન્ડોનેશિયામાં ગર્ભપાત ગેરકાયદેસર છે, પરંતુ બળાત્કાર અને તબીબી કારણો જેવી વિશેષ પરિસ્થિતિઓમાં ગર્ભપાતની છૂટ આપવામાં આવે છે.

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આઈ રહમાયંતીના કહેવા પ્રમાણે, બાળકોની તસ્કરી કરનારી ગૅંગના લોકો મોટા ભાગે પોતાને મૅટરનિટી ક્લિનિક, અનાથાલય કે સામાજિક સહાયતા કેન્દ્રના માણસ ગણાવે છે. જેઓ જરૂરિયાતમંદ મહિલાઓ તથા બાળકોને મદદ કરવાનો દાવો પણ કરે છે.

તેમણે કહ્યું, “આ ક્લિનિક કે આશ્રયસ્થાનો શરૂઆતમાં સહાનૂભૂતિવાળી ભાષાનો ઉપયોગ કરે છે, જેમ કે, ‘તમે અહીં બાળકને જન્મ આપી શકો છો અને સાથે જ ઘરે લઈ જઈ શકો છો.’ વાસ્તવમાં તેઓ પૈસા લઈને ગેરકાયદેસર રીતે આ બાળકનો કબજો અન્ય કોઈને સોંપી દે છે.”

ઇન્ડોનેશિયામાં બાળકોની તસ્કરી અંગે કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ કેપીએઆઈની પાસે માનવતસ્કરી સંબંધિત ગુનાના આંકડા છે. જેને જોતા માલૂમ પડે છે કે આ કામ વર્ષોથી ચાલી રહ્યું છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી તેનો વ્યાપ વધ્યો છે.

વર્ષ 2020માં કેપીએઆઈએ બાળકોને ગેરકાયદેસર રીતે દત્તક લેવાની 11 ઘટનાઓ નોંધી હતી. આ સંખ્યા વર્ષ 2023માં વધીને 59 પર પહોંચી ગઈ હતી. જેમાં બાળકોનું અપહરણ અને તસ્કરી જેવા ગુના પણ સામેલ હતા. જે દત્તક લેવાની આડમાં આચરવામાં આવ્યા હતા.

કેપીએઆઈએ હાથ ધરેલા કેસોમાંથી એક વર્ષ 2024નો છે. જેમાં ડેપોક, પશ્ચિમ જાવા તથા બાલી જેવાં સ્થળોએ બાળકને વેચવાના મુદ્દે એક શખ્સને પકડવામાં આવ્યો હતો.

આઈ રહમાયંતીએ જણાવ્યું કે આ બાળકોને અલગ-અલગ ભાવે વેચવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું, “જાવામાં બાળકોની કિંમત 11થી 15 લાખ (ઇન્ડોનેશિયાના રૂપિયા) વચ્ચેની હતી. જ્યારે બાલીમાં આ આંકડો 20થી 26 લાખ (ઇન્ડોનેશિયાના રૂપિયા) સુધી પહોંચી ગયો હતો. બાળકનાં શારીરિક બંધારણ સહિતની બાબતોમાં કિંમતનું નિર્ધારણ થાય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

Gujarat Weather : બે દિવસ પછી રાજ્યના કયા-કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

0

[ad_1]

વીડિયો કૅપ્શન, Gujarat Weather : બે દિવસ પછી રાજ્યના એક ડઝન કરતાં વધુ જિલ્લામાં ભારે વરસાદ પડશે, શું છે આગાહી?

ગુજરાત : બે દિવસ પછી રાજ્યના એક ડઝન કરતાં વધુ જિલ્લામાં ભારે વરસાદ

ગુજરાતમાં ત્રણ-ચાર દિવસથી ચોમાસાએ ફરી જમાવટ કરી છે અને જે જિલ્લામાં લગભગ આઠ-10 દિવસથી વરસાદ ઓછો થઈ ગયો હતો ત્યાં ફરી ભારે વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન અનુસાર બે દિવસ પછી રાજ્યના એક ડઝન કરતાં વધુ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે અને યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના બુલેટિન અનુસાર ચોવીસ કલાકમાં સાબરકાંઠા, નવસારી અને સંઘપ્રદેશ દમણમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલીક જગ્યાએ છુટોછવાયો વરસાદ પડ્યો છે.

હાલમાં ચોમાસાનો એક ટ્રૉફ રચાયો છે જે રાજસ્થાનના શ્રીગંગાનગરથી લઈને રોહતક, લખનૌ, વારાણસી, ડેલ્ટનગંજ, જમશેદપુર, કોન્ટાઈથી પસાર થઈને બંગાળની ખાડી સુધી જાય છે.

ગઈકાલે પશ્ચિમ રાજસ્થાન અને નજીકના પાકિસ્તાન પર ઉપરની હવાનું ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સપાટીથી 3.1 કિલોમીટર સુધી ફેલાયેલું છે અને તે દક્ષિણ તરફ ઊંચાઈ સાથે ઝુકેલું છે, જે ઓછું સ્પષ્ટ છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 23 જુલાઈ, બુધવારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છુટાછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત 23 જુલાઈએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સંઘપ્રદેશ દમણ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને સંઘપ્રદેશ દીવમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.

24 જુલાઈએ પણ આ તમામ જિલ્લાઓમાં છુટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

25 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગ જણાવે છે.

બાકીના વિસ્તારો એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છુટાછવાયા સ્થળે હળવો વરસાદ પડી શકે છે.

25 જુલાઈએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.

26 જુલાઈએ ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેવી આગાહી છે. આવા જિલ્લામાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર સામેલ છે. બાકીના જિલ્લામાં 26મીએ હળવો વરસાદ પડી શકે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે.

27 જુલાઈએ ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છુટાછવાયા સ્થળે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

છેલ્લા એક દિવસના આંકડા પ્રમાણે દાદરા નગર હવેલીમાં 21 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં સરેરાશ 43 મીમી, સુરતમાં 18, તાપીમાં 24, વડોદરામાં 12 મીમી વરસાદ નોંધાયો છે.

વરસાદ ચાલુ રહેવાના કારણે ગુજરાતનાં જળાશયોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. 23 જુલાઈના આંકડા પ્રમાણે ગુજરાતના 207માંથી 28 ડૅમ છલકાઈ ગયા છે. તેમાં ઉત્તર ગુજરાતના એક પણ ડૅમનો સમાવેશ નથી થતો, પરંતુ મધ્ય ગુજરાતના બે, સાઉથ ગુજરાતના પાંચ, કચ્છના પાંચ અને સૌરાષ્ટ્રના સૌથી વધુ 16 ડૅમ છલકાઈ ગયા છે.

ગુજરાતનાં જળાશયોમાં હાલમાં સરેરાશ 59 ટકા પાણી ભરાયું છે.

રાજ્યનો સૌથી મોટા ડૅમ સરદાર સરોવરના જળાશયમાં અત્યાર સુધીમાં 58 ટકાથી વધુ પાણી ભરાયું છે.

ગુજરાત, ચોમાસું, વરસાદ, પાક, ખેડૂત, ખેતી, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી, હવામાન સમાચાર, દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

અમદાવાદ પ્લેન ક્રૅશ : ‘શું પાઇલટે જાણી જોઈને સ્વિચ બંધ કરી?’- કૉકપિટ રેકૉર્ડિંગ અંગે હજુ પણ કેમ ચર્ચાઓ ચાલી રહી છે?

0

[ad_1]

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા બોઇંગ અમદાવાદ દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ એન્જિન ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍર ઇન્ડિયાનું બૉઇંગ ડ્રીમલાઇનર 787 વિમાન 12 જૂને અમદાવાદથી લંડનના ગેટવિક ઍરપૉર્ટ જઈ રહ્યું હતું ત્યારે ક્રૅશ થઈ ગયું હતું.

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી ન્યૂઝ

અમદાવાદમાં ઍર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાની તપાસના પ્રારંભિક અહેવાલો આવ્યા પછી લાગતું હતું કે આ મામલાને કેટલીક હદ સુધી વિરામ મળશે.

પરંતુ તેનાથી ઊંધું થયું છે. 15 પાનાના પ્રાથમિક અહેવાલે નવી અટકળોને વેગ આપ્યો છે. રિપોર્ટની ભાષા સંયમિત છે, પરંતુ તેમાં એક એવી વાત કહેવામાં આવી જેના કારણે તપાસકર્તાઓ, વિમાનોના નિષ્ણાતો અને સામાન્ય લોકો પણ ચિંતિત છે.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે ઉડાન ભર્યાની થોડી જ સેકંડો પછી 12 વર્ષ જૂના આ બૉઇંગ 787 વિમાનની બંને ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ અચાનક ‘કટ ઑફ’ પોઝિશનમાં જતી રહી હતી. તેના કારણે વિમાનનાં ઍન્જિનોનો ઈંધણનો પુરવઠો અટકી ગયો હતો.

ઈંધણ ન મળવાના કારણે વિમાને સંપૂર્ણ પાવર ગુમાવી દીધો. સામાન્ય રીતે વિમાનના લૅન્ડિંગ પછી ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ બંધ કરવામાં આવતી હોય છે.

કૉકપિટના વૉઇસ રેકૉર્ડિંગને લઈને કેમ વિવાદ થયો અને નિષ્ણાતો શું કહે છે તે બીબીસીની સાથે સમજો.

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા બોઇંગ અમદાવાદ દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ એન્જિન

કૉકપિટના વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજાને પૂછે છે કે તેમણે “કટ-ઑફ કેમ કર્યું”, તો બીજા પાઇલટ કહે છે કે તેમણે આવું નથી કર્યું. પરંતુ રેકૉર્ડિંગ પરથી સ્પષ્ટ નથી થતું કે કયા પાઇલટે શું કહ્યું? ટેક-ઑફ વખતે પાઇલટ વિમાન ઉડાવતા હતા અને કેપ્ટન તેને મોનિટર કરતા હતા.

બાદમાં ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચને ફરી ઉડાન ભરવાની સામાન્ય સ્થિતિમાં લાવવામાં આવી. સ્વિચ ‘રન મોડ’માં આવતા જ ઍન્જિનમાં ઈંધણનો સપ્લાય શરૂ થઈ ગયો. જે સમયે દુર્ઘટના થઈ ત્યારે એક ઍન્જિન ફરીથી પાવર લેવા લાગ્યું હતું, પરંતુ બીજું ઍન્જિન પૂર્ણ રીતે પાવર લઈ શક્યું ન હતું.

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા બોઇંગ અમદાવાદ દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ એન્જિન
બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા બોઇંગ અમદાવાદ દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ એન્જિન

આ વિમાન ઉડાન ભર્યા પછી એક મિનિટ કરતાં પણ ઓછા સમય માટે હવામાં રહ્યું. આ વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોનાં મોત થયાં હતાં.

દુર્ઘટનાના પ્રારંભિક રિપોર્ટ આવ્યા પછી અનેક પ્રકારની અટકળો થવા લાગી. પૂર્ણ રિપોર્ટ આવવામાં એક વર્ષનો સમય લાગે તેવી શક્યતા છે.

વૉલ સ્ટ્રીટ જર્નલ અને સમાચાર એજન્સી રૉયટર્સના રિપોર્ટ પ્રમાણે વિમાન અકસ્માતમાં પ્રારંભિક વિગતો બહાર આવ્યા પછી હવે કૉકપિટમાં હાજર સિનિયર પાઇલટ તરફ ફોકસ ગયું છે.

ઇટલીના અખબાર કોરિયેર ડેલા સેરાનો દાવો છે કે તેમનાં સૂત્રોના કહેવા પ્રમાણે ફર્સ્ટ ઑફિસરે કૅપ્ટનને વારંવાર પૂછ્યું કે “ઍન્જિન શા માટે બંધ કરી દીધું.”

56 વર્ષના સુમિત સભરવાલ આ ફ્લાઈટના કૅપ્ટન હતા, જ્યારે 32 વર્ષીય ક્લાઇવ કુંદર કો-પાઇલટ હતા અને તેઓ વિમાન ઉડાવતા હતા. બંને પાઇલટ પાસે કુલ મળીને 19 હજાર કલાક કરતાં વધુ વિમાન ઉડાવવાનો અનુભવ હતો. તેમાંથી લગભગ અડધો અનુભવ બૉઇંગ 787 વિમાન ઉડાવવાનો હતો.

આ વિમાન દુર્ઘટના અગાઉ બંને પાઇલટોએ વિમાન ઉડાન પહેલાના તમામ હેલ્થ ચેક પાસ કર્યાં હતાં.

દેખીતી રીતે જ આ પ્રકારની અટકળો અને લીક થઈ રહેલી માહિતીના કારણે તપાસકર્તાઓ પરેશાન છે અને ભારતીય પાઇલટોમાં પણ નારાજગી છે.

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા બોઇંગ અમદાવાદ દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ એન્જિન
બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા બોઇંગ અમદાવાદ દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ એન્જિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍર ઇન્ડિયાના વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, તેમાંથી માત્ર એક વ્યક્તિ જીવીત બચી શકી.

ગયા અઠવાડિયે ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યૂરો એટલે કે એએઆઈબીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયાનો એક વર્ગ પસંદગીની અને પુષ્ટિ ન થઈ હોય તેવા રિપોર્ટિંગના આધારે તારણો કાઢવાની કોશિશ કરે છે. બ્યૂરોએ સંપૂર્ણ તપાસ વગર આવા રિપોર્ટિંગને બેજવાબદાર ગણાવ્યું હતું.

અમેરિકાના નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી)નાં ચૅરવુમન જૅનિફર હોમેન્ડીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે આ પ્રકારના મીડિયા રિપોર્ટ ઉતાવળમાં આપવામાં આવ્યા છે અને તે માત્ર અટકળો પર આધારિત છે. તેમણે કહ્યું કે આ પ્રકારની તપાસમાં સમય લાગે છે. એનટીએસબી આ દુર્ઘટનાની તપાસમાં સહયોગ આપે છે.

ભારતમાં ઇન્ડિયન કૉમર્શિયલ પાઇલટ્સ ઍસોસિયેશને પણ ક્રૂને દોષ આપવામાં થઈ રહેલી ઉતાવળને અત્યંત ‘અસંવેદનશીલ અને બેદરકારીભરી’ ગણાવી છે. ઍસોસિયેશને અપીલ કરી છે કે પૂર્ણ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ મામલે સંયમ જાળવવો જોઈએ.

ઍરલાઇન પાઇલટ્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (એએલપીએ ઇન્ડિયા)ના પ્રમુખ સેમ થૉમસે બીબીસીને જણાવ્યું કે “પારદર્શિતા પર અટકળબાજી હાવી થઈ ગઈ છે.”

તેમણે ભારપૂર્વક કહ્યું કે, “વિમાનના મેન્ટેનન્સનો રેકૉર્ડ અને કૉકપિટ વૉઇસ રેકૉર્ડરના ડેટાની સાથે બીજા ડૉક્યુમેન્ટની પણ તપાસ થવી જોઈએ.”

આ રિપોર્ટમાં કૉકપિટના રેકૉર્ડિંગનો એક નાનકડો હિસ્સો છે જે વિવાદનું કેન્દ્ર છે. ફાઇનલ રિપોર્ટમાં આખી વાતચીતની ટ્રાન્સ્ક્રિપ્ટ આવવાની શક્યતા છે જેનાથી આખી સ્થિતિને વધુ સારી રીતે સમજી શકાશે.

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા બોઇંગ અમદાવાદ દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ એન્જિન
બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા બોઇંગ અમદાવાદ દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ એન્જિન

ઇમેજ સ્રોત, AAIB

ઇમેજ કૅપ્શન, એએઆઈબીના રિપોર્ટમાં વિમાનની તસવીર જાહેર કરાઈ છે જેમાં ‘રૅટ’ને ઍક્ટિવ દેખાડાયું છે. તેનું કામ ઍન્જિન બંધ થયા પછી ઇમર્જન્સી હાઇડ્રોલિકને પાવર આપવાનું હોય છે.

કૅનેડાના એક વિમાન દુર્ઘટના તપાસકર્તાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે આ રિપોર્ટની વાતચીત ઘણી શક્યતાઓ તરફ ઇશારો કરે છે.

“ઉદાહરણ તરીકે જો પાઇલટ ‘બી’એ અજાણતા અથવા અનિચ્છાએ તે સ્વિચને ઑપરેટ કરી હશે તો ત્યાર પછી તેમણે આવું કરવાનો ઇન્કાર શા માટે કર્યો તે સમજી શકાય છે.”

“પરંતુ પાઇલટ ‘એ’એ જાણીજોઈને અને સમજી વિચારીને સ્વિચને ઑપરેટ કરી હોય, તો શક્ય છે કે તેમણે એવા ઇરાદાથી સવાલ પૂછ્યો હોય કે કૉકપિટના વૉઇસ રેકૉર્ડરની તપાસ જરૂર થશે. તેથી આ રીતે ધ્યાન ભટકાવીને તેઓ પોતાને જવાબદાર સાબિત કરવામાંથી છટકવા માંગતા હોય.”

“કયા પાઇલટ શું કહેતા હતા એ એએઆઈબીને ખબર પડી જાય તો પણ ફ્યૂઅલ સ્વિચ કોણે બંધ કરી તે સવાલનો સ્પષ્ટ જવાબ નહીં મળી શકે.”

તેઓ કહે છે, “આપણે કદાચ ક્યારેય એ નહીં જાણી શકીએ કે આની પાછળ અસલમાં જવાબદાર કોણ હતા.”

તપાસકર્તાઓએ બીબીસીને જણાવ્યું કે ફ્યૂઅલ સ્વિચને હાથેથી બંધ કરવામાં આવી હતી એવું ભલે લાગતું હોય, પરંતુ હજુ પણ કોઈ તારણ સુધી પહોંચતા પહેલાં દરેક સંભાવના માટે ખુલ્લું મન રાખવું જરૂરી છે.

કેટલાક પાઇલટ માને છે કે વિમાનનાં ઍન્જિનની સ્થિતિ અને તેના કામકાજ પર નજર રાખતી ફુલ ઑથોરિટી ડિજિટલ ઍન્જિન કન્ટ્રોલ (એફએડીઈસી) સિસ્ટમને સેન્સર દ્વારા ખોટી માહિતી મળે તો ટૅકનિકલ ધોરણે આ સિસ્ટમ જાતે જ ઍન્જિનને બંધ કરી શકે છે.

જોકે, ઍન્જિનની આશ્ચર્યભરી પ્રતિક્રિયા “તમે ઍન્જિન કેમ બંધ કર્યાં?” એવા સમયે આવી જ્યારે ફ્યૂઅલ સ્વિચ પહેલેથી કટ-ઑફ મોડમાં જતી રહી હતી (જે વાત પ્રારંભિક રિપોર્ટમાં નોંધાયેલ છે). તેથી આ થિયરી બહુ નબળી પડી જાય છે.”

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા બોઇંગ અમદાવાદ દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ એન્જિન

હવે ફાઇનલ રિપોર્ટ આવશે ત્યારે વાતચીતના ટાઇમ સ્ટૅમ્પ સાથે સમગ્ર વિગત અને ઍન્જિનના ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ થશે એવું લાગે છે, તેનાથી સ્થિતિને વધુ સારી રીતે સમજી શકાશે.

કોણે શું કહ્યું હતું તેના પર અટકળો નથી થતી, પરંતુ શું નથી કહેવામાં આવ્યું તેના પર અટકળો થાય છે.

પ્રારંભિક રિપોર્ટમાં કૉકપિટ વૉઇસ રેકૉર્ડર (સીવીઆર)ની આખી વાતચીત શૅર કરવામાં આવી ન હતી. માત્ર અંતિમ પળોની એક મહત્ત્વની લાઇન જ જાહેર કરાઈ હતી.

આ રીતે વાતચીતનો માત્ર એક ટુકડો જાહેર થવાના કારણે સવાલો પેદા થાય છે.

શું તપાસકર્તા ટીમને ખબર હતી કે અવાજ કોનો હતો, પરંતુ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વાતને જાહેર કરાઈ ન હતી? કે પછી તપાસકર્તા ટીમને હજુ પણ ખાતરી નથી કે કયો અવાજ કોનો હતો, અને કોઈ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે તેની તપાસની જરૂર છે?

અમેરિકન એજન્સી (એનટીએસબી)ના ભૂતપૂર્વ મૅનેજિંગ ડાયરેક્ટર પીટર ગોએલ્જે જણાવ્યું કે એએઆઈબીએ પાઇલટની ઓળખ સાથે આખી વૉઇસ રેકૉર્ડર ટ્રાન્સ્ક્રિપ્ટ જાહેર કરવી જોઈએ.

તેઓ કહે છે, “ટેક-ઑફ દરમિયાન કોઈ ખરાબી શરૂ થઈ હોય તો તે ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (એફડીઆર)માં નોંધાઈ હોત. શક્ય છે કે તે ફ્લાઇટ મૅનેજમેન્ટ સિસ્ટમમાં ઍલર્ટને ટ્રિગર કર્યું હોત. આવા ઍલર્ટ પર ક્રૂનું ધ્યાન તરત ગયું હોત અને સૌથી મહત્ત્વની વાત કે તેના પર વાતચીત કરી હોત.”

તપાસકર્તાઓ લોકોને અપીલ કરે છે કે કોઈ પણ નિષ્કર્ષ સુધી પહોંચવામાં ઉતાવળ ન કરો.

ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં વિમાન દુર્ઘટનાના નિષ્ણાત અને ભૂતપૂર્વ તપાસકર્તા શૉન પ્રુચનિકીએ બીબીસીને જણાવ્યું કે, “આપણે સતર્ક રહેવું પડશે. જો સ્વિચ બંધ થયેલી હોય તો આ જાણી જોઈને કરવામાં આવ્યું હશે એવું માની લેવું સરળ છે, જેમ કે પાઇલટની ભૂલ, આત્મહત્યા અથવા બીજું કોઈ કારણ. પરંતુ આપણી પાસે મર્યાદિત માહિતી છે અને આવામાં આ દિશામાં વિચારવું ખતરનાક હોઈ શકે છે.”

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા બોઇંગ અમદાવાદ દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ એન્જિન
બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા બોઇંગ અમદાવાદ દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ એન્જિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં જમીન પર પણ ઘણા લોકો માર્યા ગયા હતા.

બીજી તરફ અન્ય સંભાવનાઓ પર પણ ચર્ચા થઈ રહી છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસ સહિત અન્ય કેટલાંક ભારતીય અખબારોએ વિમાનના પાછળના હિસ્સામાં સંભવિત ઇલેક્ટ્રિકલ ફાયરને તપાસમાં મહત્ત્વનો હિસ્સો ગણાવ્યો છે.

જોકે, શરૂઆતના રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે બંને ફ્યૂઅલ સ્વિચ કટ-ઑફ પોઝિશનમાં લાવવામાં આવી હતી જેના કારણે ઍન્જિન બંધ થયું હતું. આ વાત રેકૉર્ડર ડેટાથી સાબિત થાય છે.

એક સ્વતંત્ર તપાસકર્તાએ કહ્યું કે પાછળના ભાગે આગ લાગી હોય તો તે કદાચ ટક્કર પછી લાગી હશે. તેનું કારણ લીક થયેલું ફ્યૂઅલ અથવા બૅટરીઓને થયેલું નુકસાન હોઈ શકે છે.

ગયા અઠવાડિયે એએઆઈબીના ચીફ જીવીજી યુગંધરે ભારપૂર્વક કહ્યું કે પ્રારંભિક રિપોર્ટનો હેતુ માત્ર એ જણાવવાનો હોય છે કે “શું થયું હતું”.

તેમણે કહ્યું કે,”હજુ કોઈ નક્કર તારણ પર પહોંચવું ઉતાવળ ગણાશે.”

તેમણે કહ્યું કે હજુ તપાસ ચાલુ છે અને અંતિમ અહેવાલમાં “મૂળ કારણો અને સૂચનો”ને સ્પષ્ટ કરવામાં આવશે. સાથે સાથે તેમણે ભરોસો અપાવ્યો કે “ટૅકનિકલ અથવા જનહિત સાથે સંકળાયેલા” મુદ્દા પર જે માહિતી આવતી જશે તેને શૅર કરવામાં આવશે.

તપાસનું તારણ જણાવતા શૉન પ્રુચનિકીએ કહ્યું કે “આખી તપાસ બે સંભાવનાઓ પર કેન્દ્રિત છે. કાં તો આ જાણી જોઈને કરવામાં આવેલી કોઈ કાર્યવાહી હતી, ભ્રમની સ્થિતિ અથવા ઑટોમેશન સાથે સંકળાયેલી કોઈ સમસ્યા હતી.”

તેમણે એમ પણ કહ્યું કે, “રિપોર્ટમાં ઉતાવળે કોઈ માનવીય ભૂલ અથવા ઇરાદાને દોષ નથી અપાયો. આ જાણીજોઈને કરવામાં આવ્યું હતું તેવું સાબિત કરતા કોઈ પુરાવા નથી મળ્યા.”

તેથી સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કોઈ નિર્ણાયક પુરાવા નથી મળ્યા. માત્ર બેચેન કરતી એક ઇંતેજારી છે, જેના અંતે કદાચ તમામ સવાલોના જવાબ ન પણ મળે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

Google search engine
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Recent Posts