વીડિયો કૅપ્શન, રાજસ્થાનનાં એ મહિલા જેમનાં બાળલગ્ન થયાં હતાં, હવે તેઓ ખુદ બાળલગ્નોને અટકાવે છે, તેમનાં પ્રયાસથી કેવું પરિવર્તન આવી રહ્યું છે?
રાજસ્થાન : બાળલગ્ન સામે ઝુંબેશ ચલાવતાં મહિલાની કહાણી
સંયુક્ત રાષ્ટ્ર સંગઠન યુનિસેફ અનુસાર, ભારતમાં દર ચારમાંથી એક છોકરીનાં લગ્ન 18 વર્ષની ઉંમર પહેલાં થાય છે.
બાળલગ્નને રોકવા ભારતમાં કાયદો હોવા છતાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા ઘણાં રાજ્યોમાં આવા કિસ્સાઓ હજુ પણ વધુ જોવા મળે છે.
રાજસ્થાનના અજમેરના ભાંવતા ગામમાં રોજ સવારે તેમનાં સ્કૂટી પર નીકળતા સોનુ કંવરનું લક્ષ્ય બાળલગ્ન અટકાવવાનું છે.
રાજસ્થાનમાં 2200થી વધુ બાળલગ્ન અટકાવનારાં અને 52 બાળલગ્ન રદ કરાવનારાં ડૉ. કૃતિ ભારતી માને છે કે આંતરરાષ્ટ્રીય સ્તેર બાળલગ્ન હજુ પણ એક મોટો મુદ્દો છે, પરંતુ ભારતમાં લોકો તેને સામાન્ય માને છે.
સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે સોનુ કંવર જેવા લોકોના પ્રયાસોથી સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે.
અત્યાર સુધી અનેક બાળલગ્નો રોકી દેનારા સોનું અજમેર બહાર પણ આ કામ કરવા માગે છે. સોનુ કંવરનાં આ પગલાંની અસરથી ચિત્ર કેટલું બદલાયું છે? સોનુ કંવરની કહાણીમાં કેવા કેવા પડકારો આવ્યા? જુઓ આ વીડિયોમાં.
ઇમેજ કૅપ્શન, બ્રસેલ્સમાં ઇઝરાયલી દૂતાવાસની બહાર લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં.
ગાઝામાં ભૂખમરાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફ્રાન્સે પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાની ઘોષણા કરતાં અન્ય પશ્ચિમી દેશો પર પણ ફ્રાન્સને પગલે ચાલવા દબાણ વધ્યું છે.
બ્રિટનની કિઅર સ્ટાર્મર સરકાર પર તેના જ સાંસદો તરફથી દબાણ વધ્યું છે. ઘણા લેબર પાર્ટીના સાંસદો પણ આમ જ ઇચ્છે છે અને શુક્રવારે સવારે વિદેશ બાબતોની કમિટીએ પણ પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશ તરીકેની તાત્કાલિક માન્યતા માટે અપીલ કરી છે.
બ્રિટિશ વડા પ્રધાને કહ્યું છે કે તેઓ ઇમેનુએલ મૅક્રોં અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે વાત કરશે. અહીં એ વાતનો સંકેત છે કે ગાઝાની પરિસ્થિતિ અંગે ચિંતા વધી રહી છે.
પરંતુ ઇઝરાયલના મુખ્ય સમર્થકો, અમેરિકા અને બ્રિટન સહિત તેના સાથી દેશોએ હજુ સુધી પેલેસ્ટાઇનને માન્યતા આપી નથી.
ફ્રાન્સની તાજેતરની જાહેરાતનો ઇઝરાયલ અને અમેરિકાએ વિરોધ કર્યો છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ પગલાંની ટીકા કરતાં કહ્યું કે આ જાહેરાત ‘આતંકવાદને ઇનામ’ આપવા જેવી છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું , “સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની ઇમેન્યુએલ મૅક્રોંની યોજનાને અમેરિકા સખત રીતે નકારી કાઢે છે.”
તેમણે લખ્યું, “આ બેજવાબદાર નિર્ણય હમાસના પ્રચારને પ્રોત્સાહન આપે છે અને અશાંતિમાં વધારો કરશે. આ નિર્ણય 7 ઑક્ટોબર હુમલાના પીડિતોનાં મોં પર એક લપડાક છે.”
દરમિયાન, ફ્રાન્સમાં અમેરિકાના રાજદૂત ચાર્લ્સ કુશનરે ઍક્સ પર લખ્યું , “પેલેસ્ટાઇનને માન્યતા આપવાનો ફ્રાન્સનો નિર્ણય હમાસ માટે ભેટ છે અને શાંતિ પ્રક્રિયા માટે એક આંચકો છે. હું હમણાં જ અહીં આવ્યો છું અને ખૂબ જ નિરાશ છું. રાષ્ટ્રપતિ મૅક્રોં, મને આશા છે કે હું સપ્ટેમ્બર પહેલા તમારો અભિપ્રાય બદલી શકીશ. બંધકોને મુક્ત કરો. યુદ્ધવિરામ પર ધ્યાન આપો. કાયમી શાંતિનો આ એકમાત્ર રસ્તો છે.”
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૅક્રોંએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૅક્રોંએ કહ્યું છે કે તેમનો દેશ આ વર્ષે સપ્ટેમ્બરમાં પેલેસ્ટાઇનને સત્તાવાર રીતે માન્યતા આપશે.
“આજે સૌથી તાત્કાલિક જરૂરિયાત ગાઝામાં યુદ્ધનો અંત લાવવાની અને નાગરિકોને બચાવવાની છે, ” રાષ્ટ્રપતિ મૅક્રોંએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું . “શાંતિ શક્ય છે. તાત્કાલિક યુદ્ધવિરામની, બધા બંધકોને મુક્ત કરવા અને ગાઝાના લોકોને મોટા પાયે માનવતાવાદી સહાયની જરૂર છે.”
ગુરુવારે પોતાની પોસ્ટમાં, મૅક્રોંએ લખ્યું, “મધ્ય પૂર્વમાં ન્યાયપૂર્ણ અને સ્થાયી શાંતિ માટે મારી ઐતિહાસિક પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, મેં નિર્ણય લીધો છે કે ફ્રાન્સ પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે.”
તેમણે કહ્યું, “આપણે હમાસનું અસૈન્યકરણ (હથિયારોથી મુક્ત), તેમજ ગાઝાની સુરક્ષા અને પુનર્નિર્માણ સુનિશ્ચિત કરવું જોઈએ.”
જોકે, બીબીસી યુરોપના ડિજિટલ ઍડિટર પૉલ કિર્બીના જણાવ્યા અનુસાર, ફ્રાન્સના ડાબેરી અને મધ્યમપંથી પક્ષોએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે, જ્યારે જમણેરી પક્ષોએ કોઈ નિવેદન આપ્યું નથી.
પરંતુ જમણેરી નૅશનલ રૅલી પાર્ટીનાં નેતા મરીન લી પેને આ નિર્ણયને “રાજકીય અને નૈતિક ભૂલ” ગણાવી.
તેમણે કહ્યું, “હમાસને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવી એ આતંકી રાષ્ટ્રને માન્યતા આપવા જેવું છે.”
બીજી તરફ, પેલેસ્ટિનિયન અધિકારીઓએ મૅક્રોંના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ફ્રાન્સ ની ઘોષણા કેમ મહત્ત્વની છે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, એક પેલેસ્ટિનિયન મહિલા તેના પુત્ર સાથે.
આવતા વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા મળશે, જ્યાં ફ્રાન્સ ઔપચારિક રીતે આ પગલું ભરશે.
ફ્રાન્સને આશા છે કે અન્ય શક્તિશાળી દેશો પણ તેનું અનુકરણ કરશે
યુરોપિયન યુનિયનમાં આવું પગલું ભરનાર ફ્રાન્સ સૌથી પ્રભાવશાળી દેશ છે.
જોકે, સ્વીડન, સ્પેન, આયર્લૅન્ડ અને સ્લોવેનિયા યુરોપિયન યુનિયનનો ભાગ રહીને પેલેસ્ટાઇનને માન્યતા આપી ચૂક્યાં છે.
કૉમ્યુનિસ્ટ શાસન હેઠળ પોલૅન્ડ અને હંગેરીએ 80ના દાયકામાં પેલેસ્ટાઇનને માન્યતા આપી હતી.
પેલેસ્ટાઇનને સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોમાંથી 140 થી વધુ દેશો દ્વારા માન્યતા આપવામાં આવી છે, જેમાં સ્પેન અને આયર્લૅન્ડ સહિત કેટલાક યુરોપિયન દેશો પણ સામેલ છે.
1988માં, ભારત પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપનારા પ્રથમ દેશોમાંનો એક બન્યો. 1996માં, ભારતે ગાઝામાં તેનું પ્રતિનિધિ કાર્યાલય ખોલ્યું, જે પાછળથી 2003માં રામલ્લાહ ખસેડવામાં આવ્યું.
પરંતુ ઇઝરાયલ, અમેરિકા અને બ્રિટન સહિત ઘણા પશ્ચિમી દેશોએ હજુ સુધી પેલેસ્ટાઈનને માન્યતા આપી નથી.
સ્પેન અને ઑસ્ટ્રેલિયા સમર્થનમાં, કતાર, સાઉદી અરેબિયાએ કરી અપીલ
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, 13 જુલાઈના રોજ સિડનીમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં એક પ્રદર્શન યોજાયું હતું.
સ્પેન, ઑસ્ટ્રેલિયા, કતાર, જોર્ડન અને સાઉદી અરેબિયાએ મૅક્રોંની જાહેરાતને ટેકો આપ્યો છે.
સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે ઍક્સ પર એક્સ પોસ્ટમાં લખ્યું, “ફ્રાન્સે માટે સ્પેન અને અન્ય યુરોપિયન દેશો સાથે જોડાઈને પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાનો નિર્ણય લીધો છે જેને હું આવકારું છું. નેતન્યાહૂ જે ઉકેલનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેનો આપણે સાથે મળીને બચાવ કરવો જોઈએ. દ્વિ-રાષ્ટ્ર સમાધાન જ એકમાત્ર રસ્તો છે,”
ગયા વર્ષે મે મહિનામાં, સ્પેન, આયર્લૅન્ડ અને નૉર્વેએ પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપી હતી.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થોની અલ્બેનીઝે કહ્યું છે કે પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવી એ કાયમી શાંતિની એકમાત્ર ગૅરંટી છે.
ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, પીએમ અલ્બેનીઝે લખ્યું : “પેલેસ્ટિનિયન લોકોની પોતાની સ્વતંત્ર રાજ્યની કાયદેસરની આકાંક્ષાઓને માન્યતા આપવી એ ઑસ્ટ્રેલિયામાં લાંબા સમયથી એક ક્રૉસ-પાર્ટી સ્થિતિ રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વિ-રાષ્ટ્ર સમાધાનની માન્યતા આપે છે કારણ કે સ્થાયી શાંતિ તેના પર નિર્ભર છે.”
“ઑસ્ટ્રેલિયા એવા ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે જ્યાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંનેના લોકો સુરક્ષિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સરહદોની અંદર શાંતિથી રહી શકે.”
કતારે ફ્રાન્સની ઘોષણાનું સ્વાગત કર્યું છે અને અન્ય દેશોને પણ આ પગલું ભરવા અપીલ કરી છે.
કતારના વિદેશ મંત્રાલયે ઍક્સ પર એક નિવેદન બહાર પાડ્યું, જેમાં “જે દેશોએ હજુ સુધી પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપી નથી તેઓ ફ્રાન્સનું પાલન કરે અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને પેલેસ્ટિનિયન લોકોના તેમની ભૂમિ પરના અધિકારોના સમર્થનમાં આવે.”
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું, “સાઉદી અરેબિયા ફ્રાન્સના આ ઐતિહાસિક નિર્ણયની પ્રશંસા કરે છે, જે પેલેસ્ટિનિયન લોકોના સ્વ-નિર્ણયના અધિકાર અને 1967ની સરહદોના આધારે પૂર્વ જેરુસલેમ સાથે એક સ્વતંત્ર રાષ્ટ્ર સ્થાપિત કરવાના તેમના અધિકાર પર આંતરરાષ્ટ્રીય સમુદાયની સર્વસંમતિને પુષ્ટિ આપે છે.”
બીબીસીના આંતરરાષ્ટ્રીય સંપાદક જૅરેમી બોવેનના મતે, કદાચ તેઓ માને છે કે તેને કારણે ‘દ્વિ-રાષ્ટ્ર સમાધાન’ના મુદ્દાને વધુ વેગ મળી શકે છે.
ઇઝરાયલે સ્પષ્ટપણે કહ્યું છે કે તે ક્યારેય પેલેસ્ટિનિયન રાજ્યને સ્વીકારશે નહીં.
વડા પ્રધાન નેતન્યાહૂનું વલણ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે પેલેસ્ટિનિયન રાજ્ય ઇઝરાયલના વિનાશ માટે લૉન્ચપેડ બનશે.
નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ જેવા અલ્ટ્રા-રાષ્ટ્રવાદી જમણેરી પક્ષના નેતાઓ, વર્તમાન પરિસ્થિતિનો ઉપયોગ એક નવું અભિયાન શરૂ કરવા માટે કરી રહ્યા છે, જેને તેઓ “એકપક્ષીય દબાણ સામે યહૂદી રાષ્ટ્રવાદી પ્રતિભાવ” તરીકે વર્ણવે છે.
સ્મોટ્રિચ માટે, આનો અર્થ એ છે કે ઇઝરાયલ જેને “જોડિયા અને સમરિયા” કહે છે તેના પર ઇઝરાયલી સાર્વભૌમત્વનો વિસ્તાર કરવો – જે આંતરરાષ્ટ્રીય સ્તરે વેસ્ટ બૅન્ક તરીકે ઓળખાય છે.
સ્મોટ્રિચ અને તેમના સમર્થકો ઇચ્છે છે કે કબજા હેઠળના પ્રદેશોમાંથી પેલેસ્ટિનિયનોને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવે અને સમગ્ર પ્રદેશને યહૂદીઓ માટે ઇઝરાયલી સાર્વભૌમત્વ હેઠળ લાવવામાં આવે.
ગાઝામાં ભૂખમરાની સ્થિતિ
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ઘણી આંતરરાષ્ટ્રીય માનવતાવાદી એજન્સીઓએ ગાઝામાં ભૂખમરાની સ્થિતિ અંગે ચેતવણી આપી છે.
ગાઝામાં હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે કુપોષણને કારણે મરનારા લોકોની સંખ્યા મામલે એક નિવેદન જાહેર કર્યું છે.
હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અકાલ અને કુપોષણથી વધુ 9 મોત થઈ છે.
આ સાથે ભોજનની અછતને કારણે મરનારાં બાળકોની સંખ્યા 88 થઈ છે.
આ સપ્તાહના આરંભમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે ‘ગાઝાની 21 લાખની વસ્તીમાં જરૂરી ચીજવસ્તુઓની આપૂર્તિની ગંભીરર કમી છે. કુપોષણ વધી રહ્યું છે અને ગાઝામાં ભૂખમરી દરેક દરવાજે મોં ફાડીને ઊભી છે.’
સંયુક્ત રાષ્ટ્ર પેલેસ્ટિનિયન શરણાર્થી એજન્સી (UNRWA)એ ચેતવણી આપી છે કે ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે.
એજન્સીએ જણાવ્યું હતું કે ગાઝામાં પાંચમાંથી એક બાળક કુપોષિત છે.
એજન્સીના વડા, ફેલિપ લાઝારિનીએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી ટીમે તપાસેલાં મોટાભાગનાં બાળકો પાતળાં અને નબળાં છે અને જો તેમને સારવાર ન મળે તો તેમનાં પર મૃત્યુનું જોખમ છે.”
100 થી વધુ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી જૂથોએ ગાઝામાં વ્યાપક સ્તરે ભૂખમરાની ચેતવણી આપી છે. બુધવારે, વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું હતું કે ગાઝાની મોટી વસ્તી ભૂખમરાથી પીડાઈ રહી છે.
લાઝારિનીએ જણાવ્યું હતું કે, “જોર્ડન અને ઇજિપ્તમાં એજન્સી પાસે 6,000 ટ્રક ભરાઈ જાય એટલો ખોરાક અને મેડિકલ પુરવઠો છે, જેને ગાઝા મોકલવાની રાહ છે.”
દરમિયાન, ઇઝરાયલે હમાસ સાથે યુદ્ધવિરામ પર વાટાઘાટ કરી રહેલી ટીમને પાછી બોલાવી લીધી છે અને થોડા દિવસો પહેલા જ દેઇર અલ-બલાહમાં જમીની કાર્યવાહી શરૂ કરી છે.
ઇમેજ કૅપ્શન, પ્રાચીન વિશ્વનો ઇતિહાસ સ્ત્રીના એકાંતભર્યા જીવનની પ્રકૃતિ દર્શાવે છેલેખની માહિતી
લેેખક, ડેઝી ડેન
પદ, ..
એક નવું પુસ્તક મહિલાઓ પર આધારિત પ્રાચીન વિશ્વના ઇતિહાસનું વર્ણન કરે છે. લેખિકા ડેઝી ડેન કહે છે કે મહિલાઓ સેક્સ વિશે શું વિચારતી હતી અને ‘સ્ત્રીદ્વેષની પુરુષ રૂઢિવાદી ધારણાઓ’ શું હતી?
ઈસવીસન પૂર્વેની સાતમી સદીના ગ્રીસ કવિ એમોર્ગોસ સેમોનાઇડ્સના જણાવ્યા અનુસાર, સ્ત્રીઓ દસ પ્રકારની હોય છે.
તેમણે આપેલી સૂચિમાં તત્કાલીન સ્ત્રીદ્વેષ ધબકે છે અને તેમાં વર્ણવેલી તમામ સ્ત્રીઓ પૈકીની કથિત રીતે કામુક કદાચ સૌથી વધારે રહસ્યમય છે.
પ્રાચીન વિશ્વનો ઇતિહાસ સ્ત્રીના એકાંતભર્યા જીવનની પ્રકૃતિ દર્શાવે છે. ગ્રીસમાં મહિલાઓ જાહેરમાં બુરખા પહેરતી હતી અને રોમમાં તેમની હિલચાલ તથા સંપત્તિ પર તેમના પિતા કે પતિ નજર રાખતા હતા.
સવાલ એ છે કે શું સ્ત્રીનો ખ્યાલ પુરુષની કલ્પના માત્ર હતો કે પછી પ્રાચીન વિશ્વની સ્ત્રીઓ, સામાન્ય રીતે માનવામાં આવે છે તેના કરતાં સેક્સમાં વધારે રસ ધરાવતી હતી?
મારા પુસ્તક ‘ધ મિસિંગ થ્રેડ, ધ ફર્સ્ટ હિસ્ટરી ઑફ ધ એન્શિયન્ટ વર્લ્ડ ટુ બી રિટન બાય વીમેન’ માટે સંશોધન કરતી વખતે મને સમજાયું હતું કે સ્ત્રીઓ સેક્સ વિશે ખરેખર શું વિચારતી હતી એ આપણે ઉજાગર કરવા ઇચ્છતા હોઈએ તો બહુ ઊંડું ખેડાણ કરવું પડશે.
મોટાં ભાગનાં ઉપલબ્ધ પુસ્તકો એવા પુરુષો દ્વારા લખવામાં આવ્યા હતા, જેઓ મહિલાઓની લૈંગિક આદતો બાબતે અતિશયોક્તિપૂર્ણ કરતા હતા. એ પૈકીનાં કેટલાંક સ્ત્રીના ગુણ પર ભાર મૂકવા માટે એટલી હદે ગયા હતા કે સ્ત્રી એકદમ પવિત્ર અને દૈવી લાગે.
બીજી તરફ અન્યોએ સ્ત્રીઓને ખરાબ ગણાવી હતી. આ વર્ણનોને સાચાં માની લઈએ તો આપણે એવા તારણ પર આવીશું કે પ્રાચીન વિશ્વમાં કાં તો બધી સ્ત્રીઓ પવિત્ર હતી અથવા તો સેક્સ માટે આતુર હતી. સદભાગ્યે કેટલીક મહિલાઓના હૃદયમાં ડોકિયું કરવાનું શક્ય છે અને તે મહિલાની કામુકતા વિશે વધારે ઊંડી સમજ આપે છે.
એક કવયિત્રીની કવિતા અને સ્ત્રીનું વર્ણન
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પોતે અનુભવેલી તીવ્ર શારીરિક સંવેદનાઓનું દસ્તાવેજીકરણ સાફોએ કર્યું હતું
ઉપરોક્ત કવિના સમાન સમયગાળામાં સાફો નામનાં એક કવયિત્રી હતાં. સાફોએ ઈસવી પૂર્વે સાતમી સદીમાં ગ્રીક ટાપુ લેસ્બોસ પર ગીતોની રચના કરી હતી. એક પુરુષ સાથે વાત કરતી બેઠેલી એક સ્ત્રીને જોઈને પોતે અનુભવેલી તીવ્ર શારીરિક સંવેદનાઓનું દસ્તાવેજીકરણ સાફોએ કર્યું હતું.
ફફડતું હૃદય, અસ્થિર વાણી, નસોમાં આગ, ક્ષણિક અંધત્વ, કાનમાં સંભળાતો ઘંટડીઓનો મધુર અવાજ, પરસેવો અને અનુભવાતાં કંપનથી પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિ પરિચિત છે. સાફોએ બીજી એક કવિતામાં સ્ત્રીને ફૂલમાળા પહેરાવવાનું વર્ણન કર્યું છે અને “તેની ઇચ્છાને કેવી રીતે શાંત કરશે” તેની વાત કરી છે. આ મોહની અદમ્યતાને સમજતી એક સ્ત્રીની કબૂલાત છે.
સાફોની કવિતાઓ આજે એટલી ખંડિત અવસ્થામાં છે કે તેને સચોટ રીતે વાંચવી મુશ્કેલ બની શકે છે, પરંતુ વિદ્વાનોએ પેપિરીમાંથી ‘ડિલ્ડોસ’નો સંદર્ભ શોધી કાઢ્યો છે. ગ્રીકમાં તે ઓલિસ્બોઈ તરીકે ઓળખાય છે.
ગ્રીસમાં તેનો ઉપયોગ પ્રજનન વિધિઓમાં તેમજ આનંદ માટે કરવામાં આવતો હતો. બાદમાં રોમમાં પણ લિંગ જેવાં સાધનોને તાવીજ માનવામાં આવતાં હતાં. સારા દિવસો લાવતા આવાં પ્રતીકોથી દૂર રહેવાનો સ્ત્રીઓ માટે કોઈ અર્થ ન હતો.
પ્રાચીન સ્ત્રીઓ શૃંગારિક સાહિત્યથી એટલી મુગ્ધ હતી કે કેટલીકને તો તેની સાથે દફનાવવામાં આવી હતી. રોમ પ્રસિદ્ધ થયું તે પહેલાંના સમયગાળામાં અત્યંત કુશળ ઈસ્ટ્રુસ્કન્સે ઈટાલિયન મેઇનલૅન્ડ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને તેને રોમૅન્ટિક પ્રકૃતિથી ભરી દીધું હતું.
અસંખ્ય કળાકૃતિઓ અને કબર પરની પ્રતિમાઓના ટુકડા પુરુષો તથા સ્ત્રીઓને એક સાથે આરામ કરતા દર્શાવે છે. ઈસવી પૂર્વે આઠમી સદીમાં એક એટ્રસ્કેન મહિલા સાથે એક ધૂપદાનીને દફનાવવામાં આવી હતી, જેમાં પુરુષો તથા સ્ત્રીઓને એકમેકનાં જનનાંગોને સ્પર્શ કરતાં દર્શાવાયાં હતાં.
સેક્સ અંગે શું માનવામાં આવતું હતું?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, સેક્સ વર્કર્સે કેટલી મુશ્કેલીઓ સહન કરી હતી તેનું અઢળક વર્ણન ઐતિહાસિક વિવરણ અને ભાષણોમાં જોવા મળે છે
કામુકતાના શો થતા હતા, એ જોવા માટે તમારે પોમ્પેઈ જેવા પ્રાચીન વેશ્યાલયમાં જવું પડે. જેલની કોટડી જેવા નિસ્તેજ દીવાલો વચ્ચે સેક્સ વર્કર્સ રહેતી હતી. દીવાલો પર પુરુષ ગ્રાહકો દ્વારા ચિતરામણ કરવામાં આવ્યું હતું. પુરુષ ગ્રાહકોને તેમની પસંદની મહિલા બાબતે કૉમેન્ટ કરવાનું ગમતું હતું.
સેક્સ વર્કર્સે કેટલી મુશ્કેલીઓ સહન કરી હતી તેનું અઢળક વર્ણન ઐતિહાસિક વિવરણ અને ભાષણોમાં જોવા મળે છે. એથેન્સના રાજકારણી અપોલોડોરસ દ્વારા ઈસવી પૂર્વે ચોથી સદીમાં નીરા વિરુદ્ધ આપવામાં આવેલું અભિયોગ ભાષણ આ સેક્સ વર્કર્સના જીવનની અનિશ્ચિતતા બાબતે ચોંકાવનારી માહિતી આપે છે.
અલબત્ત, આપણે એ દુનિયા સાથે જોડાયેલી મહિલાઓની વાત ક્યારેક જ સાંભળીએ છીએ અને તેના શબ્દો આશ્ચર્યચકિત કરી મૂકે છે.
ઈસવી પૂર્વે ત્રીજી સદીમાં ઈટાલીના ટોમાં રહેતાં નોસિસ નામનાં એક કવયિત્રીએ એક કળાકૃતિની પ્રશંસા કરતું લખાણ લખ્યું હતું અને એ માટેનાં નાણાં એક સેક્સ વર્કરે આપ્યાં હતાં.
સેક્સ અને પ્રેમની દેવી એફ્રોડાઈટની એક શાનદાર પ્રતિમા પોલીઆર્કિસ દ્વારા એકઠા કરવામાં આવેલા પૈસા વડે એક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.
પોલીઆર્કિસ કોઈ અસામાન્ય બાબત ન હતી. ડોરિચા નામની એક હાઈ-સ્ટેટસ સેક્સ વર્કરે પોતાની કમાણીના ધનનો ઉપયોગ સાર્વજનિક પ્રદર્શન માટે કશું ખરીદવા કર્યો હતો. ખસી કરેલા બળદને રાંધવા માટે તેણે ખરીદેલી પ્રભાવશાળી સ્પિટ્સ ડેલ્ફી ખાતે પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ મહિલાઓ સેક્સને નહીં, પરંતુ એ દુર્લભ અવસરને સ્વીકારતી હતી, જે તેમને મર્યા પછી પણ યાદ રાખવાની તક આપતો હતો. એ પૈકીની મોટા ભાગની મહિલાઓ ગુમનામીમાં રહેતી હતી.
પુરુષ લેખકોના મતે સ્ત્રીઓ
ઇમેજ સ્રોત, Getty Images
પુરુષ લેખકોએ તેમના તમામ પૂર્વગ્રહો છતાં મહિલાઓ અને સેક્સ બાબતે કેટલીક સૌથી વધુ રસપ્રદ બાબતો જણાવી છે.
એરિસ્ટોફેન્સ નામના એક કૉમેડિયને ઈસવી પૂર્વે 411માં લિસિસ્ટ્રેટા નામનું એક નાટક તૈયાર કર્યું હતું. તેમાં એથેન્સની મહિલાઓ પેલોપોનેસિયન યુદ્ધ દરમિયાન તેમના પતિઓને શાંતિ માટે સહમત કરવા સેક્સ હડતાળનું આયોજન કરે છે. તે એક વાસ્તવિક સંઘર્ષ હતો, જે એથેન્સ અને સ્પાર્ટા તથા તેમના સહયોગીઓ વચ્ચે ત્રણ દાયકા સુધી ચાલ્યો હતો.
નાટકમાં અનેક મહિલાઓ સેક્સનો આનંદ છોડવાથી ખુશ દેખાતી નથી. નાટકમાં કૉમેડીનું તત્ત્વ લાવવા માટે તેમને ડૉન્કી ટાઇપ વુમન બનાવાઈ હતી. જોકે, એક એવી ક્ષણ આવે છે, જ્યારે નાટક એક ગંભીર દિશામાં વળે છે અને એરિસ્ટોફેન્સ સ્ત્રીઓનો વધારે વિશ્વસનીય દૃષ્ટિકોણ પ્રસ્તુત કરે છે.
નાટકની મુખ્ય નાયિકા લિસિસ્ટ્રેટા હડતાળનું આયોજન કરે છે અને દર્શાવે છે કે યુદ્ધમાં મહિલાઓની સ્થિતિ કેવી થતી હોય છે. યુદ્ધની ચર્ચા માટે એકઠા થવા તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે એટલું જ નહીં, તેઓ વારંવાર નિરાધાર પણ બને છે.
આ પ્રકારનો લાંબો સંઘર્ષ વિવાહિત મહિલાઓ માટે નરક સમાન હોય છે અને અવિવાહિત મહિલાઓ માટે તો તેનાથી બદતર હોય છે. કુંવારી મહિલાઓને પરણવાની તક સુધ્ધાં મળતી નથી.
લિસિસ્ટ્રેટા જણાવે છે કે પુરુષો ભૂખરા વાળ સાથે યુદ્ધમાંથી ઘરે પાછા ફરી શકે છે અને લગ્ન પણ કરી શકે છે, પરંતુ કુંવારી છોકરીઓ માટે એવું હોતું નથી. એ પૈકીની ઘણી છોકરીઓને લગ્ન માટે અને સંતાન પેદા કરવા માટે બહુ મોટી વયની માનવામાં આવે છે.
આ પંક્તિઓ યુદ્ધના પુરુષો અને મહિલાઓના અનુભવ વચ્ચેના અંતરને એટલી સટીક રીતે વ્યક્ત કરે છે કે એ સમયની સ્ત્રીઓ ખરેખર આવું જ વિચારતી હશે એવું માનવાનું મન થાય.
સેક્સ સંબંધે મહિલાઓનો વાસ્તવિક ડર ગ્રીક ટ્રેજેડીઓમાં પણ જોવા મળે છે. ઓડિપસ રેક્સ માટે સૌથી પ્રસિદ્ધ નાટ્યકાર સોફોકલ્સ તેમના એક નાટક ‘ટેરેસ’માં એક મહિલા પાત્રને એવું વર્ણન કરતું દેખાડ્યું છે કે કુંવારી છોકરીમાંથી પત્ની બનવાનું કેવું હોય છે.
એક પૌરાણિક રાણી પ્રોકને કહે છે, “આ એક રાતના મિલન જેવું છે. આપણે તેને આવકારવું જોઈએ અને પ્રેમપૂર્ણ માનવું જોઈએ.”
સમાજના ઉચ્ચ વર્ગોમાં મોટા ભાગે એરેન્જ મૅરેજ થતા હતા. એક મહિલાનો સેક્સનો પહેલો અનુભવ, પ્રોકે વર્ણન કર્યું છે તેમ, વિચલિત કરનારો હોઈ શકે છે.
પ્રાચીન સેક્સ ટિપ્સ
ઇમેજ સ્રોત, British Museum
મહિલાઓ આવા વિચાર વૃક્ષોની છાલમાંથી બનાવવામાં આવેલા પપીરસ પર લખતી હતી. પાયથાગોરસના સમૂહમાં સામેલ થેનો નામની એક યુનાની મહિલા દાર્શનિકને કેટલાક લોકો પાયથાગોરસની પત્ની કહે છે.
થેનોએ એક પત્રમાં તેમની સખી યુરીડાઇસને કેટલીક કાલાતીત સલાહ આપી છે. થેનોએ લખ્યું છે કે “એક મહિલાએ તેના પતિ સાથે પથારીમાં સૂતી વખતે પોતાનાં કપડાંની સાથે-સાથે શરમ પણ ઉતારી દેવી જોઈએ. પથારીમાંથી મહિલા બેઠી થાય ત્યારે તે કપડાં અને શરમ એક સાથે ફરી પહેરી શકે છે.”
થેનોના પત્ર બાબતે શંકા-કુશંકા વ્યક્ત કરવામાં આવે છે. તે ઑથેન્ટિક ન હોવાની શક્યતા છે. તેમ છતાં આ પત્રમાંના લખાણમાં આધુનિક સમયમાં અનેક મહિલાઓએ એકમેકને કરેલી વાતોનો પડઘો સંભળાય છે. થેનોની સલાહનું પાલન પ્રાચીન સમયની મહિલાઓએ પણ કર્યું હોય તેવું લાગે છે.
એલિફેન્ટિસ નામનાં એક ગ્રીક કવયિત્રી મહિલાઓને સેક્સ ટિપ્સ આપવા માટે કથિત રીતે એટલાં ઉત્સુક હતાં કે તેમણે આ વિષય પર એક પુસ્તિકા લખી હતી.
દુખની વાત એ છે કે તેમના એ કામના સંકેત આજે ક્યાંય જોવા મળતા નથી, પરંતુ રોમન કવિ માર્શલ અને રોમન જીવનકથા લેખક તથા દફતરપાલ સુએટોનિયસ બન્નેએ કર્યો છે.
સુએટોનિયસે દાવો કર્યો હતો કે (પોતાની યૌનભૂખ માટે કુખ્યાત) સમ્રાટ ટિબેરિયસ પાસે તેની નકલો હતી.
પુરુષોના લખાણમાં જે મહિલાઓને ટાંકવામાં આવે છે તે સ્ત્રીઓ પોતાને સેક્સથી વિપરીત પ્રેમના સંદર્ભમાં અભિવ્યક્ત કરે છે, જે તેમને તેમના માર્શલ અને કેટુલસ સહિતના કેટલાક પુરુષ સમકાલીનોથી અલગ પાડે છે.
કેટુલસની છદ્મનામવાળી પ્રેમિકા લેસ્બિયા તેને કહે છે, “એક મહિલા તેના પ્રેમીને એ પળમાં જે કહે છે તેને વહેતી હવા અને પાણી પર લખવું જોઈએ.” આ સંદર્ભમાં ‘પિલો ટોક’ શબ્દ યાદ આવે છે.
સુલ્પિસિયા એવાં જૂજ રોમન કવયિત્રીઓ પૈકીનાં એક છે, જેમની કવિતાઓ આજે પણ સચવાઈ રહી છે. તેઓ તેમના જન્મદિને પોતાના પ્રેમી સેરિંથસથી દૂર ગ્રામ્ય વિસ્તારમાં હોવાથી થતા દુઃખનું વર્ણન કરે છે અને પછી એ વાતે રાહત અનુભવે છે કે આખરે તેઓ રોમમાં છે.
આ મહિલાઓને પોતાના પ્રેમી સાથે સેક્સ વિશેનું પોતાનું વાસ્તવિક મંતવ્ય જણાવવા માટે કોઈ ભદ્દા વિવરણની જરૂર ન હતી. વિવિધ સ્રોતો પર પુરુષોનો પ્રભાવ હોઈ શકે, પરંતુ એફ્રોડાઈટ સારી રીતે જાણતી હતી તેમ મહિલાઓ પડદો પડ્યા પછી પણ એટલી જ ભાવુક થઈ શકે છે.
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન તરફથી ભારે તોપમારા વચ્ચે ભારતીય સુરક્ષાદળો ઉરી ક્ષેત્રમાં પૅટ્રોલિંગ કરી રહ્યા છેલેખની માહિતી
લેેખક, નુરુસ્સબા ગર્ગ
પદ, બીબીસી મૉનિટરિંગ
નોંધ – આ લેખ 9મી મે, 2025નો છપાયો હતો, હવે જ્યારે અમેરિકાએ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે ટીઆરએફને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે ત્યારે તેને ફરીથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ભારત સરકારે ઑગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરી. ત્યાર પછી કથિત રીતે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ એટલે કે ટીઆરએફની રચના થઈ હતી.
પરંતુ 2020ના શરૂઆતના મહિનાઓમાં આ જૂથે જમ્મુ અને કાશ્મીરમાં ઘણા હિન્દુઓની ટાર્ગેટેડ હત્યાઓની જવાબદારી લીધી ત્યારે તે ચર્ચામાં આવ્યું.
આ જૂથે ભારતના સત્તાધારી પક્ષ ભાજપના કાર્યકરો અને સહયોગીઓને પણ નિશાન બનાવ્યા હતા.
ટીઆરએફ પાકિસ્તાનસ્થિત ચમરપંથી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) સાથે પણ જોડાયેલું હોવાનું કહેવાય છે અને તેને ઘણીવાર એલઈટીની “શાખા” તરીકે ઓળખવામાં આવે છે.
જાન્યુઆરી 2023માં ભારતના ગૃહ મંત્રાલયે આ જૂથ પર પ્રતિબંધ મૂક્યો અને 1967ના અનલૉફૂલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ (યુએપીએ) હેઠળ તેને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું.
આ કાયદા હેઠળ કથિત ટીઆરએફના કમાન્ડર શેખ સજ્જાદ ગુલને પણ ‘આતંકવાદી’ જાહેર કરવામાં આવ્યો હતો.
ગયા મહિને 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ચરમપંથી હુમલામાં આ જૂથ સામેલ હોવાનો આરોપ છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.
પહલગામ વિશે ટીઆરએફે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કાશ્મીરમાં તહેનાત સુરક્ષાદળ
ટીઆરએફે પહલગામ હુમલામાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે. હુમલાના ત્રણ દિવસ પછી, 25 એપ્રિલના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં ટીઆરએફે જણાવ્યું હતું કે હુમલાની જવાબદારી સ્વીકારતો એક “અનધિકૃત” સંદેશ તેના ડિજિટલ પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે “સંકલિત સાયબર ઘૂસણખોરી”નું પરિણામ હતું.
આ જૂથે ભારતના સાયબર પ્રોફેશનલો પર આરોપ લગાવ્યો અને કહ્યું કે આ દાવો “ખોટો, ઉતાવળિયો અને કાશ્મીરના પ્રતિરોધને બદનામ કરવા માટેના અભિયાનનો ભાગ” છે.
ટીઆરએફના સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, “આંતરિક તપાસ બાદ, અમારી પાસે એવું માનવાને કારણ છે કે આ એક સંકલિત સાયબર ઘૂસણખોરી હતી. અમે આ ઉલ્લંઘનને સમજવા માટે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ અને પ્રારંભિક સંકેતો દર્શાવે છે કે ભારતીય સાયબર ઇન્ટેલિજન્સ ઑપરેટિવ્સનો હાથ હતો.”
આ નિવેદન સૌપ્રથમ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ જે ઍન્ડ કેની ટેલિગ્રામ ચૅનલ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. જૂથનો દાવો છે કે આ તેનું એકમાત્ર સત્તાવાર પ્લૅટફૉર્મ છે.
નોંધનીય છે કે આ ટેલિગ્રામ ચૅનલ 25 એપ્રિલે જ બનાવવામાં આવી હતી અને તે અગાઉ કોઈ પોસ્ટ પોસ્ટ કરવામાં આવી ન હતી.
જોકે, ભારતીય અધિકારીઓએ ટીઆરએફના તાજેતરના નિવેદનની સત્યતાની પુષ્ટિ કે ઇન્કાર કર્યો નથી.
એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે: “અમે નાટકીય ક્રૂરતાના આધારે નહીં, પણ સિદ્ધાંતના આધારે પ્રતિકાર કરીએ છીએ. અમે કબજા સામે લડીએ છીએ, નાગરિકો સામે નહીં.” તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ‘આ રક્તપાતમાં ટીઆરએફની કોઈ ભૂમિકા નહોતી.’
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી
ભારતીય મીડિયાનું કહેવું છે કે પાકિસ્તાનના દબાણના કારણે પહલગામ હુમલા અંગે ટીઆરએફે આ રદિયો આપ્યો છે.
ભારતીય મીડિયામાં સામાન્ય રીતે આ જૂથને પહલગામ હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 7 મેના રોજ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ જૂથને સીધી રીતે જવાબદાર ઠેરવ્યું હતું.
ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કથિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા પછી તરત જ મિસરીએ આ પ્રેસ બ્રીફિંગ આપ્યું હતું.
મિસરીએ કહ્યું કે, “ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) નામના એક જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ જૂથ યુએન દ્વારા પ્રતિબંધિત પાકિસ્તાની આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાનું પ્યાદું છે.”
“ઉલ્લેખનીય છે કે ભારતે મે અને નવેમ્બર 2024માં યુએનની 1267 પ્રતિબંધ સમિતિની મૉનિટરિંગ ટીમને પોતાના અર્ધ-વાર્ષિક અહેવાલોમાં ટીઆરએફ વિશે માહિતી પૂરી પાડી હતી, જેમાં પાકિસ્તાનસ્થિત ‘આતંકવાદી જૂથો’ માટે કવર તરીકે તેની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.”
તેમણે કહ્યું કે, “ડિસેમ્બર 2023માં પણ ભારતે મૉનિટરિંગ ટીમને લશ્કર અને જૈશ-એ-મોહમ્મદ વિશે માહિતી આપી હતી જે ટીઆરએફ જેવાં નાનાં આતંકવાદી જૂથો મારફત કાર્યરત છે.”
યમનમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈએ મોતની સજા આપવાની હતી, જે હાલ મોકૂફ રખાઈ છે.
બીબીસીને આ માહિતી તેમને બચાવવા માટે અભિયાન ચલાવી રહેલા લોકોએ આપી છે.
નિમિષા પ્રિયા પહેલા ભારતીય નથી, જેમને કોઈ બીજા દેશમાં મૃત્યુની સજાનો સામનો કરવો પડે છે.
માર્ચ 2025માં ભારત સરકારે સંસદને જણાવેલું કે દુનિયાના આઠ દેશમાં કુલ 49 ભારતીય નાગરિકોને મૃત્યુની સજા સંભળાવાઈ છે. તેમાંથી એકલા સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)માં 25 ભારતીયને આ સજા આપવામાં આવી છે.
નિમિષા પ્રિયાનો કેસ
યમનમાં હૂતી વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં રહેતાં કેરળનાં પ્રશિક્ષિત નર્સ નિમિષા પ્રિયાને મોતની સજા સંભળાવાઈ છે.
આ કેસ ભારતમાં ચર્ચા અને રાજદ્વારી પ્રયાસોનો વિષય બન્યો છે.
નિમિષા પ્રિયા 2008માં યમનની રાજધાની સના ગયાં હતાં અને ત્યાંની એક સરકારી હૉસ્પિટલમાં નોકરી કરવા લાગ્યાં.
તેમના પતિ ટોમી થૉમસ પણ 2012માં યમન ગયા, પરંતુ રોજગાર ન મળવાના કારણે 2014માં પોતાની પુત્રી સાથે તેઓ કોચ્ચિ પાછા આવી ગયા.
ત્યાર પછી નિમિષાએ એક ક્લિનિક ખોલવાનો નિર્ણય કર્યો અને સ્થાનિક વેપારી તલાલ અબ્દો મહદીને પોતાના પાર્ટનર બનાવ્યા.
આરોપ છે કે, નિમિષાએ મહદીને નશાયુક્ત ઇન્જેક્શન આપીને મારી નાખ્યા.
2020માં એક સ્થાનિક અદાલતે તેમને મૃત્યુની સજા સંભળાવી. તેમના પરિવારે આ ચુકાદાને યમનની સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, પરંતુ 2023માં તેમની અરજી રદ કરી દેવામાં આવી.
જાન્યુઆરી 2024માં હૂતી બળવાખોરોની સુપ્રીમ પૉલિટિકલ કાઉન્સિલના અધ્યક્ષ મહદી અલ-મશાતે તેમની ફાંસીને મંજૂરી આપી દીધી.
શહજાદી ડિસેમ્બર 2021માં અબુ ધાબી ગયાં હતાં. તેઓ ઑગસ્ટ 2022થી ત્યાં ઘરેલુ સહાયક તરીકે કામ કરતાં હતાં. તેમના પર ચાર મહિનાના બાળકની હત્યાનો આરોપ હતો, જેની સારસંભાળની જવાબદારી તેમના પર હતી.
શહજાદીના સંબંધીઓ અનુસાર, ચાર મહિનાના એ બાળકનું મૃત્યુ ખોટી રસી અપાયાના કારણે થયું હતું. તેમની દલીલ છે કે, તેથી આ બાબતે પહેલાં કોઈ કેસ કરવામાં નહોતો આવ્યો; પરંતુ લગભગ બે મહિના પછી, બાળકના ઘરના લોકોએ આ બાબતે કેસ કરી દીધો, જેના કારણે શહજાદી ફસાઈ ગયાં.
શહજાદીના પિતા શબ્બીર અનુસાર, તેમની પુત્રી 15 ડિસેમ્બર 2021એ અબુ ધાબી ગઈ હતી. 7 ડિસેમ્બર 2022એ જે બાળકની તે સારસંભાળ રાખતી હતી તેનું મૃત્યુ થઈ ગયું. પછી 10 ફેબ્રુઆરી 2023એ કેસ કરી દેવામાં આવ્યો.
જ્યારે શહજાદી જેલમાં બંધ હતાં ત્યારે બીબીસીએ આ અંગે મૃતક બાળકના પિતા ફૈઝ અહમદનો સંપર્ક કર્યો હતો.
મૃતકના પિતાએ જવાબમાં લખ્યું હતું, “શહજાદીએ મારા પુત્રને નિર્દયતાથી અને જાણીજોઈને માર્યો અને તે યુએઇના અધિકારીઓની તપાસમાં સાબિત થઈ ચૂક્યું છે. એક પિતા તરીકે હું મીડિયાને વિનંતી કરું છું કે તેઓ અમારી પીડાને સમજે.”
બીજી તરફ, શહજાદીના પિતાનો આરોપ હતો કે તેમની પુત્રીને ફસાવવામાં આવી.
ઇમેજ કૅપ્શન, શહજાદીન આ વર્ષે ફેબ્રુઆરીમાં મોતની સજા આપી હતી
મોહમ્મદ રિનાશ (થાલાસ્સેરી, કેરળ)
વ્યવસાય: ટ્રાવેલ એજન્ટ
આરોપ: અરબી સહકર્મીની તીક્ષ્ણ હથિયારથી હત્યા
સજા: 15 ફેબ્રુઆરી 2025એ ફાંસી
રિનાશ યુએઇમાં ટ્રાવેલ એજન્ટ હતા. તેઓ 2021થી એલ એન શહેરમાં કામ કરતા હતા. તેમને અરબી નાગરિક અબ્દુલ્લા જિયાદ અલ રાશિદની હત્યાના આરોપમાં સજા થઈ હતી.
કહેવાય છે કે, રિનાશ અને અબ્દુલ્લા વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો. બંને એક જ ટ્રાવેલ એજન્સીમાં કામ કરતા હતા. આ ઝઘડામાં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી. ત્યાર પછી રિનાશ કેટલાંક વર્ષ એલ એનની જેલમાં પણ હતા.
પીવી મુરલીધરન (કાસરગોડ, કેરળ)
વ્યવસાય: ડ્રાઇવર
આરોપ: 2009માં હત્યા અને મૃતદેહને રણમાં દફનાવવો
સજા: 15 ફેબ્રુઆરી 2025એ ફાંસી
કેરળના કાસરગોડના મુરલીધરનને ભારતના મુઇદ્દીનની હત્યાના કેસમાં યુએઇમાં ફાંસી આપવામાં આવી. મુરલીધરન 2006થી એલ એનમાં ડ્રાઇવર હતા, જ્યાં તેમના પિતા પણ કામ કરતા હતા. તેમના પર 2009માં મુઇદ્દીનની હત્યા કરી મૃતદેહને રણમાં દફનાવવાનો આરોપ થયો હતો. 14 ફેબ્રુઆરીએ મુરલીધરને છેલ્લી વાર ઘરે ફોન કરીને સજાની જાણ કરાઈ હતી.
સાઉદી અરબમાં પણ ભારતીયોને મૃત્યુની સજા થઈ છે
અબ્દુલ કાદિર અબ્દુર્રહમાન (પલક્કડ, કેરળ)
ઉંમર: 63 વર્ષ
આરોપ: સાઉદી નાગરિક યુસુફ બિન અબ્દુલ અઝીઝની હત્યા
સજા: ઑગસ્ટ 2024
આ ઘટના 2021ની છે. અબ્દુર્રહમાન પર આરોપ હતો કે ઝઘડો થયા પછી ત્યાંના એક નાગરિક પર હુમલો કર્યો, જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું.
2024માં સાઉદી અરબે કુલ 101 લોકોને મૃત્યુની સજા આપી હતી, જેમાં ત્રણ ભારતીય સામેલ હતા.
વિશ્વમાં મૃત્યુદંડની સંખ્યા
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
એમનેસ્ટી ઇન્ટરનૅશનલ અનુસાર, 2024માં 1,518 લોકોને ફાંસી આપવામાં આવી, જે 2023ની સરખામણીએ 32 ટકા વધુ છે. આ સંખ્યા 2015 પછી સૌથી વધારે છે.
સૌથી વધુ મૃત્યુદંડ ઈરાન (ઓછામાં ઓછા 972)માં થયો, જેમાં 30 મહિલાઓ હતી. સાઉદી અરબમાં 345 અને ઇરાકમાં 63 લોકોને ફાંસી આપવામાં આવી.
ચીન, વિયતનામ અને દક્ષિણ કોરિયાના આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ત્યાં મૃત્યુદંડ સામાન્ય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીબીસી સાથેના એક્સક્લુઝિવ ફોન કૉલમાં કહ્યું છે કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ચોક્કસ નારાજ છે, પરંતુ તેમની સાથેના સંબંધ ખતમ નથી થયા.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ રશિયના રાષ્ટ્રપતિ પર ભરોસો કરે છે, તો ટ્રમ્પે જવાબ આપ્યો, “હું કોઈની ઉપર પૂરેપૂરો ભરોસો નથી કરતો.”
ટ્રમ્પે યુક્રેનને હથિયાર આપવાની યોજના જાહેર કરી અને ચેતવણી આપી કે જો 50 દિવસની અંદર યુદ્ધવિરામ ન થયું, તો રશિયા પર ભારે ટેરિફ લાદવામાં આવશે, એવા સમયે આ વાતચીત થઈ હતી.
વિસ્તારપૂર્વકની આ વાતચીત દરમિયાન ટ્રમ્પે નાટો પ્રત્યે પોતાના સમર્થનનો પુનર્રોચ્ચાર કર્યો, આ પહેલાં તેઓ સંગઠનને “બેકાર” કહીને નકારી ચૂક્યા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ સંગઠનની (નાટો) સામૂહિક સંરક્ષણનીતિનું સમર્થન કરે છે.
રાષ્ટ્રપતિએ બીબીસીને ફોન કૉલ કર્યો, જે લગભગ 20 મિનિટ ચાલ્યો. બીબીસી સાથે ઇન્ટરવ્યૂની સંભાવના વિશે ચર્ચા થઈ રહી હતી, એવામાં કૉલ ઉપર આ વાતચીત થઈ હતી.
ટ્રમ્પ ગત વર્ષે ચૂંટણીપ્રચાર અભિયાનમાં હતા એવા સમયે પેન્સિલવેનિયાના બટલર શહેરમાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો, જેના એક વર્ષના અનુસંધાને આ ઇન્ટરવ્યૂ થવાનો હતો.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું આ હુમલામાં બચ્યા પછી તેમના વિચાર કે જિંદગીમાં કોઈ પરિવર્તન આવ્યું છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેઓ આના વિશે જેમ બને તેમ ઓછું વિચારવાનો પ્રયાસ કરે છે.
ટ્રમ્પે કહ્યું, “શું એના (હુમલા) કારણે હું બદલાઈ ગયો છું, એવો વિચાર કરવો મને નથી ગમતો.”
તેમણે ઉમેર્યું કે ‘વધારે વિચારવાથી જિંદગી બદલાઈ શકે છે.’
‘પુતિન સાથે વાટાઘાટ પર કામ ચાલુ’
ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે તાજેતરમાં નાટોના વડા માર્ક રુટ સાથે વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાત કરી હતી. એ પછી ઇન્ટરવ્યૂના ખાસ્સા ભાગ દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે ચાર વખત રશિયા સાથે સમાધાનની આશા જાગી હતી, પરંતુ દરેક વખતે ઉકેલ નહોતો આવ્યો.
જ્યારે બીબીસીએ પૂછ્યું કે શું તેમણે પુતિન સાથેના પોતાના સંબંધ ખતમ કરી દીધા છે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો:
“હું એમનાથી નિરાશ છું, પરંતુ સંબંધ પૂર્ણપણે ખતમ નથી થયા. પરંતુ હા, હું તેમનાથી ખૂબ જ નિરાશ છું.”
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ પુતિનને “લોહિયાળ સંઘર્ષ બંધ કરવા” કેવી રીતે મનાવશે, તો તેમણે કહ્યું, “અમે તેની ઉપર કામ કરી રહ્યા છીએ.”
ટ્રમ્પે કહ્યું, “અમારી વચ્ચે સારી પેઠે વાતચીત થાય છે, મને લાગે છે કે કોઈ ઉકેલ હાથવેંતમાં છે, પરંતુ તેઓ કીએવમાં કોઈ ઇમારત ઉપર હુમલો કરી દે છે.”
રશિયાએ છેલ્લાં કેટલાંક અઠવાડિયાં દરમિયાન યુક્રેનનાં શહેરો પર ડ્રોન તથા મિસાઇલના હુમલા વધારી દીધા છે. જેના કારણે મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં છે. રશિયાએ વર્ષ 2022માં યુક્રેન પર સૈન્ય આક્રમણ હાથ ધર્યું હતું.
પુતિનનું કહેવું છે કે તેઓ પણ શાંતિ ઇચ્છે છે, પરંતુ તેમના કહેવા પ્રમાણે, સૌ પહેલા યુદ્ધનાં “મૂળ કારણો”ને ઉકેલવા જરૂરી છે.
પુતિનનો તર્ક છે કે યુક્રેન, નાટો તથા ‘પશ્ચિમી દેશોની સાઠગાંઠ’ને કારણે રશિયાની સુરક્ષા ઉપર ઊભાં થયેલાં જોખમને કારણે આ યુદ્ધ શરૂ થયું છે.
નાટો અંગે ટ્રમ્પનું વલણ બદલાયું
ઇમેજ સ્રોત, Getty Images
આ વાતચીત દરમિયાન નાટોનો પણ ઉલ્લેખ થયો હતો. ટ્રમ્પ અગાઉ તેને ‘જૂનું’ અને ‘બેકાર’ ગણાવી ચૂક્યા છે.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ હજુ પણ એમ જ માને છે, ત્યારે તેમણે કહ્યું, “ના. મને હવે લાગે છે કે નાટો અગાઉ કરતાં ઘણું અલગ થઈ ગયું છે, કારણ કે આ સંગઠન હવે પોતાના ખર્ચા જાતે ઉપાડી રહ્યું છે.”
ટ્રમ્પે કહ્યું કે તેઓ હજુ પણ સામૂહિક સુરક્ષાના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવે છે, કારણ કે તેનાથી મોટા દેશોની સામે નાના દેશો પોતાની સુરક્ષા કરી શકે છે.
ટ્રમ્પે કહ્યું કે જર્મની, ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોના નેતા હવે તેમનું અને તેમના નિર્ણયોનું સન્માન કરે છે. ટ્રમ્પે કહ્યું કે દુનિયાભરના નેતાઓ બે વખત રાષ્ટ્રપતિ બનવાને ‘કાબેલિયત’નું પરિમાણ માને છે.
ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું દુનિયાભરના નેતા ક્યારેય તેમની જરૂર કરતાં વધુ પ્રશંસા કરે છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે તેઓ (અન્ય નેતાઓ) માત્ર ‘સારું આચરણ કરવાનો પ્રયાસ કરે છે.’
બ્રિટનના ભવિષ્ય અંગે પૂછતા ટ્રમ્પે કહ્યું કે બ્રિટન ‘ખૂબ સારી જગ્યા છે – તમે જાણો છો કો, ત્યાં મારી સંપત્તિઓ છે.’
ટ્રમ્પે બ્રૅક્ઝિટ અંગે કહ્યું, “એ થોડું ગડબડભર્યું રહ્યું, પરંતુ હવે બધું બરાબર થઈ રહ્યું હોય તેમ જણાય છે.”
બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મર અંગે ટ્રમ્પે કહ્યું, “વડા પ્રધાન (સ્ટાર્મર) ભલે લિબરલ હોય, છતાં હું તેમને ખૂબ જ પસંદ કરું છું.”
ટ્રમ્પે બ્રિટન-અમેરિકા વેપારસંધિની પણ પ્રશંસા કરી અને કહ્યું કે બ્રિટન સાથે તેમનો ‘વિશેષ સંબંધ’ છે.
ટ્રમ્પે કહ્યું, “એટલે જ મેં બ્રિટન સાથે કરાર કર્યા છે. યુરોપિયન સંઘ કે અન્ય હરીફો સાથે કોઈ ડીલ નથી કરી.”
ટ્રમ્પે કહ્યું કે તેઓ સપ્ટેમ્બર મહિનામાં બીજી વખત બ્રિટનનો રાજકીય પ્રવાસ ખેડવાના છે અને તેના પ્રત્યે ઉત્સાહિત છે.
ટ્રમ્પે કૅનેડા વિશે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, જુલાઈ-2024માં ટ્રમ્પની ઉપર જીવલેણ હુમલો થયો હતો
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ બ્રિટનની મુલાકાત દ્વારા શું હાંસલ કરવા માગે છે, ત્યારે તેમણે કહ્યું, “સમયને સારી રીતે વિતાવવા માગું છું અને કિંગ ચાર્લ્સનું સન્માન કરવા ચાહું છું, કારણ કે તેઓ ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ છે.”
ટ્રમ્પે ઉમેર્યું કે તેઓ ઇચ્છતા નથી કે સપ્ટેમ્બર મહિનામાં તેમને બ્રિટનની સંસદમાં સ્પીચ માટે બીજી વખત બોલાવવામાં આવે, તેમણે કહ્યું, ‘એમને (સાંસદો) રહેવા દો અને મજા કરવા દો.’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કિંગ ચાર્લ્સના ભાષણને કારણે તેમને કોઈ મુશ્કેલી જણાઈ, જેમાં તેમણે કૅનેડાની સંપ્રભુતા ઉપર ભાર મૂક્યો હતો. જવાબમાં ટ્રમ્પે કહ્યું, “તેઓ (કિંગ ચાર્લ્સ) કૅનેડા સાથે જોડાયેલા છે. તેઓ બીજું શું કરી શક્યા હોત? તેમની પાસે કોઈ વિકલ્પ જ નહોતો.”
ટ્રમ્પે એમ પણ કહ્યું, “મને લાગે છે કે તેમણે ખૂબ જ સારી અને સન્માનજનક રીતે પોતાની વાતને રજૂ કરી હતી.”
ટ્રમ્પે કહ્યું કે હાલમાં અમેરિકા અને કૅનેડા વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે તથા ‘તે ખૂબ જ સારી સંધિ સાબિત થશે.’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમના રાષ્ટ્રપતિ તરીકેના વર્તમાન કાર્યકાળને લોકો કેવી રીતે યાદ રાખશે, ત્યારે ટ્રમ્પે કહ્યું, “અમેરિકાને બચાવવા માટે.”
ટ્રમ્પે કહ્યું, “હવે અમેરિકા મહાન દેશ છે. એક વર્ષ પહેલાં આ દેશ જાણે ‘મરી ગયો’ હતો.”
ઇલૉન મસ્કની ટેસ્લા કાર મંગળવારથી ભારતમાં લૉન્ચ થઈ ગઈ છે.
ટેસ્લાએ મુંબઈમાં પોતાનો પ્રથમ શોરૂમ ખોલ્યો છે. સીએનબીસીના અહેવાલ પ્રમાણે ટેસ્લાના સાઉથઈસ્ટ ડાયરેક્ટર ઇસાબેલ ફેને જાહેરાત કરી કે ટૂંક સમયમાં દેશની રાજધાની દિલ્હીમાં પણ ટેસ્લાનો શોરૂમ ખોલશે.
ઇલૉન મસ્કની ટેસ્લાનું વેચાણ કેટલાક સમયથી ઘટી રહ્યું છે. ભારતમાં ઇમ્પોર્ટેડ કાર પર ભારે ટેરિફને લઈને ઇલૉન મસ્કે ભારતની ટીકા કરી છે.
હવે ભારતીય કાર બજારમાં ટેસ્લા આવી ગઈ છે ત્યારે દુનિયાભરના ઑટોમોબાઇલ સેક્ટરમાં તેને રસથી જોવામાં આવે છે. ટેસ્લા ઇન્ડિયાને લઈને કેટલાક મહત્ત્વના સવાલોના જવાબ અહીં આપ્યા છે.
ભારતમાં ટેસ્લા કારની કિંમત કેટલી હશે?
ઇમેજ સ્રોત, Dhiraj Singh/Bloomberg via Getty Images
ઇમેજ કૅપ્શન, ટેસ્લાએ ભારતમાં મૉડલ વાય લોન્ચ કર્યું જેની કિંમત 60 લાખથી શરૂ થાય છે
ટેસ્લાએ ભારતમાં પોતાનું વાય મૉડલ લૉન્ચ કર્યું છે. તેની પ્રારંભિક કિંમત 70 હજાર ડૉલર એટલે કે લગભગ 60 લાખ રૂપિયા રહેશે.
ટેસ્લાની સત્તાવાર વેબસાઇટ પરથી ગ્રાહકો આ કાર બૂક કરાવી શકશે. આગામી ઑક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે કારની ડિલિવરી મળવાની શક્યતા છે.
ઇલૉન મસ્ક ઘણા સમયથી ભારતમાં ટેસ્લા કાર લાવવાનું આયોજન કરતા હતા. તેઓ ભારતમાં ટેસ્લાની ફૅક્ટરી સ્થાપવાની યોજના પણ ધરાવતા હતા.
ટેસ્લાના મૉડલ Y રિયર-વ્હીલ ડ્રાઇવનો ભાવ લગભગ 60 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે. જ્યારે મૉડલ Y લૉન્ગ રેન્જ રિયર-વ્હીલ ડ્રાઇવની કિંમત લગભગ 68 લાખ રૂપિયા છે.
વધુ છ લાખ રૂપિયા આપવાથી કંપનીની ‘ફુલ સેલ્ફ ડ્રાઈવિંગ’ સુવિધા ઉપલબ્ધ થશે, જેમાં ભવિષ્યમાં એવા અપડેટની ખાતરી અપાય છે કે કારને ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ સાથે ચલાવી શકાશે.
ટેસ્લાની કારનો ભાવ આટલો ઊંચો શા માટે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ભારતની તુલનામાં અમેરિકા, ચીનમાં ટેસ્લાની કિંમત ઘણી નીચી છે
ભારતમાં ટેસ્લાના જે મૉડલનો ભાવ 60 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે, તે કાર અમેરિકામાં 44,999 ડૉલરમાં, એટલે કે લગભગ 39 લાખ રૂપિયામાં મળે છે. ચીનમાં તેનો ભાવ 32 લાખ રૂપિયા અને જર્મનીમાં 39.50 લાખ રૂપિયા છે.
તેનાથી એવો સવાલ થાય છે કે ભારતમાં ટેસ્લાનો ભાવ આટલો ઊંચો કેમ છે?
તેનું કારણ છે ભારતમાં ટૅક્સના ઊંચા દર. ટેસ્લા ભારતમાં જે કાર રજૂ કરશે તેના પર લગભગ 100 ટકા ટેરિફ લાગશે. તેના કારણે કિંમત ઘણી વધારે લાગે છે.
ટેસ્લાના ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર વૈભવ તણેજાએ એપ્રિલમાં જણાવ્યું હતું કે ટેસ્લાને ભારતમાં રસ છે.
જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે “ભારતમાં કંપની બહુ સમજી વિચારીને પગલાં લેશે, કારણ કે અહીં ઈવી (ઈલેક્ટ્રિક વ્હીકલ)ની આયાત પર 70 ટકા ડ્યૂટી અને લગભગ 30 ટકા લક્ઝરી ટૅક્સ લાગે છે.”
ઇમેજ કૅપ્શન, મુંબઈમાં ટેસ્લાના શોરૂમ બહાર મીડિયાની ભીડ
ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કારોના નાના અને પ્રીમિયમ જૂથને લક્ષ્ય બનાવી રહી છે. ભારતના કુલ ઑટોમોબાઇલ બજારનો તે 4 ટકા હિસ્સો છે. નિષ્ણાતોના મતે, ટેસ્લા ઇલેક્ટ્રિક કાર બનાવતી ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી સ્થાનિક કંપનીઓ સાથે સ્પર્ધા નહીં કરે. તેનો મુકાબલો બીએમડબલ્યુ અને મર્સિડિઝ બેન્ઝ જેવી કંપનીઓ સાથે થશે.
ટેસ્લાની ઉત્પાદન ક્ષમતા વધુ છે અને વેચાણ ઘટી રહ્યું છે. તેથી કંપનીએ પોતાની ઇમ્પોર્ટેડ કારને ભારતમાં વેચવાની રણનીતિ અપનાવી છે, ભલે તેના પર ઊંચો ટૅક્સ ભરવો પડે.
જોકે, ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ટેરિફના મામલે ટ્રેડ ડીલની વાતચીત ચાલુ છે.
સીએનબીસીના ઇનસાઈડ ઇન્ડિયા કાર્યક્રમમાં ફ્રોસ્ટ ઍન્ડ સલિવનમાં મોબિલિટી સેક્ટરના ગ્લોબલ ક્લાયન્ટ લીડર વિવેક વૈધે જણાવ્યું કે “સવાલ એ છે કે શું ટેસ્લા ભારતમાં માસ માર્કેટને પ્રભાવિત કરશે? તેનો જવાબ છે નહીં, કારણ કે ભારતમાં સૌથી વધુ વેચાતી કારની કિંમત આ કારના ભાવ કરતા દસમા ભાગ જેટલી છે.”
તેમણે કહ્યું કે “આ કિંમત સંપૂર્ણપણે લોકોની પહોંચની બહાર છે એવું નહીં કહું, કારણ કે ભારતમાં દરેક ભાવે ખરીદનારા મળી રહે છે.”
જોકે, મુંબઈમાં ટેસ્લાએ જે કાર પ્રદર્શિત કરી તે ચીનમાં બનેલી છે. આ કાર જે ફૅક્ટરીમાં બની છે ત્યાં ભારત માટે જરૂરી રાઇટ-હૅન્ડ ડ્રાઇવ ગાડીઓ નથી બનતી.
મંગળવારે મુંબઈમાં જે ઑફિસ કૉમ્પ્લેક્સમાં ટેસ્લાનો પ્રથમ શો રૂમ ખૂલ્યો હતો, ત્યાં મીડિયાની ભારે ભીડ જામી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ પણ તેના લૉન્ચમાં હાજર હતા.
ફડનવીસે કહ્યું કે “ભવિષ્યમાં અમે ભારતમાં રિસર્ચ ઍન્ડ ડૅવલપમૅન્ટ અને મૅન્યુફેક્ચરિંગની આશા રાખીએ છીએ. મને વિશ્વાસ છે કે ટેસ્લા યોગ્ય સમયે તેના માટે વિચારશે.
આનંદ મહિન્દ્રાએ આ સ્પર્ધાને સકારાત્મક રીતે લીધી છે અને તેનાથી ઇનોવેશનને વેગ મળશે તેમ જણાવ્યું.
તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું કે, “ઇલૉન મસ્ક અને ટેસ્લાનું ભારતમાં સ્વાગત છે. દુનિયામાં સૌથી મોટી ઈવી તક પૈકી એક હવે વધુ રોમાંચક છે. સ્પર્ધાથી ઇનોવેશન પેદા થાય છે. આગળ એક લાંબો રસ્તો છે. ચાર્જિંગ સ્ટેશન પર મુલાકાતની રાહ જોઈશું.”
ટેસ્લાની સફર
ઇમેજ સ્રોત, ALLISON ROBBERT/AFP via Getty Images
ઇમેજ કૅપ્શન, ટેસ્લાના સીઈઓ ઇલૉન મસ્ક
વર્ષ 2018માં ટેસ્લા પોતાની સસ્તી ઇલેક્ટ્રિક કાર, મૉડલ 3 માટે ઉત્પાદન વધારી રહી હતી.
પરંતુ તેમાં ગંભીર સમસ્યા હતી. કંપનીની તિજોરી ઝડપથી ખાલી થઈ રહી હતી અને તે દેવું ફૂંકવાની તૈયારીમાં હતી. કંપનીના સીઈઓ તરીકે ઇલૉન મસ્ક દિવસમાં 22-22 કલાક ફૅક્ટરીમાં વિતાવતા હતા.
ત્યાર પછી એક ઇન્ટરવ્યૂમાં ઇલૉન મસ્કે સ્વીકાર્યું કે કંપની બંધ થવાની તૈયારીમાં હતી.
પરંતુ બે વર્ષમાં સ્થિતિ બદલાઈ ગઈ. કાર બજારમાં ઊતરે તે અગાઉ તેના શૅર આશ્ચર્યજનક રીતે વધવા લાગ્યા. તેમાં 50 ટકાથી વધુ ઉછાળો આવ્યો.
2021માં કંપનીનું બજારમૂલ્ય 1.2 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું અને ઍપલ, માઇક્રોસૉફ્ટ, આલ્ફાબેટ, એમેઝોન પછી ટેસ્લા દુનિયાની સૌથી મોટી કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ. કાર કંપનીઓમાં તે સૌથી વધુ ઝડપથી એક ટ્રિલિયન (એક લાખ કરોડ) ડૉલરના આંકડા સુધી પહોંચી હતી અને બ્રાન્ડ વેલ્યૂની દૃષ્ટિએ નંબર વન હતી.
ઉત્પાદનના મામલામાં ટોયોટા, ફૉક્સવેગન, ફોર્ડ અને હોન્ડા જેવી કંપનીઓથી ટેસ્લા ઘણી પાછળ હતી. પરંતુ ટેસ્લાનું મૂલ્ય ટોયોટા, ફૉક્સવેગન અને હોન્ડાના કુલ મૂલ્ય કરતા પણ વધુ થઈ ગયું હતું. એટલે કે બે વર્ષ અગાઉ જે કંપની બંધ થવાની હાલતમાં હતી તે દુનિયાની સૌથી મોટી કાર કંપની બની ગઈ હતી.
ઇમેજ કૅપ્શન, ગ્રામીણ અર્થતંત્રમાં ભારતના ડેયરી સેક્ટરનું મહત્ત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ટેરિફ લાદવાની અંતિમ તારીખ 9 જુલાઈને આગળ વધારીને 1 ઑગસ્ટ કરી દેવાઈ છે.
આની સાથે જ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધિત વાટાઘાટો પણ ચાલુ છે. બંને તરફથી વચગાળાની ટ્રેડ ડીલની આશા છે, જેની જાહેરાત જલદી થઈ શકે છે.
જોકે, અમેરિકા સતત કૃષિ અને ડેરી પ્રોડક્ટ માટે ભારતીય બજાર ખોલવાની માગ કરી રહ્યું છે, પરંતુ ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રની સુરક્ષા માટે નમતું ન ઝોકવાનો સંકેત આપ્યો છે.
ભારત સરકારે ‘નૉન-વેજ મિલ્ક’ પર સાંસ્કૃતિક ચિંતાઓને ટાંકતાં અમેરિકન ડેરી ઉત્પાદનોની આયાતને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.
આ સમજૂતીથી બંને દેશો વચ્ચેનો વેપાર વર્ષ 2030 સુધી 500 અબજ ડૉલર સુધી પહોંચવાની સંભાવના છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતે કૃષિ ક્ષેત્ર અને ડેરી ઉત્પાદનો અંગે સ્પષ્ટ કહ્યું છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા માટે આ અંગે ‘કોઈ વાટાઘાટોનો સીધો સ્વીકાર નહીં કરી શકે’.
ભારત અમેરિકન ડેરી પ્રોડક્ટ માટે કડક નિયમો લાગુ કરવા માગે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આયાત કરેલું દૂધ એવી ગાયોનું હોય જેમને જાનવરોના માંસ અથવા લોહીવાળો ચારો ન ખવડાવાયો હોય.
ડેરી અંગે ભારતનું વલણ રક્ષાત્મક છે, કારણ કે ડેરી ઉદ્યોગથી દેશમાં કરોડો લોકોનું ગુજરાન ચાલે છે. જેમાં મોટા ભાગના નાના ખેડૂતો છે.
જોકે, અમેરિકાએ આને બિનજરૂરી વેપારી અવરોધ (ટ્રેડ બૅરિયર્સ) ગણાવ્યો છે.
નિષ્ણાતો માને છે કે જો વાટાઘાટો નિષ્ફળ જવાની સ્થિતિમાં ટ્રમ્પ ભારત પર 26 ટકા ટેરિફ દર ફરીથી લાગુ કરે એવી સંભાવના ઓછી છે.
અમેરિકા ભારત સાથે પોતાની 45 અબજ ડૉલરની વેપાર ખાધને ઘટાડવા માટે કૃષિ અને ડેરી નિકાસ માટે દરવાજા ખોલવાની માગ કરી રહ્યું છે.
જોકે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 23 દેશોને ચિઠ્ઠી મોકલી છે અને ટેરિફની સમયમર્યાદા એક ઑગસ્ટ સુધી વધારી દીધી છે.
ડેરી સેક્ટર ખોલવાથી શું નુકસાન થશે?
ઇમેજ સ્રોત, Getty Images
ગ્રામીણ અર્થતંત્રમાં ભારતના ડેયરી સેક્ટરનું મહત્ત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે.
ભારત સરકારના પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો વર્ષ 2023-24માં દેશમાં 23.92 કરોડ ટન દૂધનું ઉત્પાદન થયું હતું. કુલ દૂધ ઉત્પાદનમાં દુનિયામાં ભારતનું પ્રથમ સ્થાન છે.
ભારતે 2023-24માં 27.26 કરોડ ડૉલરના 63,738 ટન ડેરી ઉત્પાદનની નિકાસ કરી હતી. સૌથી વધુ નિકાસ યુએઈ, સાઉદી અરેબિયા, અમેરિકા, ભૂતાન અને સિંગાપુરને થાય છે.
ડેરી ઉત્પાદનોની આયાત પર ભારતમાં સારો એવો ટેરિફ છે. ભારતમાં ચીઝ (એક પ્રકારનું પનીર) પર 30 ટકા, માખણ પર 40 ટકા અને મિલ્ક પાઉડર પર 60 ટકા ટેરિફ લગાવ્યો છે.
આ જ કારણ છે કે ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોથી આ ઉત્પાદનો આયાત કરવા લાભકારી નથી, જ્યારે આ દેશોના ડેરી ઉત્પાદનો સસ્તાં છે.
જો ભારત અમેરિકન ડેરી ઉત્પાદનો માટે પોતાના દરવાજા ખોલવાનો નિર્ણય લે તો તેને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.
ભારતીય સ્ટેટ બૅન્કના હાલમાં આવેલા એક રિપોર્ટ અનુસાર, જો અમેરિકન ડેરી પ્રોડક્ટની પરવાનગી મળે તો આનાથી ભારતીય ડેરી ઉત્પાદનોના ભાવમાં ઓછામાં ઓછા 15 ટકાનો ઘટાડો આવશે અને આનાથી ખેડૂતોને દર વર્ષે 1.03 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ડેરી ઉત્પાદનો ખોલવાના કારણે ભારતીય ડેરી ઉત્પાદક દેશમાંથી ડેરી ઉપભોક્તા દેશ બની શકે છે.
શું છે નૉન-વેજ મિલ્ક ?
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા ઇચ્છે છે કે ભારત તેની પાસેથી ડેરી ઉત્પાદનો વધારે ખરીદે પણ ભારત આસ્થા અને સંસ્કૃતિને કારણે આવું નથી કરવા માગતું.
ભારતમાં એક મોટી વસ્તી શાકાહારી છે અને જાનવરોના માંસ સાથે જોડાયેલો ચારો ખાનારી ગાયોના દૂધને પોતાની ધાર્મિક માન્યતાને અનુરૂપ નથી માનતી.
આવી ગાયોના દૂધને નૉન-વેજ મિલ્ક કહેવાય છે.
અમેરિકન ડેરી ઉદ્યોગોમાં ગાયોને વજન વધારવા માટે આવો ચારો આપવામાં આવે છે જેમાં જાનવરોનું માંસ અથવા લોહી મળેલું હોય છે. આને કારણે તેને ‘બ્લડ મિલ્ક’ પણ કહેવાય છે.
સિએટલ ટાઇમ્સના એક લેખ અનુસાર, “ગાયોનો એવો ચારો આપવામાં આવે છે જેમાં ભૂંડ, માછલી, ચિકન, ઘોડા અને બિલાડી અથવા કૂતરાનું માંસ હોય છે. અને જાનવરોને પ્રોટીન માટે ભૂંડ અને ઘોડાનું લોહી આપવામાં આવે છે. જ્યારે વજન વધારવા માટે આ જાનવરોની ચરબીનો હિસ્સો પણ સામેલ હોય છે. “
‘બ્લડ મીલ’ કોને કહે છે?
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી હિંદીમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ‘બ્લડ મીલ ‘ મીટ પૅકિંગ વ્યવસાયનું બાય-પ્રોડક્ટ હોય છે અને આને બીજા જાનવરોને ખવડાવવા માટે વપરાય છે.
જાનવરોને માર્યા બાદ તેમનું લોહી ભેગું કરીને તેને સુકવીને એક ખાસ પ્રકારનો ચારો બનાવાય છે- તેને ‘બ્લડ મીલ ‘ કહેવાય છે.
આ લાઇસીન નામના એમિનો ઍસિડ (ગાય માટે પ્રોટીનમાં મળતા દસ જરૂરી એમિનો ઍસિડમાંથી એક)નો સારો સ્રોત છે અને તેનો ઉપયોગ પશુપાલન વ્યવસાયમાં ખાસ રીતે થાય છે.
દૂધિયાં પશુઓને તંદુરસ્ત બનાવવા અને વધુ દૂધ માટે તેમને નિયમિત રીતે ખાવા માટે ‘બ્લડ મીલ’ આપવામાં આવે છે.
દૂધિયાં પશુઓ સિવાય તેમનો ઉપયોગ પશુપાલન ઉદ્યોગમાં મોટાપાયે કરવામાં આવે છે. તેનો ઉપયોગ નાઇટ્રોજન વધારવા માટે ખાતર તરીકે પણ કરાય છે.
ગાયોના શરીરમાં મળતા પ્રોટીનમાં લગભગ દસ પ્રકારના જરૂરી એમિનો ઍસિડ હોય છે જેમાંથી બે બહુ મહત્ત્વપૂર્ણ છે – લાઇસીન અને મિથિયોનાઇન.
ગાયો પ્રોટીન સિવાય એમિનો ઍસિડ્સ પચાવવામાં સક્ષમ હોય છે એટલે તેમને ખાવામાં ‘બ્લડ મીલ ‘ અને મકાઈ આપવામાં આવે છે. જ્યારે ‘બ્લડ મીલ’ લાઇસીનનો સ્રોત હોય છે અને મકાઈમાં મિથિયોનાઇન હોય છે.
મિનિસોટા વિશ્વવિદ્યાલયના એક શોધમાં જાણવા મળ્યું કે આવો ચારો આપવાથી લોહીમાં લાઇસીનની માત્રા બગડે છે. તેની જગ્યાએ સોયાબીન પણ લાઇસીનનો સારો સ્રોત છે.
ભારતમાં કેટલાંક ઑનલાઇન ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર પણ ખેતી માટે ‘બ્લડ મીલ ‘ વેચાય છે.
ફીડિપીડિયા નામની વેબસાઇટ અનુસાર ‘બ્લડ મીલ’ બનાવવાથી કતલખાનામાં કચરો ઓછો થાય છે અને પ્રદૂષણ ઘટે છે પરંતુ જાણકારો માને છે કે લોહી સૂકવવાની પ્રક્રિયામાં સારી એવી વીજળી ખર્ચાઈ શકે છે.
પાછલા કેટલાક સમયથી ભારત અને કૅનેડાના રાજદ્વારી સંબંધો વણસ્યા હોવા છતાં ગુજરાત સહિત સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ માટે કૅનેડા હજુ પણ ‘ફૅવરિટ ડેસ્ટિનૅશન’ મનાય છે.
નોંધનીય છે કે ગુજરાત અને પંજાબ જેવાં રાજ્યોમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચાભ્યાસ અને કૅનેડામાં કામ કરવા તેમજ સ્થાયી થવાના સ્વપ્ન સાથે ત્યાં પહોંચે છે.
જોકે, પાછલા કેટલાક સમયથી એક સમયે ‘માઇગ્રન્ટ્સ ફ્રેન્ડલી’ મનાતા દેશ કૅનેડામાં માઇગ્રેશન માટેના નિયમો કેટલાક અંશે કડક બનાવાયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
આવી જ એક જાહેરાત તાજેતરમાં પણ કરાઈ. કૅનેડા સરકારની ઇમિગ્રેશન અંગેની માહિતી પૂરી પાડતી વેબસાઇટ પર આપેલી માહિતીને કારણે હવે કૅનેડામાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓએ દેશમાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓની ‘મુશ્કેલી થોડી વધી’ શકે છે.
વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ કૅનેડા (ક્યુબેક સિવાય) અભ્યાસ અર્થે જવા માગતા વિદ્યાર્થીઓએ હવેથી ‘લિવિંગ કોસ્ટ’ એટલે કે ‘જીવન-જરૂરિયાતના ખર્ચ’ માટે લગભગ 14 લાખ રૂ. પોતાની પાસે હોવાનું બતાવવાનું રહેશે.
પહેલાં આ રકમ લગભગ 13 લાખ રૂ. હતી. આમ, નવી જોગવાઈ પ્રમાણે વિદ્યાર્થીઓએ અગાઉ કરતાં 11 ટકા જેટલી રકમની વધુ વ્યવસ્થા કરવી પડશે. જોકે, નવી જોગવાઈ પહેલી સપ્ટેમ્બર કે એ પછી અરજી કરનાર વિદ્યાર્થીઓને લાગુ પડશે.
નોંધનીય છે કે પહેલાં કૅનેડા જવા માગતા વિદ્યાર્થીઓએ ‘લિવિંગ કોસ્ટ’ના પુરાવા તરીકે 20,635 (લગભગ 12,92,615 રૂ.) કૅનેડિયન ડૉલર બતાવવાના રહેતા. જ્યારે નવી જોગવાઈ પ્રમાણે હવે તેમાં વધારો કરીને 22,895 કૅનેડિયન ડૉલર (14,34,415 રૂ.) કરી દેવાયા છે.
ગુજરાતમાં ઇમિગ્રેશનના જાણકારો આના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હોવાનો મત વ્યક્ત કરે છે.
કૅનેડા જવા માગતાં વિદ્યાર્થીઓનાં માબાપ પર દબાણ વધશે?
ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં છેલ્લાં 20 વર્ષથી કાર્યરત્ ઇમિગ્રેશન નિષ્ણાત પ્રસન્ના આચાર્ય આ વધારા અંગે વાત કરતાં કહે છે કે, “અગાઉ કરતાં લિવિંગ એક્સપેન્સની આ રકમ વધુ છે, પરંતુ આ વધારો એ દેશના ફુગાવાને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે.”
“જોકે, આનાથી કૅનેડા જવા માગતા વિદ્યાર્થીઓનાં માબાપ પર થોડી વધુ રકમની જોગવાઈ કરવાનું દબાણ વધશે, પરંતુ આ બદલાવનું એક હકારાત્મક પાસું પણ છે.”
તેઓ આ પરિવર્તન અંગે વધુ વાત કરતાં કહે છે કે, “કૅનેડા દ્વારા લિવિંગ એક્સપેન્સ તરીકે જે રકમની જોગવાઈ કરવાનું જણાવવામાં આવે છે એ કોઈ ખર્ચ નથી, પરંતુ એ રકમ આગામી 12 માસમાં વિદ્યાર્થીને પરત મળી જવાની હોય છે. આ રકમ ફુગાવાને ધ્યાને રાખીને વધારવામાં આવી હોઈ આટલી રકમની વ્યવસ્થા કરનાર વિદ્યાર્થીઓ શાંતિથી પોતાના અભ્યાસ પર ધ્યાન આપી શકે છે અને તેમને કૅનેડા જઈને બીજું કંઈ કામ કરવાની જરૂર પડતી નથી.”
પ્રસન્ના આચાર્ય આગળ આ અંગે વાત કરતાં કહે છે કે, “આ જાહેરાત પાછળ કૅનેડાનો હેતુ માત્ર અભ્યાસાર્થે કૅનેડા જવા માગતા વિદ્યાર્થીઓને આકર્ષવાનો અને અન્ય હેતુસર કૅનેડા જતા માગતા વિદ્યાર્થીઓને હતોત્સાહિત કરવાનો હોઈ શકે.”
કૅનેડા ઇમિગ્રેશન સલાહકાર ડૉ. જુલી દેસાઈ માને છે કે નવા બદલાવથી કૅનેડા જવા માગતા ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ‘ઘટાડો’ થઈ શકે છે.
તેઓ કહે છે કે, “કૅનેડા જવા માગતા મોટા ભાગના ભારતીયો મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. આ વધારાનો સીધો અર્થ એ થાય છે કે તેમનાં માતાપિતા પર નાણાકીય જોગવાઈનું વધુ દબાણ પેદા થઈ શકે છે, કારણ કે કૅનેડિયન ડૉલરમાં આ વધારો ભલે આશરે બે હજાર જેટલો વધારો થયો હોય, પરંતુ ભારતીય ચલણમાં આ રકમ લગભગ 1.40 લાખ રૂ. થઈ જાય છે.”
તેઓ આગળ કહે છે કે, “નાણાકીય જોગવાઈમાં થયેલા વધારા અને કૅનેડામાં ઇમિગ્રેશન સંબંધિત મુશ્કેલીઓમાં વધારો થયેલો હોઈ નવી જોગવાઈ બાદ વિદ્યાર્થીઓ અને માતાપિતા માટે કૅનેડાનો વિકલ્પ એટલો આકર્ષક ન રહે એવું બની શકે.”
વિદ્યાર્થીઓ માટે ફાઇનાન્સિયલ સપોર્ટના કયા પુરાવા જરૂરી?
ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડા સરકારની વેબસાઇટ અનુસાર ફાઇનાન્સિયલ સપોર્ટના પુરાવા તરીકે વિદ્યાર્થીએ કૅનેડામાં કામ કર્યા વગર કેટલાક આર્થિક પુરાવા વિઝા અરજી સાથે મૂકવાના હોય છે.
તમારે એવું સાબિત કરવાનું હોય છે કે કૅનેડામાં કામ કર્યા વગર તમારી પાસે જે તે કોર્સની ટ્યુશન ફી માટેના, તમારા અને તમારી સાથે કૅનેડા જઈ રહેલા સંબંધીઓના જીવન-જરૂરિયાતના ખર્ચ માટેનાં અને કૅનેડાથી સ્વદેશ અને સ્વદેશથી કૅનેડા જવા માટે પૂરતાં નાણાં છે.
તમારી પાસે પૂરતાં નાણાં છે એ બતાવવા માટે નીચેના પૈકી એક અથવા વધુ પુરાવા તમારી પાસે હોવા જરૂરી છે.
કૅનેડા ભરેલ ટ્યુશન ફી અને હાઉસિંગ ફી
જો તમે પૈસા કૅનેડા ટ્રાન્સફર કરી દીધા હોય તો તમારા નામે કૅનેડિયન બૅન્ક એકાઉન્ટ