Google search engine
Home Blog Page 5

સુપર વિઝા શું છે, જેનાથી કૅનેડામાં રહેતા ભારતીયો માતાપિતાને બોલાવી શકશે, આ કાર્યક્રમ કેવી રીતે અલગ છે?

0

[ad_1]

વિઝીટર્સ વિઝા, સુપરવિઝા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપર વિઝા ખાસ કરીને માતા-પિતા અને દાદા-દાદી માટે છે

માતા-પિતા અને દાદા-દાદી કાર્યક્રમ (પીજીપી) હેઠળ નિમંત્રણ મોકલવાની જાહેરાત કૅનેડા સરકારે તાજેતરમાં જ કરી છે.

કૅનેડા વિઝા વેબસાઇટ પર 16 જુલાઈના રોજ પ્રકાશિત નોટિફિકેશન અનુસાર, 2025 પીજીપી નિમંત્રણ રાઉન્ડ 28 જુલાઈથી શરૂ થશે.

ઇમિગ્રેશન, રેફ્યુજીસ ઍન્ડ સિટિઝનશિપ કેનેડા (આઈઆરસીસી) 28 જુલાઈથી શરૂ થતા બે સપ્તાહના સમયગાળામાં 17,860 નિમંત્રણો મોકલશે. એ પૈકીની 10,000 અરજીઓની પસંદગી કાયમી નિવાસની મંજૂરી માટે કરવામાં આવશે.

નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે જે પ્રાયોજકોએ 2020માં અરજી કરી હતી અને જેમને હજુ સુધી અરજી કરવાનું નિમંત્રણ ન મળ્યું હોય તેમને 28 જુલાઈથી શરૂ થતા બે સપ્તાહના સમયગાળામાં તેમના ઈ-મેલ્સ (સ્પેમ તથા જંક ફોલ્ડર્સ સહિત) તપાસવાની સલાહ આપવામાં આવે છે.

જે પ્રાયોજકોને અરજી કરવાનું નિમંત્રણ (આઈટીએ) મળે તેમણે તેમના નિમંત્રણ પર ઉલ્લેખિત છેલ્લી તારીખ સુધીમાં કાયમી નિવાસ પોર્ટલ (અથવા પ્રતિનિધિ કાયમી નિવાસ પોર્ટલ) મારફત પીજીપી અરજી કરવાની રહેશે.

આ પીજીપી પ્રોગ્રામ શું છે અને એ માટે કોણ અરજી કરી શકે? આવો, જાણીએ.

પીજીપી પ્રોગ્રામ શું છે?

પીજીપી એટલે કે પેરન્ટ્સ ઍન્ડ ગ્રાન્ડ પેરન્ટ્સ પ્રોગ્રામ એક વિશેષ કાર્યક્રમ છે, જેની મારફત કૅનેડાના નાગરિકો અને સ્થાયી નિવાસીઓ પીઆર માટે અરજી કરીને પોતાનાં માતા-પિતા કે દાદા-દાદીને આમંત્રિત કરી શકે છે.

સુપર વિઝા શું છે?

સુપરવિઝા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સુપર વિઝા એક એવા વિઝા છે કે જેની મારફત કૅનેડાના નાગરિકો અને સ્થાયી નિવાસીઓનાં માતા-પિતા કે દાદા-દાદી તેમનાં સંતાનોને મળવા માટે કૅનેડા જઈ શકે છે અને ત્યાં પાંચ વર્ષ સુધી રહી શકે છે.

કૅનેડા ગયા પછી તેમના વિઝાની મુદ્દત લંબાવી શકાય છે. તેઓ કૅનેડામાં 10 વર્ષ સુધી મલ્ટીપલ ઍન્ટ્રી પણ કરી શકે છે.

સુપર વિઝા એક ખાસ પ્રકારનો વિઝા છે, જેના માટે કૅનેડાના નાગરિકો અને સ્થાયી નિવાસીઓ તેમનાં માતા-પિતા કે દાદા-દાદીને મળવા માટે અરજી કરી શકે છે.

કૅનેડાની સત્તાવાર વેબસાઇટ પરની માહિતી મુજબ, સુપર વિઝા પ્રોગ્રામ માટેનો પ્રોસેસિંગ ટાઇમ ઓછો છે.

વિઝિટર્સ વિઝાથી કેવી રીતે અલગ છે સુપર વિઝા?

આ સુપર વિઝા, વિઝિટર્સ વિઝાથી અલગ પ્રકારનો વિઝા છે. આ સુપર વિઝા ખાસ કરીને માતા-પિતા અને દાદા-દાદી માટે છે.

સુપર વિઝા હેઠળ અરજદાર વધુમાં વધુ પાંચ વર્ષ સુધી રહી શકે છે, જ્યારે વિઝિટર્સ વિઝા હેઠળ અરજદાર વધુમાં વધુ છ મહિના રહી શકે છે.

સુપર વિઝામાં અરજદારના જૈવિક કે દત્તક લીધેલાં બાળકોને જ નિમંત્રિત કરી શકાય છે, જ્યારે વિઝિટર વિઝામાં આવું નથી.

પીજીપી માટે સ્પોન્સર કેવી રીતે બનવું?

સુપર વિઝા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તમે સ્પોન્સર કરેલા તમારા માતા-પિતા કે દાદા-દાદી કેનેડામાં કાયમી નિવાસી બની જાય તો તમે તેમનું રોકાણ ટુંકાવી શકશો નહીં

પીજીપી હેઠળ પ્રાયોજકે ગમે તેવી પરિસ્થિતિમાં નિર્ધારિત સમયગાળા માટે આમંત્રિત વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી લેવી અનિવાર્ય છે.

સ્પોન્સરે અન્ડરટેકિંગ (બાંયધરી પત્ર) અને સ્પોન્સરશિપ એગ્રીમેન્ટ એમ બે કરાર પર સહી કરવી પડશે.

ધ અન્ડરટેકિંગ

સ્પોન્સર બનવા ઈચ્છતી વ્યક્તિએ અન્ડરટેકિંગ પર સહી કરવી પડશે. તેમાં બે બાબતો માટે સંમતિ સામેલ છે.

તમે જે લોકોને સ્પોન્સર કરી રહ્યા છો તેમનો સંપૂર્ણ ખર્ચ તમે ચોક્કસ સમયગાળા માટે ઉઠાવશો.

તમે જે વ્યક્તિને સ્પોન્સર કરી રહ્યા છો તેઓ કૅનેડા સરકાર પાસે સામાજિક સહાય માટે અરજી કરી શકશે નહીં. તેમને નિશ્ચિત સમયગાળા માટે સરકારી સહાય મળતી હશે તો પણ તેમનો ખર્ચ તમારા ઉઠાવવો પડશે.

તમે સ્પોન્સર કરેલા તમારાં માતા-પિતા કે દાદા-દાદી કૅનેડામાં કાયમી નિવાસી બની જાય તો તમે તેમનું રોકાણ ટુંકાવી શકશો નહીં અથવા તમારી સ્પોન્સરશિપ પાછી ખેંચી શકશો નહીં.

તેઓ કાયમી નિવાસી ન બને ત્યાં સુધી જ તમે સ્પોન્સરશિપ પાછી ખેંચી શકશો.

સુપરવિઝા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સ્પોન્સરશિપ એગ્રીમેન્ટ

સ્પોન્સરશિપ એગ્રીમેન્ટમાં સ્પોન્સર વ્યક્તિએ તેઓ જેમને સ્પોન્સર કરી રહ્યા છે તેમની મૂળભૂત જરૂરિયાતોની જવાબદારી લેવાની રહેશે.

એ જવાબદારીમાં તેમના ખોરાક, કપડાં, રહેઠાણ અને દૈનિક જરૂરિયાતોની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

એ ઉપરાંત પ્રાયોજકે સ્પોન્સર્ડ વ્યક્તિઓની આરોગ્ય સેવાઓનો ખર્ચ ઉઠાવવાનો રહેશે. દાંત અથવા આંખના રોગો જાહેર આરોગ્ય સેવા હેઠળ આવરી લેવામાં આવતા નથી.

પીજીપી મેળવવા માટે શું જરૂરી છે?

સુપરવિઝા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

કૅનેડા સરકારની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યા મુજબ, તમે ઇચ્છો તો પીજીપી પ્રોગ્રામ હેઠળ તમારા માતા-પિતા અને દાદા-દાદીને સ્પોન્સર કરી શકો છો.

એ માટે તમારી અરજી સ્વીકારવામાં આવી હોય, તમારી વય ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ હોય અને તમે કૅનેડામાં રહેતા હો તે જરૂરી છે.

તમે કૅનેડાના નાગરિક હો અથવા કૅનેડાના કાયમી નિવાસી હો કે પછી કૅનેડા-ભારતીય કાયદા હેઠળ કૅનેડામાં ભારતીય વ્યક્તિ તરીકે નોંધાયેલા હો તે જરૂરી છે.

તમે જે લોકોને આમંત્રણ આપી રહ્યા છો તેમના માટે તમારી પાસે પૂરતું નાણાકીય ભંડોળ હોવું જોઈએ. એ માટે તમારે આવકનો પુરાવો આપવો પડશે. તમારો કોઈ જીવનસાથી હોય તો તમારે બન્નેએ આવક સંબંધી અરજી પર સહી કરવી પડશે.

તમે ઇમિગ્રેશન ઍન્ડ રેફ્યુજી પ્રોટેક્શન ઍક્ટ તથા ઇમિગ્રેશન ઍન્ડ રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન્સ મુજબની તમામ યોગ્યતા ધરાવતા હો તે પણ જરૂરી છે.

કોને સ્પોન્સર કરી શકાશે?

સુપરવિઝા નિયમો, બીબીસી, ગુજરાતી

કોઈને સ્પોન્સર કરવા માટેની કેટલીક શરતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

તમારાં માતા-પિતા અને દાદા-દાદી (રક્ત સંબંધી કે દત્તક), તમારાં માતા-પિતા અને દાદા-દાદી પર નિર્ભર બાળકો (ભાઈ-બહેન, સાવકા ભાઈ-બહેન), તમારાં માતા-પિતા કે દાદા-દાદીએ છૂટાછેડા લીધા હોય તો તેમના વર્તમાન જીવનસાથીને સ્પોન્સર કરી શકાશે.

કોને સ્પોન્સર નહીં કરી શકાય?

તમે તમારા જીવનસાથીનાં માતા-પિતા અથવા દાદા-દાદીને સ્પોન્સર કરી શકશો નહીં, પરંતુ તમે તમારા જીવનસાથી વતી અરજી પર સહી કરી શકો છો.

જેમના કૅનેડામાં પ્રવેશ પર પ્રતિબંધ હોય તેવી વ્યક્તિને તમે સ્પોન્સર કરી શકશો નહીં.

પીજીપી કેવી રીતે કામ કરશે?

કૅનેડા સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, નવેમ્બર 2020માં પીજીપી હેઠળ અરજી કરનારા અરજદારોને કન્ફર્મેશન નંબર મળ્યો હશે.

અરજદારોને આ સંદર્ભે કૅનેડા સરકારના ઇમિગ્રેશન વિભાગ તરફથી એક ઈ-મેલ પણ મળ્યો હશે.

એ નંબરનો ઉપયોગ કરીને તમે એ જાણી શકશો કે તમારી અરજી 2024ના પ્રવેશ માટે સ્વીકારવામાં આવી છે કે નહીં. એ માટે તમને 21 મે, 2024થી બે સપ્તાહમાં આમંત્રણ મળી શકે છે.

તે આમંત્રણ પત્ર 2020માં અરજદારો દ્વારા આપવામાં આવેલા ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે.

એવી જ રીતે કૅનેડાના ઇમિગ્રેશન વિભાગની વેબસાઇટ પર ‘Check your invitation’ વિકલ્પમાં તમારો કન્ફર્મેશન નંબર એન્ટર કરીને વર્તમાન સ્થિતિને જાણી શકાશે.

આમંત્રણ પત્ર મળ્યા પછી જ અરજી કરવાની રહેશે. આમંત્રણ પત્ર વિના અરજી કરવાનો કોઈ અર્થ નથી. અરજી માટે તમે તમારું ફોર્મ, ફોટોગ્રાફ અને અન્ય જરૂરી દસ્તાવેજો ઑનલાઇન અપલોડ કરી શકો છો.

કૅનેડા સરકારના ઇમિગ્રેશન વિભાગની સૂચના પછી તમે તમારું મેડિકલ, પોલીસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક્સ કરાવી શકો છો.

અનેક લોકોને લાભ મળશે

કેનેડા સરકાર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડા સરકારે હાલમાં જાણકારી આપી છે કે 2020થી લઈને સરકાર 35.700 સંભવિત પ્રાયોજકોને નિમંત્રણ મોકલશે

સીવે વિઝા મેનેજિંગ ડિરેક્ટર ગુરપ્રીત સિંહે જણાવ્યું હતું કે કોવિડને કારણે અનેક લોકોને ફાઇલો અટવાઈ ગઈ હતી, પરંતુ કૅનેડા સરકારના તાજેતરના આ નિર્ણયને કારણે લોકોને ઘણી રાહત થશે.

તેથી આમંત્રણ પત્રની રાહ જોઈ રહેલા લોકો તેમના ઈ-મેલ ચકાસતા રહે અને તેમના તમામ દસ્તાવેજો સમયસર જમા કરાવી દે તે બહુ જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત

[ad_2]

Source link

Gujarat weather : ગુજરાતની નજીક આવી સિસ્ટમ, આગામી દિવસોમાં હવે કેવું રહેશે હવામાન?

0

[ad_1]

વીડિયો કૅપ્શન, Gujarat weather : ગુજરાતની નજીક આવી સિસ્ટમ, આગામી દિવસોમાં હવે કેવું રહેશે હવામાન?

ગુજરાતની નજીક આવી સિસ્ટમ, આગામી દિવસોમાં હવે કેવું રહેશે હવામાન?

ગુજરાતમાં 27 જુલાઈ, રવિવારથી મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

રવિવારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર અને ખેડા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. વલસાડ, ડાંગ અને ગાંધીનગર જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ મુજબ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશમાં એક લો-પ્રેશર એરિયા સર્જાયો છે જે સમુદ્રની સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈએ આવેલો છે. આગામી કલાકોમાં તે નબળો પડે તેવી સંભાવના છે.

ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પડોશના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રોફ રચાયો છે જે ઉત્તર પશ્ચિમ બાંગ્લાદેશ, ઝારખંડ, ઉત્તર પશ્ચિમ બંગાળ સુધી પ્રસરેલો છે અને સમુદ્રની સપાટીથી 0.9 કિલોમીટરથી 5.8 કિલોમીટર સુધીની ઊંચાઈ પર છે. હવામાન વિભાગ હવે ક્યાં ભારે વરસાદની આગાહી કરે છે?

આ ઉપરાંત ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી એક ઑફ-શોર ટ્રોફની રચના થઈ છે.

અમદાવાદ સ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 28 જુલાઈ, સોમવારે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

આ ઉપરાંત બીજા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વખતે ગાજવીજ પણ જોવા મળશે અને તે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

તેવી જ રીતે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

29 જુલાઈ, મંગળવારે અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

બાકીના વિસ્તારોમાં મંગળવારે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Gujarat weather : ગુજરાતની નજીક આવી સિસ્ટમ, આગામી દિવસોમાં હવે કેવું રહેશે હવામાન?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

10 હજાર સ્ટેપ્સ દરરોજ ચાલવું જરૂરી છે? માત્ર આટલાં પગલાંથી પણ બીમારીઓ દૂર રહેશે

0

[ad_1]

દરરોજ કેટલા સ્ટેપ્સ ચાલવું કે દોડવું જોઈએ, 10 હજાર સ્ટેપ્સનું ટાર્ગેટ, સાત હજાર પગલાં કે પાંચ હજાર પગલાં, બીબીસી હેલ્થ, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દરરોજ કેટલાં સ્ટેપ્સનું ટાર્ગેટ રાખવું જોઈએ એ વિશે અલગઅલગ જવાબ મળતા રહે છે.

વ્યક્તિ સ્વસ્થ રહેવા અને બીમારીઓને દૂર રાખવા માટે દરરોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવાનું ‘ટાર્ગેટ’ રાખે છે, પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ, દરરોજ માત્ર સાત હજાર પગલાં ચાલવાને કારણે શરીર તંદુરસ્ત રહે છે તથા અનેક બીમારીઓથી બચી શકાય છે.

સામાન્ય રીતે દરરોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવાની વાત કહેવામાં આવે છે, પરંતુ આ સંશોધનના તારણ મુજબ, દરરોજ સાત હજાર પગલાં ચાલવાનું લક્ષ્યાંક વધુ સરળ અને વાસ્તવિકતાની નજીક છે.

દરરોજ કેટલા સ્ટેપ્સ ચાલવું કે દોડવું જોઈએ, 10 હજાર સ્ટેપ્સનું ટાર્ગેટ, સાત હજાર પગલાં કે પાંચ હજાર પગલાં,બીબીસી હેલ્થ, બીબીસી ગુજરાતી સાથે સમજો

લૅન્સેન્ટ પબ્લિક હેલ્થમાં છપાયેલા સંશોધન મુજબ, દરરોજ સાત હજાર પગલાં ચાલવાને કારણે કૅન્સર, ડિમેન્શિયા (ચિત્તભ્રંશ) તથા હૃદયસંબંધિત ગંભીર બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.

સંશોધનકર્તાઓનું કહેવું છે કે આ પ્રકારનાં તારણો લોકોને દરરોજ પોતાનાં પગલાં ગણવાં અને આરોગ્ય સુધારવા માટે પ્રેરિત કરી શકે છે.

અભ્યાસનું નેતૃત્વ કરનારાં ડૉ. મેલૉડી ડિંગનાં કહેવા પ્રમાણે, “આપણાં મનમાં એવી ધારણા છે કે દરરોજ 10 હજાર પગલાં ચાલવાં જોઈએ, પરંતુ તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.”

દરરોજ કેટલા સ્ટેપ્સ ચાલવું કે દોડવું જોઈએ, 10 હજાર સ્ટેપ્સનું ટાર્ગેટ, સાત હજાર પગલાં કે પાંચ હજાર પગલાં,બીબીસી હેલ્થ, બીબીસી ગુજરાતી સાથે સમજો

10 હજાર સ્ટેપ્સ એટલે લગભગ આઠ કિલોમીટર જેટલું અંતર થાય. દરેક વ્યક્તિ માટે આ અંતર અલગ-અલગ હોય શકે છે.

તે વ્યક્તિનાં પગલાંની લંબાઈ ઉપર આધાર રાખે છે, જે વ્યક્તિની ઊંચાઈ, લિંગ તથા ચાલવાની ગતિના આધારે અલગ-અલગ હોય શકે છે. સામાન્ય રીતે ઝડપભેર ચાલતા લોકો લાંબા ડગ માંડે છે.

વર્ષ 1960માં જાપાનમાં એક માર્કેટિંગ કૅમ્પેઇન થયું હતું અને 10 હજાર પગલાંનો આંકડો ત્યાંથી આવ્યો હતો. વર્ષ 1964માં જાપાનમાં ટોકિયો ઑલિમ્પિકનું આયોજન થયું હતું. આ પહેલાં એક પેડોમીટર લૉન્ચ થયું હતું, જેનું નામ હતું ‘મૅનપો-કે’ જેનો મતલબ 10 હજાર પગલાં એવો થાય છે.

ડૉ. ડિંગ કહે છે કે આ આંકડો ‘સંદર્ભથી હઠીને’ અનૌપચારિક માર્ગદર્શિકા જેવો બની ગયો, જેના આજે પણ અનેક ફિટનેસ ટ્રેઇનર તથા ઍપ્સ સૂચવે છે.

લૅન્સેન્ટમાં પ્રકાશિત અભ્યાસપત્રમાં વિશ્વભરના એક લાખ 60 હજાર કરતાં વધુ લોકોનાં આરોગ્ય તથા તેમની પ્રવૃત્તિઓનાં આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

દરરોજ કેટલા સ્ટેપ્સ ચાલવું કે દોડવું જોઈએ, 10 હજાર સ્ટેપ્સનું ટાર્ગેટ, સાત હજાર પગલાં કે પાંચ હજાર પગલાં,બીબીસી હેલ્થ, બીબીસી ગુજરાતી સાથે સમજો

જે લોકો દરરોજ બે હજાર પગલાં ચાલતા હતા, તેમની સરખામણીમાં સાત હજાર પગલાં ચાલનારા લોકોમાં બીમારીઓનું જોખમ ઓછું જણાયું હતું, જેમ કે :

હૃદયસંબંધિત બીમારીઓ: 25 ટકા ઓછી

કૅન્સર: છ ટકા ઓછું

ડિમેન્શિયા: 38 ટકા ઓછું

ડિપ્રેશન: 22 ટકા ઓછું

જોકે, સંશોધનકર્તાઓનું કહેવું છે કે અમુક આંકડાની ચોક્કસાઈ ઓછી હોય શકે છે, કારણ કે તે મર્યાદિત અભ્યાસોમાંથી લેવામાં આવ્યા છે.

સર્વાંગી રીતે જોતાં રિસર્ચનું તારણ છે કે દરરોજ બે હજાર પગલાં ચાલતાં લોકોની સરખામણીમાં દરરોજ ચાર હજાર પગલાં ચાલનારા લોકોને પણ સારા આરોગ્યલક્ષી લાભો થાય છે.

મોટાભાગની બીમારીઓમાં થનારા લાભો સાત હજાર ડગલાં પછી સ્થિર થઈ જાય છે, જોકે, હૃદયના સ્વાસ્થ્ય માટે વધુ ચાલવું, વધુ ફાયદાકારક છે.

દરરોજ કેટલા સ્ટેપ્સ ચાલવું કે દોડવું જોઈએ, 10 હજાર સ્ટેપ્સનું ટાર્ગેટ, સાત હજાર પગલાં કે પાંચ હજાર પગલાં,બીબીસી હેલ્થ, બીબીસી ગુજરાતી સાથે સમજો

મોટાભાગની ઍક્સરસાઇઝ ગાઇડલાઇન વ્યક્તિ કેટલી મિનિટ સુધી શારીરિક પ્રવૃત્તિ કરે છે, એની ઉપર ભાર આપે છે, નહીં કે કેટલાં પગલાં ચાલ્યા એની ઉપર.

દાખલા તરીકે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું (ડબલ્યૂએચઓ) કહેવું છે કે પુખ્ત વયના લોકોએ દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટ સુધી મધ્યમ સ્તરની એકસરસાઇઝ કરવી જોઈએ. અથવા તો 75 મિનિટ સુધી ઝડપભેર કસરત કરવી જોઈએ.

ડૉ. ડિંગનું કહેવું છે કે સામાન્ય લોકોને આ સલાહ સમજવામાં મુશ્કેલી પડી શકે છે. આમ છતાં વર્તમાન માર્ગદર્શિકાઓની જરૂર છે જ.

ડૉ. ડિંગ કહે છે, “કેટલાક લોકો સ્વિમિંગ કરે છે, સાઇકલ ચલાવે છે અથવા તો તેમની અમુક શારીરિક મર્યાદાઓ હોય શકે છે, જેના કારણે તેઓ વધુ ચાલી શકતા ન હોય.”

આમ છતાં ડૉ. ડિંગનું માનવું છે કે વ્યક્તિએ દરરોજ કેટલાં પગલાં ચાલવું જોઈએ, તેના વિશે સલાહ આપવી જોઈએ, જેથી કરીને આખો દિવસ અલગ-અલગ રીતે આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વિચારે.

લંડનસ્થિત બ્રૂનેલ યુનિવર્સિટીના ડૉ. ડેનિયલ બેલીનું છે કે આ અભ્યાસ ‘રોજના 10 હજાર સ્ટેપ્સ’ના મિથકને પડકારે છે.

તેમના કહેવા પ્રમાણે, પ્રમાણમાં સક્રિય જીવન જીવતા લોકો માટે દરરોજના 10 હજાર સ્ટેપ્સનું ટાર્ગેટ યોગ્ય હોય શકે છે, પરંતુ બાકીના લોકો માટે દરરોજના પાંચથી સાત હજાર પગલાં વધુ સરળ અને હાંસલ કરી શકાય એવું લક્ષ્યાંક છે.

યુનિવર્સિટી ઑફ પૉર્ટ્સમાઉથના ડૉ. ઍન્ડ્રુ સ્કૉટ માને છે કે પગલાંની પાક્કી ગણતરી જરૂરી નથી.

તેમનું કહેવું છે, “વધારે ચાલવું હંમેશાં સારું જ છે, છતાં લોકોએ ટાર્ગેટની ચિંતા ન કરવી જોઈએ. વિશેષ કરીને જે દિવસો દરમિયાન શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

એક પત્ની અને તેના બે પતિ: લગ્નની આ પ્રથા શું છે?

0

[ad_1]

બીબીસી ગુજરાતી હિમાચલ પ્રદેશ યુવતી લગ્ન હાટી સમુદાય જોડીદારા સિરમૌર બહુપતિ પ્રથા

ઇમેજ સ્રોત, ALOK CHAUHAN

ઇમેજ કૅપ્શન, પ્રદીપ નેગી રાજ્ય સરકારમાં નોકરી કરે છે જ્યારે કપિલ નેગી વિદેશમાં હૉસ્પિટાલિટી સેક્ટરમાં નોકરી કરે છે

    • લેેખક, સૌરભ ચૌહાણ
    • પદ, બીબીસી હિંદી માટે

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલાઈ ગામે તાજેતરમાં એક એવાં લગ્ન થયાં જે ચર્ચાસ્પદ બન્યા છે અને વિવાદ થયો છે.

કુંહાટ ગામનાં સુનીતા ચૌહાણે બે સગા ભાઈઓ – પ્રદીપ નેગી અને કપિલ નેગી સાથે એક સાથે લગ્ન કર્યાં છે.

આ લગ્ન અનુસૂચિત જનજાતિનો દરજ્જો ધરાવતા હાટી સમુદાયની બહુ જૂની બહુપતિ પ્રથા હેઠળ થયાં છે. સ્થાનિક ભાષામાં તેને ‘જોડીદારા’ અથવા ‘જાજડા’ તરીકે ઓળખવામાં આવે છે.

સિરમૌરના ટ્રાન્સ ગિરી વિસ્તારમાં આ લગ્નસમારોહમાં સેંકડો ગ્રામીણો અને સગાંસંબંધી હાજર હતા. પરંપરાગત ભોજન, લોકગીત અને નૃત્યના કારણે આ આયોજન યાદગાર બની ગયું હતું.

આ લગ્ન એક સાંસ્કૃતિક પરંપરાનું ઉદાહરણ હોવાની સાથે સાથે આજના યુગમાં આવા લગ્નના કારણે ઘણા સવાલ પણ પેદા થયા છે.

બીબીસીએ કન્યા અને વરપક્ષના સ્વજનો સાથે આ લગ્ન વિશે વાત કરવાની કોશિશ કરી, પરંતુ અનેક વખત વિનંતી કરવા છતાં તેમણે કોઈ ટિપ્પણી કરી નથી.

જોડીદારા પ્રથા કેટલી જૂની પરંપરા છે?

બીબીસી ગુજરાતી હિમાચલ પ્રદેશ યુવતી લગ્ન હાટી સમુદાય જોડીદારા સિરમૌર બહુપતિ પ્રથા

ઇમેજ સ્રોત, ALOK CHAUHAN

ઇમેજ કૅપ્શન, સુનીતા ચૌહાણે બે સગા ભાઈઓ પ્રદીપ નેગી (ડાબે) અને કપિલ નેગી સાથે લગ્ન કર્યાં છે

આ કિસ્સામાં કન્યાનો પરિવાર સિરમૌર જિલ્લાના કુંહાટ ગામનો છે જે બંને વરરાજાના ગામ શિલાઈથી લગભગ 15 કિમી દૂર આવેલું ગામ છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી આ જગ્યા 130 કિમી દૂર આવેલી છે.

બંને પરિવાર હાટી સમુદાયના છે. આ સમુદાય મૂળભૂત રીતે સિરમૌર જિલ્લાના ટ્રાન્સ ગિરી ક્ષેત્ર ઉપરાંત ઉત્તરાખંડના જૌનસાર-બાવર અને રવાઈ-જૌનપુર વિસ્તારમાં પણ વસે છે.

આ સમુદાયમાં લાંબા સમયથી બહુપતિ પ્રથા પ્રચલિત છે. જાણકારોનું કહેવું છે કે પરિવારમાં અંદરોઅંદર એકતા જાળવવા અને પૈતૃક સંપત્તિના ભાગલા રોકવા માટે આ પ્રથા શરૂ કરવામાં આવી હતી.

આ પ્રથામાં એક મહિલા બે અથવા વધુ ભાઈઓ સાથે લગ્ન કરે છે અને ઘરની જવાબદારી પરસ્પર સહમતિથી નિભાવવામાં આવે છે. સિરમૌર ઉપરાંત શિમલા, કિન્નૌર અને લાહૌલ સ્પીતિના કેટલાક ભાગોમાં પણ આ પ્રથા પ્રચલિત છે.

સ્થાનિક રહેવાસી કપિલ ચૌહાણનું કહેવું છે કે “જોડીદાર પ્રથા અમારી ઓળખ છે. સંપત્તિના વિભાજનને રોકવા, દહેજપ્રથાથી બચવા, ભાઈઓ વચ્ચે સંપ જાળવવા અને બાળકોના પાલનપોષણમાં આ પ્રથા મદદ કરે છે.”

તેમના કહેવા મુજબ શિલાઈ ક્ષેત્રના લગભગ દરેક ગામમાં ચારથી છ પરિવારો આ પ્રથાનું પાલન કરે છે.

કપિલ ચૌહાણને તાજેતરનાં લગ્ન વિશે થયેલી ચર્ચા વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે “મને ઘણા સમયથી આની માહિતી હતી. આ અચાનક નથી થયું. આ એક પ્રથાગત પરંપરા છે. અમારા માટે આ ગર્વની વાત છે. દુલ્હન, દુલ્હો અને તેના પરિવારજનોને વાંધો ન હોય ત્યાં સુધી બીજા કોઈને તેમાં લેવા-દેવા નથી.”

તેમણે કહ્યું કે “આનો સ્વીકાર કરવો જોઈએ. લોકો લિવ-ઇન રિલેશનશિપ પણ સ્વીકારતા થયા છે.”

લગ્નની કહાણીઃ સહમતિ અને સાંસ્કૃતિક ગર્વ

બીબીસી ગુજરાતી હિમાચલ પ્રદેશ યુવતી લગ્ન હાટી સમુદાય જોડીદારા સિરમૌર બહુપતિ પ્રથા

ઇમેજ સ્રોત, ALOK CHAUHAN

ઇમેજ કૅપ્શન, સ્થાનિક લોકોનું કહેવું છે કે આ લગ્ન સ્થાનિક પરંપરા મુજબ કરવામાં આવ્યાં છે

12 જુલાઈથી શરૂ થયેલા આ વિવાહ સમારોહમાં એક જાણવા જેવી વાત એ હતી કે કન્યા અને તેના બંને પતિ શિક્ષિત છે. દુલ્હન સુનીતા ચૌહાણે આઈટીઆઈમાંથી અભ્યાસ કર્યો છે.

પ્રદીપ નેગી રાજ્ય સરકારના જળશક્તિ વિભાગમાં કામ કરે છે અને કપિલ નેગી વિદેશમાં હૉસ્પિટાલિટી સેક્ટરમાં કામ કરે છે.

સુનીતા ચૌહાણે લગ્ન વિશે બીબીસી હિંદીને કહ્યું કે “આ મારો પોતાનો નિર્ણય હતો. હું આ પરંપરાને જાણતી હતી. મેં તેને અપનાવી છે.”

પ્રદીપ નેગીનું કહેવું છે કે “અમારી સંસ્કૃતિમાં આ વિશ્વાસ, સારસંભાળ અને સામૂહિક જવાબદારીનો સંબંધ છે.”

કપિલ નેગીએ જણાવ્યું કે, “વિદેશમાં રહેવા છતાં હું આ સંબંધ પ્રત્યે પ્રતિબદ્ધ છું અને મારી પત્નીને સ્થિરતા અને પ્રેમ આપવા માંગું છું.”

આ લગ્ન પરંપરાગત રમલસાર પૂજા પદ્ધતિ હેઠળ થયાં હતાં. આ વિધિમાં ફેરાની જેમ જ હવનકુંડમાં અગ્નિ પેટાવવામાં આવે છે. હવનકુંડની આગની ચારેબાજુ ફેરા નથી લગાવાતા, પરંતુ તેની સામે ઊભા રહીને શપથ લેવામાં આવે છે.

જોડીદારા પ્રથામાં કન્યાનો પક્ષ જાન લઈને વરરાજાના ઘેર જાય છે. તેથી આ પ્રથા ભારતની અન્ય વિવાહ પરંપરાઓ કરતા અલગ માનવામાં આવે છે.

વઝીબ-ઉલ-અર્જ અને કાનૂની માન્યતા

હિમાચલ પ્રદેશમાં જોડીદાર પ્રથાનો ઉલ્લેખ કોલોનિયલ યુગના મહેસુલી દસ્તાવેજોમાં ‘વઝીબ ઉલ અર્જ’ તરીકે કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજ ગામની સામાજિક અને આર્થિક પ્રથાઓને નોંધે છે અને જોડીદારાને હાટી સમુદાયની પરંપરાના રૂપ તરીકે માન્યતા આપે છે.

આ પ્રથાનો હેતુ ખેતીલાયક જમીનના ભાગલા પડતા રોકવાનો અને પરિવારને એકજૂથ રાખવાનો જણાવાયો છે.

હિંદુ વિવાહ અધિનિયમ એક પત્ની સાથે લગ્નને જ માન્યતા આપે છે. આના કારણે આ પ્રકારના લગ્નની કાનૂની સ્થિતિ અંગે સવાલો થાય છે.

હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના વકીલ સુશીલ ગૌતમ કહે છે કે બંને લગ્ન એકસાથે કરવામાં આવ્યાં છે, તેથી હિંદુ મેરેજ ઍક્ટ, 1955ની કલમ 5 અને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 32 લાગુ નથી થતી.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂળિયા

બીબીસી ગુજરાતી હિમાચલ પ્રદેશ યુવતી લગ્ન હાટી સમુદાય જોડીદારા સિરમૌર બહુપતિ પ્રથા

ઇમેજ સ્રોત, ALOK CHAUHAN

ઇમેજ કૅપ્શન, ઉત્તરાખંડમાં હાટી સમુદાય જૌનસારી સમુદાયનો હિસ્સો છે અને તેમની પરંપરાઓ એક સરખી છે

જોડીદારા પ્રથાના મૂળ ટ્રાન્સ ગિરી ક્ષેત્રમાં બહુ ઊંડાં છે. તેને મહાભારતની દ્રોપદીની કહાણી સાથે સાંકળવામાં આવે છે અને તેથી ઘણા લોકો તેને ‘દ્રૌપદી પ્રથા’ તરીકે પણ ઓળખે છે.

હિમાચલ પ્રદેશના પ્રથમ મુખ્ય મંત્રી ડૉક્ટર વાઈ. એસ. પરમારે પોતાના પુસ્તક ‘પૉલિયેન્ડ્રી ઇન ધ હિમાલયાઝ’માં આ પ્રથાના સામાજિક અને આર્થિક કારણો વિશે વિગતવાર વાત કરી છે.

તેમના કહેવા પ્રમાણે “પહાડી વિસ્તારોમાં આ પ્રથા કઠિન પરિસ્થિતિમાં સર્જાઈ હતી, જ્યાં મર્યાદિત ખેતીલાયક જમીનને એક સાથે રાખવી જરૂરી હતી.”

હાટી સમુદાય સાથે સંકળાયેલા વિદ્વાન અને સામાજિક કાર્યકર અમીચંદ હાટી કહે છે કે, “આ પ્રથાને સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત છે અને તે સમુદાયની એકતા અને પરંપરાઓ દર્શાવે છે. તેને સામુદાયિક મૂલ્યોના સંરક્ષણ તરીકે જોવી જોઈએ.”

કેન્દ્રીય હાટી સમિતિના મહાસચિવ કુંદન સિંહ શાસ્ત્રીનું કહેવું છે કે આ પ્રથા બહુ જૂની છે અને તેનો ઉદ્દેશ્ય પરિવારની એકતા જાળવી રાખવાનો છે.

સામાજિક ચર્ચા અને ટીકા શરૂ થઈ

આ લગ્ન પછી સામાજિક અને નૈતિક ચર્ચા પણ શરૂ થઈ છે. કેટલાક લોકો તેને સહમતિ અને વ્યક્તિગત પસંદગીનો મામલો ગણાવે છે, જ્યારે ઘણા સંગઠનો તેને મહિલાના અધિકારોની વિરુદ્ધ ગણાવે છે.

ઑલ ઇન્ડિયા ડેમોક્રેટિક વીમેન્સ એસોસિયેશનના મહાસચિવ મરિયમ ધાવલેએ કહ્યું કે “આ પ્રથા મહિલાઓના શોષણને પ્રોત્સાહન આપે છે અને તેમના મૌલિક અધિકારોનો ભંગ કરે છે.”

હિમાચલ પ્રદેશમાં સીપીઆઈએમના પૂર્વ રાજ્ય સચિવ ડૉ. ઓંકાર શદે પણ આ પ્રથાને બંધારણ અને કાયદાની વિરુદ્ધ ગણાવી હતી.

હિમાચલ પ્રદેશ સરકારના ઉદ્યોગમંત્રી અને શિલાઈના ધારાસભ્ય હર્ષવર્ધન ચૌહાણે કહ્યું કે “આ શિલાઈની જૂની પરંપરા છે. પ્રદીપ અને કપિલે આ પ્રથાને જીવંત રાખીને પોતાના સાંસ્કૃતિક વારસાને સન્માન આપ્યું છે.”

હાટી સમુદાયની અન્ય લગ્નપ્રથાઓ

બીબીસી ગુજરાતી હિમાચલ પ્રદેશ યુવતી લગ્ન હાટી સમુદાય જોડીદારા સિરમૌર બહુપતિ પ્રથા

ઇમેજ સ્રોત, ALOK CHAUHAN

ઇમેજ કૅપ્શન, સિરમૌરમાં 150થી વધુ ગ્રામ પંચાયતો ગિરિપાર ક્ષેત્રમાં આવે છે જ્યાં હાટી સમુદાયના 1.5 લાખથી વધુ લોકો રહે છે

જોડીદારા ઉપરાંત હાટી સમુદાયમાં લગ્નની ચાર અન્ય પરંપરાઓ પણ પ્રચલિત છે.

બાળ વિવાહમાં ગર્ભાવસ્થામાં જ બાળકોના લગ્ન નક્કી કરવામાં આવે છે. જોકે, મોટા થયા પછી તેમની સહમતિ પછી જ લગ્ન કરવામાં આવે છે.

જાજડા વિવાહમાં વર પક્ષ લગ્નનો પ્રસ્તાવ આપે છે અને સહમતિ મળે ત્યારે વિધિ પૂરી કરવામાં આવે છે. આ પ્રથામાં પણ હવનકુંડ લગાવીને લગ્ન કરવામાં આવે છે.

જ્યારે કોઈ પરિણીત મહિલા પોતાના સાસરિયાથી તમામ સંબંધો ખતમ કરીને બીજા લગ્ન કરે ત્યારે ખિતાઈયો વિવાહ થાય છે.

જ્યારે કોઈ મહિલા પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે, ત્યારે તેને હાર વિવાહ કહેવામાં આવે છે.

સમયની સાથે બદલાતી પરંપરા

જાણકારોનું કહેવું છે કે જોડીદારા પ્રથાથી લગ્નો હવે બહુ ઓછા જોવા મળે છે.

સામાજિક કાર્યકર્તા રમેશ સિંગટાએ કહ્યું કે “આ પ્રથા હવે માત્ર અમુક ગામોમાં જ જોવા મળે છે અને મોટા ભાગના લગ્નો ધામધૂમ વગર થાય છે.”

જોકે, તાજેતરમાં થયેલા આ લગ્ને સોશિયલ મીડિયા અને હાટી સમુદાયને મળેલા અનુસૂચિત જનજાતિના દરજ્જાના કારણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

હાટી સમુદાયની કુલ વસ્તી વિશે કોઈ સત્તાવાર આંકડો નથી. પરંતુ આ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માંગણી કરવામાં આવી, ત્યારે તેમની અંદાજિત વસ્તી 2.5 લાખથી ત્રણ લાખ વચ્ચે દર્શાવાઈ હતી. તેમાં સિરમૌરના ટ્રાન્સગિરી ક્ષેત્રના લગભગ દોઢથી બે લાખ લોકો સામેલ છે.

હાટી સમુદાયનો પરિચય

સિરમૌર જિલ્લામાં 150થી વધુ ગ્રામ પંચાયતો ગિરિપાર ક્ષેત્રમાં આવે છે. સમુદાયના કેટલાક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં કોઈ કાયમી બજાર ન હતું. વેપાર માટે લોકો આસપાસના વિસ્તારોમાંથી આવીને અહીં કામચલાઉ હાટ લગાવતા હતા. તેથી સમયની સાથે આ સમુદાય હાટી તરીકે ઓળખાવા લાગ્યો.

સામાજિક કાર્યકર્તા રમેશ સિંગટા મુજબ સ્થાનિક હાટ બજારોમાં ઘરેલુ ઉત્પાદનો વેચવાની જૂની પરંપરા સાથે પણ હાટી નામ સંકળાયેલ છે. ઉત્તરાખંડમાં હાટી સમુદાય જૌનસારી સમુદાયનો હિસ્સો ગણવામાં આવે છે અને તેમની પરંપરાઓમાં ઘણી સમાનતા છે.

કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશના હાટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપ્યો હતો. જોકે, જાન્યુઆરી 2024માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે ગિરીપાર અનુસૂચિત જાતિ સુરક્ષા સમિતિની અરજીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય સામે સ્ટે આપ્યો હતો.

સમિતિનું કહેવું છે કે હાટી સમુદાયને એસટીનો દરજ્જો આપવાથી હાલની અનામત વ્યવસ્થાને અસર થઈ શકે છે અને અનુસૂચિત જાતિઓના અધિકારો પર અસર પડી શકે છે.

આ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો પ્રાપ્ત છે, પરંતુ તેને તેની સુવિધાઓ નથી મળી રહી.

ઉત્તરાખંડ (તે સમયના ઉત્તર પ્રદેશન)ના હાટી સમુદાયને વર્ષ 1967માં અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળી ચૂક્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

‘સૈયારા’ ફિલ્મને કોરિયન ફિલ્મ ‘એ મૉમેન્ટ ટૂ રિમેમ્બર’ની રિમેક કહેવી કેટલી યોગ્ય છે?

0

[ad_1]

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, YRF/INSTAGRAM

ઇમેજ કૅપ્શન, મોહિત સૂરી નિર્દેશિત ફિલ્મ ‘સૈયારા’ 18 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી.

સિનેમાઘરોમાંથી લઈને સોશિયલ મીડિયા સુધી આજકાલ યશરાજ ફિલ્મ્સની નવી ફિલ્મ ‘સૈયારા’ની ચર્ચા ચાલી રહી છે.

ફિલ્મ સૈયારાને લઈને દર્શકોમાં ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, ખાસ કરીને યુવાઓમાં. જાણકારોનું કહેવું છે કે એક અલગ પ્રેમ કહાણી, સુંદર સંગીત અને અહાન પાંડે તથા અનીત પઢ્ઢા જેવા નવા ચહેરાઓનો સીમિત પ્રચાર સાથે લૉન્ચ કરવાની રણનીતિને કારણે આ ફિલ્મને મોટી સફળતા મળી છે. જોકે, કેટલાક તેની આલોચના કરતા કહે છે કે તે એક કોરિયન ફિલ્મની રિમેક છે.

ફિલ્મનાં ભાવનાત્મક દૃશ્યોને જોતા યુવાનોની આંખોમાં આંસુ છે અને હાઉસફૂલ થિયેટરોના કારણે નિર્માતાઓના ચહેરા પર ખુશી છે.

પરંતુ સફળતાની આ લહેર વચ્ચે, આ ચર્ચા પણ તેજ બની રહી છે કે શું ‘સૈયારા’ કોરિયન ક્લાસિક ફિલ્મ ‘A Moment to Remember’ની રીમેક છે?

જો તમે ‘સૈયારા’ જોઈ નથી, તો આ સ્ટોરીમાં કેટલાંક સ્પૉઇલર્સ હોઈ શકે છે.

કઈ ફિલ્મ છે ‘A Moment to Remember’ ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, NETFLIX

ઇમેજ કૅપ્શન, ‘A Moment to Remember’ વર્ષ 2004માં રિલીઝ થઈ હતી અને જબરદસ્ત હિટ થઈ હતી

‘A Moment to Remember’ વર્ષ 2004માં રિલીઝ થયેલી એક દક્ષિણ કોરિયન રોમૅન્ટિક ફિલ્મ છે, જે કોરિયા ઉપરાંત જાપાનમાં પણ ખૂબ જ સફળ રહી હતી.

ફિલ્મની કહાની જાપાનની એક ટીવી સિરીઝ ‘પ્યૉર સોલ’ પરથી પ્રેરિત છે.

2012માં તેનું ‘ઇવિમ સેન્સિન’ નામે તુર્કીમાં એક અધિકૃત રીમેક પણ બનાવવામાં આવ્યું હતું.

‘A Moment to Remember’ની વાર્તા હીરો ચોઇ ચુલ-સૂ અને હીરોઈન કિમ સૂ-જિનની આસપાસ ફરે છે, જે બંને અલગ-અલગ સામાજિક વર્ગમાંથી આવે છે.

ચોઇ ચુલ-સૂ (જંગ વૂ-સંગ) એક કડક સ્વભાવ ધરાવતી પરંતુ અંદરથી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે, જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે. તેનું સપનું છે કે તેઓ એક આર્કિટેક્ટ બને.

બીજી તરફ કિમ સૂ-જિન એક ફૅશન ડિઝાઇનર છે, જે તાજેતરમાં તૂટી ગયેલા સંબંધમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે.

બંનેની મુલાકાત થાય છે, જે ધીમે ધીમે પ્રેમમાં બદલાય છે અને પછી લગ્નમાં.

પરંતુ લગ્ન પછી થોડા સમયમાં એક કડવું સત્ય સામે આવે છે — પત્ની કિમ સૂ-જિનને અલ્ઝાઇમરની શરૂઆત થઈ ગઈ છે.

એનો અર્થ એ છે કે ધીમે ધીમે તેની યાદશક્તિ ખોવાઈ રહી છે.

બંને ફિલ્મોની તુલના

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, INSTAGRAM/YRF

ઇમેજ કૅપ્શન, હીરોઇન તરીકે અનીત પઢ્ઢાની આ પહેલી ફિલ્મ છે.

‘સૈયારા’માં હીરોઇન અનીત પઢ્ઢાનું પાત્ર ‘વાણી’ પણ અલ્ઝાઇમરની શરૂઆતની સ્થિતિનો સામનો કરે છે. તે પણ તૂટી ગયેલા સંબંધમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે.

આ જ સમાનતા છે જેના કારણે ઘણા લોકો ‘સૈયારા’ને ‘A Moment to Remember’ની રીમેક ગણાવે છે.

‘A Moment to Remember’માં હીરો-હીરોઇનનાં લગ્ન કહાણીની શરૂઆતમાં જ થઈ જાય છે અને ત્યારબાદ સૂ-જિનને અલ્ઝાઇમર હોવાનું સત્ય બહાર આવે છે.

આ પછીની આખી વાર્તા એ જંગ પર આધારિત છે — એક એવો પતિ જે પોતાની પત્નીની યાદશક્તિ ધીમે ધીમે ખોવાતી જોઈ રહ્યો છે, પણ છતાં પણ તેને પકડી રાખે છે.

જ્યારે ‘સૈયારા’માં વાર્તાની દિશા થોડી જુદી છે.

જ્યાં ‘A Moment to Remember’ એક પરિપક્વ દંપતીનો ભાવનાત્મક સંઘર્ષ બતાવે છે, ત્યાં ‘સૈયારા’માં યુવાન પ્રેમની નિર્દોષતા જોવા મળે છે.

અહીં હીરો-હીરોઇન ‘કૃષ’ અને ‘વાણી’નો સંબંધ ધીમે ધીમે વિકસે છે અને બંનેનાં લગ્ન ફિલ્મના અંતિમ ભાગમાં થાય છે.

સૈયારા ફિલ્મમાં શું અલગ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍક્ટર અહાન પાંડે તથા અનીત પઢ્ઢાની કેમિસ્ટ્રી લોકોને પસંદ આવી છે.

‘સૈયારા’માં તે સામાજિક વર્ગના ટકરાવની કોઈ ઝાંખી જોવા મળતી નથી, જે કોરિયન મૂળ ફિલ્મ ‘A Moment to Remember’નો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો.

‘A Moment to Remember’થી અલગ, ‘સૈયારા’માં બંને પાત્રોની પૃષ્ઠભૂમિ સંગીત સાથે જોડાયેલી છે.

ફિલ્મમાં એક ગાયકના સંઘર્ષની વાત છે અને ગીતો આ ભાવનાત્મક વાર્તામાં એક પાત્ર તરીકે ઊભરી આવે છે.

આ બાબતો ‘સૈયારા’ને ‘A Moment to Remember’ના સીધા રીમેકથી અલગ બનાવે છે.

પરંતુ તેમ છતાં, ‘સૈયારા’ પર કોરિયન ફિલ્મનો અસર સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી.

ઇત્તેફાક પણ એક અજાયબી તો છે જ, ખાસ કરીને જ્યારે તે વારંવાર થઈ રહ્યો હોય.

બંને ફિલ્મોમાં હીરોઇન અલ્ઝાઇમરના શરૂઆતના સ્ટેજમાં છે, તેની યાદદાશ્ત ખોવાઈ રહી છે, તે ઍક્સ-બૉયફ્રૅન્ડ સાથે જોવા મળે છે.

બંને વાર્તાઓમાં છોકરી ક્યાંક ભાગી જાય છે અને પછી હીરો તેને જૂની સુવર્ણ પળોની યાદ અપાવે છે.

‘સૈયારા’નું એક દૃશ્ય તો એવું છે જે વાર્તા અને ફિલ્માંકન બંને દૃષ્ટિએ કોરિયન ફિલ્મની સીધી નકલ લાગે છે.

આ ખાસ સિક્વન્સમાં હીરોઇન વાણી (અનીત પઢ્ઢા) તેના ઍક્સ-બૉયફ્રૅન્ડ સાથે છે.

કૃષ ગુસ્સામાં હુમલો કરે છે. એ સમયે વાણીની યાદદાશ્ત ડગમગાય છે અને તે અચાનક છરીથી કૃષ પર હુમલો કરે છે.

‘A Moment to Remember’માં પણ સૂ-જિન અને ચુલ-સૂ વચ્ચે બિલકુલ આવું જ દૃશ્ય છે.

આ દૃશ્ય બંને ફિલ્મો જોઈ ચૂકેલા દર્શકો દ્વારા તરત ઓળખી કાઢવામાં આવ્યું અને તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયું.

પ્રેરણા ક્યાંથી પણ આવી શકે છે — કોરિયન ફિલ્મ, કોઈ જૂની વાર્તા, અથવા પછી કોઈ ઉદાસ સાંજનો સૂરજ.

અને તેમ છતાં, પ્રેરણાને ‘રીમેક’ ન કહી શકાય.

જેમ કે યશરાજ ફિલ્મ્સે અત્યાર સુધી ‘સૈયારા’ને રીમેક નથી કહી.

હવે શક્ય છે કે કાલે કહી પણ દે.

પણ જે દર્શકો બંને ફિલ્મો જોઈ ચૂક્યા છે, તેમનું દિલ જ સાચો ન્યાય કરી શકે.

પરંતુ આ પહેલી વાર નથી જ્યારે નિર્દેશક મોહિત સૂરી કોરિયન ફિલ્મોથી પ્રેરિત થયા હોય.

મોહિત સૂરીની ‘પ્રેરણા’ની સફર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images

ઇમેજ કૅપ્શન, નિર્દેશક મોહિત સૂરી

રોમાન્સ, દુઃખ અને થ્રિલની લાઇનોને જોડવામાં નિપુણ મોહિત સૂરી પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના ભાણેજ છે.

2005માં ભટ્ટ ફિલ્મ્સની ફિલ્મ ‘ઝહર’ સાથે તેમણે નિર્દેશક તરીકે પોતાના સફરની શરૂઆત કરી.

ફિલ્મમાં હીરો તેમના કઝિન ઇમરાન હાશમી હતા.

આ ફિલ્મ હોલીવૂડની ‘આઉટ ઑફ ટાઇમ’ (2003) પરથી પ્રેરિત હતી.

શરૂઆતથી જ મોહિત સૂરીએ ભટ્ટ કૅમ્પની સુપરહિટ મ્યુઝિક પરંપરાને મજબૂતીથી પકડી રાખી.

2006માં તેમણે કંગના રનૌત અને શાઇની આહૂજા સાથે હિટ ફિલ્મ ‘વો લમ્હે’નું નિર્દેશન કર્યું, જે મહેશ ભટ્ટ-પરવીન બાબીની વાર્તા પર આધારિત હતી.

કોરિયન ફિલ્મો સાથે તેમનો સંબંધ 2007માં આવેલી તેમની ફિલ્મ ‘આવારાપન’થી શરૂ થયો.

આ ફિલ્મની વાર્તા દક્ષિણ કોરિયાની હિટ ફિલ્મ ‘A Bittersweet Life’ પરથી પ્રેરિત હતી.

આ જ ફિલ્મથી મોહિત સૂરીનો સિગ્નેચર સ્ટાઇલ શરૂ થઈ — ‘પ્રેમમાં ડૂબેલાં, આત્મા સુધી તૂટી ગયેલાં પાત્રો’, જે જુનૂન અને તબાહીના કાંઠે ઊભાં હોય છે.

તેમની આગળની ફિલ્મોમાં પણ આવા જ હીરો-હીરોઇન જોવાં મળ્યાં.

તેમની સુપરહિટ ફિલ્મ ‘મર્ડર 2’ કોરિયન ફિલ્મ ‘The Chaser’ પરથી પ્રેરિત હતી,

‘આશિકી 2’ હોલીવૂડ ફિલ્મ ‘A Star is Born’ પરથી અને ‘એક વિલન’માં ‘I Saw the Devil’ની ઝાંખી જોવા મળી.

સુન રહા હૈ ના તૂ, તેરી ગલીયાં, હમદર્દ જેવી ફિલ્મોનાં ગીતો યુવા વર્ગમાં ખૂબ લોકપ્રિય થયાં.

જોકે, મોહિત સૂરી હંમેશા આ વાતથી ઇન્કાર કરતા રહ્યા કે તેમની ફિલ્મો કોરિયન ફિલ્મોથી પ્રભાવિત છે.

નવાઈની વાત એ છે કે ‘એક વિલન’ પછી તેમની નિર્દેશિત ચાર ફિલ્મો —’હમારી અધૂરી કહાની’ (2015), ‘હાફ ગર્લફ્રૅન્ડ’ (2017), ‘મલંગ’ (2020), અને ‘એક વિલન રિટર્ન્સ’ (2022)-જે વિદેશી ફિલ્મોથી પ્રેરિત નહોતી, તે બધી બધી ફ્લૉપ સાબિત થઈ હતી.

જો સફળતાની શોધમાં ‘સૈયારા’એ થોડું દુઃખ, થોડું ઝનૂન અને થોડી પળો, કોરિયન ફિલ્મનાં ભાવનાત્મક પાત્રોથી ઉધાર લીધી પણ હોય શકે.

આ ઉધારીની સુંદરતાથી દર્શકોના દિલને સ્પર્શી જવું અને તેને પોતાના રંગમાં ઢાળી ફરીથી દર્શકોને સિનેમાહૉલ સુધી ખેંચી લાવવું, એ કોઈ આ સામાન્ય વાત નથી.

બોલીવૂડને કોરિયન ફિલ્મો કેમ પસંદ આવે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બોલીવૂડમાં પહેલાં પણ કોરિયન ફિલ્મોથી પ્રેરિત થઈને ફિલ્મો બનતી રહી છે

માત્ર ‘સૈયારા’ કે મોહિત સૂરીની વાત નથી, બોલીવૂડ વર્ષો સુધી કોરિયન ફિલ્મોથી પ્રેરિત થતું રહ્યું છે.

કોરિયન ક્લાસિક ‘ઑલ્ડ બૉય’ પરથી સંજય ગુપ્તાએ સંજય દત્ત-જોન અબ્રાહમ સાથે ‘ઝિંદા’ બનાવી,

પછી ‘7 ડેઝ’ પરથી ઇરફાન-ઐશ્વર્યા સાથે ‘જઝ્બા’,

સલમાન ખાનની ફિલ્મો ‘રાધે’ અને ‘ભારત’ પણ કોરિયન ફિલ્મ ‘The Outlaws’ અને ‘Ode to My Father’ની રીમેક હતી.

આ ઉપરાંત ‘અગલી ઔર પગલી’, ‘રૉકી હૅન્ડસમ’, ‘ધમાકા’ જેવી રોમૅન્ટિક અને થ્રિલર ફિલ્મોની વાર્તા પણ કોરિયા પરથી આવી છે.

તો એવું શું ખાસ છે કે બોલીવૂડ કોરિયન વાર્તાઓ તરફ વળે છે?

અસલમાં મેઇનસ્ટ્રીમ બોલીવૂડ અને કોરિયન કૉમર્શિયલ સિનેમા વચ્ચે ઘણા ઊંડા સાંસ્કૃતિક તંતુઓ જોવા મળે છે.

હોલીવૂડ અને યુરોપિયન ફિલ્મોથી અલગ, બોલીવૂડની ફિલ્મોમાં ઘણીવાર અનેક શૈલીઓ ભેગી કરવામાં આવે છે —દર્શકોને ભાવનાઓ, ડ્રામા, ઍક્શન અને રોમાન્સ બધું એક સાથે મળે છે.

કોરિયાની ઘણી ફિલ્મો અને સિરીઝ પણ આવી જ રીતે ભાવનાઓની એક આખી દુનિયા રચે છે, જ્યાં મનોરંજનની સુંદર જાળ પાથરવામાં આવે છે અને વાર્તામાં અનેક શૈલીઓ મિક્સ થાય છે.

અન્ય સમાનતાઓ પણ છે. કોરિયન ટીવી સિરીઝ (K-Drama) મજબૂત લાગણીઓ અને માનવીય સંબંધો પર ધ્યાન આપે છે — જેમ કે માતા-પુત્રીનો સંબંધ અથવા પહેલો પ્રેમ. ભારતીય દર્શકો આ લાગણીઓ સાથે સરળતાથી જોડાઈ શકે છે. આ વાર્તાઓમાં કુટુંબ, સન્માન, મહેનત અને માનવતા જેવાં મૂલ્યોને મહત્ત્વ આપવામાં આવે છે — જે ભારતીય સમાજમાં પણ મહત્ત્વપૂર્ણ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તે અંગ્રેજી ફિલ્મોથી અલગ છે અને મોટાભાગની કોરિયન વાર્તાઓ સાદગી અને સંવેદનશીલતા સાથે રજૂ થાય છે,

જેમાં અશ્લીલતા અથવા અતિશય કામુક દૃશ્યો નથી — જેથી તેને પરિવાર સાથે જોઈ શકાય છે.

કોવિડ લૉક-ડાઉન દરમિયાન આ જ સમાનતાઓના કારણે ભારતીય દર્શકો હિંદી અથવા અંગ્રેજીમાં ડબ કરેલી કોરિયન ટીવી સિરીઝ તરફ વળ્યા. Netflixની સૌથી સફળ સિરીઝ પણ કોરિયન ‘Squid Game’ રહી છે.

આ પહેલાં Parasite, Crash Landing on You, It’s Okay to Not Be Okay, The Queen’s Classroom જેવી ફિલ્મો અને K-Drama ભારતમાં ખૂબ લોકપ્રિય રહી છે.

હવે જ્યારે યશરાજની ‘સૈયારા’ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય નિર્માતા પણ પ્રેમ અને ભાવનાઓની આ ‘કોરિયન લહેર’ની રોકડી કરવામાં પાછળ નહીં રહે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ભારત વિ. ઇંગ્લૅન્ડ : રવીન્દ્ર જાડેજાએ સદી માર્યા પહેલાં બેન સ્ટોક્સ જોડે હાથ કેમ ના મિલાવ્યા, મેદાનમાં શું વિવાદ થયો હતો?

0

[ad_1]

ભારત, ઇંગ્લૅન્ડ, ક્રિકેટ ટેસ્ટમૅચ, માન્ચેસ્ટર, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, બેટિંગ, બૉલિંગ, શુભમન ગિલ, ડ્રૉ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લૅન્ડની ટીમના કૅપ્ટન બેન સ્ટોક્સ સાથે હાથ મિલાવીને મૅચ ડ્રૉ કરવાનો ઇન્કાર કર્યો કારણકે તેઓ ‘સદી’ પૂર્ણ કરવા માગતા હતા. આ વિવાદ થયો ત્યારે જાડેજા 89 અને વૉશિંગ્ટન સુંદર 80 રન પર રમતા હતા.

માન્ચેસ્ટર ટૅસ્ટમૅચમાં એક તબક્કે ભારતની ટીમ 311 રન પાછળ હતી. તેની શૂન્ય રને બે વિકેટો પડી ચૂકી હતી પરંતુ ભારતના બૅટ્સમૅનોએ હાર નહીં માની. રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરની ઐતિહાસિક ઇનિંગને કારણે ઇંગ્લૅન્ડના બૉલરો લાચાર થઈ ગયા હતા. આને આખરે ઇંગ્લૅન્ડના મોઢામાં આવેલો જીતનો કોળિયો ભારતે છીનવી લીધો અને મૅચ ડ્રૉ થઈ ગઈ.

આ મુકાબલો ઘણો ઐતિહાસિક રહ્યો.

ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગમાં 669 રન બનાવ્યા બાદ ભારત 311 રન પાછળ હતું. ભારતની બીજી ઇનિંગમાં પહેલી જ ઓવરમાં તેના બે બૅટ્સમૅનો આઉટ થઈ ગયા હતા જેને કારણે ભારત પર હારનું જોખમ તોળાતું હતું. પરંતુ કેએલ રાહુલ અને કૅપ્ટન શુભમન ગિલે પારીને સંભાળી.

તેમની વચ્ચે 188 રનની ભાગેદારી તથા ત્યાર બાદ રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરની શાનદાર પારીએ ઇંગ્લૅન્ડના બૉલરોને વિકેટ માટે તરસાવી દીધા. ગિલે પણ સદી ફટકારી અને જાડેજા તથા સુંદરે પણ સદી બનાવી. જાડેજા અને સુંદર વચ્ચે 203 રનની ભાગેદારી થઈ.

મૅચ ડ્રૉ થઈ ત્યારે ભારતે ચાર વિકેટોના ભોગે 425 રન બનાવ્યા હતા અને રવીન્દ્ર જાડેજા 107 રન બનાવીને અને સુંદર 101 રને નૉટઆઉટ રહ્યા હતા. આ સિરીઝમાં ભારત 1-2થી પાછળ છે.

જાડેજાએ બેન સ્ટોક્સ સાથે હાથ મિલાવવાનો કર્યો ઇન્કાર

ભારત, ઇંગ્લૅન્ડ, ક્રિકેટ ટેસ્ટમૅચ, માન્ચેસ્ટર, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, બેટિંગ, બૉલિંગ, શુભમન ગિલ, ડ્રૉ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચોથી ટેસ્ટમૅચમાં રવીન્દ્ર જાડેજાએ પોતાની ટેસ્ટ કૅરિયરની પાંચમી સદી ફટકારી.

જ્યારે ઇંગ્લૅન્ડ ટીમના કૅપ્ટન બેન સ્ટોક્સને મૅચમાં કોઈ પરિણામ નહીં દેખાતા તેઓ જાડેજા સાથે હાથ મિલાવીને મૅચને ડ્રૉ જાહેર કરીને પૂર્ણ કરવા માગતા હતા, પરંતુ જાડેજાએ આમ કરવાનો ઇન્કાર કર્યો.

હકીકતમાં ચોથી ટેસ્ટમૅચના છેલ્લા દિવસે બેન સ્ટોક્સની ટીમ ભારતીય બૅટ્સમૅનોને આઉટ કરવામાં નિષ્ફળ રહી, જેના કારણે સ્ટોક્સે મૅચને ડ્રૉ ડિક્લેર કરીને પૂરી કરવાનો નિર્ણય લીધો. પરંતુ રવીન્દ્ર જાડેજાએ તેમની સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કર્યો.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍન્ડરસન-તેંડુલકર ટ્રૉફીની ચોથી ટેસ્ટમૅચમાં છેલ્લા દિવસે ખાસ ઉતાર-ચઢાવ જોવા મળ્યા નહીં, પરંતુ અંતિમ એક કલાકમાં રોમાંચ શિખરે પહોંચી ગયો. ભારતે 386/4નો સ્કોર બનાવ્યો હતો અને માત્ર 15 ઓવરો બાકી હતી. કોઈ પરિણામ નીકળતું દેખાતું નહોતું, ત્યારે ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરને હાથ મિલાવીને મૅચ ડ્રૉ કરવાનો પ્રસ્તાવ આપ્યો. પરંતુ ભારતીય ટીમે આ પ્રસ્તાવને નકારી દીધો, જેના કારણે બેન સ્ટોક્સ નારાજ થઈ ગયા.

અમ્પાયરો દ્વારા પણ સ્ટોક્સનો પ્રસ્તાવ ભારતીય ખેલાડીઓ સુધી પહોંચાડવામાં આવ્યો, પરંતુ જવાબ એ જ રહ્યો. ભારતે રમત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ સૌથી પહેલા રવીન્દ્ર જાડેજાએ પોતાની સદી પૂર્ણ કરી અને પછી વૉશિંગ્ટન સુંદરએ પણ શતકીય ઇનિંગ રમી. ત્યારબાદ જ ભારતીય ખેલાડીઓએ મૅચ પૂરી કરવાનો નિર્ણય લીધો. જણાવી દઈએ કે જ્યારે આ વિવાદ થયો ત્યારે જાડેજા 89 અને વૉશિંગ્ટન સુંદર 80 રન પર રમતા હતા.

બેન સ્ટોક્સ નારાજ થઈ ગયા

ભારત, ઇંગ્લૅન્ડ, ક્રિકેટ ટેસ્ટમૅચ, માન્ચેસ્ટર, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, બેટિંગ, બૉલિંગ, શુભમન ગિલ, ડ્રૉ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૅચના છેલ્લા દિવસે અંતિમ કલાકમાં કોઈ પરિણામ ન દેખાતા બેન સ્ટોક્સ મૅચને ડ્રૉ ડિક્લેર કરીને હાથ મિલાવવા માગતા હતા પરંતુ જાડેજાએ તેનો ઇન્કાર કરતા તેઓ નારાજ થઈ ગયા હતા.

જોકે, ત્યારબાદ ઇંગ્લૅન્ડની ટીમ અને સ્ટોક્સ નારાજ દેખાયા. ઇંગ્લૅન્ડના તમામ ખેલાડીઓ આ દરમિયાન જાડેજાને સ્લૅજ કરી રહ્યા હતા. ત્યારબાદ હેરી બ્રૂક બૉલિંગ કરવા આવ્યા અને તેમણે ખૂબ જ ઢીલી બૉલિંગ કરી, એવું દર્શાવ્યું કે તેઓ બંને બૅટ્સમૅનને શતક બનાવવામાં મદદ કરવા માંગે છે. અંતે જાડેજાએ છક્કો અને સુંદરે બાઉન્ડરી ફટકારીને પોતપોતાની સદી પૂર્ણ કરી.

જોકે, બંનેની સદી પૂર્ણ થયા બાદ મૅચને ડ્રૉ જાહેર કરવામાં આવી ત્યારે જાડેજા અને સ્ટોક્સે હાથ મિલાવ્યા હતા.

ભારત મૅચ ડ્રૉ કરવામાં સફળ

ભારત, ઇંગ્લૅન્ડ, ક્રિકેટ ટેસ્ટમૅચ, માન્ચેસ્ટર, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, બેટિંગ, બૉલિંગ, શુભમન ગિલ, ડ્રૉ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જાડેજા-સુંદર વચ્ચેની શાનદાર 203 રનની ભાગેદારીને કારણે ભારત મૅચને ડ્રૉ કરવામાં સફળ રહ્યું.

ભારતીય ટીમ રવિવારે ઇંગ્લૅન્ડ સામે ચોથી ટેસ્ટમૅચ ડ્રૉ કરાવવામાં સફળ રહી. ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગમાં 669 રન બનાવી 311 રનની વિશાળ લીડ મેળવી હતી. તેના જવાબમાં ભારતે કેએલ રાહુલ-શુભમન ગિલ વચ્ચે અને પછી રવીન્દ્ર જાડેજા-વૉશિંગ્ટન સુંદર વચ્ચે થયેલી શતકીય ભાગીદારીના કારણે મૅચના અંતિમ દિવસે બીજી ઇનિંગમાં લીડ મેળવવામાં સફળતા મેળવી, જેના કારણે ઇંગ્લૅન્ડનું મૅચ જીતવાનું સપનું તૂટી ગયું.

પ્રથમ ઇનિંગમાં 311 રનના મોટા તફાવતથી પાછળ રહી ગયેલી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં ખાતું ખોલ્યા વિના બે વિકેટ ગુમાવ્યા છતાં ચાર વિકેટે 425 રન બનાવ્યા. ભારત તરફથી શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરે સદી ફટકારી હતી.

ભારતની બીજી ઇનિંગમાં ખરાબ શરૂઆત

ભારત, ઇંગ્લૅન્ડ, ક્રિકેટ ટેસ્ટમૅચ, માન્ચેસ્ટર, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, બેટિંગ, બૉલિંગ, શુભમન ગિલ, ડ્રૉ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વૉશિંગ્ટન સુંદરે પણ તેની કૅરિયરની પહેલી ટેસ્ટ સદી ફટકારી.

ભારતની બીજી ઇનિંગની શરૂઆત ખૂબ ખરાબ રહી. ટીમે પ્રથમ ઓવરમાં જ યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ શુભમન ગિલ અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજા વિકેટ માટે 421 બૉલમાં 188 રનની ભાગીદારી થઈ.

બેન સ્ટોક્સે આ ભાગીદારી તોડી. મૅચના પાંચમા દિવસે ભારતે કેએલ રાહુલની વિકેટ ગુમાવી. રાહુલ 230 બૉલમાં 90 રન બનાવી પેવેલિયન પરત ફર્યા. કૅપ્ટન શુભમન ગિલ 238 બૉલમાં 103 રન બનાવી આઉટ થયા. તેમને આર્ચરે આઉટ કર્યા.

વૉશિંગ્ટન સુંદર (101) અને રવિન્દ્ર જાડેજા (107) એ શતકીય ઇનિંગ રમી. ઇંગ્લૅન્ડે શનિવારે પ્રથમ ઇનિંગમાં 669 રન બનાવી 311 રનની વિશાળ લીડ મેળવી હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 358 રન બનાવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

અજાણ્યા લોકોને કેમ ઘરે બોલાવીને આ લોકો મિજબાની કરે છે?

0

[ad_1]

વીડિયો કૅપ્શન, અજાણ્યા લોકોને કેમ ઘરે બોલાવીને આ લોકો મિજબાની કરે છે?

અજાણ્યા લોકોને કેમ ઘરે બોલાવીને આ લોકો મિજબાની કરે છે?

લોકો સામાન્ય રીતે અજાણ્યા લોકોને હળવા-મળવા દેવાનું ટાળતા હોય છે અને ઘરે બોલાવવાનું તો બિલકુલ પસંદ ન કરે, પરંતુ દેશભરમાં કેટલાક લોકો આવી માન્યતાને તોડી રહ્યા છે.

જ્યાં અજાણ્યા લોકોને પોતાના ઘરે આમંત્રિત કરવામાં આવે છે અને પછી લિવિંગ રૂમમાં ચર્ચાઓનો દોર શરૂ થાય છે.

ઝડપભેર બદલાતી જીવનશૈલીની વચ્ચે આ રીતે તેઓ ભારતીય સમાજમાં વિસરાઈ ગયેલી એક પ્રથાને પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બીબીસી ગુજરાતી
અજાણ્યા લોકોને કેમ ઘરે બોલાવીને આ લોકો મિજબાની કરે છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

જગદીપ ધનખડે કઈ પરિસ્થિતિમાં રાજીનામું આપ્યું અને હવે કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ?

0

[ad_1]

બીબીસી ગુજરાતી, ગુજરાત, જગદીપ ધનખડ, ઉપરાષ્ટ્રપતિ, રાજીનામું, ભાજપ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિપદ પરથી રાજીનામાની જાહેરાત કરી હતી

સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈના રોજથી શરૂ થયું. એ દિવસે રાજ્યસભાના સભાપતિ તરીકે દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજ્યસભાની કાર્યવાહીનું સંચાલન કર્યું.

પરંતુ 21 જુલાઈની રાત્રે ભારતના ઉપરાષ્ટ્રપતિના આધિકારિક ઍક્સ એકાઉન્ટ પર તેમનું રાજીનામું આવી ગયું.

રાષ્ટ્રપતિને લખેલા આ રાજીનામામાં જગદીપ ધનખડે પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપ્યો હતો. પરંતુ વિપક્ષ અને ઘણા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે તેમના રાજીનામાનું કારણ માત્ર તેમનું સ્વાસ્થ્ય હોવાનું નથી લાગતું.

બીબીસીના સાપ્તાહિક કાર્યક્રમ, ‘ધ લેન્સ’માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝ્મ મુકેશ શર્માએ જગદીપ ધનખડના રાજીનામા, તેની પાછળનાં સંભવિત કારણોથી માંડીની વિપક્ષની પ્રતિક્રિયા અને આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હોઈ શકે, એ વાત અંગે ચર્ચા કરી.

આ ચર્ચામાં મુકેશ શર્મા સાથે બીબીસી હિંદીના પૂર્વ સંપાદક સંજય શ્રીવાસ્તવ, વરિષ્ઠ પત્રકાર સબા નકવી અને ધ હિંદુનાં વરિષ્ઠ પત્રકાર શ્રીપર્ણા ચક્રવર્તી સામેલ થયાં.

જગદીપ ધનખડે રાજીનામું કેમ આપ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, જગદીપ ધનખડ, ઉપરાષ્ટ્રપતિ, રાજીનામું, ભાજપ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, @SansadTV

ઇમેજ કૅપ્શન, જગદીપ ધનખડ

ધનખડના રાજીનામા અંગે એટલે પણ જાતભાતની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે આ મહિનાની શરૂઆતમાં જ તેમણે એક કાર્યક્રમમાં કહેલું કે તેઓ ઑગસ્ટ 2027માં નિવૃત્ત થશે.

ઉપરાષ્ટ્રપતિના સચિવાલયે અમુક સમય પહેલાં જ આગામી દિવસોમાં તેમના જયપુરના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આટલું જ નહીં, પોતાના રાજીનામાના દિવસે જ ધનખડ ત્રણ બેઠકોમાં અધ્યક્ષસ્થાને પણ રહ્યા હતા.

એ બેઠકોમાં સામેલ થયેલા કેટલાક સાંસદોએ બાદમાં કહ્યું કે બેઠકોની ચર્ચામાં ક્યાંય એવું ન લાગ્યું કે તેઓ રાજીનામું આપી શકે છે.

વિપક્ષની સાથોસાથ ઘણા રાજકીય વિશ્લેષક પણ માત્ર સ્વાસ્થ્યને ધનખડના રાજીનામાનું કારણ નથી માનતા.

બીબીસીના પૂર્વ સંપાદક સંજય શ્રીવાસ્તવ કહે છે કે સ્વાસ્થ્યનું કારણ અંતિમ કારણો પૈકી એક હશે, પરંતુ મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે એ દિવસે ધનખડ બધાં કામ યોગ્ય રીતે કરી રહ્યા હતા, બાદમાં એવું શું થયું?

સંજય શ્રીવાસ્તવ કહે છે કે, “જે કાંઈ પણ થયું છે એ લગભગ સાંજના ચારથી આઠ વાગ્યાના એ ચાર કલાકમાં થયું. ચાર વાગ્યે તેમણે બિઝનેસ ઍડ્વાઇઝરી કમિટીની પોતાની બીજી મિટિંગ રાખી હતી, જેમાં ભાજપના નેતા ન આવ્યા. જેપી નડ્ડા, કિરેન રિજિજૂ, અર્જુનરામ મેગવાલ અને એ બાદ એકદમ પરિસ્થતિ બદલાતાં સાંજે રાજીનામામાં પરિણમી.”

શ્રીપર્ણા ચક્રવર્તી પણ કહે છે કે એ ચાર કલાકમાં કંઈક તો થયું, પરંતુ હવે આ બધી વાતો સૂત્રોના હવાલાથી જ છે, કારણ કે સ્પષ્ટ છે કે સરકાર અને ઉપરાષ્ટ્રપતિ વચ્ચે કંઈક અસંમતિ હતી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, જગદીપ ધનખડ, ઉપરાષ્ટ્રપતિ, રાજીનામું, ભાજપ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, SANSAD TV

સંજીવ શ્રીવાસ્તવ જણાવે છે કે તેમની આ વિશે ધનખડ સાથે વાત નથી થઈ, પરંતુ જે જાણકારી મળી રહી છે, એ પ્રમાણે કેટલાક લોકો કહી રહ્યા છે કે ધનખડને હઠાવવાની વાત થઈ રહી હતી.

જોકે, સંજીવ શ્રીવાસ્તવ એવું પણ કહે છે કે, “કોઈ પણ સરકાર પોતાના જ ઉપરાષ્ટ્રપતિને કેમ હઠાવશે? પરંતુ કદાચ ધનખડ સુધી આ વાત પહોંચી કે આ પણ એક સંભાવના છે, જે અંગે વાત ચાલી રહી છે અને એ પ્લાન્ટ થયેલા સમાચાર સાચ હતા કે ખોટા, એની ખબર નથી.”

સંજીવ શ્રીવાસ્તવ ધનખડને આવેલા એક ‘ફોન’નો ઉલ્લેખ કરે છે.

તેઓ કહે છે કે, “ધનખડ પાસે એક ખૂબ જ સિનિયર… એક રીતે તો વડા પ્રધાનના પ્રતિનિધિનો ફોન આવ્યો કે સરકાર તમારાથી ખૂબ નારાજ છે. આના જવાબમાં ધનખડે કહ્યું કે નારાજ છે તો હું રાજીનામું આપી દઉં છું અને એના જવાબમાં બીજી તરફથી મનાવવાના કોઈ પ્રયાસ ન થયા.”

સબા નકવી જણાવે છે કે, “ધનખડને પશ્ચિમ બંગાળના ગવર્નર બનાવાયા, એ રાજ્યના ગવર્નર, જેના પર ભાજપની નજર છે. તેમણે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને ઘણાં પરેશાન કર્યાં. આના ઇનામ સ્વરૂપે તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવી દેવાયા. જ્યાં સુધી ધનખડ ભાજપનું કામ કરી રહ્યા હતા, પાર્ટી માટે કોઈ પડકાર નહોતા, ત્યાં સુધી કોઈ સમસ્યા નહોતી.”

બીજી તરફ શ્રીવાસ્તવ સવાલ ઉઠાવે છે કે, “જ્યારે ધનખડને જગ્યા મળી, તો પાછલા છ-આઠ મહિનામાં એવું શું થયું કે તેમણે પોતાના હાથમાંથી આ પદને છૂટી જવા દીધું, કારણ કે મારી જાણકારી પ્રમાણે તેમણે રાજીનામું ક્યારેય ન આપ્યું હોત, પરંતુ તેમને સમજાઈ ગયું હશે કે આનો કોઈ વિકલ્પ નથી.”

ઘણા મહિનાથી કઈ બાબતો ઠીક નહોતી ચાલી રહી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, જગદીપ ધનખડ, ઉપરાષ્ટ્રપતિ, રાજીનામું, ભાજપ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીપર્ણા ચક્રવર્તી જણાવે છે કે સરકાર અને ઉપરાષ્ટ્રપતિ વચ્ચે કંઈક અસંમતિ હતી

સંજીવ શ્રીવાસ્તવ અને શ્રીપર્ણા ચક્રવર્તી બંનેનું માનવું છે કે સરકાર અને ધનખડ વચ્ચેની નારાજગી ઘણા મહિનાથી ચાલી રહી હતી.

શ્રીપર્ણા કહે છે કે, “મેં સાંભળ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ હોવાને કારણે ધનખડ કેટલીક વિદેશી હસ્તીઓને મળવા માગતા હતા, જે તમે પણ જાણો છો કે ન થઈ શક્યું. સરકારે આવું ન થવા દીધું અને તેઓ આ વાતથી ખૂબ નારાજ હતા. ખેડૂતોના મુદ્દે પણ તેમના મજબૂત વિચાર હતા અને આપણે સૌએ એ એક ક્લિપ જોઈ છે, જ્યારે તેઓ શિવરાજસિંહ ચૌહાણની હાજરીમાં ખેડૂતો અંગે સરકારના સંકલ્પોની વાત કરી રહ્યા હતા.”

આ સિવાય ન્યાયતંત્ર વિરુદ્ધ ધનખડની નિવેદનબાજી પણ મોદી સરકાર સાથે સંબંધો બગડ્યાનું એક કારણ મનાય છે.

ધનખડ ન્યાયતંત્ર વિરુદ્ધ ખૂલીને બોલી રહ્યા હતા. સંજીવ શ્રીવાસ્તવનું માનવું છે કે આ ધનખડની સૌથી મોટી ભૂલ રહી.

સંજીવ શ્રીવાસ્તવ કહે છે કે, “ધનખડ ન્યાયતંત્ર અંગે વારંવાર જે રીતે જાહેરમાં નિવેદનો આપી રહ્યા હતા, એ સમજી શકાય છે. કારણ કે એ વાત તેમના જનીનમાં છે. તેમણે પોતાનું જીવન કોર્ટ્સમાં પસાર કર્યું છે, તેઓ એક વકીલ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમનું આવા મત રજૂ કરવું એ સ્વાભાવિક હતું.”

“સરકારને લાગતું હતું કે ધનખડના ન્યાયતંત્ર વિરુદ્ધ બોલવાની વાતને એવું ન સમજી લેવાય કે તેઓ સરકારના આગ્રહથી ન્યાયતંત્ર વિરુદ્ધ બોલી રહ્યા છે.”

જસ્ટિસ વર્મા અંગે વિપક્ષના પ્રસ્તાવને મંજૂરી આપવાનું પગલું ભારે પડ્યું?

ધનખડના રાજીનામા પાછળ એક કારણ રાજ્યસત્રામાં તેમના દ્વારા જસ્ટિસ યશવંત વર્મા મામલામાં વિપક્ષના પ્રસ્તાવને મંજૂરી આપવાની વાત પણ મનાઈ રહી છે.

આવું એટલા માટે કારણ કે મોદી સરકાર જસ્ટિસ યશવંત વર્માવાળા વિષયને પોતાની રીતે હૅન્ડલ કરવા માગતી હતી.

શ્રીપર્ણા ચક્રવર્તી કહે છે કે, “જસ્ટિસ વર્મા મામલે સરકાર એવું બતાવવા માગતી હતી કે એ વિપક્ષ સાથે મળીને સંયુક્ત પ્રસ્તાવ લાવી રહી છે. લોકસભામાં આ પ્રસ્તાવ પર એનડીએ અને વિપક્ષ બંનેની સહીઓ હતી. જ્યારે રાજ્યસભામાં જસ્ટિસ વર્મા પર લવાયેલા પ્રસ્તાવમાં માત્ર વિપક્ષની જ સહીઓ હતી ધનખડે રાજ્યસભામાં જાહેરાત કરી કે 50 સહીઓની જરૂર હોય છે અને તેમની પાસે વિપક્ષનો પ્રસ્તાવ આવી ચૂક્યો છે.”

શ્રીપર્ણા ચક્રવર્તીનું પણ કહેવું છે કે એનડીએને જણાવાયું ય નહીં કે આ પ્રસ્તાવ આવી રહ્યો છે.

સંજીવ શ્રીવાસ્તવ પણ કહે છે કે, “એ દિવસે તો હદ થઈ ગઈ. મને નથી લાગતું કે એ દિવસે બપોર પહેલાં કોઈએ વિચાર્યું હશે કે ધનખડને હઠાવી શકાય છે. ખુદ ધનખડે પણ નહીં વિચાર્યું હોય કે તેઓ રાજીનામું આપશે. બસ, ઘણી બધી બાબતો ભેગી થઈને એ દિવસે પાણી ડેન્જર લેવલને પાર કરી ગયું.”

વિપક્ષને પણ અંદાજો નહોતો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, જગદીપ ધનખડ, ઉપરાષ્ટ્રપતિ, રાજીનામું, ભાજપ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંજય શ્રીવાસ્તવ કહે છે કે મોદી સરકાર હંમેશાં સરપ્રાઇઝ આપવા માગે છે

ધનખડના રાજીનામા બાદ વિપક્ષમાંથી જે નિવેદનો આવ્યાં, તેનાથી લાગે છે કે વિપક્ષનેય આ વાતનો અંદાજો નહોતો.

ડિસેમ્બર 2024માં વિપક્ષ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈ આવ્યો હતો. જ્યારે હવે ધનખડના અચાનક પડેલા રાજીનામા અંગે વિપક્ષના ઘણા નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે.

સબા નકવી કહે છે કે ધનખડે રાજ્યસભામાં ઘણી વખત વિપક્ષને બોલવા ન દીધો અને હવે વિપક્ષ ધનખડ માટે અવાજ ઉઠાવી રહ્યો છે.

જોકે, તેઓ વિપક્ષના આ વલણને યોગ્ય ઠેરવતાં કહે છે કે, “વિપક્ષે ઉઠાવેલા સવાલ વાજબી છે, કારણ કે પહેલાં તમે જ એક વ્યક્તિને ચૂંટી લાવ્યા અને બાદમાં તમે એમને કાઢી મૂકો, એ રીત પણ ખોટી છે. ધનખડ ભાજપનું કામ કરી રહ્યા હતા, પરંતુ વચ્ચે તેમણે વિપક્ષ સાથેનો મેળાપ વિધારી દીધો, આ વાત ભાજપ સહન ન કરી શક્યો.”

આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે?

સંજીવ શ્રીવાસ્તવ પ્રમાણે આગામી રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે.

તેઓ કહે છે કે, “વિશ્લેષણના આધારે હું એ વાત કહી શકું કે જે પ્રખારણે અત્યાર સુધી આ સરકારમાં રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે કે જે રીતે મંત્રીપદ અપાય છે, જો કોઈ વ્યક્તિનું નામ વધુ ચર્ચાવા લાગ્યું તો એ તો નિશ્ચિતપણે આ નહીં બને.”

“આ સરકાર હંમેશાં સરપ્રાઇઝ આપવા માગે છે, અને એ તેની કમજોરી હોવાનું મને દેખાય છે. જો તેમના નિર્ણયમાંથી સરપ્રાઇઝ ફૅક્ટર જ ગાયબ થઈ ગયું તો તેમનું મન એમ જ ખાટું થઈ જશે અને તેઓ કંઈક અલગ જ નિર્ણય લઈ લેશે. આવી સ્થિતિમાં જેમનાં નામ ચાલી રહ્યાં છે, તેમના રાષ્ટ્રપતિ બનવાની સંભાવના મને નથી લાગી રહી, કારણ કે તેમનાં નામ ચર્ચામાં આવી ચૂક્યાં છે.”

સંજીવ શ્રીવાસ્તવ નીતીશકુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવાશે એવી શક્યતાને નકારે છે.

તેઓ કહે છે કે, “નીતીશને બિહાર ચૂંટણી પહેલાં હઠાવવા એ ભાજપ અને નીતીશકુમાર બંને માટે નુકસાનનો સોદો સાબિત થશે.”

બીજી તરફ શ્રીપર્ણા કહે છે કે આ અંગે વિપક્ષ પણ પોતાની વ્યૂહરચના ઘડી રહ્યો છે. તેમને લાગે છે કે કૉંગ્રેસમાંથી જે વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવાશે, તેમને આખા ઇન્ડિયા બ્લૉકનું સમર્થન મળશે.

સબા નકવ કહે છે કે ભાજપના મોવડી મંડળના એક-બે લોકો છે, જેઓ આ નિર્ણય લેશે. પરંતુ તેમના પ્રમાણે ભાજપ આના માટે આરએસએસનો પણ મત લેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ગાઝામાં હવાઈ માર્ગથી સહાયતા સામગ્રી નીચે ફેંકવાના મામલે WHOએ જારી કરી ચેતવણી – ન્યૂઝ અપડેટ

0

[ad_1]

ગાઝા, જૉર્ડન, ઇઝરાયલ, હમાસ, ગાઝા, ભૂખમરો, સહાય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, જૉર્ડને ગાઝામાં રવિવારે સહાયતા સામગ્રી નીચે ફેંકી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુએચઓ)એ ચેતવણી જારી કરીને કહ્યું છે કે ગાઝામાં કુપોષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે અને તે ઝડપથી વધી રહ્યું છે.

ડબલ્યુએચઓએ આ ચેતવણી ત્યારે આપી છે જ્યારે ગાઝામાં ફરી હવાઈ માર્ગથી સહાયતા સામગ્રી નીચે ફેંકવાનું શરૂ થયું છે.

જૉર્ડને કહ્યું છે કે તેણે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની સાથે મળીને રવિવારે ગાઝામાં 25 ટન સહાયતા સામગ્રી નીચે પાડવામાં આવી રહી છે.

ત્યાં ઇઝરાયલે કહ્યું છે કે ગાઝાના કેટલાક ભાગોમાં રોજ 10 કલાક માટે સૈન્ય અભિયાન રોકશે અને સંયુક્ત રાષ્ટ્ર(યુએન)ની તરફથી સહાયતા સામગ્રી મોકલવા માટે કૉરિડોર ખોલશે.

ઇઝરાયલે કહ્યું છે કે તે આમ એટલા માટે કરે છે જેનાથી ‘જાણી જોઈને ફેલાવવામાં આવેલી ભૂખમરીની ખોટી ખબરનું ખંડન’ કરી શકાય. ત્યાં, હમાસે આ મામલે આરોપ લગાવ્યો છે કે તેની ‘છબિ ખરાબ’ કરવાનો આરોપ લગાવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર સહાયતા પ્રમુખ ટૉમ ફ્લેચરે રવિવારે જણાવ્યું કે ઇઝરાયલે કેટલી અવરજવર પર પ્રતિબંધોમાં ઢીલ આપી છે.

રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, ફ્લેચરે કહ્યું છે કે શરૂઆતના અહેવાલથી ખબર પડે છે કે ગાઝામાં 100થી વધુ ટ્રકોથી સહાયતા સામગ્રી પહોંચી ગઈ છે.

અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલ, ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકા અને ઈયુ વચ્ચે ટ્રેડ ડીલ, ટ્રમ્પે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે શુક્રવારે યુરોપિય સંઘ પર 30 ટકા ટેરિફ લગાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

અમેરિકા અને યુરોપિય સંઘ વચ્ચે વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા છે. બંને પક્ષ યુરોપિય સંઘનાં તમામ ઉત્પાદનો પર 15 ટકા ટેરિફ લગાવવા માટે રાજી થઈ ગયા છે.

આ સમજૂતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિય સંઘનાં અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેયેન વચ્ચે સ્કૉટલૅન્ડમાં થયેલી મુલાકાત દરમિયાન થઈ.

ટ્રમ્પે શુક્રવારે 30 ટકા ટેરિફ લગાવવાની ચીમકી ઉચ્ચારી હતી, જેથી અડધા પર બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ.

ટ્રમ્પે કહ્યું કે 27 સભ્યો ધરાવતા યુરોપિયન યુનિયને કેટલાંક ઉત્પાદનો પર ઝીરો ટેરિફની સાથે અમેરિકાના નિકાસકારો માટે બજાર ખોલવાની વાત કરી છે.

યુરોપિય સંઘનાં અધ્યક્ષાએ પણ આ સમજૂતીના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે આ સમજૂતીથી બંને સહયોગિઓ વચ્ચે સ્થિરતા આવશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાનો વ્યાપાર ખાદ્યને ઓછી કરવા પ્રમુખ અમેરિકાના સહયોગીઓ પર ટેરિફ લગાવ્યાં છે.

યુરોપિય સંઘ ઉપરાંત બ્રિટન, જાપાન, ઇન્ડોનેશિયા, ફિલિપીન્ઝ તથા વિયેતનામ સાથે અમેરિકાએ વ્યાપાર સમજૂતી કરી છે. જોકે, ટ્રમ્પે પોતાના ’90 દિવસોમાં 90 સમજૂતી’નું લક્ષ્યાંક હાંસલ નથી કર્યું.

જર્મનીમાં ટ્રેન અકસ્માત, ત્રણ લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ

જર્મની, ટ્રેન અકસ્માત, મૃત્યુ, બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Thomas Warnack/ dpa

જર્મનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક મુસાફર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ટ્રેન ઑપરેટર ડૉયચે બાને કહ્યું કે ‘અજ્ઞાત કારણો’થી શ્ટુટગાર્ડ પાસે રીટલિંગેનમાં ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. સ્થાનિક રિપોર્ટ્સ પ્રમાણે, અકસ્માતના થોડા સમય પહેલા આ વિસ્તારમાં વાવાઝોડું આવ્યું હતું.

જર્મનીની સમાચાર સંસ્થા ડીપીએ પ્રમાણે, “ટ્રેનમાં લગભગ 100 જેટલા મુસાફરો સવાર હતા. સ્થાનિક સમયાનુસાર સાંજે 6-10 કલાગે એક જંગલના વિસ્તારમાં ટ્રેનમાં લગભગ બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.”

જર્મની ચાન્સેલર ફ્રિડ્રિખ મર્ત્ઝએ ઍક્સ પર પોસ્ટ કર્યું છે કે તેઓ અકસ્માતથી પીડિતો પ્રત્યે શોક પ્રગટ કરે છે અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

મર્ત્ઝે કહ્યું છે કે તેઓ ગૃહમંત્રી તથા પરિવહન મંત્રી સાથે સંપર્કમાં છે. તેમણે ઇમર્જન્સી સેવા ઉપલબ્ધ કરાવવા માટે તથા જરૂરી મદદ માટે અનુરોધ કર્યો છે.

ઘટનાસ્થળથી જે તસવીરો સામે આવી છે તેમાં ટ્રેનના ડબ્બા પલટી જતા દેખાય છે અને મોટી સંખ્યામાં રાહત અને બચાવ કામગીરી માટે કર્મચારીઓ તહેનાત છે.

થાઇલૅન્ડ-કંબોડિયા વિવાદના બહાને ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાનના સંઘર્ષ વિરામનો કર્યો ઉલ્લેખ

અમેરિકા, ભારત, પાકિસ્તાન, નરેન્દ્ર મોદી, યુદ્ધ, સંઘર્ષ વિરામ, યુદ્ધવિરામ, ટ્રમ્પ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, ગુજરાત, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે ફરી એક વખત કહ્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ માટેની સમજૂતી કરાવી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે સંઘર્ષ વિરામ કરાવવું તેમના માટે સરળ રહેશે કારણ કે, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવ્યું હતું.

અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી ટ્રેડ ડીલ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ વાત કહી. આ દરમિયાન યુરોપિયન યુનિયનની અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેન પણ હાજર હતાં.

ટ્રમ્પે કહ્યું, “અમે થાઇલૅન્ડ અને કંબોડિયા સાથે વેપાર કરીએ છીએ. છતાં હું વાંચી રહ્યો છું કે તેઓ એકબીજા પર હુમલા કરી રહ્યા છે… હું કહું છું કે આ મારા માટે સરળ હોવું જોઈએ કારણ કે, મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાવી હતી.”

તેમણે કહ્યું, “મેં બંને દેશોના વડા પ્રધાનને ફોન કર્યો અને કહ્યું કે જ્યારે સુધી તમે યુદ્ધનો ઉકેલ નહીં લાવો ત્યાં સુધી અમે કોઈ વેપાર સમજૂતી નહીં કરીએ. મને લાગે છે કે હવે તેઓ સમજૂતી કરવા તૈયાર છે.”

ટ્રમ્પે કહ્યું કે જો તેઓ વેપારના માધ્યમથી સંઘર્ષ વિરામ કરાવી શકે તો તે તેમના માટે ગૌરવની વાત હશે.

અમેરિકી રાષ્ટ્રપતિએ ફરી એકવાર એ વાત કરી છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવ્યું હતું. જોકે, ભારત આ દાવાઓને નકારી ચૂક્યું છે.

ભારતનું કહેવું છે કે પાકિસ્તાન તરફથી પહેલ થયા બાદ બંને દેશો વચ્ચે સહમતિથી સંઘર્ષ વિરામ થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

હવામાન સમાચાર : ગુજરાતમાં કયા જિલ્લાઓમાં ધમધોકાર વરસાદ પડવાનો છે? ઓરેન્જ એલર્ટની જાહેરાત

0

[ad_1]

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 28 જુલાઈ, સોમવારે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 28 જુલાઈ, સોમવારે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતમાં 27 જુલાઈ, રવિવારથી મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

રવિવારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર અને ખેડા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો.

વલસાડ, ડાંગ અને ગાંધીનગર જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ મુજબ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશમાં એક લો-પ્રેશર એરિયા સર્જાયો છે જે સમુદ્રની સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈએ આવેલો છે. આગામી કલાકોમાં તે નબળો પડે તેવી સંભાવના છે.

ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પડોશના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રોફ રચાયો છે જે ઉત્તર પશ્ચિમ બાંગ્લાદેશ, ઝારખંડ, ઉત્તર પશ્ચિમ બંગાળ સુધી પ્રસરેલો છે અને સમુદ્રની સપાટીથી 0.9 કિલોમીટરથી 5.8 કિલોમીટર સુધીની ઊંચાઈ પર છે.

આ ઉપરાંત ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી એક ઑફ-શોર ટ્રોફની રચના થઈ છે.

હવામાન વિભાગ હવે ક્યાં ભારે વરસાદની આગાહી કરે છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ પૂર ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદ સ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 28 જુલાઈ, સોમવારે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

આ ઉપરાંત બીજા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ પૂર ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Paresh Padhiar

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠામાં ભારે વરસાદ પછી હાઇવે પર વાહનવ્યવહાર અટકી ગયો હતો

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વખતે ગાજવીજ પણ જોવા મળશે અને તે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

તેવી જ રીતે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

29 જુલાઈ, મંગળવારે અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

બાકીના વિસ્તારોમાં મંગળવારે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

કયા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ પૂર ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Paresh Padhiar

ઇમેજ કૅપ્શન, અમદાવાદ અને પાલનપુરને જોડતા હાઇવે પર પાણી ફરી વળ્યાં છે

ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ખેડા વગેરે જિલ્લામાં રવિવારે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

હજુ ભારે વરસાદની આગાહી વચ્ચે 28 જૂલાઈ, સોમવારના રોજ ખેડા જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવા કલેક્ટરે જાહેરાત કરી છે.

જિલ્લાના વડા મથક નડિયાદ અને મહેમદાવાદમાં રવિવારે 9 ઇંચ વરસાદ પડ્યો હતો જે સોમવારે પણ ચાલુ હતો. 27મીએ સમગ્ર ખેડામાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

નડિયાદમાં ઇમર્જન્સી કામ વગર ઘરની બહાર ન નીકળવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ નજીક બાવળામાં પણ અતિ ભારે વરસાદ પડ્યો હોવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને જનજીવનને અસર થઈ છે.

વાહનવ્યવહાર અટકી જવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ પૂર ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Ketan Patel

ઇમેજ કૅપ્શન, વિસનગર એપીએમસી સામે રોડ પર પાણી ભરાયાં હતાં.

મહેસાણા જિલ્લામાં ગઈકાલે વરસાદના પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ હતી. લાલાવાડા નજીક કોઝવેમાં કાર તણાઈ હતી જેમાં કારમાં બેસેલા લોકોને બચાવી લેવાયા હતા.

પાટણ જિલ્લામાં સિદ્ધપુર નજીક કાકોશી ગામમાં રવિવારે વરસાદના પાણી ફરી વળ્યાં હતાં અને ખેતરોમાં પાણી ઘૂસી ગયાં હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લીંબડી, ધ્રાંગધ્રા, લખતર, દસાડા સહિતના શહેરોમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ પડ્યો છે.

કપડવંજ તાલુકાના રાજપુર સિહોરા ગામની વાત્રક નદીમાં પાણીનું સ્તર વધવાથી ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ પૂર ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Paresh Padhiar

ઇમેજ કૅપ્શન, ધોધમાર વરસાદના પગલે ઉત્તર ગુજરાતના શહેરોમાં જનજીવનને અસર થઈ છે

27 જુલાઈએ દાદરા નગર હવેલી (કેન્દ્રશાસિત પ્રદેશ)માં 37 મીમી, અમદાવાદમાં 23 મીમી, અરવલ્લીમાં 83.3, બનાસકાંઠામાં 61.4, છોટા ઉદેપુરમાં 12.4, દાહોદમાં 37.9 મીમી, ડાંગમાં 72.4 મીમી વરસાદ નોંધાયો હતો.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ પૂર ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદ પછી નડિયાદ શેરીઓમાં પાણી ભરાઈ ગયાં હતાં અને તેમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું

આ ઉપરાંત ખેડામાં 60.5 મીમી, મહીસાગર જિલ્લામાં 73.7 મીમી, મહેસાણામાં સરેરાશ 73.6 મીમી, નવસારીમાં 28.1 મીમી, પાટણમાં 44.4 મીમી, સાબરકાંઠામાં 66.2 મીમી, વલસાડમાં 61.1 મીમી વરસાદ નોંધાયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

Google search engine
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Recent Posts