Google search engine
Home Blog Page 2

માલેગાંવ બ્લાસ્ટ કેસ : 17 વર્ષે ચુકાદો આવ્યો અને તમામ આરોપી છૂટ્યાં, જાણો આખો મામલો શું છે?

0

[ad_1]

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, માલેગાંવ બ્લાસ્ટ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સપ્ટેમ્બર 2008માં માલેગાંવમાં થયેલા બૉમ્બવિસ્ફોટના કેસમાં 17 વર્ષ પછી સુનાવણી પૂરી થઈ છે અને સ્પેશિયલ એનઆઈએ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યાં છે.

આરોપીઓમાં ભાજપનાં નેતા પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય (રિટાયર્ડ), અજય રાહીરકર, સુધાકર દ્વિવેદી, સુધારક ચતુર્વેદી અને સમીર કુલકર્ણીનો સમાવેશ થતો હતો. આ તમામને છોડી મુકાયાં છે.

સ્પેશિયલ જજ એકે લાહોટીએ ચુકાદા માટે 8 મેની તારીખ નક્કી કરી હતી, પરંતુ 8મી મેએ આદેશ આપ્યો કે તમામ આરોપીઓએ 31 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવું પડશે.

આ કેસ દરમિયાન સરકારી વકીલે 323 સાક્ષીઓની ઊલટતપાસ કરી હતી જેમાંથી 37 પોતાનાં નિવેદનોમાંથી ફરી ગયા હતા.

ચુકાદામાં જજે કયા મુદ્દાનો ઉલ્લેખ કર્યો?

કોર્ટના કહેવા પ્રમાણે પ્રોસિક્યુશને બૉમ્બવિસ્ફોટ થયો હતો તે સાબિત કર્યું, પરંતુ બૉમ્બ મોટરસાઇકલ પર લગાવાયો હતો તે સાબિત નહોતું થયું.

આ વિસ્ફોટ માટેનો આરડીએક્સ પ્રસાદ પુરોહિત દ્વારા કાશ્મીરથી લાવવામાં આવ્યો હતો એવું કહેવાયું, પરંતુ તેના પુરાવા નથી.

પુરોહિતે પોતાના ઘરે બૉમ્બ એસેમ્બલ કર્યો હોવાના કોઈ પુરાવા નથી.

રમઝાનને કારણે મસ્જિદ આસપાસનો વિસ્તાર કૉર્ડન કરાયો હતો. છતાં મોટરસાઇકલને ત્યાં કેવી રીતે લાવવામાં આવી હતી તે સ્પષ્ટ નથી.

આ કેસમાં પંચનામાં જરૂરી નિષ્ણાતો દ્વારા કરવામાં નથી આવ્યાં. પુરાવામાં ખામીઓ છે. તેથી તેના પરિણામ સચોટ હોઈ શકે નહીં.

ષડયંત્રની મોટા ભાગની બેઠકો ઇન્દોર, ઉજ્જૈન, નાસિક વગેરેમાં થઈ હતી, પરંતુ આવી બેઠકો અંગે કોઈ સ્વીકાર્ય પુરાવા રેકૉર્ડ પર નથી.

તપાસ અધિકારી દ્વારા ફોનના રેકૉર્ડમાં અનધિકૃત એક્સેસ કરવામાં આવ્યું છે. એસીએસ હોમની મંજૂરી લેવામાં આવી ન હતી.

અભિનવ ભારત: પુરોહિત, રાહિરકર, ઉપાધ્યાય વગેરે વચ્ચે કેટલાક નાણાકીય વ્યવહારોના પુરાવા છે, પરંતુ તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ માટે થયો તેવા કોઈ પુરાવા નથી.

વિશ્વસનીય પુરાવા પ્રદાન આપવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ રહી છે.

શું હતો માલેગાંવ કેસ?

કર્નલ પુરોહિત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રના માલેગાંવના અંજુમન ચોક અને ભીકુ ચોકમાં 29 સપ્ટેમ્બર 2008ના રોજ બૉમ્બબ્લાસ્ટ થયા હતા. જેમાં 6 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 101 લોકો ઘાયલ થયા હતા.

આ બ્લાસ્ટમાં મોટરસાઇકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રમઝાન મહિનામાં મુસ્લિમ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટની શરૂઆતની તપાસ એટીએસ દ્વારા કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર એટીએસે આ આરોપીઓ પર મકોકાની કલમો પણ લગાવી હતી.

મહારાષ્ટ્ર એટીએસે તપાસ પૂર્ણ કર્યા બાદ 11 ધરપકડ પામેલા અને 3 ફરાર આરોપીઓ વિરુદ્ધ 20 જાન્યુઆરી 2009ના રોજ પહેલી ચાર્જશીટ તૈયાર કરી હતી.

21 એપ્રિલ 2011ના રોજ મહારાષ્ટ્ર એટીએસે એક વધારાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી.

ભારત સરકારે જાન્યુઆરી 2011માં આપેલા એક આદેશ બાદ આ કેસની તપાસ એનઆઈએને સોંપી હતી.

આરોપીઓએ હાઇકોર્ટમાં મકોકા સામે અનેક વાંધાઅરજીઓ દાખલ કરી હતી.

એનઆઈએ આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એપ્રિલ 2015માં તપાસ શરૂ કરી હતી.

2015 સુધી એનઆઈએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઈ જ પુરાવા રજૂ કરી શકી નહોતી.

એનઆઈએ એ મે 2016માં ચાર્જશીટ દાખલ કરી, જેમાં કર્નલ પુરોહિત સહિત બધા આરોપીઓ પરથી મકોકાની કલમ હઠાવી દેવામાં આવી.

આ મામલે સરકારી વકીલ રોહિણી સાલિયાંએ 2015માં એનઆઈએએ તેમને ધીમી ગતિએ કામ કરવાનું કહ્યુ હોવાના આરોપસર રાજીનામું આપી દીધું હતું.

આ કેસ છોડવાનું કારણ આપતાં રોહિણી સાલિયાંએ બીબીસીને જણાવ્યુ હતું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમના ઍજન્ડા અલગ છે.

“એમને મારી સેવાની જરૂર નથી. સમગ્ર સુનાવણી પ્રક્રિયામાં મારી દલીલો મુજબ એક પણ ચુકાદો નથી આવ્યો. મારી સેવાથી તેમને કોઈ ફરક નથી પડતો. આ કેસની જવાબદારી મારા પર છે, તેથી લોકોને એના વિશે ખ્યાલ હોવો જોઈએ.”

કર્નલ પુરોહિતની સંડોવણી આવી હતી બહાર

કર્નલ પુરોહિત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, કર્નલ પુરોહિત

માલેગાંવ બ્લાસ્ટના આરોપી નંબર 9 લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત 23 ઑગસ્ટ 2017ના રોજ રાયગઢ જિલ્લાની હાઈ સિક્યૉરિટીવાળી તાલોજા જેલમાંથી છૂટ્યા હતા.

મરાઠા લાઇફ ઇફેન્ટ્રી માટે નિયુક્તિ પામેલા કર્નલ પુરોહિત મિલિટ્રી ઇન્ટેલિજન્સ ફીલ્ડ યુનિટમાં જોડાયા હતા.

5 નવેમ્બર, 2008ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી, ત્યાર બાદ 21 ઑગસ્ટ, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા અને 9 વર્ષે તેઓ છૂટ્યા.

આ કેસની પહેલી ચાર્જશીટ મુજબ આરોપી કર્નલ પુરોહિતે 2007માં ‘અભિનવ ભારત’ નામનું એક સંગઠન બનાવ્યુ હતું.

જેનો હેતુ સંપૂર્ણ હિંદુ રાષ્ટ્રની રચના કરવાનો હતો, જેનું એક અલગ બંધારણ હોય અને એક ભગવો ધ્વજ હોય.

એટીએસની ચાર્જશીટ મુજબ આ સંગઠનના લોકોએ ફરીદાબાદ, કોલકાતા, ભોપાલ, જબલપુર, ઇન્દોર અને નાસિક બેઠકો પર બ્લાસ્ટ કરવાની યોજના ઘડી હતી.

‘અભિનવ ભારત’ સંગઠન પોતાના હેતુ પાર પાડવા સમગ્ર દેશના લોકોને પોતાની સાથે જોડી રહ્યુ હતું.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ભૂમિકા

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

આ બ્લાસ્ટમાં એક મોટરસાઇકલનો ઉપયોગ થયો હતો. એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ના રિપોર્ટ પ્રમાણે, આ મોટરસાઇકલ પ્રજ્ઞા ઠાકુરના નામે હતી.

મહારાષ્ટ્ર એટીએસના વડા હેમંત કરકરેના નેતૃત્વમાં આ તપાસમાં એવું તારણ નીકળ્યું કે મોટરસાઇકલનું કનેક્શન સુરત અને છેલ્લે પ્રજ્ઞા ઠાકુર સાથે હતું.

પ્રજ્ઞા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં સભ્ય રહી ચૂક્યાં હતાં. પોલીસે પુણે, નાસિક, ભોપાલ અને ઇંદોરમાં તપાસ કરી. તેમાં સેનાના અધિકારી કર્નલ પુરોહિત અને રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાયની પણ ધરપકડ થઈ હતી.

તેમાં હિંદુવાદી સંગઠન અભિનવ ભારતનું નામ પણ આવ્યું હતું. સાથે સાથે સુધારક દ્વિવેદી ઉર્ફે દયાનંદ પાંડેનું નામ પણ બહાર આવ્યું હતું.

આ મામલે એનઆઈએ કોર્ટે પ્રજ્ઞા ઠાકુરને જામીન આપી દીધી હતાં, પરંતુ તેમને દોષમુક્ત માન્યા નહોતાં અને ડિસેમ્બર 2017માં આપેલા આદેશમાં કહ્યું હતું કે પ્રજ્ઞા પર યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ) અંતર્ગત કેસ ચાલતો રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન

[ad_2]

Source link

હવામાન સમાચાર : બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ક્યારે બનશે અને ગુજરાતમાં ફરી ક્યારે વધશે વરસાદનું જોર?

0

[ad_1]

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના હવામાનમાં હવે ફરીથી પરિવર્તન જોવા મળી રહ્યું છે, તાજેતરમાં જ પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ હવે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરાપ નીકળી રહી છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તાજેતરના રાઉન્ડમાં સારો વરસાદ પડ્યો હતો, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળ્યો નથી.

હાલની સ્થિતિ પ્રમાણે આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે પરંતુ ભારે કે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.

હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી 6થી 7 દિવસ સુધી છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ સમગ્ર રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે.

હાલ બંગાળની ખાડીમાં કોઈ નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાતી નથી. જેના કારણે હજી જે વિસ્તારોમા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમણે વધારે રાહ જોવી પડી શકે છે.

ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે, ક્યાં જોર ઘટશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, IMD

હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર આગામી 7થી 8 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે.

જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ વરસાદની શક્યતા ખૂબ ઓછી છે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરાપ નીકળવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે વરસાદનું જોર ઉત્તર ભારતના વિસ્તારોમાં વધશે. એટલે કે હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં વરસાદ વધશે અને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા દક્ષિણનાં રાજ્યોમાં વરસાદનું જોર હાલ ઘટશે.

ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાનનો વરસાદ બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમો પર આધારિત છે. જ્યારે લૉ-પ્રેશર એરિયા સર્જાય અને ગુજરાત તરફ આવે કે મધ્ય ભારત તરફ આવે ત્યારે રાજ્યમાં વરસાદ વધતો હોય છે.

રાજ્યમાં અડધું ચોમાસું પૂર્ણ, હવે શું થશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આવનારા દિવસોમાં ચોમાસાનું જોર કેવું રહેશે? શું છે આગાહી?

1 જૂનથી 31 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સરેરાશ 62.85 ટકા જેટલો વરસાદ થયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. સૌરાષ્ટ્રમાં તેના સરેરાશના 55.09 ટકા જેટલો વરસાદ થયો છે.

હાલ રાજ્યમાં ચોમાસાના બે મહિના પૂરા થઈ ગયા છે અને હવે અડધું ચોમાસું બાકી રહ્યું છે. હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ઑગસ્ટ મહિનાની શરૂઆત પણ નબળી થવાની શક્યતા છે.

ઑગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. આ સમય દરમિયાન ગુજરાતની આસપાસ કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ બનતી દેખાતી નથી.

સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણી બાદના એકાદ વરસાદ બાદ હવે ફરી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે હજી થોડા સમય રાહ જોવી પડી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 206માંથી 31 ડૅમ 100 ટકા સુધી ભરાયા છે, જ્યારે 64 ડૅમમાં 70 ટકા કરતાં વધારે પાણીનો જથ્થો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન

[ad_2]

Source link

એ દેશ જ્યાં ઘર ખરીદો અને સાથે નાગરિકતા મેળવો, ક્યાં આવેલો છે આ દેશ અને કોણ જઈ શકે?

0

[ad_1]

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરેબિયન ટાપુઓ પોતાના કુદરતી સૌંદર્ય માટે વિખ્યાત છે

    • લેેખક, જેમ્મા હેન્ડી
    • પદ, બિઝનેસ રિપોર્ટર, સેન્ટ જોન્સ, એન્ટિગ્વાથી

પૂર્વીય કેરેબિયનમાં ઘરોના વેચાણ પર નજર નાખો તો સમજાય કે તેમાં ખરીદદારોને આકર્ષવા હવે ફક્ત મોહક દરિયાકિનારા અને આરામદાયક જીવનશૈલીનો પ્રચાર જ કરવામાં આવતો નથી.

વધુને વધુ પ્રૉપર્ટી લિસ્ટિંગ્ઝમાં પાસપોર્ટની ઑફર પણ કરવામાં આવી રહી છે અને અમેરિકામાંની રાજકીય તથા સામાજિક અસ્થિરતા તેમાં વધારો કરી રહી હોવાનું કહેવાય છે.

આ પ્રદેશમાંના પાંચ ટાપુઓ ઍન્ટિગ્વા અને બાર્બુડા, ડૉમિનિકા, ગ્રેનાડા, સેન્ટ કિટ્સ અને નેવિસ તેમજ સેન્ટ લુસિયા બે લાખ ડૉલરથી પણ ઓછા રોકાણમાં આવી નાગરિકતા (સીબીઆઈ) ઑફર કરી રહ્યા છે.

અહીં તમે ઘર ખરીદો તો તમને એક પાસપૉર્ટ પણ મળે છે, જેનાથી પાસપૉર્ટધારક યુરોપના શેંગેન એરિયા સહિતના 150 દેશોમાં અને ડૉમિનિકા સિવાય યુનાઇટેડ કિંગ્ડમમાં પણ વિઝા-મુક્ત પ્રવેશની સુવિધા મળે છે.

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Nadia Dyson

ઇમેજ કૅપ્શન, પ્રૉપર્ટી એજન્ટ નાદિયા ડાયસન કહે છે કે ઍન્ટિગ્વાની નાગરિકતા ઇચ્છતા લોકોની સંખ્યામાં વધારો થયો છે

શ્રીમંત લોકો માટે આ ટાપુઓમાં કેપિટલ ગેઇન્સ અને ઇનહેરિટન્સ ટૅક્સ તેમજ કેટલાક કિસ્સામાં ઇન્કમ ટૅક્સ જેવા કરમાંથી સંપૂર્ણ મુક્તિ બીજું મુખ્ય આકર્ષણ છે. એ ઉપરાંત પાંચેય પ્રદેશની યોજનાઓમાં ખરીદદારોને તેમની વર્તમાન નાગરિકતા જાળવી રાખવાની છૂટ મળે છે.

ઍન્ટિગ્વામાં માંગ એટલી જોરદાર છે કે ઍસ્ટેટ એજન્ટો તેને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યા છે, એમ જણાવતાં લકઝરી લોકેશન્સ નાં માલિક નાદિયા ડાયસન બીબીસી સાથે વાત કરતાં કહે છે, “હાલમાં બધા ખરીદદારો પૈકીના 70 ટકા નાગરિકતા ઈચ્છતા હોય છે અને એ પૈકીના મોટાભાગના અમેરિકાના છે.”

નાદિયા કહે છે, “અમે તેમની સાથે રાજકારણની વાતો નથી કરતા, પરંતુ (અમેરિકામાં) અસ્થિર રાજકીય પરિદૃશ્ય નિશ્ચિત રીતે એક પરિબળ છે.”

“ગયા વર્ષે આ સમયગાળામાં મોટાભાગના લાઇફસ્ટાઇલ બાયર્સ હતા અને જૂજ લોકો નાગરિકતા માટે રોકાણ કરતા હતા. હવે બધા કહી રહ્યા છે કે અમને ઘરની સાથે નાગરિકતા પણ જોઈએ છે. અમે આટલાં બધાં ઘર અગાઉ ક્યારેય વેચ્યાં નથી.”

ઍન્ટિગ્વાની યોજનામાં રેસિડેન્સીની કોઈ શરત ન હોવા છતાં કેટલાક ખરીદદારો કાયમી સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા હોવાનું જણાવતાં નાદિયા ડાયસન ઉમેરે છે, “થોડા લોકો પહેલાં જ સ્થળાંતર કરી ચૂક્યા છે.”

ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન નિષ્ણાત હેન્લી એન્ડ પાર્ટનર્સના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં કેરેબિયન ટાપુઓમાં સીબીઆઈ અરજીઓમાં અમેરિકન નાગરિકોનો હિસ્સો સૌથી મોટો છે.

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાંચ ટાપુ દેશોના પાસપૉર્ટધારકોને દુનિયાના મોટા ભાગના દેશોમાં વિઝા-ફ્રી ઍન્ટ્રી મળી શકે છે

યુનાઇટેડ કિંગ્ડમ સ્થિત આ કંપની વિશ્વભરમાં કાર્યાલયો ધરાવે છે, કંપનીના જણાવ્યા મુજબ, યુક્રેન, તુર્કી, નાઇજીરિયા અને ચીનના અનેક અરજદારો અહીં આવતા રહે છે.

2024ના ચોથા ત્રિમાસિક ગાળાથી કેરિબિયન સીબીઆઈ પ્રોગ્રામ્સ માટેની એકંદર અરજીઓમાં 12 ટકા વધારો થયો છે.

કન્સલ્ટન્સી કંપનીના ડૉમિનિક વોલેકના મતે, અમેરિકનો બંદૂકથી થતી હિંસાથી માંડીને યહૂદી-વિરોધ સુધીની દરેક બાબતથી ભયભીત છે.

તેઓ સમજાવે છે, “10થી 15 ટકા લોકો ખરેખર સ્થળાંતર કરી રહ્યા છે. મોટાભાગના લોકો માટે આમ કરવું તે કોઈપણ બાબતની ચિંતા સામેની વીમા પૉલિસી છે. બીજા દેશની નાગરિકતા હોવી તે એક સારો બૅક-અપ પ્લાન છે.”

ડૉમિનિક વોલેકના કહેવા મુજબ, કેરેબિયન પાસપૉર્ટના આસાન પ્રવાસના લાભ ઉદ્યોગપતિઓને આકર્ષિત કરે છે અને તેમાં સલામતીનો લાભ પણ મળે છે. “કેટલાક અમેરિકન ક્લાયન્ટ્સ રાજકીય રીતે સૌમ્ય હોય તેવા પાસપૉર્ટ સાથે પ્રવાસ પસંદ કરે છે.”

કોવિડ રોગચાળા પહેલાં અમેરિકા પર અમારી કંપનીની નજર સુદ્ધાં ન હતી, એવું ડૉમિનિક વોલેક ઉમેરે છે.

પ્રાઇવેટ જેટ્સમાં મુક્તપણે મુસાફરી કરતા શ્રીમંતો માટે હિલચાલ સંબંધી પ્રતિબંધો “આઘાતજનક” થયા હતા. એ કારણે સીબીઆઈ અરજીઓમાં ઉછાળો આવ્યો હતો. 2020 અને 2024ની ચૂંટણી પછી તેમાં રસ ફરી વધ્યો છે.

ડૉમિનિક વોલેસ કહે છે, “એવા ઘણા ડેમોક્રેટ્સ છે, જેમને ટ્રમ્પ ગમતા નથી અને એવા રિપબ્લિકન્સ પણ છે, જે ડેમોક્રેટ્સને પસંદ કરતા નથી.”

“બે વર્ષ પહેલાં અમેરિકામાં અમારી એકેય ઑફિસ ન હતી. હવે મોટાં શહેરોમાં આઠ ઑફિસ છે અને આગામી મહિનાઓમાં વધુ બેથી ત્રણ ઑફિસ શરૂ થશે.”

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરેબિયન દેશો બે લાખ ડોલરથી પણ ઓછા રોકાણ પર નાગરિકત્વ ઓફર કરે છે

કેનેડાના હેલિફેક્સના રૉબર્ટ ટેલરે ઍન્ટિગ્વામાં એક પ્રોપર્ટી ખરીદી હતી અને તેઓ આ વર્ષના અંતમાં ત્યાં નિવૃત્ત થવાની તેમની યોજના છે.

ગયા ઉનાળામાં રિઅલ એસ્ટેટની મર્યાદા વધારીને ત્રણ લાખ ડૉલર કરવામાં આવી એ પહેલાં તેમણે બે લાખ ડોલરનું રોકાણ કર્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, તેમને નાગરિક હોવાને કારણે અહીં રોકાણના સમયગાળાના કોઈ નિયંત્રણ નડતા નથી અને વ્યાવસાયિક તકોનો લાભ લેવાની સ્વતંત્રતા પણ મળે છે. “મેં એન્ટિગ્વા પસંદ કર્યું, કારણ કે ત્યાં પાણી બહુ સુંદર છે. મને લોકો ખૂબ જ મૈત્રીપૂર્ણ લાગે છે અને તેનો અર્થ એ કે મારા જીવનના ઉત્તરાર્ધ માટે સારું હવામાન પણ છે.”

તેમ છતાં, આવી યોજનાઓ વિવાદવિહોણી નથી. બીમાર અર્થતંત્રને ટેકો આપવા માટે 2012માં એન્ટિગ્વાની તત્કાલીન સરકારે પાસપોર્ટ વેચાણનો પ્રથમ પ્રસ્તાવ મૂક્યો ત્યારે કેટલાક લોકોએ તેને ઉતાવળિયો નિર્ણય ગણાવ્યો હતો.

ગૃહના ભૂતપૂર્વ સ્પીકર જીસેલ આઈઝેક એ દિવસોને યાદ કરતાં જણાવે છે કે વિરોધીઓ રસ્તા પર ઉતર્યા હતા. “રાષ્ટ્રવાદની લાગણી હતી. લોકોને લાગ્યું હતું કે આપણે આપણી ઓળખ, આપણે જેમના વિશે કશું જ જાણતા નથી તેવા લોકોને વેચી રહ્યા છીએ.”

સીબીઆઈ ઓફર ન કરતા કેટલાક અન્ય કેરેબિયન દેશોના નેતાઓ પણ ટીકા કરે છે. તેમાં સેન્ટ વિન્સેટ અને ગ્રેનેડાઈન્સના વડાપ્રધાન રાલ્ફ ગોન્સાલ્વિસનો પણ સમાવેશ થાય છે. તેમણે અગાઉ કહ્યું હતું કે નાગરિકતા “વેચાણ માટેની વસ્તુ” ન હોવી જોઈએ.

આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એવી આશંકા છે કે ચાંપતી નજર ન હોવાને કારણે ગુનેગારોને સરહદ પાર કરવામાં મદદ મળી શકે છે.

યુરોપિયન યુનિયને કેરેબિયન સીબીઆઈ દેશો માટે તેની પ્રખ્યાત વિઝા-મુક્ત પ્રવેશ સુવિધા પાછી ખેંચવાની ધમકી આપી છે, જ્યારે અમેરિકાએ કરચોરી અને નાણાકીય ગુનાઓ માટે આવી યોજનાના ઉપયોગની સંભાવના અંગે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી.

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કરચોરી અને નાણાકીય ગુનાઓ માટે કેટલાક ધનિકો આ દેશોનું નાગરિકત્વ મેળવતા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે

યુરોપિયન કમિશનના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ પાંચ કેરેબિયન યોજનાઓ પર “નજર” રાખી રહ્યા છે અને તેમના સંબંધિત અધિકારીઓ સાથે 2022થી વાટાઘાટ કરી રહ્યા છે.

પ્રવક્તા જણાવે છે કે, “જે દેશો યુરોપિયન યુનિયનની વિઝા-મુક્ત નીતિનો લાભ લે છે તેમના દ્વારા સીબીઆઈ યોજના મારફત એ નીતિનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ અને તેનાથી સુરક્ષા સંબંધી કોઈ સમસ્યા સર્જાઈ શકે છે કે કેમ” તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

યુરોપિયન કમિશન આ ટાપુઓ દ્વારા કરવામાં આવેલા સુધારા સ્વીકાર્યા છે અને તેની અસર મૂલ્યાંકનમાં જોવા મળશે.

અરજદારોની પૂરતી ચકાસણી કરવામાં આવતી નથી, તેવા દાવા સંબંધે પાંચ કેરેબિયન રાષ્ટ્રોએ આકરો પ્રતિભાવ આપ્યો છે.

ડૉમિનિકાના વડાપ્રધાન રુઝવેલ્ટ સ્કેરિટે તેમના દેશની સીબીઆઈ યોજનાને “સુવ્યવસ્થિત અને પારદર્શક” ગણાવી હતી અને ઉમેર્યું હતું કે તેમાં પ્રમાણિકતા સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓએ સખત મહેનત કરી છે.

સરકારના જણાવ્યા મુજબ, 1993માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી પાસપોર્ટ વેચાણને લીધે એક અબજ ડૉલરથી વધુ રકમ એકઠી થઈ છે અને તેનાથી અત્યાધુનિક હૉસ્પિટલો સહિતની મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી શકાયું છે.

સેન્ટ લુસિયામાં વડા પ્રધાન ફિલિપ જે. પિયર કહે છે કે સીબીઆઈ યોજના અજાણતાં ગેરકાયદે પ્રવૃત્તિમાં મદદરૂપ ન થાય એ સુનિશ્ચિત કરવા માટે અમે સુરક્ષાના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરીએ છીએ.

ઓછાં સંસાધનો ધરાવતા અને પર્યટન પર નિર્ભર નાનાં કેરેબિયન રાષ્ટ્રો માટે વિશ્વની મહાસત્તાઓને ખુશ રાખવાની જરૂરિયાત એક નાજુક કામ છે.

એપ્રિલમાં એક પ્રાદેશિક ઉદ્યોગ પરિષદમાં સીબીઆઈ યોજનાઓને જીવનરેખા ગણાવવામાં આવી હતી, જેના ભંડોળનો ઉપયોગ કુદરતી આફતો પછી સફાઈથી લઈને રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને મજબૂત બનાવવા સુધીના દરેક કાર્ય માટે કરવામાં આવે છે.

ઍન્ટિગ્વાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને જણાવ્યું હતું કે આ યોજના મારફત એકત્ર કરવામાં આવેલા નાણાંને કારણે તેમનો દેશ છેલ્લા દાયકામાં નાદારીમાંથી ઊગરી શક્યો છે.

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરેબિયન ટાપુઓના કુલ ઘરેલુ ઉત્પાદનમાં પાસપૉર્ટ વેચાણનો હિસ્સો હાલ 10થી 30 ટકા જેટલો છે

કેરેબિયન નાગરિકત્વ મેળવવા માટે પ્રૉપર્ટી ખરીદવા ઉપરાંતના અન્ય માર્ગોમાં રાષ્ટ્રીય વિકાસ ભંડોળમાં એક વખતના દાન અને તેના જેવી અન્ય બાબતોનો સમાવેશ થાય છે.

તેમાં ડૉમિનિકામાં એક અરજદાર માટે બે લાખ ડૉલરથી માંડીને ડૉમિનિકા તથા સેન્ટ કિટ્સમાં મુખ્ય અરજદાર અને ત્રણ લાયક આશ્રિતો માટે અઢી લાખ ડૉલર સુધીની વ્યવસ્થા સમાવિષ્ટ છે. ઍન્ટિગ્વામાં રોકાણકારોને વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટીને 2.60 લાખ ડૉલરનું દાન કરવાનો વિકલ્પ પણ મળે છે.

આંતરરાષ્ટ્રીય દબાણને કારણે આ ટાપુ રાષ્ટ્રોએ અરજદારોની ચકાસણી મજબૂત બનાવવા માટે નવા પગલાં લેવાનું વચન આપ્યું છે. તેમાં ધારાધોરણો નક્કી કરવા, કામગીરી પર નજર રાખવા અને ધારાધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા પ્રાદેશિક નિયમનકાર વ્યવસ્થાની સ્થાપનાનો સમાવેશ થાય છે.

તેઓ અમેરિકા સાથે છ સિદ્ધાંત મુદ્દે સહમત થયા છે. તેમાં ઉન્નત ડ્યુ ડિલિજન્સ, નિયમિત ઑડિટ, બધા અરજદારોના ફરજિયાત ઇન્ટરવ્યૂ અને એક દેશ અરજી નકારે તો બીજા દેશમાં અરજી કરવાની છૂટ અરજદારને આપતી છટકબારી દૂર કરવાનો સમાવેશ થાય છે.

આ ટાપુઓના કુલ ઘરેલુ ઉત્પાદનમાં પાસપૉર્ટ વેચાણનો હિસ્સો હાલ 10થી 30 ટકા જેટલો છે.

સેન્ટ કિટ્સના પત્રકાર આન્દ્રે હુઈ કહે છે કે તેમના દેશ સીબીઆઈ યોજનાને “સારો પ્રતિસાદ” મળ્યો છે. “લોકો અર્થતંત્ર માટે તેનું મૂલ્ય સમજે છે અને પાસપૉર્ટ વેચાણથી મળેલા પૈસા દ્વારા સરકારે જે કર્યું છે તેને વખાણે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ગુજરાત : જય-વીરુ નામના સિંહોએ ગીરના જંગલમાં કેવી રીતે ‘સામ્રાજ્ય’ ઊભું કર્યું અને અંત કેવો આવ્યો?

0

[ad_1]

એશિયાઈ સિંહ, ગીરનું જંગલ, જય-વીરુની જોડી, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગુજરાતના સિંહ, ગીર જંગલ

ઇમેજ સ્રોત, Parimal Nathwani

ઇમેજ કૅપ્શન, જય (જમણે) અને વીરુની રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પરિમલ નથવાણી દ્વારા લેવાયેલી એક તસવીર

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • X,

ગીરના જંગલમાં પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય બનેલ સિંહ બેલડી જય અને વીરુ હવે ફોટો અને વીડિયોમાં સમાઈ ગયા છે. ગીરના જંગલમાં આવેલ જય-વીરુના ‘રજવાડાને અંકે કરવાના ઉદ્દેશ’ સાથે અન્ય બે સિંહ બેલડીએ આ વર્ષે જૂન મહિનામાં જય અને વીરુ પર અલગ-અલગ સમયે હુમલા કર્યા હતા અને બંનેને ઘાયલ કર્યા હતા.

વીરુનું હુમલા થયાના એકાદ અઠવાડિયામાં મૃત્યુ થયું હતું. જય હુમલો કરનાર સિંહો સાથે લડ્યા પછી મોત સામે પણ બે મહિના સુધી ઝઝૂમ્યો, પરંતુ 29 જુલાઈએ તેનું પણ મૃત્યુ થયું.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યના સુપરિન્ટેન્ડેન્ટ મોહન રામે જણાવ્યું કે જૂન મહિનાની શરૂઆતમાં જય એક ટેરિટોરિયલ ફાઇટ (કોઈ વિસ્તાર પર અધિકાર માટે સિંહો વચ્ચે થતી લડાઈ)માં ઈજાગ્રસ્ત થયો હતો. ચાર દિવસ બાદ 4 જૂને વીરુ પણ આવી જ એક અન્ય લડાઈમાં ગંભીર રીતે ઘવાયો હતો.

મોહન રામે કહ્યું કે “બેલડીમાં નાના વીરુએ 11 જૂને જ દમ તોડી દીધો હતો. જયની છેલ્લા બે મહિનાથી સાસણમાં સારવાર ચાલતી હતી, પરંતુ તેનું પણ 29 જુલાઈએ મૃત્યુ થતા જય-વીરુની જોડીનો અંત આવ્યો છે.”

મોહન રામે કહ્યું કે જય-વીરુની જોડીએ પાંચેક વર્ષ પહેલાં સાસણ નજીકના ગીરના જંગલના એક મોટા વિસ્તારમાં તેમનું ‘રજવાડું’ સ્થાપ્યું હતું. ગીરના મુખ્ય જંગલની અંદર કોઈ પણ સિંહો દ્વારા સ્થપાયેલી મોટી ટેરિટરી (પ્રદેશ)ની યાદીમાં સ્થાન પામે તેવડું આ ‘રજવાડું’ હતું.

ગીર પશ્ચિમ વન્યજીવ વિભાગના નાયબ વનસંરક્ષક પ્રશાંત તોમરે બીબીસીને જણાવ્યું કે “આ સિંહો ટૂરિસ્ટ વર્ગમાં બહુ લોકપ્રિય હતા અને ટૂરિસ્ટોએ જ તેમને ‘જય’ અને ‘વીરુ’ નામ આપ્યું હતું.”

ગીરના જંગલમાં જય-વીરુનું ‘રજવાડું’ ક્યાં આવેલું હતું?

એશિયાઈ સિંહ, ગીરનું જંગલ, જય-વીરુની જોડી, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગુજરાતના સિંહ, ગીર જંગલ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, સાસણ નજીક આવેલ ભાલછેલ ગામના સનસેટ પૉઇન્ટ પરથી દેખાતું ગીરનું જંગલ

ગીરનું જંગલ વહીવટી સરળતા ખાતર ગીર પૂર્વ વન્યજીવ વિભાગ અને ગીર પશ્ચિમ વન્યજીવ વિભાગ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. આ બે વિભાગના કર્મચારીઓ જંગલ અને વન્યજીવોના રક્ષણ-જતનની કામગીરી કરે છે.

ઉપરાંત ગીરના વન્યજીવોના જતન-સંરક્ષણ માટે સાસણ વન્યજીવ વિભાગ પણ કાર્યરત્ છે.

સાસણ વન્યજીવ વિભાગના નાયબ વનસંરક્ષક મોહન રામ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યના સુપરિન્ટેન્ડેન્ટ એટલે કે અધીક્ષક તરીકે પણ ફરજ બજાવે છે.

મોહન રામે બીબીસીને જણાવ્યું કે જય અને વીરુએ એક કોઅલીશન (જોડી) બનાવી પાંચેક વર્ષ પહેલા અન્ય સિંહોને હરાવીને ગીર પૂર્વ વન્યજીવ વિભાગમાં પોતાનું ‘સામ્રાજ્ય’ સ્થાપ્યું હતું. તેમનો પ્રદેશ પૂર્વમાં કાશિયા, દુધાળા અને જામ્બુથાળાથી પશ્ચિમે માલણકા-કેનેડિપુર (મેંદરડાથી સાસણ તરફ જતા કેનેડિપુર નર્સરી અને માલણકા ગામ રસ્તામાં આવે) સુધી અને ઉત્તરે કેરમ્ભા-દેડકડી- નતાળિયાથી દક્ષિણે રાયડી સુધી વિસ્તરેલો હતો.

મોહન રામે કહ્યું: “તેમની ટેરિટરી લગભગ 140 વર્ગ કિલોમીટરના વિસ્તાર પથરાયેલી હતી અને તેમાં અંદાજે પંદરેક સિંહણનો વસવાટ હતો. જય-વીરુની ટેરિટરી સિંહો દ્વારા ગીરના જંગલમાં તાજેતરનાં વર્ષોમાં બનાવાયેલી સૌથી મોટી ટેરિટરીઓમાં ગણના પામે તેવડી હતી.”

પ્રવાસીઓમાં આ જોડી કઈ રીતે લોકપ્રિય થઈ ગઈ?

એશિયાઈ સિંહ, ગીરનું જંગલ, જય-વીરુની જોડી, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગુજરાતના સિંહ, ગીર જંગલ

ઇમેજ સ્રોત, Parimal Nathwani

ઇમેજ કૅપ્શન, જય (જમણે) અને વીરુ

મોહન રામ જણાવે છે કે તેની પાછળ એક કરતા વધારે કારણ છે.

તેમણે જણાવ્યું: “ગીર અભયારણ્યમાં આવેલા ટૂરિઝમ ઝોન (જેમાં પ્રવાસીઓને સફારી પર લઈ જવાય છે)ના 80 ટકા વિસ્તાર પર આ બેલડીએ કબજો જમાવ્યો હતો. સ્વાભાવિક રીતે જ ટૂરિસ્ટને આ સિંહો વધારે દેખાતા હતા. વળી, તેમાં સિંહણોનાં પણ મોટાં સમૂહ હતાં અને તેથી તેઓ વધારે દેખાતા. મહત્ત્વની બાબત એ હતી કે આ બંને સિંહ ખૂબ જ શક્તિશાળી અને આકર્ષક હતા, જે તેને જોનાર પર અમીટ છાપ છોડી દેતા હતા. તેમની ઉમર અંદાજે નવેક વર્ષ હતી અને ભરજુવાનીમાં હતા.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે માર્ચ મહિનામાં સાસણની મુલાકાત લીધી અને ગીરના જંગલમાં સફારીમાં ગયા ત્યારે તેમને આ જ જય અને વીરુ ગળકબારી વિસ્તારમાં જોવા મળ્યા હતા.

મોહન રામે ઉમેર્યું કે આ બંને સિંહોનો વિસ્તાર ખૂબ સમૃદ્ધ વિસ્તાર હતો જેમાં પાણીના સ્રોત, સિંહણોની વસ્તી, તેમજ સિંહોના ખોરાક છે તેવા ચિતલ, સાબર જેવા તૃણભક્ષીઓની વસ્તી પણ સારી એવી હતી.

વનવિભાગના એક કર્મચારીએ બીબીસીને જણાવ્યું: “જયની કેશવાળી ખૂબ જ મોટી હતી. આ બંને નર કદમાં ઘણા મોટા દેખાતા. ઉપરાંત તે જંગલ કાંઠે આવેલાં ગામડાંમાં પણ વિચરણ કરતા અને શિકાર પણ કરતા. પરંતુ ક્યારેય તેમણે કોઈ માનવો પર હુમલો કર્યો હોય તેવું ધ્યાને નથી આવ્યું. આ જોડીનું રાજ હજુ ત્રણેક વર્ષ વધારે ચાલશે એમ અમને લાગતું હતું, પરંતુ કદાચ વિખૂટા પડી જવાની મોટી કિંમત ચૂકવવી પડી.”

જય-વીરુ પહેલાં ગીરના જંગલમાં ‘રામ’ અને ‘શ્યામ’ તેમજ ‘ધર્મ’ અને ‘વીર’ની જોડીઓ પણ પ્રખ્યાત થઈ હતી. પરંતુ એક વનકર્મીએ બીબીસીને કહ્યું : “ત્યારે ગીરમાં સિંહોની વસ્તી આટલી વધારે ન હતી અને તેથી પ્રદેશ માટે લડાઈઓ પણ પ્રમાણમાં ઓછી હતી. પરંતુ જય અને વીરુને પોતાનો પ્રદેશ બચાવવા વધારે મહેનત કરવી પડતી હતી.”

મોહન રામે કહ્યું કે જય અને વીરુ મૂળ તો નતાળિયા વીડી તરફથી આવ્યા હતા અને તેથી વનવિભાગના સ્થાનિક કર્મચારીઓ તેને “વીડીવાળા” તરીકે ઓળખતા હતા.

તો જય-વીરુનું ‘રજવાડું’ કઈ રીતે ગયું?

એશિયાઈ સિંહ, ગીરનું જંગલ, જય-વીરુની જોડી, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગુજરાતના સિંહ, ગીર જંગલ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, માલણકા ગામ પાસે આવેલ મધુવંતી ડૅમ

મોહન રામ જણાવે છે કે જય અને વીરુ તેમના ‘રજવાડા’માં સામાન્ય રીતે સાથે જ ચોકી-પહેરો કરતા અને સાથે જ હરતા-ફરતા. તે મોટે ભાગે સાથે ત્રાડો પાડીને અન્ય સિંહોને દૂર રહેવાની ચેતવણી પણ આપતા.

મોહન રામે કહ્યું: “એક દિવસ ચોકી-પહેરો કરતી વખતે જય અને વીરુ એકબીજાથી આગળ-પાછળ થઈ ગયા. દુધાળાથી દેડકડી વચ્ચેના વિસ્તારમાં જય એકલો હતો ત્યારે કાશિયા તરફથી બે સિંહોએ તેને લલકાર્યો અને આ ત્રણેય વચ્ચે લડાઈ જામી. જય એકલો હોવાથી બે સિંહો સામે ટકી ન શક્યો અને હુમલાખોરોએ તેને પૂંઠના ભાગે દાંત બેસાડી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી. અમે પહેલી જૂને જયને સારવાર માટે સાસણ ખસેડ્યો.”

“તેના ચાર દિવસ બાદ, ચોથી જૂને ગંધારિયા અને કેરમ્ભા વચ્ચે આવેલા જાડી સાલેડી એરિયામાં કમલેશ્વર-ખોખરા તરફતી આવેલ અન્ય બે સિંહોએ વીરુને પડકાર્યો. એકલો હોવા છતાં વીરુએ બે સિંહો સામે બાથ ભીડી, પરંતુ લડાઈમાં વીરુને પણ તેના મોટા ભાઈ જયની જેમ ગંભીર ઈજાઓ થઈ. અમે સારવાર માટે તેને પણ સાસણ લઈ આવ્યા અને બંનેને એકબીજાની નજીક રાખ્યા, પરંતુ ઈજાઓના કારણે વીરુએ 11 જૂને જ દમ તોડી દીધો.”

મોહન રામે ઉમેર્યું કે સારવારની સારી અસર થતા જયની તબિયત સુધરી અને હાલતો-ચાલતો પણ થઈ ગયેલો. અમે એક તબક્કે એવું પણ વિચારવા માંડ્યું કે જયને જંગલમાં ફરી એક વાર મુક્ત કરીએ. પરંતુ પછી તેની તબિયત બગડવા લાગી અને પશુ ડૉક્ટરોના બધા પ્રયાસો છતાં જયનું ઇન્ફેક્શન મટાડી ન શકાયું. તેનું પણ 29 જુલાઈએ મૃત્યુ થયું.”

તો શું જય-વીરુ પર થયેલા હુમલા સામાન્ય છે?

એશિયાઈ સિંહ, ગીરનું જંગલ, જય-વીરુની જોડી, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગુજરાતના સિંહ, ગીર જંગલ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ગીરના જંગલમાં આવેલ પોતાના પ્રદેશમાં લટાર મારી રહેલ એક સિંહ

આ પ્રકારના હુમલાને પ્રદેશ માટે સિંહોમાં થતી આંતરિક લડાઈ કહેવાય છે.

જાણકારો કહે છે કે આવી લડાઈઓ સિંહોના જીવનનો અભિન્ન હિસ્સો છે. સિંહો ટેરિટોરિયલ એનિમલ એટલે કે પોતાની હદ-સીમા નક્કી કરીને તેની અંદર રહેવાવાળાં પ્રાણી છે.

સિંહો તેમજ સિંહણો આ રીતે પોતપોતાની હદ-સીમા એટલે કે વિસ્તાર બાંધે છે. આવી હદ-સીમા એકલો સિંહ પણ બાંધી શકે અથવા યુવાવસ્થાની શરૂઆતમાં જેમની સાથે મિત્રતા થઈ હોઈ તેવા અન્ય સિંહ સાથે કોઅલીશન કરીને બંને સાથે પણ કોઈ એક પ્રદેશમાં પોતાનું આધિપત્ય સ્થાપી શકે છે.

સિંહણો સામાન્ય રીતે એક કરતાં વધારે સભ્ય ધરાવતાં સમૂહોમાં રહે છે અને તેમાં માતા, બહેનો, પુત્રીઓ, નાનાં નર બચ્ચાં વગેરે હોય છે.

એક સિંહ કે સિંહોની એક બેલડીની ટેરિટરીમાં સિંહણોના એક કરતાં વધારે પ્રાઇડ (પરિવાર) હોઈ શકે છે. પોતે સ્થાપેલા વિસ્તારમાં રહેતી સિંહણો સાથે સંવનન કરીને સિંહો પોતાનો વંશ-વેલો વધારવાની કોશિશ કરે છે.

પરંતુ ટેરિટોરીયલ એનિમલ હોવાને કારણે સિંહો વચ્ચે ટેરિટરી બાબતે લડાઈઓ થતી રહે છે.

વળી, નર બચ્ચાં તરુણાવસ્થા વટાવી યુવાવસ્થા તરફ પ્રયાણ કરે એટલે સિંહ-સિંહણના પ્રાઇડમાંથી તેમને બહાર કાઢી મુકાય છે.

સંશોધકો કહે છે કે સિંહો એવું એટલા માટે કરે છે કે લોહીનો સંબંધ ધરાવતા સભ્યો સાથે જાતીય સંબંધો ટાળી શકાય અને તે રીતે આનુવંશિક ખામીઓ પણ નિવારી શકાય.

એશિયાઈ સિંહ, ગીરનું જંગલ, જય-વીરુની જોડી, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગુજરાતના સિંહ, ગીર જંગલ

ઇમેજ સ્રોત, Gujarat forest department

ઇમેજ કૅપ્શન, ગીરના જંગલમાં એક વૃક્ષના થડ પર નહોર વડે લિસોટા કરી રહેલ એક સિંહણ

પરિવારમાંથી હાંકી કઢાયેલા યુવા સિંહ પોતાનું પોતાનો પ્રદેશ સ્થાપવા નવા વિસ્તાર તરફ નીકળી પડે છે. તેની જેમ જ અન્ય પરિવારમાંથી હાંકી કઢાયેલા જો કોઈ અન્ય યુવા સિંહ મળી જાય તો આવા બે સિંહ ભેગા થઈને એક સંયુક્ત પ્રદેશ પર પોતાનું ‘આધિપત્ય’ સ્થાપે છે.

જય અને વીરુએ આ રીતે જ તેમનું ‘રાજ્ય’ સ્થાપ્યું હતું તેમ વનવિભાગના કર્મચારીઓ કહે છે.

યુવાનીના દિવસોમાં આવા સિંહ વધારે શક્તિશાળી બને છે અને કોઈ ટેરિટરી પર ‘રાજ’ કરતા સિંહને પડકાર ફેંકે છે. પરિણામે લડાઈ થાય છે.

આવી લડાઈમાં ક્યારેક રાજ કરતા સિંહની તો ક્યારેક તેને પડકાર ફેંકનાર યુવા સિંહની જીત થતી હોય છે. સામાન્ય રીતે સામેના સિંહની તાકાત પામી જતા નબળા સિંહ લડાઈમાં પાછીપાની કરે છે અને નાસી જાય છે. જો ‘રાજકર્તા’ સિંહને નાસી જવું પડે તો તેનું બાકીનું જીવન મોટા ભાગે એકાંતવાસમાં પસાર થાય છે. જો યુવા નર એક લડાઈમાં પોતાની હાર થાય તો તે બીજી વાર કે કોઈ બીજા ‘રાજકર્તા’ પર હુમલો કરવાની ફિરાકમાં રહે છે. આવી લડાઈઓ ક્યારેક ઘાતક પણ નીવડે છે એમ નિષ્ણાતો માને છે.

આવી જ એક લડાઈમાં વિજેતા થઈ ટૂરિઝમ ઝોનના મોટા ભાગના વિસ્તાર પર પોતાનું ‘રાજ્ય’ સ્થાપી દીધું હતું.

વનવિભાગના એક કર્મચારીએ બીબીસીને જણાવ્યું: “તે સમયે આ વિસ્તારમાં બીજા બે નર સિંહોનું શાસન હતું. જય અને વીરુ કેનેડિપુર-નતાળિયા વીડી તરફથી આવ્યા અને ‘રાજકર્તા’ બે નરોને પડકાર ફેંક્યો. લડાઈમાં જય-વીરુએ તે વખતના ‘રાજકર્તા’ નર સિંહોને હરાવ્યા, પરંતુ તે લડાઈ પ્રાણઘાતક નહોતી રહી. હારી જનાર ‘રાજકર્તા’ સિંહો કમલેશ્વર તરફ ભાગી ગયા હતા.”

ગીરમાં જય-વીરુનું સ્થાન હવે કોણ લેશે?

એશિયાઈ સિંહ, ગીરનું જંગલ, જય-વીરુની જોડી, ગુજરાત, બીબીસી ગુજરાતી, ગુજરાતના સિંહ, ગીર જંગલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એશિયાઈ સિંહ

મોહન રામ કહે છે કે સામાન્ય રીતે વનવિભાગના કર્મચારીઓ આંતરિક લડાઈઓમાં ઘવાયેલા સિંહોને રેસ્ક્યૂ કરીને સારવાર માટે લઈ જતા નથી, કારણ કે આવી લડાઈઓ “કુદરતી સમતુલા” અને “સૌથી બળવાન ટકી રહે” તેવા કુદરતી ક્રમનો ભાગ મનાય છે.

મોહન રામે કહ્યું: “પરંતુ જય અને વીરુ માટે અમે અપવાદરૂપ પગલાં લીધેલાં. તેમનું પ્રાઇડ બહુ મોટું હતું. તેના પર હુમલા થયા ત્યારે તેના પ્રાઇડમાં નાનાં બચ્ચાંની સંખ્યા ખૂબ વધારે હતી. જો આ ડૉમિનન્ટ નર સિંહોના મૃત્યુ થાય તો મોટી સંખ્યામાં સિંહબાળોના મોત થવાની શક્યતા હતી. તેથી, અમે જય અને વીરુને રેસ્ક્યૂ કરી સારવાર આપવાનો નિર્ણય લીધો હતો.”

મોહન રામ જણાવે છે કે જય-વીરુ પર હુમલા થયા ત્યારે તેમના પ્રદેશમાં આવેલા ગંધારિયા વિસ્તારમાં ચાર સિંહણ અને જય-વીરુ જેમના પિતા હતા તેવાં દસ બચ્ચાં હતાં. તે જ રીતે દેડકડી વિસ્તારમાં આવેલી સિંહણોના અન્ય એક જૂથમાં પણ સાત બચ્ચાં હતાં. સામાન્ય રીતે પ્રદેશ જીતી લીધા બાદ સિંહો તે પ્રદેશમાં રહેલા પહેલાંના સિંહો થકી જન્મેલાં અને હજુ પણ નાનાં હોય તેવાં બચ્ચાંને મારી નાખે છે જેથી તેમના હરીફ ઊભા ન થાય અને તે પ્રદેશની સિંહણો ગર્ભધારણ કરવા માટે ઝડપથી તૈયાર થઈ જાય.

મોહન રામે બીબીસીને કહ્યં કે “ગંધારિયાવાળા ગ્રૂપમાં બચ્ચાં ખૂબ નાનાં હોવાથી સિંહણો જીવન જોખમે પણ તેનું રક્ષણ કરી રહી છે. નવા આવી ચડેલા સિંહોથી બચ્ચાને બચાવવા માટે સિંહણો છૂટી પડી ગઈ છે, પરંતુ બે બચ્ચાનાં કુદરતી મોત થયાં છે. સિંહોએ દેડકડીમાં બે બચ્ચાંને મારી નાખ્યાં છે, જ્યારે તરુણાવસ્થાએ પહોંચી ગયેલાં પાંચ બચ્ચાં પોતાનો તેમનો જીવ બચાવવા સંતાતાં ફરે છે. અમને અમુક સિંહોની ત્રાડો સંભળાય છે, પરંતુ ‘જય-વીરુના રાજ’ પર હવે કોનો કબજો છે એ હજુ સ્પષ્ટ નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



[ad_2]

Source link

લૉર્ડ મેઘનાદ દેસાઈ : ભારતની જાહેરનીતિના સક્ષમ ટીકાકાર અને વિદ્વાન અર્થશાસ્ત્રી ‘વિદ્રોહી લૉર્ડ’ની વિદાય

0

[ad_1]

મેઘનાદ દેસાઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેઘનાદ દેસાઈનો જન્મ વડોદરામાં થયો હતો

ભારતીય મૂળના નેચરલાઇઝડ ઇન્ડિયન, પદ્મભૂષણ લૉર્ડ મેઘનાદ જગદીશચંદ્ર દેસાઈનું 85 વર્ષે નિધન થયું છે.

યુવા અવસ્થામાં બૉમ્બે યુનિવર્સિટીમાં ભણતી વખતે હિંદી ફિલ્મો બહુ જોતા અને દિલીપકુમાર એમના હીરો.

છેક 64 વરસની ઉંમરે એટલે 2004માં મેઘનાદભાઈએ એક સરસ મજાનું પુસ્તક અંગ્રેજીમાં લખ્યું, ‘નહેરુઝ હીરો દિલીપકુમાર ઇન ધ લાઇફ ઑફ ઇન્ડિયા”.

આમ તો એમણે એ પુસ્તકને અંગત લખાણ ગણાવેલું, પરંતુ તેનું આમુખ લખતાં એમના મિત્ર લૉર્ડ ડેવિડ પુટ્ટનમ જણાવે છે કે એ પુસ્તક એક સમાજવિજ્ઞાનના રસાળ દસ્તાવેજ તરીકે પણ વખાણી શકાય.

નહેરુના સપનાને અનુરૂપ લખાયેલી પટકથાઓ પર બનેલી ફિલ્મોમાં દિલીપકુમારનો અભિનય ઉચ્ચ કક્ષાનો અને સંદેશ બરાબર પહોંચાડે તેવો છે.

પુસ્તકમાં ચિત્રપટ પર દેખાડાતું દેશનું જીવન અને દેશનો સામાજિક, આર્થિક ચિતાર સહેજે ઊપસી આવે છે.

લૉર્ડ દેસાઈ પુસ્તકની ભૂમિકામાં લખે છે કે મારો પહેલો ખયાલ તો એવો જ હતો કે આ પુસ્તક એક સંવાદરૂપે જ પ્રકટ થાય, પરંતુ દિલીપકુમાર અને મારો સમય સાથે સાધી શકાયો નહીં અને મારે લેખક તરીકે જ લખવું પડ્યું.

વડોદરામાં જન્મ, 14 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કર્યું

લોર્ડ મેઘનાદ દેસાઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લોર્ડ મેઘનાદ દેસાઈનું 85માં વર્ષે નિધન થયું છે

અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એમનું નામ તો વિદ્યાર્થીકાળથી જ સાંભળેલું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાં મારા પ્રોફેસર વીએન કોઠારી અને લૉર્ડ મેઘનાદના ગુરુભાઈ ગણાય, કારણ કે મુંબઈ યુનિવર્સિટીમાં તેમના ગુરુ તે પ્રોફેસ્સોર ડીટી લાકડાવાલા.

ક્લાસમાં એમના વિચારો અને એમના અંગેની વાતો આવે. લૉર્ડ દેસાઈનાં માતાપિતા વડોદરાનાં રહેવાસી હોવાં જોઈએ.

એમનો જન્મ વડોદરામાં 10 જુલાઈ, 1940માં થયો હતો. આયુષ્યનાં 85 વરસ પૂરાં કરીને 29 જુલાઈ 2025ના રોજ ગયા.

શાળાશિક્ષણ વડોદરાનું છે તેવું જણાય છે, કારણ કે તેઓ ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા એવું જાણવા મળે છે. બાળપણથી જ વિલક્ષણ બુદ્ધિવાળા હશે, કેમ કે, 14 વરસની ઉંમરે મેટ્રિક પાસ થયા હતા.

સ્નાતકની ડિગ્રી અર્થશાસ્ત્ર સાથે બી.એ. મુંબઈની રામનારાયણ રુઇયા કૉલેજમાં ભણીને લીધી.

અનુસ્નાતક અભ્યાસ માટે મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં જોડાયા, અને 20 વરસની ઉંમરે 1960માં અર્થશાસ્ત્રમાં એમ.એ. થયા.

તેજસ્વી કારકિર્દી થકી યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં શિષ્યવૃત્તિ મળી અને 1963માં પીએચ.ડી. થઈ ગયા.

લૉર્ડ મેઘનાદ દેસાઈનું અંગત જીવન કેવું હતું?

એમના અંગત જીવનની ખબર બહુ ઓછા લોકોને છે. આપણે ગુજરાતના લોકો જે જાહેર જીવનમાં હતા અને છે તેઓ એમના ભાઈ બીજે દેસાઈને ઓળખીએ છીએ.

તેઓ ગુજરાત સરકારમાં ઊંચા હોદ્દા પર હતા. ગુજરાતના કર્મશીલો સાથે એમનો ઘરોબો. એ ચર્ચાઓમાં જોડાય. સરકારમાં હતા, પણ વિચારધારા રૅડિકલ.

એમના બીજા ભાઈ તૈલપ દેસાઈ અને બહેન પુનીતા વસાવડા. આ ભાઈ અને બહેનનો ઉલ્લેખ દિલીપકુમારના પુસ્તકની પ્રસ્તાવનામાં છે.

મેઘનાદભાઈની 2020માં પ્રકાશિત મેઘનાદ દેસાઈ, રેબેલિયસ લૉર્ડ’ હું વાંચી શક્યો નથી. તેઓ નાસ્તિક હતા.

લગ્ન મોડેથી કર્યાં હોય એવું જણાય છે. 1970માં મેઘનાદ દેસાઈએ તેમના એલએસઈનાં સાથીદાર ગેઇલ વિલ્સન સાથે લગ્ન કર્યાં હતાં.

જે તેમની પહેલી પત્ની હતી. તે જ્યૉર્જ એમ્બલર વિલ્સન સીબીઈની પુત્રી હતી. તેમને ત્રણ બાળકો હતાં. નહેરુનો હીરો…. લખવા દરમિયાન દેસાઈ તેમની બીજી પત્ની કિશ્વર આહલુવાલિયાને મળ્યા અને એમની સાથે રજિસ્ટ્રાર ઑફિસમાં લગ્ન કર્યાં હતાં.

લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં પ્રોફેસર

તેમની શૈક્ષણિક કારકિર્દી ભવ્ય રહી હતી. શરૂઆત કૅલિફોર્નિયાના બર્કલેમાં કૅલિફોર્નિયાના કૃષિ અર્થશાસ્ત્ર વિભાગમાં ઍસોસિએટ સ્પેશિયાલિસ્ટ તરીકે કરી.

1965માં લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં (એલએસઈ) લેક્ચરર અને1983માં અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા.

એમણે ઘણાં વરસો સુધી વર્ષોથી અર્થમિતિ, મેક્રોઇકૉનૉમિક્સ, માર્ક્સિયન અર્થશાસ્ત્ર અને વિકાસ અર્થશાસ્ત્ર શીખવ્યું.

એલએસઈમાં જ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટના તેઓ નિયામક રહ્યા. 2003માં સેવાનિવૃત્ત થયા અને 1992થી નિવૃત્તિના વર્ષ સુધી એલએસઈ ગ્લોબલ ગવર્નન્સનું નેતૃત્વ કર્યું.

20 પુસ્તકો અને 200થી વધુ સંશોધન લેખોના લેખક તરીકે ચર્ચિત અર્થશાસ્ત્રી રહ્યા છે.

લેબર પાર્ટીના ખમતીધર રાજકારણી

અભિનેતા ઇરફાન ખાન અને લૉર્ડ મેઘનાદ દેસાઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભિનેતા ઇરફાન ખાન અને લૉર્ડ મેઘનાદ દેસાઈ

માર્ક્સિયન ઇકૉનૉમિક થિયરી (1973), એપ્લાઇડ ઇકૉનૉમેટ્રિક્સ(1976), માર્ક્સિયન ઇકૉનૉમિક્સ (1979) અને ટેસ્ટિંગ મોનેટરિસ્મ (1981) એમના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જાણીતા બન્યા હતા.

1984થી 1991 સુધી જર્નલ ઑફ એપ્લાઇડ ઇકૉનૉમેટ્રિક્સના સહસંપાદક રહ્યા. અખબારોની કૉલમ પણ ચલાવતા.

ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી અખબાર ગણાતા ટ્રિબ્યુનમાં કૉલમ લખતા. આપણા દેશના બિઝનેસ સ્ટેન્ડર્ડ, ઇન્ડિયન ઍક્સપ્રેસ અને ફાયનાન્સિયલ ઍક્સપ્રેસમાં પણ કૉલમ લખતા.

સક્રિય રાજનીતિમાં પણ રાજનીતિમાં ઝંપલાવ્યું અને 1971થી જ લેબર પાર્ટીના સક્રિય સભ્ય થયા. માર્ક્સવાદી અર્થશાસ્ત્રી અને સમાજવાદી રાજકારણી તરીકે પંકાયા. જૂન 1991માં હાઉસ લૉર્ડ્સ પ્રવેશ્યા.

2011માં હાઉસ ઑફ લૉર્ડ્સના સ્પીકર તરીકેની ઉમેદવારી નોંધાવી પણ હાર્યા. આખી જિંદગી લેબર પાર્ટીના એક ખમતીધર રાજકારણી રહ્યા.

જીવનના છેલ્લા સમયમાં એટલે કે નવેમ્બર 2020માં પાર્ટીએ રંગભેદમાં માનનારા જર્મી કોર્બિનને પાર્ટીમાં ફરી દાખલ કરવાથી તેમણે પોતાની 49 વર્ષની લેબર પાર્ટીના સભ્યપદને તિલાંજલિ આપી. આ વિદ્રોહી લૉર્ડનું સ્વરૂપ હતું.

ભારતની જાહેરનીતિના સક્ષમ ટીકાકાર

લૉર્ડ મેઘનાદ દેસાઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

2002માં દેસાઈનું પુસ્તક “માર્ક્સ’સ રીવેન્જ : ધ રિસર્જન્સ ઑફ કેપિટાલિઝમ ઍન્ડ ધ ડેથ ઑફ સ્ટેટિસ્ટ સોશિયાલિઝમ” ખૂબ ચર્ચામાં આવ્યું.

પુસ્તકને ખૂબ સારો આવકાર પણ મળ્યો. એમણે માર્ક્સના ઓછા જાણીતા વિચારો પર પ્રકાશ નાખતાં જણાવ્યું કે જેણે માર્કસ પરનો ઊંડો અને વ્યાપક અભ્યાસ કર્યો હોય તેને ખયાલ આવી જ જવાનો કે છેલ્લે મૂડીવાદનો પ્રભાવશાળી થશે.

માર્ક્સના સિદ્ધાંતો આધુનિક મૂડીવાદ અને વૈશ્વિકીકરણ વિશેની આપણી સમજણમાં વધારો કરે છે. એમનો તર્ક એ હતો કે ઉદારીકરણ, બજારીકરણ અને વૈશ્વિકીકરણની છેલ્લી મંજિલ તો સમાજવાદ તરફી જ છે.

2009માં એમણે રિડિસ્કવરી ઑફ ઇન્ડિયા લખ્યું. ભારતના ઇતિહાસ, રાજનીતિ અને અર્થકારણનું વિશ્લેષણ કરતા ભારતમાં પ્રજાતંત્ર કેમ ટકે છે તેની પર પ્રકાશ નાંખ્યો છે.

તેથી જ તેઓ ભારતની જાહેરનીતિના એક સક્ષમ ટીકાકાર તરીકે જાણીતા છે.

2017માં એમણે એક ટીકા એવી કરી હતી કે ભારતના વડા પ્રધાન સમજી ગયા છે કે સમાવેશી વિકાસ જ સમતાભર્યા સમાજની રચનાનો પાયો રહેશે.

એ જ અરસામાં ઇંગ્લૅન્ડ યુરોપિયન યુનિયનમાંથી નીકળવા માગતું હતું. લૉર્ડ મેઘનાદ દેસાઈએ કહ્યું હતું કે બ્રેક્સિટની અસર તરત નહીં, પરંતુ 2020 પછી જણાશે.

સાથે એવું પણ કહ્યું હતું કે ભારત માટે ચિંતાનું કોઈ કારણ નથી. આજની સ્થિતિ વિશે પણ તેઓ વિચારી જ રહ્યા હશે અને જો વધુ જીવતા હોત તો એમણે ચોક્કસ પોતાના વિચારો રજૂ લેખો કે પુસ્તક સ્વરૂપે પ્રકટ કર્યા જ હોત.

ગાંધીજીની ઊંચાઈને ઊંડાઈથી સમજનાર

લૉર્ડ મેઘનાદ દેસાઈ, નિતીશ કુમાર બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર સાથે લૉર્ડ મેઘનાદ દેસાઈ

2010માં મુરબ્બી મિત્ર અને ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનના તત્કાલીન મહામંત્રી વિપુલ કલ્યાણીએ પરિવાર કૉમ્યુનિકેશનના નેજા હેઠળ વરસોથી પ્રકાશિત થતી ‘ઓપિનિયન’ પત્રિકાની મુદ્રિત આવૃત્તિ બંધ કરવાનું નક્કી કર્યું અને એક મોટો કાર્યક્રમ ‘સંકેલો’ યોજ્યો હતો.

એમાં મને મારાં પત્ની સહિત આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે 31 માર્ચ, 2010ની સાંજે લંડનની હાઈ કમિશન ઑફ ઇન્ડિયાના ધ નહેરુ સેન્ટરમાં ‘દિ ન્યૂ મિલેનિયમ ઍન્ડ ગાંધી’ વિષય પર એક સેમિનાર યોજ્યો હતો.

લૉર્ડ દેસાઈ ગાંધીજીની ઊંચાઈ ને ઊંડાઈથી સમજતા હતા. પણ ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ને ‘આઉટડેટેડ’ માનતા તેવું જણાયું.

તેઓ મક્કમપણે આધુનિકવાદમાં વિચાર ને વ્યવહારથી માનનારા હતા એવું તેમણે જણાવ્યું હતું.

વિદ્રોહી લૉર્ડ મેઘનાદ દેસાઈ

લૉર્ડ મેઘનાદ દેસાઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં 6 જાન્યુઆરી, 2012ના રોજ તેઓ ગૂજરાત વિદ્યાપીઠના ત્રણ દાયકા ઉપરાંત કુલનાયક અને કુલપતિ રહેલા ખૂબ જાણીતા ગાંધીવિદ રામલાલ પરીખની સ્મૃતિમાં યોજાતા વ્યાખ્યાન માટે રામલાલભાઈનાં પુત્રી મંદાબહેન પરીખના આમંત્રણથી વ્યાખ્યાન આપવા આવ્યા હતા.

એમનો વ્યાખ્યાનનો વિષય હતો ‘હિંસા પર ગાંધીજીના વિચારો’. વિષય પરથી એમના તોફાની સ્વભાવનો અણસાર આવી જવો જોઈતો હતો.

લૉર્ડ દેસાઈએ ખૂબ ચર્ચા જગાવી હતી. તેઓએ કહ્યું હતું કે ગાંધીજી હિંસાને નકારતા ન હતા, એવું હોત તો તેમણે ભગવદગીતાનો જે રીતે આશરો લીધો હતો તે ન લીધો હોત.

એમનાં મંતવ્ય મુજબ પોતાની પર અનુશાસન મેળવવા ગાંધીજીનો પ્રયત્ન ખૂબ જ હિંસક હતો. આમ અમને વિદ્રોહી લૉર્ડની ઝલક રૂબરૂ મળી.

અમારી વચ્ચે ફરી એક વાર લંબાણથી ‘હિંદ સ્વરાજ’ પર ચર્ચા થઈ. એમાં રહેલા તત્ત્વની પ્રસ્તુતતા કોઈ પણ કાળે રહેશે અને પ્રેમબળ, આત્મબળ અને સત્યબળ શાશ્વત મૂલ્ય તરીકે સમાજને માર્ગદર્શન આપશે, એ વાત એમને ગળે ઉતારવા હું નિષ્ફળ નીવડ્યો હતો.

ભારતીય મૂળ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા એક મહાન વિચારક, મૌલિક વિદ્વાન, ગાંધીજીને સમીક્ષાત્મક રીતે જોનારા અને એક ખૂબ મોટા ગજાના વિદ્વાન અને ક્રિયાશીલ અને વિદ્રોહી રાજકારણી લૉર્ડ મેઘનાદ દેસાઈને શ્રદ્ધાંજલિ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

‘મહાદેવી’ હાથણીની વિદાયથી ગામ આખું હીબકે ચડ્યું, સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા, આખરે ગુજરાતના ‘વનતારા’માં કેમ જવું પડ્યું?

0

[ad_1]

હાથી, મહારાષ્ટ્ર, બીબીસી, ગુજરાત

ઇમેજ સ્રોત, SCREEN GRAB

    • લેેખક, મયૂરેશ કોણ્ણુર
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

મહારાષ્ટ્રના કોલ્હાપુરથી લગભગ 35 કિલોમીટર દૂર નંદની ગામમાં 28 જુલાઈના રોજ જે થયું એ કદાચ ભાગ્યે જ કોઈ ગામમાં થયું હશે. આખું ગામ રસ્તા પર ઊતરી આવ્યું હતું.

માત્ર ગામ નહીં પણ આસપાસનાં ગામના લોકો પણ આવ્યા હતા.

બધા ભાવુક હતા, કેટલાકની આંખમાં આંસુ હતાં. આ એક વિદાય સમારોહ હતો અને એ એક હાથણીનો.

પ્રાણીઓ અને માણસો વચ્ચેના સંબંધની ઘણી કહાણીઓ આપણે પહેલાં પણ સાંભળી છે. પણ આવી કહાણી પહેલી વાર સાંભળવા મળી.

ગામના લોકોએ હાથણીને પોતાની પાસે રાખવાના તમામ પ્રયાસો કરી જોયા.

ક્યારેક રસ્તા પર ઊતરીને વિરોધપ્રદર્શન કર્યું, ક્યારેક સરકારી તંત્ર સામે ટક્કર લીધી, દેશના સુપ્રીમ કોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો, પણ 33 વર્ષનો આ સંબંધ આખરે તૂટી ગયો.

હાથણી માટે ગામના લોકો સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડ્યા

આ કહાણી શિરોલ તાલુકાના નંદની ગામ અને એમની પ્રિય ‘મહાદેવી’ હાથણીની છે. કેટલાક લોકો એને ‘માધુરી’ પણ કહે છે. હાથણી 1992માં ગામના જૈન સમુદાયના મઠમાં રહેતી હતી.

પણ હવે એક મોટા વિવાદ અને કાયદાકીય લડાઈ બાદ મહાદેવી હાથણીને 33 વર્ષ જૂનું ઘર છોડીને ગુજરાત તરફ જવું પડ્યું છે.

વન્યજીવ વિશેષાધિકાર સમિતિ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ 28 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે અંતિમ ફેંસલો આપ્યો હતો.

એ અનુસાર હાથણીને ગુજરાતના જામનગરમાં અંબાણીના રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારા સંરક્ષણ કેન્દ્રમાં જવાનું હતું.

વનવિભાગ અને વનતારાના કર્મચારી તુરંત જ હાથણીને કોલ્હાપુરના નંદનીથી જામનગર લઈ ગયા અને એને રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટને સોંપી દીધી, જે વનતારાનો એક હિસ્સો છે.

મહાદેવીનું નંદની સાથે કનેક્શન

જૈન સમુદાય સ્વસ્તિશ્રી જિનસેન ભટ્ટારક પટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થાન મઠ સદીઓથી શિરોલ તાલુકાના નંદની ગામમાં આવેલો છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટકના સરહદી વિસ્તારોમાં આવેલાં 743 ગામોના ભક્તો આ મઠ સાથે જોડાયેલા છે. તેઓ આ મઠના મુખ્ય સ્વામીમાં શ્રદ્ધા ધરાવે છે.

આ મઠ પાસે હાથી ‘મહાદેવી’નું વાલીપણું હતું અને તેમણે અંત સુધી અરજદાર તરીકે કેસ લડ્યો અને છેક સુપ્રીમ કોર્ટ સુધી.

મઠનો દાવો છે કે હાથણી વર્ષોથી અહીંની ઘણી ધાર્મિક પરંપરાઓનો સતત ભાગ રહી છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મઠે જણાવ્યું હતું કે, “લગભગ 1300 વર્ષ જૂના આ મઠમાં હાથીઓ રાખવાની પરંપરા છે. અહીં હંમેશાં એક હાથણી રહે છે અને તેની સારી રીતે જાળવણી કરવામાં આવે છે.”

ગ્રામજનોની માનીતી ‘મહાદેવી’ હાથણી

આ પરંપરાને અનુસરીને 1992માં હાથણીને અહીં લાવવામાં આવી અને તેનું નામ ‘મહાદેવી’ રાખવામાં આવ્યું.

અહીંના તમામ ધાર્મિક વિધિઓ અને શોભાયાત્રાઓમાં ‘મહાદેવી’ની પરેડ થતી હતી. તે અહીંના પંચક્રોશી માટે નંદાણી ગામની ઓળખ બની ગઈ હતી.

સદીઓથી મઠ દ્વારા જીવંત રાખવામાં આવેલી પરંપરાના વર્તમાન પ્રતિનિધિ તરીકે તે મહત્ત્વની હતી.

‘મહાદેવી’ સાથે જોડાયેલી આ લાગણીઓઓ તેની વિદાય સમયે જુવાળ બનીને ઊભરી આવી હતી,

અહીંથી તેના વિદાય સમારંભ માટે એક સરઘસ નીકળ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેને ગામમાં રાખવા માટે ચાલી રહેલા સંઘર્ષથી હાથણી સાથે જોડાયેલી લાગણીઓ વધુ ગાઢ બની હતી. સ્થાનિક પોલીસે આ વિદાય સમારંભ દરમિયાન હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

હાથી, મહારાષ્ટ્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, SCREEN GRAB

આ માત્ર વિદાય સમારોહ દરમિયાન નહીં પણ કેટલાક દિવસો પહેલા 16 જુલાઈના રોજ પણ ઘટના બની જ્યારે ઉચ્ચ ન્યાયાલયે મઠની સામે ચુકાદો આપ્યો. સમાચાર ફેલાયા કે હાથણીને હવે ગુજરાત લઈ જવાશે.

આ સમાચાર ફેલાતા જ આસપાસનાં ગામોમાંથી સેંકડો લોકો રસ્તા પર ઊતરી આવ્યા.

માહોલ એટલો ગરમાયો કે રાજકીય નેતાઓએ પણ આ મામલે સામેલ થવું પડ્યું. કેટલાક નેતાઓએ ચૂપ રહેવામાં જ પોતાની ભલાઈ સમજી.

પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ કહ્યુ, ”આ ઘણાં વર્ષોથી પરંપરા રહી છે. આ પહેલાં હાથણીને ક્યારેય નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. લોકોની ભાવના આની સાથે જોડાયેલી છે. કાયદાની ધમકી આપીને આ રીતે લઈ જવી યોગ્ય નથી.”

હાથણીને ગુજરાતમાં આવેલા ‘વનતારા’માં કેમ લઈ જવાઈ?

વર્તમાન પરંપરા અનુસાર હાથણી મહાદેવીને ગુજરાત લાવવાનો સંઘર્ષ 2020માં શરૂ થયો હતો જ્યારે તે નંદની મઠમાં હતી.

જંગલી જાનવરોની સારસંભાળ અને અધિકારો માટે કામ કરનાર સંગઠન પીપલ્સ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ (PETA)ના કાર્યકર્તાઓએ દિલ્હીસ્થિત હાઈ ઑથૉરિટી કમિટી ફોર ધ કેર ઍન્ડ ટ્રાન્સફર ઑફ વાઇલ્ડ એનિમલ્સને ફરિયાદ કરી હતી કે મઠમાં હાથણીની યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવી રહી નથી.

સુપ્રીમ કોર્ટમાં મઠ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા મુજબ, “ડિસેમ્બર 2023માં આ હાઈ-પાવર્ડ કમિટીએ આ ફરિયાદની નોંધ લેતા મહારાષ્ટ્રના મુખ્ય વાઇલ્ડ લાઇફ વૉર્ડનને આ હાથીને ‘રાધે કૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ’માં ટ્રાન્સફર કરવાનું સૂચન કર્યું, જે ગુજરાતમાં ‘વનતારા’નો ભાગ છે.”

એપ્રિલ 2024માં નંદની મઠે હાઈ પાવર કમિટીના આદેશ સામે બૉમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે તેમની અરજી સ્વીકારીને હાથીને ગુજરાત ટ્રાન્સફર કરવા પર રોક લગાવી દીધી હતી.

મઠનો શું દાવો છે?

આ બાદ ઉચ્ચ ન્યાયાલયના નિર્દેશ અનુસાર નિષ્ણાતોની સમિતિ અને પશુચિકિત્સા અધિકારીઓ દ્વારા લાંબા સમય સુધી તપાસ અને નિરીક્ષણ ચાલુ રહ્યું.

મઠનો દાવો છે કે આ સમયગાળા દરમિયાન પશુચિકિત્સા અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા અહેવાલોમાં દર્શાવાયું હતું કે હાથણીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો હતો અને સમયાંતરે સમિતિ અને કોર્ટ સમક્ષ ‘હેલ્થ સર્ટિફિકેટ’ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

જોકે, 16 જુલાઈના રોજ હાઇકોર્ટે નંદણી મઠ ટ્રસ્ટની અરજીનો નિકાલ કર્યો અને 3 જૂન, 2025ના રોજ હાઈ પાવર કમિટીએ હાથણીને ગુજરાત લઈ જવાના નિર્ણયને સમર્થન આપ્યું.

‘સ્વસ્તીશ્રી જિનસેન ભટ્ટાર્ક પટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થાન મઠ’ના ટ્રસ્ટે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ ત્યાંથી અસફળતા હાથ લાગી.

28 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો. થોડા કલાકોમાં જ હાથણી ‘મહાદેવી’ને ગુજરાતમાં આવેલા અંબાણીના ‘વનતારા’માં લઈ જવામાં આવી.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હાથણી ‘મહાદેવી’ ગુજરાત તો ગઈ, પરંતુ તેને ગામમાં રાખવા માટે કાયદાકીય લડાઈ લડનારાઓ હજુ પણ કેટલાક પ્રશ્નો કરી રહ્યા છે.

કોર્ટમાં નંદણી મઠનું પ્રતિનિધિત્વ કરતા વકીલ આનંદ લાંડગે બીબીસી મરાઠી સાથે વાત કરતા કહે છે, “ભૂતપૂર્વ ન્યાયાધીશ દીપક વર્માના નેતૃત્વ હેઠળની આ હાઈ પાવર કમિટી બંધારણીય નથી. તે ફક્ત ભલામણ કરી શકે છે. વાઇલ્ડ લાઇફ કાયદા મુજબ, જવાબદારી વન્યજીવન વૉર્ડનની બને છે.”

તેઓ આગળ કહે છે, “પરંતુ તેમણે ફક્ત ‘PETA’ની ફરિયાદ પર સમિતિને હાથણીને ગુજરાત લઈ જવાનો આદેશ આપ્યો હતો. વનવિભાગે પણ આ નિર્ણયમાં મંજૂરી આપી હતી.”

મહારાષ્ટ્રની ‘વનસંપત્તિ’ને ગુજરાત કેમ મોકલાઈ?

હાથી, મહારાષ્ટ્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, SCREEN GRAB

‘સ્વસ્તીશ્રી જિનસેન ભટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થાન મઠ’ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર શંભુશેતે કહે છે, “આ 1300 વર્ષ જૂનો મઠ છે. હાથીઓની સંભાળ રાખવાની પરંપરા 400 વર્ષથી ચાલી આવે છે.

”આ હાથણી 33 વર્ષથી અહીં છે. છેલ્લાં ઘણાં વર્ષોથી સારા પશુચિકિત્સા અધિકારીઓ અને નિષ્ણાતો હાથી પર ધ્યાન આપી રહ્યા છે. કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો.”

”જ્યારે હાઈ પાવર કમિટીએ કહ્યું કે વિવિધ નિરીક્ષણો કરવામાં આવ્યાં છે, ત્યારે અમે તેમના સૂચન મુજબ કર્યું, તેમ છતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.”

”અમે કાયદાનું પાલન કરનારા લોકો છીએ. પરંતુ આ હાથણી એક જ ખાનગી ટ્રસ્ટને આપવામાં આવી? આ મહારાષ્ટ્રની વનસંપત્તિ હતી, મહારાષ્ટ્રે તેને બચાવવા માટે કેમ કંઈ ન કર્યું?”

PETAની મૂળ ફરિયાદને કારણે હાથણી ‘મહાદેવી’ને નંદની મઠથી ‘વનતારા’માં ટ્રાન્સફર કરવામાં આવી હતી, તેણે ટ્રાન્સફર પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાથણીને જે સ્થિતિમાં રાખવામાં આવી હતી તે ભયાનક હતી અને હવે તેને છોડી દેવામાં આવી છે.

PETAની પત્રિકા પ્રમાણે ‘મહાદેવી’ને આ સંસ્થાના મઠમાં લગભગ 33 વર્ષ સુધી એક પ્રકારની જેલમાં રાખવામાં આવી હતી. તેને કૉંક્રિટના ફ્લૉર સાથે સાંકળોથી બાંધવામાં આવી હતી અને આના કારણે તેનું સ્વાસ્થ્ય બગડ્યું હતું,”

પેટાએ પત્રકારને એમ પણ કહ્યું છે કે જ્યારે તેઓ આ ટ્રાન્સફર માટે નંદની ગામ ગયા ત્યારે તેમની ટીમ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

“‘મહાદેવી’ 33 વર્ષ સુધી સાંકળોમાં બંધાયેલી રહી. આ કારણે તેને સંધિવા થયો અને દુખાવો વધ્યો. ‘મહાદેવી’એ દાયકાઓ સુધી સહન કરેલા દુઃખની સરખામણીમાં તો આપણી તકલીફ કંઈ નથી.”

“‘મહાદેવી’ હવે ‘રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટ’માં પહોંચી ગઈ છે જ્યાં તેને યોગ્ય સારવાર અને અન્ય હાથીઓનો સાથ મળશે,” એમ પત્રિકામાં વધુમાં જણાવાયું છે.

હાથી, મહારાષ્ટ્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, SCREEN GRAB

કોર્ટમાં નંદણી મઠનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ આનંદ લાંડગે બીબીસી મરાઠી સાથે વાત કરતા પોતાના પક્ષનો મુદ્દો રજૂ કરે છે.

તેઓ કહે છે, “જ્યારે આ હાથણી 1992માં મઠમાં આવી ત્યારે કાયદા મુજબ તેની નોંધણી કરવામાં આવી હતી. તે મુજબ, ત્યાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં આ ફરિયાદ પર આટલી ઝડપથી નિર્ણય અને કાર્યવાહી કેવી રીતે થઈ શકે? આ શંકાસ્પદ છે અને અમે આ બધા મુદ્દાઓ સુપ્રીમ કોર્ટમાં પણ રજૂ કર્યા હતા.”

“પ્રશ્ન એ છે કે આ હાથણીને ફક્ત ‘વનતારા’ને જ કેમ આપવામાં આવી? બીજી કોઈ જગ્યા કેમ સૂચવવામાં ન આવી? શું તેઓએ તપાસ કરી કે જામનગરમાં આ હાથી માટે જરૂરી વાતાવરણ અને સુવિધાઓ છે કે નહીં?”

નંદની મઠમાંથી હાથીને રાધે કૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવાની જવાબદારી વનવિભાગની હતી.

“હું કોર્ટના નિર્ણય પર કોઈ ટિપ્પણી કરી શકતો નથી. હાઇકોર્ટના મૂળ આદેશમાં અમને આ હાથણીને ‘રાધે કૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ’માં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.”

કોલ્હાપુર વિભાગના નાયબ વનસંરક્ષક ધૈર્યશીલ પાટીલે બીબીસી મરાઠી સાથે વાત કરતા જણાવ્યું, “આ માટે બે અઠવાડિયાંની સમયમર્યાદા હતી. તે મુજબ, જરૂરી પરવાનગીઓ મેળવવામાં આવી, પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી અને હાથણીને જામનગર લઈ જવામાં આવી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

એક પત્ની અને બે પતિ: આ પ્રથા શું છે જેની ચર્ચા થઈ રહી છે?

0

[ad_1]

વીડિયો કૅપ્શન, હિમાચલ પ્રદેશમાં એક કન્યાએ બે સગા ભાઈઓ સાથે લગ્ન કર્યા, પૌરાણિક પ્રથા મુજબના લગ્ન પર કેવી ચર્ચા શરૂ થઈ છે?

એક પત્ની અને બે પતિ: આ પ્રથા શું છે જેની ચર્ચા થઈ રહી છે?

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલાઈ ગામે તાજેતરમાં એક એવાં લગ્ન થયાં જે ચર્ચાસ્પદ બન્યાં છે અને વિવાદ પણ થયો છે.

કુંહાટ ગામનાં સુનીતા ચૌહાણે બે સગા ભાઈ – પ્રદીપ નેગી અને કપિલ નેગી સાથે એક સાથે લગ્ન કર્યાં છે.

આ લગ્ન અનુસૂચિત જનજાતિનો દરજ્જો ધરાવતા હાટી સમુદાયની બહુ જૂની બહુપતિ પ્રથા હેઠળ થયાં છે. સ્થાનિક ભાષામાં તેને ‘જોડીદારા’ અથવા ‘જાજડા’ તરીકે ઓળખવામાં આવે છે.

સિરમૌરના ટ્રાન્સ ગિરી વિસ્તારમાં આ લગ્ન સમારોહમાં સેંકડો ગ્રામીણો અને સગાંસંબંધી હાજર હતા. પરંપરાગત ભોજન, લોકગીત અને નૃત્યના કારણે આ આયોજન યાદગાર બની ગયું હતું.

આ લગ્ન એક સાંસ્કૃતિક પરંપરાનું ઉદાહરણ હોવાની સાથે સાથે આજના યુગમાં આવા લગ્નના કારણે ઘણા સવાલ પણ પેદા થયા છે.

જોડીદારા પ્રથા કેટલી જૂની પરંપરા છે? આ પ્રથાને આજે પણ અનુસરીને બે પુરુષને જીવનસાથી તરીકે પસંદ કરનાર સુનીતા ચૌહાણ પોતાની માન્યતા અંગે શું કહે છે? જુઓ આ વીડિયો.

સુનીતા ચૌહાણ, પ્રદીપ નેગી, કપિલ નેગી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, ALOK CHAUHAN

ઇમેજ કૅપ્શન, સુનિતા ચૌહાણ અને તેના બંને પતિ પ્રદીપ નેગી અને કપિલ નેગી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

21 વર્ષ પહેલાં પળવારમાં 2.30 લાખથી વધુ લોકોનો ભોગ લેનાર સુનામી વખતે શું થયું હતું?

0

[ad_1]

બીબીસી ગુજરાતી સુનામી ભારત ઈન્ડોનેશિયા સમુદ્ર ભૂકંપ ક્રિસમસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં સુનામી વખતે થયેલા વિનાશું એક દૃશ્ય

રશિયાના સમુદ્રમાં 30 જુલાઈએ આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ રશિયા, અમેરિકા, જાપાન અને ફિલિપાઇન્સ સહિતના દેશોમાં સુનામીનું ઍલર્ટ જાહેર કરાયું છે.

સમુદ્રના પેટાળમાં પ્રચંડ તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે સમુદ્રમાં ઊંચી લહેરો અથવા મોજાં ઊઠે છે જેને સુનામી કહેવાય છે. આ મોજાં એટલી શક્તિશાળી હોય છે કે સેંકડો કિલોમીટર દૂર સમુદ્રકિનારે આવેલાં શહેરોને પણ નષ્ટ કરી શકે છે.

આ ઘટનાએ 2004ના ડિસેમ્બર મહિનામાં આવેલી સુનામીને યાદ અપાવી દીધી છે, જેમાં 14 દેશોના 2.30 લાખથી વધારે લોકો માર્યા ગયા હતા. તાજેતરનાં વર્ષોમાં મૃત્યુઆંકની દૃષ્ટિએ તે સૌથી મોટી કુદરતી આફત હતી.

આ વિનાશકારી સુનામીને હિંદ મહાસાગર સુનામી અથવા ક્રિસમસ સુનામી કહેવામાં આવે છે.

હાલમાં અમેરિકાએ અલાસ્કા અને હવાઈ ટાપુઓ પર સુનામીની ચેતવણી જારી કરી છે, જ્યારે ગુઆમ અને માઈક્રોનેશિયાના ટાપુઓને ‘સુનામી વોચ’ પર રાખવામાં આવ્યા છે.

પરંતુ 2004માં સુનામી અંગે અગાઉથી કોઈ આગાહી થઈ શકી ન હતી જેના કારણે એશિયાના એક ડઝનથી વધુ દેશો પર સુનામીના મોજાં ત્રાટક્યાં હતા.

2004 પછી પણ દુનિયાએ સુનામી જોઈ છે જેમાં 2011ની જાપાનની સુનામી સામેલ છે. માર્ચ 2011માં જાપાનના એક ટાપુ નજીક 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્ર પેસિફિક સમુદ્રમાં લગભગ 30 મીટરની ઊંડાઈએ હતું.

જાપાનની સુનામીમાં લગભગ 15900 લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે. સુનામીના કારણે ઉત્તર જાપાનમાં ફુકુશીમા ડાઈચી પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું જે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હતો.

ડિસેમ્બર 2004માં શું થયું હતું?

બીબીસી ગુજરાતી સુનામી ભારત ઈન્ડોનેશિયા સમુદ્ર ભૂકંપ ક્રિસમસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુનામી વખતે દરિયાકિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં ભયાનક નુકસાન થયું હતું

26 ડિસેમ્બર, 2004ના રોજ ક્રિસમસ પછીના બીજા જ દિવસે ઉત્તર ઇન્ડોનૅશિયાના સમુદ્રમાં 9.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના કારણે સુનામીનાં મોજાં સર્જાયાં હતાં.

ભૂકંપ આવ્યાના અડધા કલાકની અંદર જ સુમાત્રાના ઉત્તરી ભાગ અને ભારતના નિકોબાર દ્વીપ પર દરિયાકાંઠે વિશાળકાય લહેરો ઊઠવા લાગી હતી.

થોડી જ વારમાં હિંદ મહાસાગરમાં સુનામી ફેલાઈ જેના કારણે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, મલેશિયા, થાઇલૅન્ડ અને માલ્દીવ્ઝ વગેરે ઝપેટમાં આવી ગયા હતા. તે વખતે દરિયામાં 17.4 મીટર (57 ફૂટ) ઊંચા મોજાં સર્જાયાં હતાં.

આવી જ લહેરો બે કલાકની અંદર દક્ષિણ ભારત, શ્રીલંકા અને થાઇલૅન્ડ સુધી પહોંચી હતી. થોડા કલાકોમાં તો તબાહી લાવતી લહેરો ‘હૉર્ન ઑફ આફ્રિકા’ સુધી પહોંચી ગઈ હતી.

ક્રિસમસના વેકેશનના દિવસો હોવાથી એશિયાના મોટા ભાગના દેશોમાં દરિયાકિનારે મોટી સંખ્યામાં પર્યટકો હતા.

2004ની સુનામી વખતે ભારતમાં 10 હજારથી વધારે લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, 2004ની સુનામી વખતે ભારતમાં 10 હજારથી વધારે લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે

યુનાઇટેડ નેશન્સ અનુસાર આ હોનારતમાં 14 દેશોમાં લગભગ 2,30,000 લોકોનો ભોગ લેવાયો હતો જેમાં 9,000 પર્યટકો હતા.

સુનામી ઇવૅલ્યુએશન કૉએલિશનના ડેટા અનુસાર, આ સુનામીમાં 2 લાખ 75 હજાર લોકોનાં મોત થયાં હોવાનું અનુમાન છે અને કેટલાય લોકો લાપતા ગણાવાયા છે.

શ્રીલંકામાં તો 30 હજાર લોકો એટલા માટે માર્યા ગયા કારણ કે તેમની પાસે રહેવા માટે પાકા મકાનો ન હતા. તેઓ દરિયાકિનારે ઝૂંપડા બાંધીને રહેતા હતા.

સુનામીના કારણે થયેલા કુલ મોતમાં એકલા ઇન્ડોનેશિયાના અડધા કરતા વધુ લોકો હતા. આ ઉપરાંત બીજા હજારો લોકો ગુમ થયા હતા જેમનો ક્યારેય પતો મળી શક્યો ન હતો.

ભારતમાં તમિલનાડુને સુનામીના કારણે સૌથી વધુ અસર થઈ હતી. એશિયા ડિઝાસ્ટર રિડક્શન સેન્ટર મુજબ ભારતમાં 2004ની સુનામીના કારણે લગભગ 10,600 લોકો માર્યા ગયા હતા અને ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો અનુસાર 3000 લોકો ગુમ થયા હતા. તમિલનાડુ ઉપરાંત આંધ્ર પ્રદેશ અને અંદમાર નિકોબાર ટાપુઓ પર પણ લોકોનાં મોત થયાં હતાં.

હિંદ મહાસાગર વિસ્તારના દેશો પાસે 2004 સુધી સુનામી માટે કોઈ વૉર્નિંગ સિસ્ટમ અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઍલર્ટ જાહેર કરીને ખાલી કરાવવા માટે પણ સિસ્ટમ નહોતી.

સુનામી એટલે શું?

બીબીસી ગુજરાતી સુનામી ભારત ઈન્ડોનેશિયા સમુદ્ર ભૂકંપ ક્રિસમસ

સમુદ્રમાં કેટલાય મીટર ઊંચી લહેરો ઊઠે અથવા મોજાં ઊછળે ત્યારે તેને સુનામી કહેવાય છે. તે વખતે સમુદ્રમાં અચાનક મોટી અને તીવ્ર હલચલ થાય છે, પાણીની સપાટી વધે છે જેના કારણે મોજાંની એક શૃંખલા રચાય છે અને તે અત્યંત તીવ્ર ગતિએ આગળ વધે છે. આવી લહેરો અથવા સમુદ્રના તોફાની મોજાંના સમૂહને સુનામી કહેવાય છે.

સુનામી શબ્દ જાપાની ભાષા પરથી આવ્યો છે. તેમાં ‘સુ’નો અર્થ થાય છે સમુદ્ર કિનારો અને ‘નામી’ એટલે લહેર.

અગાઉ સુનામીને સમુદ્રમાં આવતી સામાન્ય ભરતી અને ઓટ ગણવામાં આવતા હતા, પરંતુ હવે એવું નથી.

હકીકતમાં સમુદ્રમાં સામાન્ય મોજાં ચંદ્ર, સૂર્ય અને અન્ય ગ્રહના ગુરુત્વાકર્ષણના પ્રભાવથી સર્જાય છે.

જ્યારે સુનામીના મોજાં ભૂકંપ, જ્વાળામુખી ફાટવાના કારણે અથવા જમીન સરકવાના કારણે પેદા થાય છે. તે સામાન્ય મોજાં કરતા ઘણી વધારે ઝડપી અને વધુ વિધ્વંસક હોય છે.

સુનામીનાં મોજાં કઈ રીતે ઊછળે છે?

બીબીસી ગુજરાતી સુનામી ભારત ઈન્ડોનેશિયા સમુદ્ર ભૂકંપ ક્રિસમસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુનામીની તીવ્રતાનો આધાર ભૂકંપ પર રહેલો છે. જ્વાળામુખી ફાટવાથી પણ સુનામી આવી શકે

સુનામીનાં મોજાં પાછળ ઘણાં કારણો હોઈ શકે, પરંતુ સૌથી મોટું કારણ ભૂકંપ છે.

કેટલીક વખત જમીન સરકે અથવા જ્વાળામુખી ફાટે, કોઈ મોટો વિસ્ફોટ થાય કે પછી ઉલ્કાપાત થાય ત્યારે સુનામીનાં મોજાં આવી શકે છે.

સુનામી વખતે સમુદ્રના કિનારે પ્રચંડ વેગ સાથે મોજાં ટકરાય છે અને મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થાય છે.

જે રીતે ભૂકંપની સચોટ આગાહી નથી થઈ શકતી, તેવી જ રીતે સુનામી પણ ક્યારે અને કયા સમયે આવશે તેનો અગાઉથી અંદાજ કાઢી શકાતો નથી.

જોકે, અત્યાર સુધીના રેકૉર્ડ અને મહાદ્વીપોની ભૌગોલિક સ્થિતિના આધારે વૈજ્ઞાનિકો કેટલીક સંભાવના વ્યક્ત કરી શકે છે.

ધરતીની ટેક્ટૉનિક પ્લેટ્સ જ્યાં ભેગી થાય, તે વિસ્તાર સુનામી માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે.

ઉદાહરણ તરીકે સુમાત્રા એ એવી જગ્યા છે જ્યાં ઑસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ભેગી થાય છે. આ સ્થળ આગળ ફિલિપાઇન્સની પ્લેટ પણ જોડાયેલી છે.

આ ક્ષેત્રમાં અગાઉ પણ સુનામીની વિનાશક અસર જોવા મળી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

Ind Vs Eng: ભારત પાસે સિરીઝને બરાબરીમાં લઈ જવાની કેટલી અને કેવી તકો?

0

[ad_1]

ભારત અને ઇંગ્લૅન્ડ પાંચમી ઓવલ ટેસ્ટ, ઍન્ડરસન-તેંડુલકર ટુર્નામેન્ટ, શુભમન ગીલ, બૅન સ્ટોક્સ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, નારાયણ જગદીશન, બીબીસી ગુજરાતી ક્રિકેટ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચોથી ટેસ્ટમૅચમાં રવીન્દ્ર જાડેજાએ પોતાની ટેસ્ટ કૅરિયરની પાંચમી સદી ફટકારી.

ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને યજમાન ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મૅચ રમાશે. બંને ટીમો આ મૅચ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઊતરશે.

જો ભારત ઓવલ ટેસ્ટ જીતશે તો ઍન્ડરસન-તેંડુલકર સિરીઝ 2-2થી ડ્રૉ જશે. ઇંગ્લૅન્ડ આ ટેસ્ટ મૅચને જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે, છતાં જરૂર પડ્યે ડ્રૉ સુધી લઈ જવાનો પ્રયાસ કરશે. યજમાન ટીમ આ સિરીઝમાં 2-1 થી આગળ છે, એટલે ડ્રૉના સંજોગોમાં પણ તે શ્રેણી જીતી શકશે.

શ્રેણીની શરૂઆતથી જ પ્રવાસી ભારતીય ટીમને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓની ખોટ સાલી રહી છે.

ત્યારે શ્રેણીને બરાબરી સુધી લઈ જવા માટે પણ ભારતે ખૂબ જ મહેનત કરવી પડશે, કારણ કે ભારત સામે બૉલિંગ અને સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી મોટી સમસ્યાઓ છે.

જસપ્રીત બુમરાહ નહીં રમે

ભારત અને ઇંગ્લૅન્ડ પાંચમી ઓવલ ટેસ્ટ, ઍન્ડરસન-તેંડુલકર ટુર્નામેન્ટ, શુભમન ગીલ, બૅન સ્ટોક્સ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, નારાયણ જગદીશન, બીબીસી ગુજરાતી ક્રિકેટ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બુમરાહ ઓવલ ટેસ્ટ રમી શકશે કે નહીં તેના અંગે અટકળો પ્રવર્તી રહી છે

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન શુભમન ગિલે બીબીસી રેડિયોના ‘ટેસ્ટ મૅચ સ્પેશિયલ’ સાથે વાત કરતા કહ્યું હતું, “જો બુમરાહને લાગે તે સંપૂર્ણપણે ફિટ છે અને ઉપલબ્ધ રહી શકશે, તો તે અમારા માટે મોટી વાત હશે.”

“મને લાગે છે કે જો તે નહીં રમે તો પણ મને લાગે છે કે અમારી પાસે યોગ્ય બૉલિંગ ઍટેક છે.”

ચાલુ વર્ષે મોટાભાગનો સમય બુમરાહને પીઠમાં ઈજાની સમસ્યા રહી છે, જેના કારણે તેમને ત્રણ ટેસ્ટ મૅચ જ રમાડવાનો ભારતે નિર્ણય કર્યો હતો, જોકે હવે આ છેલ્લી અને મહત્ત્વપૂર્ણ મૅચમાં તેમને ઉતારવામાં આવશે કે કેમ એ વિશે ચર્ચા ચાલુ છે.

ભારત માટે આશ્વાસનની વાત રહેશે કે ઓવલ ટેસ્ટ માટે આકાશદીપ ઉપલબ્ધ છે. આ વાતની પુષ્ટિ ખુદ ગિલે કરી દીધી હતી. ઈજાને કારણે આકાશદીપ ચોથી ટેસ્ટ મૅચ નહોતા રમી શક્યા.

જસપ્રીતે સિરીઝમાં 13 વિકેટ લીધી છે અને ભારત તરફથી સૌથી સફળ બૉલર છે. જોકે, ચોથી ટેસ્ટમાં તેઓ અપેક્ષાઓ ઉપર પાર નહોતા ઊતર્યા.

ઈજાગ્રસ્તો અસર કરશે?

ભારત અને ઇંગ્લૅન્ડ પાંચમી ઓવલ ટેસ્ટ, ઍન્ડરસન-તેંડુલકર ટુર્નામેન્ટ, શુભમન ગીલ, બૅન સ્ટોક્સ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, નારાયણ જગદીશન, બીબીસી ગુજરાતી ક્રિકેટ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આકાશદીપ ઉપર મોટી અપેક્ષાઓ

ઈજાને કારણે નિર્ણાયક મૅચમાં જસપ્રીત બુમરાહના રમવા વિશે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

પરંતુ પગમાં ઈજાને કારણે ભારતીય ટીમના વિકેટકીપર ઋષભ પંત પાંચમી ટેસ્ટ મૅચ નહીં રમી શકે, તે પાક્કું છે. તેમને માનચેસ્ટર મૅચ દરમિયાન બૅટિંગ સમયે તેમને ઈજા પહોંચી હતી અને રિટાયર્ડ હર્ટ થયા હતા. જોકે, બીજા દિવસે ફરી બૅટિંગ માટે ઉતર્યા હતા અને અડધી સદી ફટકારી હતી.

કહેવાય છે કે પંતના સ્થાને સિલેક્ટરોની પહેલી પસંદ ઝારખંડના વિકેટકીપર ઇશાન કિશન હતા, તેઓ બ્રિટનમાં હતા અને કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા હતા, એટલે ઉપલબ્ધ બની શકે તેમ હતા.

પરંતુ તેમણે કથિત રીતે કહ્યું કે તેઓ સંપૂર્ણપણે ફિટ નથી એટલે રમી નહીં શકે.

પંતના કવર તરીકે તામિલનાડુના વિકેટકીપર નારાયણ જગદીશનને બોલાવવામાં આવ્યા છે. જોકે, ધ્રુવ જુરૈલ અગાઉથી જ ઇંગ્લૅન્ડમાં છે અને પંતની અવેજીમાં મેદાન ઉપર ઊતરી ચૂક્યા છે.

આ સંજોગોમાં પાંચમી ટેસ્ટ મૅચમાં નારાયણ જગદીશન માટે ‘પહેલી ટેસ્ટ મૅચ’ બને તેવી શક્યતા ઓછી છે. રોબીન ઉત્થપ્પા અને ચેન્નાઇ સુપરકિંગ્સના બૅટિંગ કૉચ માઇક હસ્સીએ જગદીશનના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

મીડિયા સાથે વાતચીતમાં નારાયણ જગદીશને ઇંગ્લૅન્ડ પહોંચવાના આમંત્રણ ઉપર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને પોતાના, માતા-પિતા અને કૉચ માટે ગર્વની ક્ષણ હોવાનું જણાવ્યું હતું.

ભારતીય ટીમના કૉચ ગૌતમ ગંભીરના કહેવા પ્રમાણે, તેઓ ઈજાગ્રસ્ત ખેલાડીના ‘રિપ્લેસમેન્ટ’ની હિમાયત કરે છે. હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં માથાની ગંભીર ઈજા હોય તો જ રિપ્લેસમેન્ટ મળે છે.

બૉલિંગ આક્રમણ કેટલું દમદાર?

ઇંગ્લૅન્ડે ચોથી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં 669 રન ફટકાર્યા હતા અને ભારતીય બૉલરોની નબળાઈ સામે આવી ગઈ હતી.

બીજી ઇનિંગમાં ભારત 311 રનથી પાછળ હતું. પહેલી ઓવરમાં જ બે વિકેટ પડી ગઈ હતી અને એક તબક્કે ભારતની હાર નજીક જણાતી હતી.

આવા સંજોગોમાં રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદર જેવા બૉલરો અને ઑલ રાઉન્ડરોએ ભારતીય ઇનિંગને સંભાળી હતી અને સદીઓ ફટકારી હતી.

છેલ્લા દિવસે બંનેના પ્રયાસોથી ભારત પાસે 114 રનની લીડ હતી અને 10 ઓવર બાકી હતી, ત્યારે બંને ટીમો ડ્રૉ માટે સહમત થઈ હતી.

ઍડબસ્ટનની ટેસ્ટમાં આકાશદીપે 10 વિકેટ લીધી હતી અને પોતાનું પર્ફૉર્મન્સ કૅન્સરપીડિત બહેને અર્પિત કર્યું હતું. જોકે, એ પછી લૉર્ડ્સના મેદાન ઉપર સંઘર્ષ કરવો પડ્યો હતો અને ઑલ્ડ ટ્રાફૉર્ડની મૅચ ગુમાવી હતી.

આકાશદીપના સ્થાને અંશુલ કંબોજ મેદાનમાં ઊતર્યા. તેમણે માનચેસ્ટર ટેસ્ટમાં ડૅબ્યૂ કર્યું, પરંતુ ઇંગ્લૅન્ડની પરિસ્થિતિ ઢાળવામાં નિષ્ફળ રહ્યા હતા.

જોકે, આકાશદીપનું પુનરગામન ભારત માટે રાહતજનક બની રહેશે.

ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમના કૅપ્ટન બૅન સ્ટૉક્સ પણ આકાશદીપથી પ્રભાવિત છે, તેમણે કહ્યું હતું, “આકાશદીપ સાતત્યપૂર્ણ રીતે ચોક્કસાઈ સાથે બૉલના ઍંગલ બદલી શકે છે તેનો ઉપયોગ કરી શકે છે.”

બેન સ્ટોક્સ નહીં રમે છેલ્લી ટેસ્ટ મૅચ

ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે કહ્યું છે કે તેમને થયેલી ઈજાની અસર શિયાળામાં રમાનારી ઍશિઝ સિરીઝ પર નહીં થાય પણ તેઓ ભારત સામે પાંચમી અને છેલ્લી મૅચ નહીં રમે.

સ્ટોક્સને ખભામાં ઈજા થવાને કારણે તેઓ આ મૅચમાં સામેલ નહીં થાય. જોકે બે સ્ટોક્સનું કહેવું છે કે તેઓ છથી સાત અઠવાડિયાંમાં સાજા થઈ જવા જોઈએ.

તેમના સ્થાને ઓલી પોપ ઇંગ્લૅન્ડના કૅપ્ટન રહેશે.

સિરીઝની છેલ્લી ટેસ્ટ મૅચ 31 જુલાઈના ઓવલ ગ્રાઉન્ડ પર શરૂ થઈ રહી છે. સ્ટોક્સના સ્થાને આ ટેસ્ટમાં જેકબ બૅથલ રમશે.

આ ઉપરાંત છેલ્લી ટેસ્ટમાં જોફ્રા આર્ચર, બ્રાઇડન કાર્સ અને લિયમ ડૉસન પણ નહીં રમે. તેમના સ્થાને ગસ એટકિંસન, જૉસ ટંગ અને જેમી ઓવર્ટન લેશે.

પાંચ ટેસ્ટની સિરીઝમાં મેજબાન ઇંગ્લૅન્ડ 2-1થી આગળ છે. સિરીઝની ચોથી ટેસ્ટ ઓલ્ડ ટ્રૅફર્ડમાં રમાઈ હતી જે ડ્રૉ થઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

અમેરિકાએ ભારત પર લાદ્યો 25 ટકા ટેરિફ

0

[ad_1]

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે એક ઑગસ્ટથી અમેરિકા ભારતથી આવનારી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાગુ કરશે.

તેમણે કહ્યું, ‘ભારત અમારું મિત્ર છે પરંતુ તેમના વધારે ટેરિફના કારણે અમે તેમની સાથે વેપાર ઓછો કર્યો છે.’

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને હાલ ચર્ચા ચાલી રહી છે. સાથે જ ટ્રેડ ડીલ પર વાતચીત માટે આની ડેડલાઇન પહેલી ઑગસ્ટ નક્કી થઈ હતી.

આ દરમ્યાન ડેડલાઇન ખતમ થવાના બે દિવસ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેરિફની જાહેરાત કરી દીધી. એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર આની ઘોષણા કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા મિત્ર છે પણ પાછલાં ઘણાં વર્ષોથી એની સાથે ઓછો વેપાર થઈ રહ્યો હતો કારણ કે એમણે ટેરિફ વધારે લગાવ્યો છે જે દુનિયામાં સૌથી વધારે છે.

ટ્રૂથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું કે ભારતની સાથે કોઈ પણ દેશની સરખામણીમાં ગેર-આર્થિક વેપાર પ્રતિબંધિત છે. આ સાથે તે મોટા પ્રમાણમાં પોતાના સૈન્ય સરંજામનાં સાધનો રશિયા પાસેથી ખરીદે છે. આ સમયમાં બધા ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં કત્લેઆમ બંધ કરે. ઊર્જા ખરીદી મામલે ચીનની સાથે મોટું ખરીદદાર છે.

તેના પછી ટ્રમ્પે લખ્યું છે કે, “આ બધાં સારાં નથી. ભારતને પેનલ્ટી સાથે 25 ટકા ટેરિફ ભરવું પડશે જે 1 ઓગસ્ટથી શરૂ થશે. આ મામલે ધ્યાન આપવા બદલ ધન્યવાદ, મેક અમેરિકા ગ્રેટ અગેન.”

ટેરિફ એટલે શું અને તે કેવી રીતે લાગુ થાય છે?

ટેરિફ એ અન્ય દેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર વસૂલવામાં આવતો કર છે. જે કંપનીઓ દેશની અંદર વિદેશી સામાન લાવે, તે સરકારને કરવેરો ચૂકવે છે. સામાન્યપણે ટેરિફ એ કોઈ ઉત્પાદનના મૂલ્યની ટકાવારી હોય છે.

ચાઇનિઝ ચીજવસ્તુઓ પર 20 ટકા ટેરિફ લાદવાનો અર્થ થાય છે કે, 10 ડૉલરની કિંમતની વસ્તુ પર બીજો બે ડૉલરનો ચાર્જ વસૂલવામાં આવશે.

કંપનીઓ ટેરિફની અમુક કે સમગ્ર લાગત ગ્રાહકોના ખભે નાખવાનો વિકલ્પ અપનાવી શકે છે.

સામાન્યપણે અમેરિકા ચીજવસ્તુઓ પર અન્ય દેશો કરતાં નીચો ટેરિફ વસૂલે છે જેનો અર્થ એ કે, તેના પારસ્પરિક (રૅસિપ્રોકલ) પ્લાનને કારણે કરના દરોમાં તેમજ ચેક-આઉટ વખતે લોકોએ ચૂકવવાની રહેતી કિંમતમાં તીવ્ર ઉછાળો આવી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન

[ad_2]

Source link

Google search engine
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Recent Posts