ઇમેજ કૅપ્શન, સ્વિત્ઝર્લૅન્ડમાં નાગરિક સુરક્ષા પર ખાસ્સો ભાર મુકવામાં આવ્યો છેલેખની માહિતી
લેેખક, ક્રિસ્ટીના જે ઑગાર્જ
પદ, બીબીસી ન્યૂઝ મુંડો
“જો તમે શાંતિ ઇચ્છો છો, તો તમારે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.”
આ વિધાન યુરોપિયન દેશ સ્વિત્ઝર્લૅન્ડ સંદર્ભમાં સટીક રીતે બંધબેસતું છે.
સ્વિસ આલ્પ્સના ખડકાળ ભૂપ્રદેશમાં ઊંડે સુધી ખોદકામ કરવામાં આવ્યું છે, જેમાં સેંકડો પરમાણુ-પ્રૂફ બંકરો અને નાગરિક તથા લશ્કરી ટનલનું નેટવર્ક છુપાયેલું છે.
આ બંકરોના પ્રવેશદ્વાર ટેકરાઓ નીચે બાંધવામાં આવ્યા છે. અહીં એવી ઇમારતો છે જે સામાન્ય ઘરો જેવી લાગે છે, પરંતુ વાસ્તવમાં તે બે મીટર ઊંચી કૉન્ક્રિટની દિવાલો છે જેમાં રાઇફલ્સ તૈનાત કરવા માટે છિદ્રો બનાવવામાં આવ્યા છે.
88 લાખની વસ્તી ધરાવતા સ્વિત્ઝર્લૅન્ડમાં માથાદીઠ સૌથી વધુ પરમાણુ બંકરો છે. તેમની સંખ્યા લગભગ 3.7 લાખ જેટલી છે.
દેશનો 1963નો કાયદો પરમાણુ આપત્તિ અથવા પડોશી દેશ સાથેના સંઘર્ષના કિસ્સામાં નાગરિકોને ‘બંક બેડ’ ની ગેરંટી આપે છે.
આ કાયદા હેઠળ, આવી કટોકટીની પરિસ્થિતિ માટે દરેક વ્યક્તિને ઓછામાં ઓછી એક ચોરસ મીટર જગ્યા મળવી જોઈએ.
વધુમાં, આ આશ્રયસ્થાન વ્યક્તિના ઘરથી મહત્તમ 30 મિનિટ ચાલવાના અંતરે હોવું જોઈએ, અથવા જો ભૂપ્રદેશ ડુંગરાળ હોય તો 60 મિનિટના અંતરે હોવું જોઈએ.
ઇમર્જન્સી શેલ્ટર કેવી રીતે રક્ષણ આપી શકે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, સ્વિસની પર્વતમાળાઓ બંકરોને છુપાવવા માટે શ્રેષ્ઠ સ્થળ છે
સ્વિત્ઝર્લૅન્ડમાં, ઍપાર્ટમેન્ટ માલિકોએ તેમના બધા રહેવાસીઓ માટે ઇમર્જન્સી શેલ્ટર (કટોકટીમાં રહી શકાય એવાં આશ્રયસ્થાનો) બનાવવા જરૂરી છે.
દેશની નાગરિક સુરક્ષા કાર્યાલય કહે છે એ પ્રમાણે “મોટાભાગના લોકો એવી ઇમારતોમાં રહે છે જેમના પોતાનાં બંકર હોય છે. જો રહેણાક ઇમારતમાં ઇમર્જન્સી શેલ્ટર ન હોય, તો જાહેર સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે,”
આ બંકરો સશસ્ત્ર સંઘર્ષની સ્થિતિમાં ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. આધુનિક શસ્ત્રોની તેમના પર કોઈ અસર થતી નથી. આ બંકરો પરમાણુ શસ્ત્રો તેમજ જૈવિક અને રાસાયણિક શસ્ત્રોથી રક્ષણ આપે છે.
નાગરિક સંરક્ષણ વિભાગ જણાવે છે કે, “શેલ્ટરનું બાહ્ય માળખું પ્રતિ ચોરસ મીટર ઓછામાં ઓછા 10 ટન દબાણનો સામનો કરવા સક્ષમ છે. આનો અર્થ એ છે કે જો તેના ઉપર કોઈ બિલ્ડિંગ પડે તો પણ તેને ખાસ અસર થતી નથી.”
ઉદાહરણ તરીકે, ભૂકંપ પછી આ શેલ્ટર કામચલાઉ નિવાસ તરીકે સેવા આપી શકે છે. તેમાં લગાવેલા ફિલ્ટર્સ જૈવિક અને રાસાયણિક શસ્ત્રો સામે પણ રક્ષણ પૂરું પાડે છે, કારણ કે તે બહારની દૂષિત હવાને સાફ કરે છે.
‘યુદ્ધ નહીં પણ આગોતરી તૈયારી સારી’
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, આ બંકરો બીજું વિશ્વયુદ્ધ અને કોલ્ડ વૉર દરમિયાન સ્વિત્ઝર્લૅન્ડના પ્રજાજનોની સુરક્ષા માટે બનાવવામાં આવ્યાં હતાં
જર્મની અને ફ્રાંસની સીમા પર સ્થિત સ્વિસ શહેર બેસલના નિવાસી નિકોલસ સ્ટૈડલર કહે છે, “પરમાણુ હુમલા જેવી સ્થિતિ સર્જાય તો બધા માટે એક શેલ્ટર બનાવેલું છે. મને નથી લાગતું કે સ્વિત્ઝર્લૅન્ડ કે પછી કોઈ બીજા પાડોશી દેશમાં યુદ્ધની સંભાવના હોય. પણ તૈયારીમાં રહેવું વધારે હિતકારી છે.”
જોકે તેઓ માને છે કે જો કોઈ ઇમર્જન્સી સ્થિતિ સર્જાય તો એમને નથી ખબર કે કયા શેલ્ટરમાં આશ્રય લેવો.
નાગરિક સુરક્ષા કાર્યાલયના ડેપ્યુટી ડાયરેકટર ડેનિયલ જોર્ડી કહે છે કે, સંકટના સમયે એ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ જગ્યાએ જવાનું છે.
એમણે કહ્યું કે, “જે બંકરમાં જવાનું હોય છે તે તમારા એડ્રેસ સાથે જોડાયેલું હોય છે. પણ પરિવાર ઘર બદલે એ સામાન્ય વાત છે. પણ અમારી સલાહ છે કે આ અંગે ત્યારે જ જાણકારી આપવામાં આવે જ્યારે જરૂર હોય.”
બીજા વિશ્વયુદ્ધના સમયમાં જ સ્વિત્ઝર્લૅન્ડમાં આ નેટવર્ક ગોઠવાયેલું છે. વિશ્વયુદ્ધ દરમિયાન આ દેશે પોતાની નીતિ તટસ્થ રાખી હતી.
સ્વિત્ઝર્લૅન્ડ 1815થી અત્યાર સુધી કોઈ વિદેશી યુદ્ધમાં જોડાયું નથી.
કોલ્ડ વૉર બાદ શેલ્ટરોના નિર્માણ કાર્યને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું. દર દસ વર્ષે આ શેલ્ટરોનું નિરીક્ષણ અનિવાર્ય છે અને આ માટે પ્રમાણપત્ર આપવામાં આવે છે.
જોકે હાલ કેટલાંય સ્થાન અસ્થાયી પેન્ટ્રી, સ્ટોરેજ સેન્ટર, સંગ્રહાલય, હોટલ-રેસ્ટોરાંમાં બદલાઈ ગયાં છે.
જોર્ડી કહે છે, વિચાર એવો હતો કે, આ જગ્યાનો ઉપયોગ એની સંરચનામાં કોઈ બદલાવ વગર કરવામાં આવે. અમને આશા છે કે સંકટ સમયે નાગરિકોને શેલ્ટરનો ઉપયોગ શરૂ કરવા માટે બે દિવસનો સમય મળી શકશે.
50-60 વર્ષો પહેલાં બનાવ્યાં હતાં બંકરો
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કેટલાંક બંકરોને હૉસ્ટેલમાં ફેરવી નાખવામાં આવ્યાં છે
લાંબા સમયથી ઉપયોગ નહીં થવાને કારણે કેટલાંક બંકરોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.
ડોમિનિકન રિપબ્લિકના વકીલ યૂજેનિયો ગૈરિ્ડો કે જેઓ ઘણાં વર્ષોથી સ્વિત્ઝર્લૅન્ડના જ્યૂરિક શહેરમાં રહે છે તેઓ કહે છે, “હું ખુદને સુરક્ષિત નથી માનતો. હથિયારો એટલાં વિકસી ચૂક્યાં છે કે સ્વિત્ઝર્લૅન્ડ પર થયેલા હુમલામાં પણ ઘણા લોકોને જીવ ગુમાવવો પડે.”
તેઓ આગળ કહે છે, “મને વિશ્વાસ નથી કે 50-60 વર્ષો પહેલાં બનાવવામાં આવેલાં બંકર આવા હુમલાને રોકી શકે.”
કદાચ આ જ કારણ છે કે સરકાર આ નેટવર્કને વધુ સક્ષમ અને આધુનિક બનાવવા માગે છે. આ માટે 250 મિલિયન ડૉલરની યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ છે કે ઇમર્જન્સીમાં આ બંકરોનો ઉપયોગ થઈ શકે.
જોકે અધિકારીઓનું કહેવું છે કે બંકરોમાં સુધારો કોઈ યુદ્ધની તૈયારી નહીં પણ જાહેર સુરક્ષા માટેનું રોકાણ છે.
જ્યૂરિકમાં રહેતાં ઇસાબેલ જણાવે છે કે, “એમને એ નથી ખબર કે હુમલાની સ્થિતિમાં અમારે કયા બંકરમાં જવું પડશે. જોકે બચવા માટે કોઈ વ્યવ્સથા ઊભી કરવામાં આવી હોવાનો એમને સંતોષ પણ છે.”
તેઓ કહે છે, “મને લાગે છે કે કોઈ પરમાણુ હુમલો કે સંઘર્ષની સ્થિતિમાં લોકોની સુરક્ષા માટે એક શ્રેષ્ઠ રસ્તો છે. મને એ જાણીને રાહત અનુભવાય છે કે મારી અને મારા પરિવારની સુરક્ષા માટે એક સુરક્ષિત જગ્યા છે.”
“આજે દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે એના કારણે કોઈ અમંગળ શંકાને અવગણી શકાય એમ નથી. પણ મને વિશ્વાસ છે કે સ્વિત્ઝર્લૅન્ડ પોતાની તટસ્થતા જાળવી રાખશે અને પોતાના લોકો માટે એક સુરક્ષિત જગ્યા બની રહેશે.”
સ્વિત્ઝર્લૅન્ડે હિટલરના સમયમાં જર્મનીમાંથી ભાગીને આવેલા હજારો યહૂદી શરણાર્થીઓને આશ્રય આપ્યો હતો.
યુક્રેન યુદ્ધને કારણે પરિસ્થિતિ પલટાઈ
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કેટલાંક શેલ્ટર અંદરથી આવાં દેખાય છે
યુરોપિયન રાજકારણમાં સ્વિત્ઝર્લૅન્ડની હંમેશાં તટસ્થ ભૂમિકા રહી છે.
પરંતુ સ્વિત્ઝર્લૅન્ડે રશિયા સામે EU પ્રતિબંધોમાં જોડાવાનો નિર્ણય લઈને તેના બિન-જોડાણવાદી વલણમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંકર બનાવતી કંપનીઓનું કહેવું છે કે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા પછી, લોકોની બંકરો પ્રત્યેની ઉત્સુકતા ઘણી વધી ગઈ છે.
મેન્ગ્યુ એજી અને લુનાર જેવી કંપનીઓને હાલના બંકરોના નવીનીકરણ અને ક્ષમતા વિશે પૂછવામાં આવ્યું છે, જેમાંથી ઘણા 1960 અને 1980 ના દાયકાના છે અને તેમને તાત્કાલિક જાળવણીની જરૂર છે.
નાગરિક સુરક્ષા વિભાગના અધિકારી ડેનિયલ જોર્ડી પુષ્ટિ આપે છે કે, “હા, યુક્રેનમાં યુદ્ધ પછી અમને લોકો તરફથી ઘણા પ્રશ્નો મળ્યા છે. આ પ્રશ્નો ફક્ત સામાન્ય નાગરિકો તરફથી જ નહીં, પણ ઇમર્જન્સીની સ્થિતિમાં લોકોને આશ્રયસ્થાનોમાં લઈ જવા માટે જવાબદાર લોકો તરફથી પણ આવી રહ્યા છે.”
“મારું બંકર ક્યાં છે?”
ઑથૉરિટીને સૌથી સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે:
“મારું બંકર ક્યાં છે?”
“શું મારી પાસે છે?”
“શું બંકર હજુ પણ અકબંધ છે?”
“હું મારા બંકરને કેવી રીતે ઠીક કરી શકું?”
સ્વિત્ઝર્લૅન્ડ લાંબા સમયથી શાંતિપૂર્ણ રહ્યું છે, જેના કારણે ઘણા ઇમર્જન્સી શેલ્ટરોની સ્થિતિ કથળી ગઈ છે.
એસેડાગિયો ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર જુઆન મોસ્કોસો ડેલ પ્રાડો સમજાવે છે. “યુક્રેન પરના આક્રમણથી ઝાપોરિઝિયા પરમાણુ વીજ પ્લાન્ટ જેવી મહત્ત્વપૂર્ણ પરમાણુ સુવિધાઓની સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે. વિસ્ફોટ અથવા હુમલાની સ્થિતિમાં, રેડિયોએક્ટિવ કૉન્ટેમિનેશન મધ્ય યુરોપને અસર કરી શકે છે.”
યુરોપમાંથી તેના કેટલાક સૈનિકો પાછા ખેંચવાની અમેરિકાની જાહેરાત અને પશ્ચિમ યુરોપની સુરક્ષા પ્રત્યેની તેની ઘટતી પ્રતિબદ્ધતાની અસર સ્વિત્ઝર્લૅન્ડ પર પણ પડી છે.
વિદેશી સંઘર્ષમાં ફસાયેલું ક્ષેત્ર
મોસ્કોસો ડેલ પ્રાડો કહે છે, “લાંબા સમય સુધી સ્વિત્ઝર્લૅન્ડ પરસ્પર વિરોધી દેશો અને જૂથ વચ્ચે ફસાયેલું રહ્યું. આ સ્થિતિ સદીઓ સુધી રહી. જ્યારે ફ્રાંસ, જર્મની, ઑસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્ય અને રશિયા વચ્ચે યુદ્ધ અને સંઘર્ષો થતાં રહ્યાં.”
કોલ્ડ વૉરની સમાપ્તિ બાદ સ્વિત્ઝર્લૅન્ડ શાંતિ અને સ્થિરતાનો એક ટાપુ જેવો હતો. પણ યુક્રેનમાં યુદ્ધને કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે.
આવા સમયમાં જ્યારે યૂરોપિયન પાવર રક્ષા અને હથિયારો પર ખર્ચ કરી રહ્યા છે ત્યારે સ્વિત્ઝર્લૅન્ડે પોતાની જૂની સુરક્ષા પ્રણાલીને સક્રિય કરી છે. એ જ પ્રણાલી કે જેણે સ્વિત્ઝર્લૅન્ડને પાછલી સદીના સશસ્ત્ર સંઘર્ષમાંથી બહાર રાખ્યું હતું.
વીડિયો કૅપ્શન, સૌરાષ્ટ્રની એ કળા જે હોલીવૂડ સુધી પહોંચી ગઈ, જાણો કેવી રીતે?
હોલીવૂડનું સુરેન્દ્રનગર કનેકશન : બ્રાડ પિટે પહેરેલો શર્ટ કોણે તૈયાર કર્યો છે?
હોલીવૂડના ફિલ્મસ્ટાર બ્રાડ પિટનું સીધેસીધું સુરેન્દ્રનગર સાથે કનેક્શન છે. સાંભળીને ચોંકી જવાય એવી વાત છે, પણ આ બિલકુલ સાચી વાત છે.
બ્રાડ પિટે તેમની લૅટેસ્ટ ફિલ્મ એફ-1માં જે શર્ટ પહેર્યો છે એ સુરેન્દ્રનગરના એક કારીગરે બનાવેલો છે.
સુરેન્દ્રનગરની 700 વર્ષ જૂની ટાંગલિયા કળા બતાવતો આ શર્ટ બ્રાડ પિટે તેમની લૅટેસ્ટ ફિલ્મ એફ1માં પહેર્યો એ પછી ‘ટાંગલિયા કળા’ ખાસ્સી ચર્ચામાં આવી ગઈ છે.
વઢવાણના દેદાદરા ગામમાં રહેતા બળદેવભાઈ રાઠોડ અને તેમનો પરિવાર છેલ્લી ચાર પાંચ પેઢીથી આ કળા સાથે જોડાયેલો છે.
આ વિસ્તારમાં મહિલા કારીગરો પણ આ કળા સાથે જોડાયેલા છે. ટાંગલિયા કળા શું છે? આ કળા અહીંના કારીગરો કેવી રીતે શીખ્યા? આખરે સૌરાષ્ટ્રના એક નાના નગરમાંથી આ કળા હોલીવૂડમાં કેવી રીતે પહોંચી તેની પાછળની રસપ્રદ કહાણી જાણો આ વીડિયોમાં.
ઇમેજ કૅપ્શન, યૉસ્ટિન મોસ્કેરા (ડાબે), અલ્બર્ટ અલ્ફોન્સો (વચ્ચે) અને પૉલ લૉંગવર્થ (જમણે) વૅકેશનની મજા માણતા દેખાય છેલેખની માહિતી
લેેખક, લી બૂબયેર
પદ, બીબીસી ન્યૂઝ, ઇંગ્લૅન્ડ
ઇંગ્લૅન્ડમાં એક વ્યક્તિએ બે પુરુષોની હત્યા કરીને તેમના મૃતદેહોને એક સૂટકેસમાં ભરીને પુલ નજીક ફેંકી દીધા હતા. ભારે ચર્ચાસ્પદ બનેલો આ કેસ ઉકેલાઈ ગયો છે અને યૉસ્ટિન મોસ્કેરા નામની વ્યક્તિએ 71 વર્ષીય પૉલ લૉંગવર્થ અને 62 અલ્બર્ટ અલ્ફોન્સોની હત્યા કરી હોવાનું સાબિત થયું છે.
ડબલ મર્ડરની આ ઘટનામાં સેક્સ સંબંધિત વિગતો હોવાથી હલચલ મચી ગઈ છે.
(ચેતવણીઃ આ લેખમાં એવી કેટલીક વિગતો છે જે કેટલાક લોકોને વિચલિત કરી શકે છે. તેમાં હિંસા અને જાતીય સંબંધોની વાતો સામેલ છે)
યૉસ્ટિન મોસ્કેરાના હાથે અલ્બર્ટ અલ્ફોન્સો અને પૉલ લૉંગવર્થની હત્યાના કારણે એક એવી દુનિયાનો પર્દાફાશ થયો છે જેના કારણે સેક્સ, ડાર્ક વેબ અને એડલ્ટ કન્ટેન્ટ તરફ ધ્યાન ગયું છે.
પરંતુ આ ત્રણેય એકબીજાને કેવી રીતે ઓળખતા હતા? મોસ્કેરાએ તેમની હત્યા કેમ કરી?
કોલંબિયાના એક લક્ઝરી રિસોર્ટમાં સ્પીડ બોટની સવારી કરતી વખતે અલ્બર્ટ અલ્ફોન્સોએ લીધેલી આ સેલ્ફીમાં આ ત્રણેય લોકો પાક્કા મિત્રો લાગતા હતા.
પરંતુ હકીકત કંઈક અલગ જ હતી.
તસવીરમાં તેમના ચહેરા જે સ્મિત દેખાતું હતું, તેની પાછળ સેક્સ અને નાણાકીય વ્યવહારના જટિલ સંબંધો કામ કરતા હતા. ત્રણેયની વચ્ચે એકબીજા પ્રત્યે પ્રેમ અને સારસંભાળની પાર્ટનરશિપ હતી.
આ તસવીર ખેંચાઈ તેના ચાર મહિના પછી 8 જુલાઈ, 2024ના રોજ મોસ્કેરાએ પોતાના લંડનસ્થિત ફ્લૅટમાં બંનેની ઘાતકી હત્યા કરી નાખી.
ત્યાર પછી મોસ્કેરાએ લૉંગવર્થ અને અલ્ફોન્સોના મૃતદેહોના ટુકડા કર્યા અને એક સૂટકેસમાં પૅક કરીને 186 કિલોમીટર દૂર બ્રિસ્ટોલ સુધી લઈ ગયા.
ત્યાં તેમણે એક વાન ડ્રાઇવરને ભાડે રાખ્યા. આ ડ્રાઇવર તેમને બ્રિસ્ટોલના સસ્પેન્શન બ્રિજ સુધી મૂકી ગયા, જ્યાં મોસ્કેરાએ બંનેના મૃતદેહો ફેંકવાની યોજના બનાવી હતી.
62 વર્ષીય અલ્બર્ટ અને 71 વર્ષના પૉલે એકબીજા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ પછી અલગ થઈ ગયા હતા. આમ છતાં તેમની વચ્ચે ગાઢ સંબંધ હતા અને સાથે જ રહેતા હતા.
પોલીસે જણાવ્યું કે, “આ બંનેનું કોઈ પરિવાર કે ફ્રેન્ડ સર્કલ ન હતું. તેઓ એકબીજા માટે સર્વસ્વ હતા… તેઓ એક બીજાની દુનિયા હતી.”
અલ્બર્ટ એક સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર હતા અને વેસ્ટ લંડનના એક્ટનસ્થિત મોડ ક્લબ જિમમાં લાઇફગાર્ડ બનવાની તાલીમ લેતા હતા.
તેઓ ફ્રાન્સના બિદાર્તમાં ઉછર્યા હતા. ફ્રાન્સમાં બિયારિત્ઝની હોટલ સ્કૂલમાં તાલીમ લઈને તેઓ બ્રિટન આવ્યા હતા.
આ ત્રણ લોકો કોણ હતા?
ઇમેજ સ્રોત, Albert Alfonso/Flickr
ઇમેજ કૅપ્શન, પૉલ લૉંગવર્થ (ડાબે) અને અલ્બર્ટ અલ્ફોન્સો (જમણે) વીસ વર્ષથી સાથે રહેતા હતા.
અલ્બર્ટ અગાઉ વેસ્ટ લંડનની એક લક્ઝરી રેસિડેન્શિયલ એસ્ટેટ (375 કેસિંગ્ટન હાઈ સ્ટ્રીટ)માં જનરલ મૅનેજર હતા.
બૂલવિચ ક્રાઉન કોર્ટમાં અપાયેલાં નિવેદનોમાં તેમના પૂર્વ સહયોગીઓએ તેમને એક “રસપ્રદ, પ્રભાવશાળી અને પ્રોત્સાહિત” કરનાર વ્યક્તિ ગણાવ્યા હતા.
આ ઇમારતમાં અલ્બર્ટની મુલાકાત પૉલ સાથે થઈ હતી. મુલાકાતના સમયે પૉલ તાજેતરમાં જ નિવૃત્ત થયા હતા.
ફેબ્રુઆરી 2023માં તેમણે સિવિલ પાર્ટનરશિપની શરૂઆત કરી હતી. જોકે, પૉલના મિત્રોએ બીબીસીને જણાવ્યું કે તેઓ “પોતાની સેક્સ્યુઆલિટીને લઈને ઓપન ન હતા” અને અલ્બર્ટને પોતાના ભાઈ ગણાવતા હતા.
પડોશિયો અને મિત્રોએ પૉલને અત્યંત દયાળુ ગણાવ્યા હતા.
ડોર જણાવે છે કે “તેઓ બહુ સારા, ઉમળકાથી ભરપૂર, ઉદાર વ્યક્તિ હતા.”
“હંમેશાં વિનમ્ર, હંમેશાં તમારા માટે ડ્રિંક ખરીદનારા અને સાથે બેસીને વાત કરનાર વ્યક્તિ…”
જૉર્જ હચિસન પણ પૉલની સાથે બેસીને પીતા હતા. તેમણે જણાવ્યું કે તેઓ ‘વન ઑફ ધ બોય્ઝ’ હતા. બહુ સારા માણસ હતા. કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું.
સેક્સ અને ઑનલાઇન વીડિયો
ઇમેજ સ્રોત, Albert Alfonso/Flickr
ઇમેજ કૅપ્શન, મોસ્કેરા જુદા જુદા નામોનો ઉપયોગ કરીને ઈન્ટરનેટ પર સેક્સ વીડિયો અપલોડ કરતા હતા.
અલ્બર્ટ પોતાના અંગત જીવન વિશે ખૂલીને વાત કરતા ન હતા, પરંતુ ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ એવી દુનિયા સાથે સંકળાયેલા હતા જેમાં રૂપિયા આપીને ચરમ સેક્સ માણવામાં આવતું હતું અને તેના વીડિયો પણ ઑનલાઇન શૅર કરવામાં આવતા હતા.
તેમના જીવનનો આ એવો હિસ્સો હતો જેમાં પૉલ સામેલ ન હતા. જોકે, તેઓ આના વિશે જાણતા હતા અને તેમણે આને સ્વીકારી પણ લીધું હતું.
કોલંબિયાના નાગરિક મોસ્કેરા પણ અલગ-અલગ નામે પોતાના સેક્સ વીડિયો ઑનલાઇન શૅર કરતા હતા.
મોસ્કેરા કોલંબિયાના મેડેલિન શહેરમાં રહેતા હતા. તેમને પાંચ ભાઈ અને એક બહેન હતાં. થોડાં વર્ષો અગાઉ બહેનનું મોત થયું હતું. મોસ્કેરાને બે બાળકો પણ છે.
અલ્બર્ટ અને મોસ્કેરા વચ્ચે 2012માં વાતચીત શરૂ થઈ હતી. 2017 સુધીમાં અલ્બર્ટે મોસ્કેરાના સેક્સ વીડિયો માટે નાણાં આપવાનું શરૂ કર્યું હતું. સમયની સાથે સાથે વીડિયો વધુ ખતરનાક બનવા લાગ્યા.
કોર્ટમાં રહસ્યો ખૂલ્યાં
ઇમેજ સ્રોત, Albert Alfonso/Flickr
ઇમેજ કૅપ્શન, આ તસવીરમાં મોસ્કેરાને લંડનનાં પર્યટનસ્થળોનો આનંદ માણતા જોઈ શકાય છે
2023માં મોસ્કેરા ઇંગ્લૅન્ડ પહોંચ્યા ત્યારે અલ્બર્ટ અને તેઓ પહેલી વખત એકબીજાને મળ્યા, પરંતુ અલ્બર્ટ તેમના જાતીય સંબંધોને કંઈક અલગ ધારી બેઠા હતા એવું લાગે છે.
અલ્બર્ટ સેક્સ માટે સંબંધો રાખતા હતા જ્યારે મોસ્કેરા માટે આ માત્ર નાણાં કમાવાનો મામલો હતો.
કોર્ટમાં જણાવાયું કે અલ્બર્ટે પોતાના જીવનની દરેક વાત મોસ્કેરા સામે ખૂલી કરી દીધી હતી, જેના માટે આ સંબંધો માત્ર પૈસા ખાતર હતા.
અલ્બર્ટના બૅન્ક સ્ટેટમેન્ટ પરથી જાણવા મળ્યું કે બીજી સપ્ટેમ્બર 2022થી 12 જુલાઈ 2024 દરમિયાન તેમને એક્સ્ટ્રીમ પૉર્ન વેબસાઇટ ચાલવતી એક કંપની પાસેથી 17500 પાઉન્ડથી વધારે રકમ મળી હતી.
મે 2022થી ફેબ્રુઆરી 2024 દરમિયાન અલ્બર્ટે મોસ્કેરાને કુલ 72 ટ્રાન્ઝેક્શનમાં 7735 ડૉલર મોકલ્યા હતા.
જાન્યુઆરી 2024થી 19 જૂન 2024 વચ્ચે અલ્બર્ટે મનીગ્રામ દ્વારા 928 પાઉન્ડ ટ્રાન્સફર કર્યા હતા.
તેના બદલામાં મોસ્કેરાએ અલગ-અલગ નામે ચાર વેબસાઇટ પર 100થી વધારે વીડિયો અને તસવીરો અપલોડ કરી હતી.
ગ્રાહકોએ સેક્સ શૉની માગણી કરી અને મોસ્કેરાએ 30 જૂન 2022થી 12 જૂન 2024 વચ્ચે આ કામથી 2682.90 ડૉલરની કમાણી કરી હતી.
પરંતુ મોસ્કેરાએ કોર્ટમાં દાવો કર્યો કે તેમને ખબર ન હતી કે અલ્બર્ટ તેમના વીડિયો ઑનલાઇન શૅર કરતા હતા.
જોકે, મોસ્કેરાએ સ્વીકાર્યું કે તેમણે 2023માં એક સમંતિપત્ર પર સહી કરી હતી. જેમાં અલ્બર્ટને વીડિયો અપલોડ કરવા અને તેમાંથી નાણાં કમાવાની અનુમતિ અપાઈ હતી.
ઑક્ટોબર 2023માં મોસ્કેરા બ્રિટન આવ્યા અને અલ્બર્ટના ઘરમાં રહેવા લાગ્યા.
તેમણે કોર્ટમાં જણાવ્યું કે આ દરમિયાન અલ્બર્ટે દરરોજ તેમના પર બળાત્કાર કર્યો અને તેમણે જાતીય સંબંધોથી કોઈ આનંદ ન લીધો. જોકે, તેઓ આના માટે નાણાં લેતા હતા.
અલ્બર્ટે જ મોસ્કેરાને બ્રિટન બોલાવ્યા હતા અને પોતાના લંડનસ્થિત ફ્લૅટમાં રાખ્યા હતા.
પોતાના પ્રવાસ દરમિયાન મોસ્કેરા મેડમ તુસાદ મ્યુઝિયમ ગયા હતા. તેઓ ઓપન ટૉપ બસમાં ઘૂમ્યા અને નદીમાં બોટ ટ્રીપ પર પણ ગયા હતા.
માર્ચ 2024માં અલ્બર્ટ પૉલને કોલંબિયા લઈ ગયા. ત્યાં તેઓ કાર્ટાઝેનામાં રોકાયા અને મોસ્કેરાને પણ ત્યાં બોલાવી લીધા.
પૉલના એક મિત્ર કેવિન ડોરે બીબીસીને જણાવ્યું કે તેમણે પૉલને ચેતવણી આપી હતી.
“અમે કહ્યું, તે ખતરનાક જગ્યા છે પૉલ, ત્યાં મજાક ન કરતા.”
ઇમેજ સ્રોત, Albert Alfonso/Flickr
ઇમેજ કૅપ્શન, મોસ્કેરાએ કોર્ટને જણાવ્યું કે તેઓ માત્ર નાણા માટે સેક્સ વીડિયો બનાવતા હતા
મે મહિનામાં મોસ્કેરાએ અલ્બર્ટ માટે એક સેક્સ વીડિયો બનાવ્યો. થોડા જ સપ્તાહમાં તેઓ ફરી બ્રિટન આવ્યા. આ વખતે તેઓ અલ્બર્ટના પૈસાથી લંડન પહોંચ્યા.
આ વખતે અલ્બર્ટે મોસ્કેરાને જિમની ગેસ્ટ મેમ્બરશિપ અપાવી, પોતાની ઑફિસની ફૂટબૉલ ટીમના વૉટ્સઍપ ગ્રૂપમાં સામેલ કર્યા અને અંગ્રેજી શીખવવા માટે ચાર અઠવાડિયાંનો કોર્સ પણ કરાવ્યો.
ત્રણેય લોકો ઇંગ્લૅન્ડના કિનારે આવેલા શહેર બ્રાઈટન પણ ગયા, જ્યાં જિપ-વાયર પર મોસ્કેરાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો.
પણ લંડન પહોંચવાથી લઈને અલ્બર્ટ અને પૉલ સાથે રહેવા દરમિયાન મોસ્કેરા બંનેની નાણાકીય વિગતો શોધી રહ્યા હતા.
તેમણે ડીપ ફ્રીઝર, ઇન્ડસ્ટ્રીયલ લિક્વિડાઇઝર, ઝેરી રસાયણો અને આર્સેનિક વિશે માહિતી શોધી.
આઠ જુલાઈએ અલ્બર્ટ અને પૉલની હત્યા કરવામાં આવી.
પૉલને વારંવાર હથોડાથી મારવામાં આવ્યા જેમાં તેમની ખોપરી તોડી નાખવામાં આવી. તેમના શરીરને દીવાન નીચે છુપાવી દેવાયું. ત્યાર પછી મોસ્કેરાએ અલ્બર્ટ ઘરે પાછા આવે તેની રાહ જોઈ.
એક રેકૉર્ડેડ સેક્સ સેશન દરમિયાન મોસ્કેરાએ અલ્બર્ટને ચપ્પુથી મારી નાખ્યા, ત્યાર પછી તેઓ પોતાના રૂમમાં ગીતો ગાઈને નાચતા રહ્યા.
ત્યાર બાદ મોસ્કેરાએ અલ્બર્ટના કમ્પ્યુટરથી પોતાના કોલંબિયાસ્થિત ખાતામાં ચાર હજાર પાઉન્ડ નાખવાની કોશિશ કરી. આ ઉપરાંત બીજા નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવાનો પણ પ્રયાસ કર્યો.
તેમાં સફળતા ન મળવાથી તેઓ નજીકના એટીએમ ગયા અને અલ્બર્ટના ખાતામાંથી સેંકડો પાઉન્ડ ઉપાડી લીધા.
થોડા દિવસો બાદ મોસ્કેરાએ બંને મૃતદેહના ટુકડા કર્યા. તેમણે બંનેના માથા ડીપ ફ્રીઝરમાં રાખ્યા અને બાકીના શરીરના ભાગ સૂટકેસમાં રાખીને બ્રિસ્ટોલ લઈ ગયા.
અલ્બર્ટ અને પૉલની અણધારી અને ઘાતકી હત્યાએ તેમના મિત્રોને હચમચાવી નાખ્યા છે.
વૂલવિચ ક્રાઉન કોર્ટમાં કેસ ચલાવાયા પછી મોસ્કેરાને બંનેની હત્યાના દોષિત જાહેર કરવામાં આવ્યા.
24 ઑક્ટોબરે તેમને સજા સંભળાવાશે.
(રિપોર્ટિંગઃ ફિયોના લેમડિન, એડમ ક્રાઉદર અને બેથ ક્રૂઝ)
બ્રિટનના વડા પ્રધાન કીઅર સ્ટાર્મરે પદભાર સંભાળ્યા બાદ દેશની ઇમિગ્રેશન નીતિને દુરસ્ત કરવાની વાત કરી હતી.
મે મહિનામાં સ્ટાર્મરની સરકારે શ્વેતપત્ર બહાર પાડીને ઇમિગ્રેશન વ્યવસ્થાને દુરસ્ત કરવા માટે કેટલાક તત્કાળ અને કેટલાક લાંબા ગાળાના પગલાની જાહેરાત કરી હતી. જેના પર 22મી જુલાઈથી કામ શરૂ થઈ ગયું છે.
પહેલા તબક્કામાં કેર ગિવર વર્કર્સ, હૉસ્પિટાલિટી અને લૉજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોને અસર થશે.
યુકેની સામે વિદેશ જઈ રહેલાં નાગરિકોને દેશમાં જ જરૂરી તકો પૂરી પાડવાનો તથા વિદેશથી આવી રહેલા બુદ્ધિધનની વચ્ચે સંતુલન સાધવાનો પડકાર છે.
આગામી સમયમાં અંગ્રેજી ભાષાની જાણકારી, લઘુતમ પગારધોરણ, સેટલ થવાના સમયગાળામાં વધારો, અરજદાર આશ્રિતોને અસર થવાની શક્યતા છે.
વર્ષ 2024માં યુકેનું નક્કર માઇગ્રેશન ચાર લાખ 31 હજાર જેટલું રહ્યુ હતું, જે પચાસ ટકા જેટલો ઘટાડો સૂચવે છે.
સરકારે આ આંકડાને વધુ ઘટાડવા માટે કેટલાંક પગલાં લેવાની જાહેરાત કરી છે.
આ જ અરસામાં લગભગ પાંચ લાખ 17 હજાર નાગરિકોએ યુકે છોડ્યું હતું. આમ દેશમાં નવા આવનારા લોકોનો નક્કર આંકડો ચાર લાખ 31 હજારનો હતો.
ડિસેમ્બર-2023માં આ આંકડો આઠ લાખ 60 હજાર જેટલો હતો.
ડિસેમ્બર-2024 સુધીમાં યુકેમાં રહેવા આવવાની ઇચ્છાથી પહોંચેલા લોકોમાં 60 હજાર બ્રિટિશ નાગરિક હતા. એક લાખ 22 હજાર લોકો (13 ટકા) યુરોપિયન સંઘ કે ઈયુ+ દેશોના (નૉર્વે આઇલૅન્ડ, લિંચેનસ્ટાઇન અને સ્વિટ્ઝર્લૅન્ડ) હતા.
લગભગ સાત લાખ 66 હજાર લોકો (81 ટકા) અન્ય દેશોમાંથી હતા. નૉન-ઈયુ માઇગ્રન્ટ્સમાંથી 83% લોકોની ઉંમર 16થી 64 વર્ષની હતી.
જેમાં ભારતીયોની સંખ્યા ટોચ ઉપર હતી. જેઓ ભણવા કે કામ કરવાના ઇરાદાથી યુકે જતા હોય છે.
આ ગાળા દરમિયાન 96 હજારથી વધુ યુરોપિયન સંઘના દેશોના નાગરિક હતા. જેઓ યુકે છોડી ગયા અને પરત ફર્યા. આવી જ રીતે 17 હજાર જેટલા બ્રિટિશ નાગરિકો દેશ છોડીને પરત ફર્યા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, યુકેના વડા પ્રધાન કીઅર સ્ટાર્મરે પદભાર સંભાળ્યા બાદ ઇમિગ્રેશન નીતિને દુરસ્ત કરવાની વાત કરી હતી.
ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા માટે યુકેની સરકારે મે મહિનામાં કેટલાંક પગલાંની જાહેરાત કરી હતી. જેમ કે :
દરેક વિઝા અરજદાર તથા પુખ્ત આશ્રિત માટે પણ અંગ્રેજીની પરીક્ષા ફરજિયાત કરવી
કૌશલ્યવાન કામદાર વિઝા માટે ગ્રૅજ્યુએશનની ડિગ્રી જોઈશે. અગાઉ અ-વર્ગ કે સમકક્ષથી કામ ચાલી જતું. આ સિવાય ઉચ્ચ પગાર મર્યાદાનો પણ સમાવેશ થાય છે.
અગાઉ વિદેશી વિદ્યાર્થી ડિગ્રી મેળવ્યાનાં બે વર્ષ સુધી યુકેમાં રહી શકતા હતા, હવે આ સમયગાળો ઘટાડીને અઢાર મહિનાનો કરી દેવામાં આવ્યો છે.
અગાઉ પાંચ વર્ષ સુધી યુકેમાં રહેનારને ‘અનિશ્ચિતકાળ સુધી રહેવાનો અધિકાર’ મળતો. હવે આ ગાળો વધારીને 10 વર્ષ કરવામાં આવશે, એવી ચર્ચા છે.
નોકરીદાતાઓને સ્થાનિકોની જ ભરતી કરવા તથા જો કૌશલ્યવાન સ્થાનિક ન મળે તો તેમને તાલીમબદ્ધ કરવા માટે નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે.
બ્રિટનમાં મોટી સંખ્યામાં લોકો સ્થાયી થવા કે કમાણીના હેતુથી આવે છે.
જે લોકોએ આશ્રય માટે અરજી કરી છે અને ઇમિગ્રેશનના કે અન્ય કાયદાનો ભંગ કરશે તો તેમને દેશમાંથી બહાર મોકલવાનું કે પ્રવેશ નહીં આપવાનું સરળ બનશે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, નવા નિયમ મુજબ અરજદારે એપ્રિલ-2024 પછી ઓછામાં ઓછી 38 હજાર 700 પાઉન્ડની કમાણી કરી હોવી જોઈએ
જે અરજદારોએ એપ્રિલ-2024 પછી ઓછામાં ઓછી 38 હજાર 700 પાઉન્ડની કમાણી કરી હોવી જોઈએ.
અગાઉ આ આંકડો 26 હજાર 200 પાઉન્ડનો હતો. આમ તે લગભગ 50 ટકાની વૃદ્ધિ સૂચવે છે.
જોકે, આરોગ્ય તથા કેર ગિવર જેવાં અમુક કામો માટે આ મર્યાદા લાગુ નહીં પડે.
લઘુતમ કૌશલ્ય સ્તર કરતાં વધુની ઑફર હોય તથા અંગ્રેજી બોલતા આવડતું હોય તે લાયકાતના 50 પૉઇન્ટ છે.
બાકીના 20 પૉઇન્ટ વધુ પગાર સાથેની જોબ ઑફર, જે ક્ષેત્રમાં શ્રમની ઉપલબ્ધતા ઓછી હોય કે સંબંધિત વિષયમાં પીએચ.ડી. દ્વારા મેળવી શકાય છે.
સ્કિલ્ડ વિઝા માટે સામાન્ય રીતે 719થી 1,639 પાઉન્ડની સ્ટાન્ડર્ડ ફી ચૂકવવાની રહે છે. આ સિવાય તેમણે હેલ્થકેર સરચાર્જ પણ ચૂકવવાનો રહે છે.
તેની મદદથી નોકરીદાતા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં ભરતી કરી શકે છે. આ નોકરીઓમાં પગારનું સ્તર સામાન્ય રીતે નીચું હોય છે.
આ યાદીમાં હેલ્થ ઍન્ડ કેર ગિવર્સ, ફાર્માસિસ્ટ, ગ્રાફિક્સ ડિઝાઇનર્સ, ખેતી અને માછીમારીનાં કેટલાંક કામો અને બાંધકામ શ્રમિકોનો સમાવેશ થાય છે.
યુકેના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, માર્ચ-2025 સુધીના 12 મહિનાના ગાળા દરમિયાન આરોગ્ય અને સોશિયલ કેર ક્ષેત્રે 23 હજાર વિઝા આપવામાં આવ્યા હતા.
વર્ષ 2023માં આ ક્ષેત્રે જેટલા વિઝા આપવામાં આવ્યા હતા, તેના કરતાં ઉપરોક્ત આંકડો લગભગ 85 ટકા ઓછો છે.
ફેબ્રુઆરી-2022માં હેલ્થ તથા કેરના વિઝાના નિયમો હંગામી ધોરણે હળવા કરવામાં આવ્યા હતા, જેના કારણે વિઝા મેળવનારાઓની સંખ્યામાં અસામાન્ય ઉછાળો આવ્યો હતો. જૂન-2025માં આ છૂટ સમાપ્ત થઈ હતી.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, જે લોકોના પરિવારજન બ્રિટિશ નાગરિક હોય અથવા તો યુકેમાં છ મહિના કે તેથી વધુ સમય માટે રહેવાનો અધિકાર ધરાવતા હોય, તેમણે ફૅમિલી વિઝા લેવાના રહે છે
જે લોકોના સંબંધી કે પરિવારજન બ્રિટિશ નાગરિક હોય અથવા તો યુકેમાં છ મહિના કે તેથી વધુ સમય માટે રહેવાનો અધિકાર ધરાવતા હોય, તેમણે ફેમિલી વિઝા લેવાના રહે છે.
લોકો તેમના સ્પાઉસ (પતિ કે પત્ની), પાર્ટનર, મંગેતર, પ્રપોઝ્ડ સિવિલ પાર્ટનર, બાળક, વાલી કે કાળજીના જરૂરિયાતમંદ સાથે રહેવા માટે અરજી કરી શકે છે.
આને માટે સંબંધીની આવક ઓછામાં ઓછી 29 હજાર પાઉન્ડની હોવી જોઈએ. કન્ઝર્વેટિવ સરકાર પ્રવર્તમાન 18 હજાર 600 પાઉન્ડની લઘુતમ આવકમર્યાદાને 38 હજાર 700 પાઉન્ડ સુધી લઈ જવા માગતી હતી.
પરંતુ તેના કારણે અનેક પરિવારો વિખૂટા પડી જશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ હતી, જેના કારણે આ મર્યાદાને 29 હજાર પાઉન્ડ રાખવામાં આવી હતી.
જો કોઈ વ્યક્તિ ફેમિલી વિઝા પર યુકેમાં હોય તથા તેને ઍક્સ્ટેન્ડ કરાવવા માગતી હોય, તો પરિવારની આવક નવી મર્યાદા મુજબ હોય તે જરૂરી નથી.
યુકેના ગૃહ વિભાગના તાજેતરના આંકડા મુજબ, માર્ચ-2025માં પૂરાત થતાં વર્ષ દરમિયાન પરિવાર સંબંધિત 76 હજાર વિઝા આપવામાં આવ્યા હતા.
માર્ચ-2024ની સરખામણીમાં આ પ્રકારના વિઝાની સંખ્યામાં ત્રણ ટકા જેટલો ઘટાડો થયો છે. જોકે, માર્ચ-2021માં જેટલા ફેમિલી વિઝા આપવામાં આવ્યા હતા, તેના કરતાં આ આંકડો લગભગ બમણો છે.
ગૃહ વિભાગના આંકડા પ્રમાણે, માર્ચ-2025 સુધીના સમય દરમિયાન ચાર લાખ ત્રણ હજાર વિદેશી વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા.
આ આંકડો માર્ચ-2024ની સરખામણીમાં 10 ટકા ઓછો છે. જોકે, 2019ના સમાન ગાળાની સરખામણીમાં 50 ટકા જેટલો વધુ છે.
માર્ચ-2025ના સમાપ્ત થયેલા સમગાળા દરમિયાન વિદ્યાર્થીઓ પર આશ્રિત હોય તેવા 18 હજાર જેટલા વિઝા આપવામાં આવ્યા હતા. જે એક વર્ષ અગાઉની (માર્ચ-2024) સરખામણીએ 83 ટકા ઘટાડો સૂચવે છે.
જાન્યુઆરી-2024માં નવા નિયમ અમલમાં આવ્યા જેના કારણે સંશોધનક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થી તેમના પરિવારજનોને આશ્રિત વિઝા પર યુકે આમંત્રિત નથી કરી શકતા. જેથી આ ઘટાડો જોવા મળ્યો છે.
આ સિવાય વાર્ષિક ક્વૉટાના આધારે દર વર્ષે હંગામી વિઝા આપવામાં આવે છે. જેમાં ફળ ચૂંટનારા કે પૉલ્ટ્રી ક્ષેત્રે કામ કરનારા શ્રમિકોનો સમાવેશ થાય છે.
વર્ષ 2025 માટે 45 હજાર શ્રમિકનો ક્વૉટા નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 43 હજાર શ્રમિક હૉટ્રીકલ્ચર ક્ષેત્રે તથા બે હજાર પૉલ્ટ્રી સેક્ટર માટે છે.
ગત વર્ષ 34 હજાર 700 વિઝા આપવામાં આવ્યા હતા.
આ ક્ષેત્રે કામ કરવા માટે મોટા ભાગે કિર્ગિસ્તાન, તાજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કઝાકસ્તાન જેવા મધ્ય-એશિયાના લોકો આવે છે. તેમની સરેરાશ ટકાવારી 75 ટકા જેટલી હોય છે.
યુરોપિયન યુનિયન (ઈયુ)એ નાયરા ઍનર્જી લિમિટેડની માલિકી ધરાવતી ગુજરાતમાં આવેલી વાડીનાર રિફાઇનરી પર પ્રતિબંધ લાગુ કરવાની 18 જુલાઈએ જાહેરાત કરી હતી.
ઈયુએ રશિયાના ઍનર્જી સેક્ટરને ટાર્ગેટ કરતા નવા પ્રતિબંધોની જાહેરાત કરી તેમાં ગુજરાતની આ રિફાઇનરી પણ સામેલ હતી.
ઈયુએ આ જાહેરાત ત્યારે કરી છે, જ્યારે અમેરિકન કૉંગ્રેસમાં રશિયામાંથી તેલ ખરીદતા દેશો પર આકરા પ્રતિબંધો લાગુ કરવાની વાત ચાલી રહી છે.
અમેરિકાના કેટલાક સેનેટર તો રશિયામાંથી તેલ ખરીદવાના બદલે ભારત પર 500 ટકા ટૅરિફ લગાવતા બિલની તૈયારી કરી રહ્યા છે.
વિશ્લેષકો માને છે કે ઈયુના પ્રતિબંધ નાયરા ઍનર્જી માટે તો ઝટકો છે જ, પરંતુ રશિયન કાચા તેલમાંથી બનતા ઈંધણ પર પ્રતિબંધથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ પડકારો વધશે.
વિશ્લેષકોનું એમ પણ કહેવું છે કે, બંને કંપનીઓ (નાયરા અને રિલાયન્સ) પર ઈયુના બજારમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. એવા મીડિયા રિપોર્ટ્સ પણ આવી રહ્યા હતા કે રશિયન ઊર્જા કંપની રોઝનેફ્ટ નાયરામાં પોતાની 49 ટકા હિસ્સેદારી વેચવાની તૈયારીમાં છે. હવે, ઈયુના પ્રતિબંધથી નાયરા ઍનર્જી માટે રશિયન કંપનીનો સોદો જટિલ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે નાયરા ઍનર્જીમાં રશિયન તેલ કંપની રોઝનેફ્ટની 49 ટકા ભાગેદારી છે. બાકીની ભાગેદારીમાં પણ રશિયન ફર્મોના પૈસા રોકાયેલા છે. આ ઉપરાંત પ્રાઇવેટ ઇક્વિટી પણ છે.
બ્લૂમબર્ગના ગયા મહિનાના રિપોર્ટ અનુસાર, ચાલુ વર્ષે જૂન મહિના સુધીમાં રશિયન કાચા તેલની સમુદ્રમાર્ગે થયેલી કુલ નિકાસના 80 ટકા તેલ ભારત આવ્યું હતું. કેપલરના અહેવાલ પ્રમાણે, 24મી જૂન સુધીમાં ભારતે ચાલુ વર્ષે 23.2 કરોડ બેરલ જેટલું યુરાલ (રશિયન ક્રૂડ ઑઇલ) ખરીદ્યું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા નાયરાનો હિસ્સો 45 ટકા હતો.
બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં લખ્યું છે, “નાયરા પ્રતિદિન ચાર લાખ બૅરલ ઉત્પાદનક્ષમતાવાળી એક રિફાઇનરીનું સંચાલન કરે છે આખા ભારતમાં તેના લગભગ 7,000 ઈંધણ આઉટલેટ્સ છે.”
2022ના ફેબ્રુઆરીથી રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન યુરોપિયન યુનિયન અને અમેરિકાની મદદથી તેના પર થઈ રહેલા આક્રમણને ખાળવા મથી રહ્યું છે. યુક્રેન 27 દેશોના સમૂહ એવા યુરોપિયન યુનિયન એટલે કે યુરોપિયન સંઘનું સભ્ય નથી. પરંતુ તે યુરોપીય સંઘના દેશો અને રશિયાની વચ્ચે આવેલો દેશ છે. યુરોપિયન યુનિયન આ સંઘર્ષમાં યુક્રેનને મદદ કરી રહ્યું છે. તેને અનુસંધાને 18 જુલાઈએ સંઘે રશિયા પર વધારે આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
પ્રતિબંધોનું આ 18મું પૅકેજ હતું અને યુરોપીય સંઘે તેના નિવેદનમાં “રોઝનેફ્ટ જેમાં મુખ્ય શૅરધારક છે તેવી ભારતમાં આવેલી રિફાઇનરી”નો ઉલ્લેખ કર્યો.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, નાયરાની માલિકી અગાઉ ઍસ્સાર જૂથ પાસે હતી
આ વધારાના પ્રતિબંધો જાહેર થયા ત્યારથી ભારતમાં આવેલી રિફાઇનરી એટલે કે ‘નાયરા ઍનર્જી લિમિટેડની ગુજરાત રાજ્યના વાડીનાર ખાતે આવેલ રિફાઇનરી’ ચર્ચામાં છે.
પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે આવેલી આ રિફાઇનરી પહેલી વાર ચર્ચાની એરણે ચઢી હોય તેવું નથી.
159 લિટરના એક એવા 4,05,000 બેરલ એટલે કે પીપડાં ભરાય તેટલું કાચું ખનીજ તેલ (ક્રૂડ ઑઇલ) દૈનિક ધોરણે શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતી આ રિફાઇનરી ભૂતકાળમાં પણ વિવિધ કારણોસર ચર્ચામાં રહી છે.
વિવાદો અને ધંધાકીય સંકટો વચ્ચે પણ આ રિફાઇનરી એક જ સ્થળે સૌથી વધારે ક્રૂડ ઑઇલને શુદ્ધ એટલે કે રિફાઇન કરવાની ક્ષમતાની બાબતમાં ભારતની બીજી સૌથી મોટી રિફાઇનરી છે.
હવે સવાલ એ છે કે વાડીનારની આ રિફાઇનરીમાં રશિયાની તેલ કંપની રોઝનેફ્ટ શૅરધારક કેવી રીતે બની ગઈ?
ભારતમાં કેટલી રિફાઇનરીઓ છે?
ઇમેજ સ્રોત, Nayara Energy Limited
ઇમેજ કૅપ્શન, વાડીનાર ખાતે આવેલી નાયરા ઍનર્જીની રિફાઇનરીનું પ્રવેશદ્વાર
ઑઇલ રિફાઇનરીઓ ક્રૂડ ઑઇલને ગરમ કરી તેને શુદ્ધ કરી તેમાંથી પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કેરોસીન, ઍર ટર્બાઇન ફ્યૂઅલ (એટીએફ) તરીકે ઓળખાતાં વિમાનોનાં ઈંધણ, રસોડામાં વપરાતા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી) એટલે કે પ્રવાહીમાં રૂપાંતરિત કરેલ કુદરતી વાયુ, રાસાયણિક ખાતર બનાવવામાં વપરાતા સલ્ફર જેવાં રસાયણો તેમજ ડામર વગેરે છુટાં પાડે છે.
ભારતમાં કુલ 24 ઑઇલ રિફાઇનરીઓ આવેલી છે. તેમાંથી એકવીસ જેટલી રિફાઇનરીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન, ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન જેવી સરકારી કંપનીઓ, તેમની પેટા કંપનીઓ કે આ કંપનીઓએ પ્રાઇવેટ કંપનીઓ સાથે ભાગીદારી કરી સ્થાપેલ સંયુક્ત પેઢીઓની માલિકીની છે. બાકીની ત્રણ રિફાઇનરીઓમાંથી બે રિફાઇનરીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની છે અને એક નાયરા ઍનર્જી લિમિટેડની છે.
રિલાયન્સની રિફાઇનરીઓ ગુજરાતના જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલી છે જયારે નાયરાની રિફાઇનરી જામનગરના પાડોશી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે આવેલી છે.
નાયરા રિફાઇનરી કેટલી મોટી છે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, વાડીનાર રિફાઇનરીની એપ્રિલ, 2018 માં લેવાયેલી તસ્વીર
જામનગરમાં રિલાયન્સ ગ્રુપના સ્પેશયલ ઇકૉનૉમિક ઝોનમાં આવેલ રિફાઇનરીની ક્ષમતા 3.52 કરોડ મેટ્રિક ટન (25.80 કરોડ બેરલ) છે અને તે ભારતની સૌથી મોટી રિફાઇનરી છે.
રિલાયન્સની જ મોટી ખાવડીમાં આવેલી અન્ય રિફાઇનરીની ક્ષમતા 3.30 કરોડ મેટ્રિક ટન (24.18 કરોડ બેરલ) છે અને આમ, ભારતની તે બીજા નંબરની રિફાઇનરી છે. પરંતુ, આ બંને રિફાઇનરીઓ એક જ કૉમ્પ્લેક્સમાં આવેલી હોવાથી તેને સામાન્ય રીતે એક જ ગણવામાં આવે છે. તેથી, તેની સંયુક્ત ક્ષમતા 6.82 કરોડ મેટ્રિક ટન (આશરે 50 કરોડ બેરલ) થાય જે ભારતની કુલ ક્ષમતાના 25 ટકા સમાન છે.
ઇમેજ સ્રોત, Nayara Energy Limited
ઇમેજ કૅપ્શન, નાયરા રિફાઇનરીના એક ભાગની લેવાયેલી તસ્વીર.
નાયરાની રિફાઇનરીની ક્ષમતા 2 કરોડ મેટ્રિક ટન એટલે કે 14.66 કરોડ બેરલ છે અને તે ભારતની ત્રીજી સૌથી મોટી રિફાઇનરી છે. આમ, ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાની આઠ ટકા ક્ષમતા નાયરા પાસે છે.
ભારતનો દૈનિક વપરાશ આશરે 47થી 48 લાખ બેરલ છે અને તેની સામે રિલાયન્સની રિફાઇનરીની દૈનિક રિફાઇનિંગ ક્ષમતા 14 લાખ બેરલ અને નાયરાની ક્ષમતા 4.05 લાખ બેરલ છે.
રસપ્રદ બાબત એ છે કે રિલાયન્સ અને નાયરાની રિફાઇનરીઓ જામનગર-ખંભાળિયા હાઇવે પર એકબીજાની ખૂબ જ નજીક આવેલી છે.
રિલાયન્સ અને નાયરા પછી ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનની કેરળના કોચીમાં આવેલી રિફાઇનરીનો નંબર આવે છે. કોચી રિફાઇનરીની ક્ષમતા 1.55 કરોડ મેટ્રિક ટન (11.36 કરોડ બેરલ) છે.
55,000 લોકોને રોજગારી
ઇમેજ સ્રોત, Nayara Energy Limited
ઇમેજ કૅપ્શન, નાયરા રિફાઇનરીમાં કામ કરી રહેલા લોકોની એક તસ્વીર
નાયરા ઍનર્જીની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ કંપનીના પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરતા 6000 કરતા પણ વધારે પેટ્રોલ પંપો ભારતમાં છે અને 1200થી પણ વધારે અન્ય પેટ્રોલ પંપો બનાવવામાં આવી રહ્યા છે.
પેટ્રોલ પંપો અને ઑઇલ ડેપો સુધી પેટ્રોલ, ડીઝલ અને ખનીજ તેલ આધારિત અન્ય પેદાશોને પહોંચાડવા માટે રેલવે ટૅન્કર ઉપરાંત 45000 જેટલાં ટ્રક-ટૅન્કર એટલે કે ખટારા-ટાંકાં નાયરા પાસે છે. 22 જુલાઈએ એક અખબારી યાદીમાં નાયરાએ જણાવ્યું કે ભારતમાં તે 55,000 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપે છે.
વળી, નાયરા પાસે પોતાની એક પ્રાઇવેટ ઑફશૉર જેટી એટલે કે કાંઠાથી દૂર દરિયાની અંદર બનાવેલી જેટી પણ છે. વાડીનાર બંદરના કાંઠાથી દૂર કચ્છના અખાતમાં આ બલ્ક કાર્ગો જેટી પર ઑઇલ ટર્મિનલ આવેલું છે.
ઑઇલ ટૅન્કર કહેવાતાં જહાજો જે ક્રૂડ ઑઇલ નાયરા ઍનર્જી માટે ભરીને આવે છે તેમનું અનલૉડીંગ આ ટર્મિનલ ખાતે થાય છે અને તેને 21 કિલોમીટર દૂર આવેલી રિફાઇનરી સુધી પાઇપલાઇન વડે પહોંચાડાય છે. તે જ રીતે રિફાઇન કરેલું પેટ્રોલ, ડીઝલ, એટીએફ વગેરે પાઇપલાઇનથી જેટી સુધી પહોંચે છે અને ઑઇલ ટૅન્કરોમાં ભરી ભારતનાં અન્ય બંદરો કે વિદેશ પહોંચાડાય છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, નાયરાની ઑફશૉર જેટી પર લાંગરેલું એક જહાજની એપ્રિલ 2018માં લેવાયેલી તસ્વીર
રિફાઇનરીની નજીક જ આવેલ એક પાવર પ્લાન્ટ (વીજળીમથક) માટે જરૂરી કોલસો પણ આ જેટી પર ઉતરે છે.
નાયરાએ 22 જુલાઈની યાદીમાં જણાવ્યું હતું કે કંપનીએ ઑગસ્ટ 2017થી ભારતમાં વિવિધ પ્રોજેક્ટસમાં રૂ.14,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
યાદીમાં ઉમેર્યું હતું કે કંપનીએ ઑગસ્ટ 2017થી 250 અબજ રૂપિયા પ્રત્યક્ષ કે પરોક્ષ કર પેટે ચૂકવ્યા છે અને વાર્ષિક ધોરણે બે અબજ રૂપિયા તેની સામાજિક જવાબદારી માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ માટે ફાળવે છે.
નાયરા રિફાઇનરીના ભૂતકાળના વિવાદો
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, નાયરા રિફાઇનરીમાં આવેલી પાઇપલાઇનો અને ટાંકા વચ્ચે ચાલી રહેલા એક કર્મચારીની એપ્રિલ 2018માં લેવાયેલી તસ્વીર
ભારત તેને જોઈતા ખનીજ તેલના જથ્થામાંથી 80 ટકા કરતા પણ વધારે જથ્થો વિદેશોમાંથી આયાત કરે છે.
ભારતમાં આયાત થતા ક્રૂડ ઑઇલનો 60 ટકાથી વધારે જથ્થો કચ્છના અખાતમાં આવેલાં કંડલા, વાડીનારમાં આવેલી ઇન્ડિયન ઑઇલ અને નાયરાની જેટીઓ તેમ જ રિલાયન્સની જેટી પર ઉતરે છે.
વાડીનાર ઑઇલ રિફાઇનરી, પાવરપ્લાન્ટ અને ઑફશૉર કેપ્ટીવ જેટી ખરેખર તો ભારતના ઍસ્સાર ગ્રૂપ દ્વારા બનાવવામાં આવેલી છે.
ઍસ્સારે વાડીનાર રિફાઇનરી બાંધવાનું કામ 1994માં શરુ કર્યું હતું. પરંતુ 1998માં કચ્છના અખાતના કાંઠા પર એક વાવાઝોડું ત્રાટકતા બંધાઈ રહેલી રિફાઇનરીને ભારે નુકસાન થયું હતું. ત્યાર પછીના આઠેક વર્ષ કામ બંધ રહ્યું હતું.
ઍસ્સારે છેક 2005માં રિફાઇનરીના બાંધકામને ફરી શરુ કર્યું અને 2008થી રિફાઇનરી કામ કરતી થઇ ગઈ. શરૂઆતમાં રિફાઇનરીની ક્ષમતા એક કરોડ ટન પ્રતિ વર્ષની હતી. સમયાંતરે આ ક્ષમતા બમણી થઈ ગઈ.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, નાયરા રિફાઇનરીના પ્રવેશદ્વારની એપ્રિલ 25,2018ના રોજ લેવાયેલી તસ્વીર
રિફાઇનરીને જરૂરી વીજળી બાજુમાં જ ઍસ્સાર દ્વારા જ બનાવાયેલા પાવર પ્લાન્ટમાંથી મળી જાય છે.
પરંતુ કચ્છનો અખાત માછીમારી માટે પણ મહત્ત્વનો છે.
વાડીનાર સલાયા બંદર નજીક આવેલું છે. ઍસ્સાર જયારે જેટી માટે દરિયામાં રોડ બનાવી રહ્યું હતું ત્યારે સલાયાના માછીમારોએ 2015માં તેનો જાહેર વિરોધ કર્યો હતો.
તેમનું કહેવું હતું કે રોડ બનતા માછીમારોની હોડીઓને ચાલવામાં અવરોધ ઊભો થશે અને જેટી નજીકના વિસ્તારોમાં માછીમારી પર પ્રતિબંધ લાદવામાં આવશે તેથી તેમની આજીવિકા પર પણ અસર થશે.
જોકે, વિવિધ સરકારી વિભાગો અને કોર્ટે આ દલીલો ગ્રાહ્ય ન રાખતા ઍસ્સાર દ્વારા જેટીનાં બાંધકામનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
રિફાઇનરી પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધો કેમ?
ઇમેજ સ્રોત, Nayara Energy Limited
ઇમેજ કૅપ્શન, નાયરાના એક પેટ્રોલ પંપની તસ્વીર
આ પ્રતિબંધના મૂળ 2015માં છે. વિવિધ વેપારમાં મૂડીરોકાણને કારણે ઍસ્સાર ગ્રૂપ પર દેવાનો બોજ ખુબ વધી ગયો હતો.
તેવા સંજોગોમાં ઍસ્સાર ગ્રૂપનો લોખંડ બનાવવાનો ઉદ્યોગ અને અન્ય કેટલાક ઉદ્યોગો ખોટ કરવા લાગ્યા. તેથી ઍસ્સાર ગ્રૂપની વિવિધ કંપનીઓમાં નાણાં રોકનાર રોકાણકારો ઍસ્સાર ગ્રૂપ પર દેવું ઘટાડવાનું દબાણ કરવા લાગ્યા. પરિણામે, 2016માં ઍસ્સાર ગ્રૂપની ઑઇલ કંપનીએ તેની વાડીનાર રિફાઇનરીને વેચવાનો નિર્ણય કર્યો.
ઑગસ્ટ 2017માં રશિયાની ઑઇલ કંપની રોઝનેફ્ટે ઍસ્સાર ઑઇલના કુલ શૅરોમાંથી 49 ટકા શૅર ખરીદી લીધા. તે જ રીતે કેસાની એન્ટરપ્રાઇઝ નામની અન્ય એક કંપનીએ પણ ઍસ્સાર ઑઇલમાં કુલ શૅરના અન્ય 49 ટકા શૅર ખરીદી લીધા.
કેસાની એન્ટરપ્રાઇઝ પણ રશિયા સાથે નાતો ધરાવતી પેઢીઓનું એક સંયુક્ત સાહસ છે. બંનેએ મળીને ઍસ્સાર ઑઇલને 72,800 કરોડ રૂપિયા ચૂકવ્યા.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, રશિયામાં 2019માં યોજાયેલા એક પ્રદર્શનમાં રોઝનેફ્ટ કંપનીનો એક સ્ટૉલ નજરે પડે છે.
નવા માલિકોએ ઍસ્સાર ઑઇલનું નામ બદલીને નાયરા ઍનર્જી લિમિટેડ રાખ્યું.
ભારતના ઉર્જા ક્ષેત્રમાં આ સૌથી મોટું સીધું વિદેશી મૂડીરોકાણ હતું. વળી, આ પહેલાં ડિસેમ્બર 2015માં રોઝનેફ્ટ અને ઍસ્સાર ઑઇલે એક સમજૂતી કરીને એવું નક્કી કર્યું કે આગામી 10 વર્ષ સુધી રોઝનેફ્ટ ઍસ્સારને દૈનિક ધોરણે ચાર લાખ બેરલ ક્રૂડ ઑઇલ પૂરું પાડશે.
નાયરા ઍનર્જીએ તેના 22 જુલાઈના નિવેદનમાં જણાવ્યું કે તે ભારતીય કાયદા પ્રમાણે ભારતમાં કામ કરતી ‘ભારતીય કંપની’ છે. પરંતુ, વાસ્તવમાં તેની માલિકીમાં રશિયાની રોઝેનફ્ટ કંપનીનો મોટો ભાગ છે. ઉપરાંત, વાડીનાર રિફાઇનરી રશિયાના ઑઇલ બિઝનેસ સાથે સંકળાયેલી છે. તેથી, યુરોપિયન યુનિયને તેના પર પ્રતિબંધો મૂક્યા છે.
યુરોપે શા માટે પ્રતિબંધો લાદ્યા?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, રશિયાએ 21 જુલાઈ, 2025ના રોજ કરેલા ડ્રૉન હુમલામાં યુક્રેનની રાજધાની કિએવમાં ક્ષતિગ્રસ્ત થયેલા મકાનની એક તસવીર.
યુરોપિયન યુનિયનનો દાવો છે કે રશિયાને યુક્રેન સામેનું યુદ્ધ ચાલુ રાખવાનાં નાણાં તેની ક્રૂડ ઑઇલની નિકાસમાંથી મળી રહ્યાં છે અને રશિયાને આ યુદ્ધ સમાપ્ત કરવાની ફરજ પાડવી હશે તો તેને ઑઇલના વેપારમાંથી મળતાં નાણાં અટકાવવાં પડશે.
એક માહિતી પ્રમાણે વિદેશોમાંથી ક્રૂડ ઑઇલ આયાત કરી, ભારતમાં તેનું રિફાઇનિંગ કરી પછી તેને વિશ્વના અન્ય દેશોમાં વેચવાનો એક બહુ મોટો ઉદ્યોગ અને બિઝનેસ ભારતમાં છે.
ભારતમાં રિફાઇનરીઓ ધરાવતી વિવિધ કંપનીઓ મુખ્યત્વે ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા વગેરે જેવા ખાડી દેશો કે રશિયામાંથી ક્રૂડ ઑઇલની આયાત કરે છે અને પોતપોતાની રિફાઇનરીઓમાં તેને શુદ્ધ કરે છે. પછી રિફાઇન કરેલું પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એટીએફ વેગેરે જવી પેદાશોનું ભારતનાં સ્થાનિક બજારોમાં વેચાણ કરવા ઉપરાંત વિદેશોમાં નિકાસ પણ કરે છે.
મૂલ્યની દૃષ્ટિએ ભારતની કુલ નિકાસમાં પેટ્રોલિયમ પેદાશોનો હિસ્સો સામાન્ય રીતે 20 ટકાથી પણ વધારે રહે છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, રશિયાના ઑઇલનું વાહન કરનાર ‘ઇગલ એસ’ નામના ટૅન્કરે ડિસેમ્બર 2024માં બાલ્ટીક સમુદ્રમાં આવેલ કૅબલને નુકસાન પહોંચાડતા તેને ફિનલૅન્ડના પોરવુ કાંઠા નજીક ડિટેઇન કરી લેવામાં આવ્યું હતું.
ભારત સરકારના આંકડા અનુસાર મે 2024માં ભારતની કુલ નિકાસનું મૂલ્ય રૂપિયા 3,30,162 કરોડ હતું. તેમાંથી, પેટ્રોલિયમ પેદાશોની નિકાસનો ફાળો 71,720 કરોડ એટલે કે લગભગ 22 ટકા હતો. મે 2025માં આ આંકડા ઘટીને અનુક્રમે 3,27,854 કરોડ, 48,917 કરોડ અને 15% થઇ ગયા હતા.
ભારત ખાસ કરીને એશિયા અને યુરોપ ખંડોના દેશોમાં રિફાઇન કરેલ પેટ્રોલિયમ પ્રોડક્ટસની નિકાસ કરે છે. 2025ના એપ્રિલ અને મે મહિના દરમિયાન ભારતે કુલ 4.22 કરોડ મેટ્રિક ટન ક્રૂડ ઑઇલ આયાત કર્યું અને તેની સામે 96.74 લાખ મેટ્રિક ટન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરી.
પ્રતિબંધોમાં કોઈ ત્રીજા દેશ વાટે યુરોપમાં પહોંચતા રશિયાના પેટ્રોલિયમ પદાર્થોને આવરી લેવાયા છે. તેથી, રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદતી નાયરા ઍનર્જી સહિતની અમુક ભારતીય કંપનીઓને આનાથી ફટકો પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
અન્ય કયા દેશોની કંપનીઓનું ભારતમાં રોકાણ છે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, બ્રિટિશ પેટ્રોલિયમ
ખનીજ તેલના વપરાશની બાબતમાં અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે. વળી, ભારત તેની ક્રૂડ ઑઇલની જરૂરિયાતનું મોટા ભાગનું ઑઇલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. તેમ છતાં ભારતમાં ખનીજ તેલનો વપરાશ વધી રહ્યો છે. તેથી, વિદેશી કંપનીઓ ભારતના ઍનર્જી બિઝનેસ એટલે કે ઊર્જા વેપારમાં રોકાણ કરવા આકર્ષાય છે.
રોઝનેફ્ટ ભારતમાં આવ્યું તે પહેલા બ્રિટનની બે કંપનીઓ-બ્રિટિશ પેટ્રોલિયમ અને શૅલ ઍનર્જીએ ભારતમાં રોકાણ કર્યું હતું.
બ્રિટિશ પેટ્રોલિયમે 2011માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ક્રૂડ ઑઇલ અને નેચરલ ગૅસના ખોદકામ માટેના 23 બ્લૉક્સમાં 30 ટકા હિસ્સો ખરીદવા રિલાયન્સને રૂપિયા 32400 કરોડ ચૂકવ્યા હતા. તે જ રીતે બ્રિટનનું શૅલ ગ્રૂપ પણ ભારતના ઊર્જા વેપારમાં દાયકાઓથી સંકળાયેલું છે અને પેટ્રોલ-ડીઝલ વગેરેનું છૂટક વેચાણ અને નેચરલ ગૅસનો વેપાર કરે છે.
નાયરા રિફાઇનરી પર ઈયુના પ્રતિબંધ પર ભારત સરકારે શું કહ્યું?
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે, ભારતના લોકો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની ‘સર્વોચ્ચ પ્રાથમિકતા’ છે.
તેમણે આ ટિપ્પણી એ સમયે કરી છે જ્યારે યુરોપિય યુનિયન (ઈયુ)એ ગુજરાતમાં આવેલી વાડીનાર રિફાઇનરી પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, “જ્યાં સુધી ઊર્જા સુરક્ષાનો સવાલ છે, ભારતના લોકોને એ સુનિશ્ચિત કરાવવું ભારત સરકારની પ્રાથમિકતા છે. આ સંબંધમાં જે જરૂરી પગલાં લેવાં પડે તે લઈશું.”
તેમણે કહ્યું છે કે ઊર્જા સંબંધી મુદ્દાઓ પર ‘બેવડાં ધોરણો’ નહીં અપનાવવું મહત્ત્વપૂર્ણ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન અને માલદીવ યાત્રા પહેલાં થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું, “અમે પહેલાં પણ કહી ચૂક્યા છે કે ઊર્જા મામલે બેવડાં ધોરણો નહીં અપનાવવા જોઈએ. વૈશ્વિક ઊર્જા બજારની વાસ્તવિક સ્થિતિને સ્પષ્ટ નજરે સમજવી જરૂરી છે કે આપૂર્તિકર્તા ક્યાં સ્થિત છે અને ઊર્જા ક્યાંથી આવી રહી છે.ठ
વિક્રમ મિસરીએ આગળ કહ્યું, “કોને, કયા સમયે ઊર્જાની જરૂર છે, મને લાગે છે કે આ બાબતોને પર્યાપ્ત રીતે નથી સમજી શકાઈ.”
નાયરા ઍનર્જીનું આ પ્રતિબંધો પર શું કહેવું છે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, વાડીનારસ્થિત રિફાઇનરી ઈયુના પ્રતિબંધો બાદ યુરોપમાં પોતાના ઊર્જા ઉત્પાદનો વેચી નહીં શકે
બીજી તરફ નાયરા ઍનર્જીએ ઈયુ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની કડક શબ્દોમાં નિંદા કરી છે.
નાયરા ઍનર્જીએ જારી કરેલા એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું છે, “નાયરા ઍનર્જી યુરોપિયન યુનિયન દ્વારા કંપની પર લાદવામાં આવેલા એકતરફી અને અન્યાયી પ્રતિબંધોની કડક શબ્દોમાં નિંદા કરે છે. કંપની ભારતના કાયદા અને નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે અને દેશની ઊર્જા સુરક્ષા તથા આર્થિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે.”
આ પ્રેસ નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે “યુરોપિયન યુનિયનના પ્રતિબંધો કોઈ કાયદાકીય આધાર વગરના છે. તે ભારતની સંપ્રભૂતા અને આંતરરાષ્ટ્રીય કાયદાને અવગણે છે. યુરોપના ઘણા દેશો રશિયાની ઊર્જા આયાત કરે છે ત્યારે તેઓ ભારતને દંડિત કરે છે”
કંપનીએ એમ પણ કહ્યું છે કે નાયરા ઍનર્જી ભારત માટે દેશની ઊર્જા જરૂરિયાતોને પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને દેશના વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતાં ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફના ચૅરમૅન અને વાઇસ ચૅરમૅન તરીકે અનુક્રમે અશોકભાઈ ચૌધરી અને ગોરધનભાઈ ધામેલિયા ચૂંટાઈ આવ્યા છે.
આણંદ શહેરમાં અમૂલની મુખ્ય ઑફિસ ખાતે આ ચૂંટણી મંગળવારે યોજવામાં આવી હતી. અશોકભાઈ ચૌધરી ચૅરમૅનપદે અને ગોરધનભાઈ ધામેલિયા વાઇસ ચૅરમૅનપદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા કારણકે તેમની સામે કોઈએ ઉમેદવારી નોંધાવી નહોતી.
અશોકભાઈ ચૌધરી દૂધસાગર ડેરી તરીકે જાણીતા મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચૅરમૅન છે. જ્યારે કે ગોરધનભાઈ ધામેલિયા ગોપાલ ડેરી તરીકે જાણીતા રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચૅરમૅન છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં કોઈ રાજકીય પક્ષોનાં ચિહ્નો પર ચૂંટણી યોજાતી નથી.
અમૂલના ચૅરમૅન અને વાઇસ ચૅરમૅન તરીકે અનુક્રમે શામળભાઈ પટેલ અને વલમજીભાઈ હુંબલનો અઢી-અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા આ ચૂંટણી યોજાઈ હતી.
શામળભાઈ પટેલ અને વાલમજીભાઈ હુંબલ આ હોદ્દાઓ પર પ્રથમ વખત વર્ષ 2020માં ચૂંટાયા હતા. તેમનો અઢી વર્ષનો કાર્યકાળ 2023માં પૂર્ણ થઈ ગયો હતો ત્યાર પછી તેઓ ફરીથી આ પદ પર ચૂંટાઈ આવ્યા હતા. આમ આ બંને અમૂલના ચૅરમૅનપદે અને વાઇસ ચૅરમૅનપદે કુલ પાંચ વર્ષ સુધી રહ્યા.
લગભગ 900 અબજ રૂપિયાનો કારોબાર કરતી અમૂલ ડેરીને હવે પાંચ વર્ષ પછી નવા ચૅરમૅન અને વાઇસ ચૅરમૅન મળ્યા છે. વાઇસ ચૅરમૅનપદે ચૂંટાયેલા ગોરધનભાઈ ધામેલિયા સૌરાષ્ટ્રના પહેલા સહકારી નેતા છે જેઓ અમૂલના મુખ્ય બે હોદ્દા પૈકી એક પર ચૂંટાઈ આવ્યા હોય.
અશોક ચૌધરીની સફર અને વિવાદ
ઇમેજ સ્રોત, Nachiket Mehta/BBC
ઇમેજ કૅપ્શન, મંગળવારે આણંદમાં યોજાયેલી ચૂંટણીમાં અમૂલના ફેડરેશન જીસીએમએમએફના નવા ચૅરમૅન અને વાઇસ ચૅરમૅન ચૂંટાયા પછી અશોકભાઈ ચૌધરી (જમણેથી બીજા) અને ગોરધનભાઈ ધામેલિયા (ડાબેથી બીજા) નજરે પડે છે.
અશોકભાઈ ચૌધરી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના વતની છે અને ખેડૂત પરિવારમાંથી આવે છે.
મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશ રાજગોરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે અશોકભાઈએ નાનપણમાં જ તેમના પિતા ગુમાવ્યા હતા છતાં તેમણે તેમની કારકિર્દીમાં અનેક સોપાનો સર કર્યા છે.
તેઓ કહે છે, “નાની ઉંમરમાં પિતા ગુમાવ્યા છતાં અશોકભાઈએ ઉચ્ચાભ્યાસ કરીને સિવિલ એન્જિનિયરની ડિગ્રી મેળવી. તેમણે ખેતી, પશુપાલનની સાથે અન્ય વ્યાપાર ક્ષેત્રે પણ ઝંપલાવ્યું. તેઓ હાલ ટ્રકની એક જાણીતી કંપનીના ડીલર પણ છે અને મહેસાણામાં ત્રણ કોલ્ડ સ્ટોરેજ પણ ચલાવે છે.”
અશોકભાઈ ચૌધરીએ રાજકારણમાં પણ સક્રિય રસ લેવાનું નાનપણથી જ શરૂ કર્યું હતું.
તેઓ શરૂઆતમાં ચિત્રાડીપુરા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખપદે ચૂંટાયા. ત્યારબાદ વર્ષ 2006માં તેઓ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. તેઓ બે વર્ષ સુધી પ્રમુખપદે રહ્યા હતા.
તેઓ ભાજપના મહેસાણા જિલ્લાના સંગઠનના મંત્રી પણ બન્યા. વર્ષ 2009માં તેઓ મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી બન્યા. તેઓ વર્ષ 2014માં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટર પણ બન્યા.
ઇમેજ સ્રોત, Ashokbhai Chaudhary
ઇમેજ કૅપ્શન, અમૂલના ફેડરેશનના ચૅરમૅનપદે અશોકભાઈ ચૌધરી ચૂંટાઈ આવ્યા છે.
અશોકભાઈએ ડેરીના રાજકારણમાં પણ ઝંપલાવ્યું. વર્ષ 2016માં દૂધસાગર ડેરીમાં તેઓ ડાયરેક્ટર બન્યા. વર્ષ 2021માં તેઓ ફરીથી દૂધસાગર ડેરીમાં ડાયરેક્ટર બન્યા. તે જ વર્ષે તેઓ દૂધસાગર ડેરીના ચૅરમૅન પણ બન્યા. અઢી વર્ષનો કાર્યકાળ 2023માં પૂરો થતા તેઓ બીજી વાર પણ ચૅરમૅન ચૂંટાયા. અઢી વર્ષનો તેમનો બીજો કાર્યકાળ 2025ના ડિસેમ્બરમાં પૂર્ણ થાય છે.
તેમનો મહેસાણા ડેરીના ચૅરમૅનપદનો અઢી વર્ષનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં જ પૂર્ણ થાય છે.
દૂધસાગર ડેરીના એક પદાધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “દૂધસાગર ડેરીનાં 60 વર્ષના ઇતિહાસમાં ખેડૂતોને ક્યારેય 6 કે સાત ટકાનો ભાવફેર નહોતો આપવામાં આવ્યો. અશોકભાઈ ચૅરમૅન બન્યા બાદ ખેડૂતોને 400 કરોડ રૂપિયાનો ભાવફેર ચૂકવવામાં આવ્યો છે. ટકાવારી જોઈએ તો તે 12થી 15 ટકાની આસપાસ થાય છે.”
ઇમેજ સ્રોત, Dudhsagar Dairy
ઇમેજ કૅપ્શન, દૂધસાગર ડેરીના મહેસાણા તેમ જ હરિયાણા રાજ્યના માણેસર અને ધારૂહેડામાં દૂધ પર પ્રોસેસ કરવાના પ્લાન્ટ્સ આવેલ છે. દૂધસાગર ડેરી ખેડૂતો પાસેથી દૈનિક 33 લાખ લીટર દૂધની ખરીદી કરે છે
જોકે, અશોકભાઈ ચૌધરી સાથે વિવાદો પણ જોડાયેલા છે.
દૂધસાગર ડેરીના વાઇસ ચૅરમૅન યોગેશ પટેલે ગત મહિને અશોકભાઈ ચૌધરી પર આરોપ લગાવ્યો હતો કે “તેમના ગેરવહિવટને કારણે દૂધસાગર ડેરીને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે.”
આ આરોપ બાદ યોગેશ પટેલે ગાંધીનગરના માણસા તાલુકાની ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ગોડાઉનમાં મીડિયા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાતમાં તેમણે મીડિયાના પ્રતિનિધિઓને દૂધના પાવડર ભરેલી થેલીઓ પર ઍક્સપાયરી ડેટ બતાવીને આરોપ લગાવ્યો હતો કે “આ બીજી એપ્રિલ, 2024ની ઍક્સપાયરી થયેલી થેલીઓ હજુ ગોડાઉનમાં પડેલી છે.”
ઇમેજ કૅપ્શન, શામળભાઈ પટેલ (ડાબેથી પ્રથમ) અને વાલમજીભાઈ હુંબલ (જમણેથી પ્રથમ) અશોકભાઈ ચૌધરી અને ગોરધનભાઈ ધામેલિયા સાથે નજરે પડે છે.
મહેસાણા જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોરે પણ અશોકભાઈ ચૌધરી સામે આક્ષેપ કરતાં કહ્યું હતું, “યોગેશ પટેલ દૂધસાગર ડેરીની મિટિંગમાં 11 મુદ્દાઓની એક યાદી લઈને ગયા હતા. તેમણે આ મામલે પ્રશ્નો પણ પૂછ્યા હતા.”
“યોગેશભાઈના પ્રશ્નો નહીં ગમ્યા અને તેથી ચૅરમૅને વાઇસ ચૅરમૅન એવા યોગેશભાઈને તમાચો મારી દીધો.”
બળદેવજી વધુમાં ઉમેરે છે કે “બીજે જ દિવસે યોગેશભાઈએ ચરાડાના ગોડાઉનમાં છાપો માર્યો અને કરોડો રૂપિયાની કિંમતના દૂધના પાઉડરની થેલીઓ ઍક્સપાયર થઈ ગઈ હોવાનું મીડિયાના પ્રતિનિધિઓને બતાવ્યું હતું. પછી એ પાઉડરનું શું થયું તે ખબર નથી.”
આ વિવાદ બાદ અશોકભાઈ ચૌધરીએ દાવો કર્યો હતો કે ચરાડાના ગોડાઉનમાં રાખવામાં આવેલો દૂધનો પાઉડર ઑક્ટોબર 2023માં બનાવવામાં આવ્યો હતો. તેના પર એપ્રિલ, 2025ની ઍક્સપાયરી ડેટ છાપવામાં આવી હતી.
તેમનો દાવો હતો કે દૂધનો પાઉડર 18 મહિના નહીં પરંતુ 24 મહિના સુધી ખાવા યોગ્ય રહે છે.
અમૂલમાં ઉત્તર ગુજરાતની ડેરીઓનો દબદબો
ઇમેજ સ્રોત, Banas Dairy
ઇમેજ કૅપ્શન, દૂધની બરણીઓ લઈને જતી પશુપાલક મહિલાઓ
જીસીએમએમએફ એ ગુજરાત રાજ્યના 18 જિલ્લા કક્ષાના દૂધ સંઘોથી બનેલો એક મહાસંઘ છે. શ્વેતક્રાંતિના જનક તરીકે જેમને ઓળખાવાય છે તેવા વર્ગીસ કુરિયન 1973માં જીસીએમએમએફની સ્થાપના થઇ ત્યારે તેના સ્થાપક ચૅરમમૅન બન્યા હતા.
તેઓ એક બિનરાજકીય વ્યક્તિ તરીકે તે હોદ્દા પર 2006 સુધી રહ્યા હતા. 2006 પછી ચૂંટણી લડતા સહકારી આગેવાનો આ હોદ્દા પર ચૂંટાતા આવ્યા છે.
2006માં બનાસ ડેરીના ચૅરમૅન પરથીભાઈ ભટોળ અમૂલના ચૅરમૅન ચૂંટાયા હતા. ત્યાર બાદ દૂધસાગરના વિપુલ ચૌધરી, સાબર ડેરીના જેઠાભાઇ પટેલ અને શામળભાઈ પટેલ તેમજ આણંદની અમૂલ ડેરીના રામસિંહ પરમાર જેવા લોકો જીસીએમએમએફના ચૅરમૅન તરીકે પદભાર સંભાળી ચૂક્યા છે.
બનાસ, દૂધસાગર, સાબર અને અમૂલ વેપારની દૃષ્ટિએ ગુજરાતના સૌથી મોટા દૂધ સંઘો છે અને હજુ સુધી તેમના ચૅરમૅનો જ જીસીએમએમએફના ચૅરમૅન તરીકે ચૂંટાયા છે.
2015માં જીસીએમએમએફના કાયદાઓમાં સુધારા કરી વાઇસ ચૅરમૅનનો નવો હોદ્દો ઉમેરવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરીના પ્રમુખ જેઠાભાઇ ભરવાડ 2015માં જીસીએમએમએફના પ્રથમ વાઇસ ચૅરમૅન ચૂંટયા હતા. 2020માં તેમનો કાર્યકાળ પૂરો થતા કચ્છ જિલ્લાની સરહદ ડેરીના પ્રમુખ વાલમજીભાઈ હુંબલ તે હોદ્દા પર ચૂંટાયા હતા.
અમૂલના ફેડરેશનમાં ચૂંટાનારા સૌરાષ્ટ્રના પહેલા નેતા ગોરધનભાઈ
ઇમેજ સ્રોત, Gordhanbhai Dhameliya
ઇમેજ કૅપ્શન, ગોરધનભાઈ ધામેલિયા
ગુજરાતમાં જિલ્લા કક્ષાના 18 દૂધ સંઘોના ચૅરમૅનો જીસીએમએમએફની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. વળી, કોઈ એક સંઘ પાસે કેટલા મત છે તેની ગણતરી તે સંઘ જીસીએમએમએફ સાથે કેટલો વ્યાપાર કરે છે તેના પર નિર્ભર રહે છે.
સંઘ આ પ્રકારનો વ્યાપાર, ફેડરેશનને દૂધ મોકલીને કે સંઘ પાસેથી દૂધ અથવા દૂધમાંથી બનતી વસ્તુઓ ખરીદીને કરે છે. ગુજરાતમાં ખેડૂતો પાસેથી દૈનિક દૂધના જથ્થાની ખરીદીમાં ઉત્તર ગુજરાતની બનાસ (દૈનિક આશરે 75 લાખ લિટર), દૂધસાગર (આશરે 33 લાખ લિટર), સાબર (આશરે 15 લાખ લિટર) અને પંચમહાલની પંચામૃત ડેરી (આશરે 15 લાખ લિટર) સૌથી આગળ આવે છે.
રાજકોટની ગોપાલ ડેરી દૈનિક દૂધ ખરીદવાની બાબતમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી પછી બીજા નંબરે આવે છે અને દૈનિક પાંચેક લાખ લીટર દૂધની ખરીદી કરે છે. પરંતુ ફેડરેશન સાથે વેપાર કરવાની યાદીમાં તે છેક સત્તરમા નંબરે આવે છે.
તેનું કારણ સમજાવતા ગોપાલ ડેરીના એક સૂત્રએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “તેનું મુખ્ય કારણ એ છે કે રાજકોટ, બરોડા, સુરત અને અમદાવાદની ડેરીઓ મોટાં શહેરોમાં આવેલી હોવાથી દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ વેચવા માટે તેમની પાસે પોતાનાં મોટાં સ્થાનિક બજારો છે. ઉત્તર ગુજરાતની ડેરીઓ નાનાં શહેરોમાં આવેલી હોવાથી તેમની પાસે પોતાનાં મોટાં બજાર નથી પરંતુ દૂધની દૈનિક ખરીદી વધારે છે. પરિણામે, તેઓ તેમનું મોટા ભાગનું દૂધ ફેડરેશનને આપે છે.”
અહીં, એ યાદ રાખવું ઘટે કે જીસીએમએમએફ રાજકોટ શહેર નજીક આવેલ ગઢકા ગામે અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે એક મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ નાખી રહ્યું છે.
ઑક્ટોબર 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું.
ફેડરેશનના આ પ્લાન્ટની ક્ષમતા પ્રતિ દિન 20 લાખ લિટર જેટલા દૂધનું પ્રોસેસીંગ કરવાની હશે અને તેમાં દૂધ પર પૅસ્ચુરાઇઝેશન જેવી પ્રક્રિયા કરી તેને પૅકીંગ કરવાની તેમ જ દૂધમાંથી વિવિધ અન્ય વસ્તુઓ બનાવવાની સુવિધા હશે.
ઇમેજ સ્રોત, Nachiket Mehta/BBC
ઇમેજ કૅપ્શન, આણંદમાં આવેલો અમૂલ ડેરીનો પ્લાન્ટ
વાઇસ ચૅરમૅનપદે ચૂંટાયા બાદ 66 વર્ષના ગોરધનભાઈ ધામેલિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમૂલના રાજકોટ નજીકના ગઢકા ગામના પ્લાન્ટ માટે તેમણે પણ પ્રયત્નો કર્યા હતા.
તેઓ વધુમાં જણાવે છે, “આ પ્લાન્ટની જમીન માટે મેં મહેનત કરી હતી. હાલ, આ પ્લાન્ટની કામગીરી 25 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. અમારો પ્રયત્ન રહેશે તે અમારા કાર્યકાળ દરમિયાન આ પ્લાન્ટ ચાલુ થઈ જાય અને સૌરાષ્ટ્રના ખેડૂતોને તેનો ફાયદો થાય.”
ગોરધનભાઈ કહે છે કે તેમને પણ ખબર નહોતી કે તેઓ અમૂલમાં વાઇસ ચૅરમૅનપદે ચૂંટાશે.
તેઓ કહે છે, “અમારી કેટલીક દૂધ મંડળીઓની સાધારણ સભાઓ હતી. તેથી હું ફેડરેશનની ચૂંટણી માટે આણંદ પણ જવાનો નહોતો. પરંતુ જ્યારે આ મામલે મેં જયેશભાઈ રાદડિયા સાથે ચર્ચા કરી અને તેમણે સૂચન કર્યું કે હું આણંદ જાઉં. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે મને આ જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. તેથી મને આનંદની સાથે આશ્ચર્ય પણ થયું.”
તેમણે કહ્યું, ” ત્યાં પહોંચ્યા બાદ ખબર પડી કે ખૂદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અન્ય આગેવાનોએ મને આ જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે.”
ઉલ્લેખનીય છે કે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના સહકારી નેતા દિવંગત વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે.
જયેશભાઈ રાદડિયા હાલ જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે અને તેઓ ગુજરાત સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં મંત્રીપદે રહી ચૂક્યા છે.
તેઓ હાલ રાજકોટ જિલ્લા સહકારી બૅન્કના ચૅરમૅન છે સાથે ગોપાલ ડેરીમાં ડિરેક્ટર પણ છે.
જ્યારે વર્ષ 2013માં વિઠ્ઠલભાઈ રાદડિયા અને જયેશ રાદડિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારે ગોરધનભાઈ પણ ભાજપમાં જોડાયા હતા. તે વખતે ગોરધનભાઈ રાજકોટ જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગોરધનભાઈ ધામેલિયાએ દાવો કર્યો કે તેમણે જ રાજકોટની ડેરીનો નફો વધાર્યો અને ખેડૂતોને સૌથી વધુ ભાવફેર અપાવડાવ્યો હતો.
તેમણે કહ્યું, “હું વર્ષ 2020માં રાજકોટ ડેરીનો ચૅરમૅન બન્યો ત્યારે ડેરીનો વાર્ષિક નફો 4 કરોડ રૂપિયા હતો. પાંચ વર્ષમાં મેં નફો 80 કરોડ સુધી પહોંચાડ્યો હતો. જે કામ નહોતા કરતા તેવા કર્મચારીઓને મેં નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા. અમે નવી ભરતી ન કરી અને 34 લાખ રૂપિયાની બચત કરી. વહિવટનો ખર્ચ ઘટાડ્યો.”
“અમે રાજકોટની જનતાને 3.5 લિટર શુદ્ધ દૂધ દૈનિક ધોરણે પૂરું પાડવાનો પ્રયાસ કર્યો છે. દૂધમાં ભેળસેળ કરતી 52 જેટલી મંડળીઓનું રાજકોટ ડેરી સાથેનું જોડાણ રદ કર્યું છે.ठ
તેમણે દાવો કર્યો કે તેઓ જ્યારે ડેરીના ચૅરમૅન બન્યા હતા ત્યારે ખેડૂતોને કોઈ ભાવફેર મળતો નહોતો.
આ વિશે તેઓ દાવો કરતા કહે છે, “વર્ષ 2024-25માં અમે ખેડૂતોને 60 કરોડ રૂપિયાનું બોનસ સીધા તેમના બૅન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યું છે. બોનસ ચૂકવવામાં થતા ગેરવહિવટને દૂર કર્યો છે.”
જોકે, રાજકોટ ડેરીના પૂર્વ ચૅરમૅન અને પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયા ગોરધનભાઈના આ દાવાનું ખંડન કરે છે.
ભીખાભાઈ બાંભણિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “નફો એટલા માટે થયો કારણકે ખેડૂતો પાસેથી દૂધ તો લીધું પરંતુ તેમને યોગ્ય ભાવ ન આપવામાં આવ્યો. બજારમાં દૂધ ઊંચા ભાવે વેચ્યું. નફો દેખાડીને તેમને માત્ર વાહવાહી લૂંટવી છે. મોટા નેતાઓને વ્હાલા થવું છે પરંતુ તેઓ ખેડૂતોના કલ્યાણનું વિચારતા નથી.”
તેઓ ગોરધનભાઈ પર આરોપ લગાવતા કહે છે, “સહકારી સંસ્થામાં નફો નહીં પરંતુ ખેડૂતોની કલ્યાણની ભાવના મહત્ત્વની છે. ખેડૂતોને તેઓ ઊંચા ભાવ આપતા નથી. દૂધ મંડળીઓ પાસે વણવપરાયેલી કરોડો રૂપિયાની અનામત છે. તેને તેઓ ખેડૂતોમાં વહેંચતા કેમ નથી?”
વિદ્યાર્થી નેતાથી જીસીએમએમએફના વાઇસ ચૅરમેન સુધી
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઇમેજ કૅપ્શન, રાજકોટ શહેરમાં આવેલ રાજકોટ ડેરીનું એક પાર્લર.
ગોરધનભાઈ ગુજરાતી સાહિત્યની ડિગ્રી ધરાવે છે અને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામના વતની છે.
તેઓ તેમના કૉલેજકાળમાં રાજકારણમાં સક્રિય થયા હતા. વર્ષ 1981માં જેતપુરની જીકે ઍન્ડ સીકે બોસમિયા કૉલેજના વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી ચૂંટાઈ આવ્યા હતા.
ત્યારબાદ 1985માં તેઓ જેતપુર ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાયા હતા.
કૉંગેસની ટિકિટ પર તેઓ 1987માં જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખપદે ચૂંટાયા હતા. તેઓ તે હોદ્દા પર હતા તે દરમિયાન જ 1990માં તેમની ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડમાં ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
સહકારી ક્ષેત્રમાં પદાર્પણ કરતા તેઓ 1993માં વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ ચૂંટાયા હતા. વર્ષ 2000 અને 2005ની સાલમાં તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2000માં તેઓ રાજકોટ જિલ્લા સહકારી બૅન્કના ડિરેક્ટર બન્યા.
2002 અને 2007માં તેઓ કૉંગ્રેસના ઉમેદવાર તરીકે જેતપુર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ બંને વાર ભાજપનાં જસુબહેન કોરાટ સામે તેમનો પરાજય થયો હતો.
2003માં તેમણે વીરપુરના ખેડૂતો અને માલધારીઓને સહકારી ડેરી ક્ષેત્ર સાથે જોડવાના ઉદ્દેશથી શ્રી જલારામ સહકારી દૂધ ઉત્પાદક મંડળીની સ્થાપના કરી અને તેના ચૅરમૅનપદે ચૂંટાયા.
2013 થી 2020 દરમિયાન ગોરધનભાઈ રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખના હોદ્દા પર હતા. 2020માં તેઓ રાજકોટ ડેરીના ડિરેક્ટર બન્યા અને પછી તરત જ ચૅરમૅન પણ બન્યા.
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરલેખની માહિતી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે છ અબજ પાઉન્ડની ફ્રી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.
આ સમજૂતી હેઠળ ભારતમાં બ્રિટિશ કાર અને વ્હિસ્કી સસ્તી થશે. જ્યારે બ્રિટનમાં ભારતીય કપડાં અને જ્વેલરી સસ્તાં ભાવે મળી શકશે.
ભારત અને બ્રિટન બંનેએ આ વ્યાપાર સંધિથી ફાયદો થવાની આશા વ્યક્ત કરી છે.
પરંતુ સવાલ એ છે કે આ ડીલથી વધારે ફાયદો કોને થશે?
વડા પ્રધાન મોદીએ બ્રિટન સાથે ટ્રેડ ડીલની સરાહના કરી છે.
તેમણે કહ્યું કે આ ડીલની મદદથી ભારતીય કપડાં, પગરખાં, જ્વેલરી, સી ફૂડ અને એન્જિનિયરિંગને લગતી ચીજોને બ્રિટનનાં બજારમાં વધુ સારી પહોંચ મળશે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આ વ્યાપાર સંધિથી ભારતમાં બ્રિટનમાં બનેલાં ઉત્પાદનોની પહોંચ વધશે. ભારતમાં મેડિકલ ડિવાઇસ અને ઍરોસ્પેસ પાર્ટ્સ વધારે કિફાયતી ભાવે મળવાં લાગશે.
પીએમ સ્ટામર્રે પણ આ ડીલને બ્રિટન માટે જીત ગણાવી છે. તેમણે કહ્યું કે આનાથી બ્રિટનમાં 2200થી વધારે નોકરીઓ પેદા થશે.
બંને દેશોના વડા પ્રધાનોએ ડિફેન્સ, શિક્ષણ, જળવાયુ અને ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં સહયોગ વધારવા પર સહમતિ દર્શાવી છે.
ભારતને કેટલો ફાયદો થશે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટન સાથે ટ્રેડ ડીલથી ભારતને ફાયદો થવાની આશા વ્યક્ત કરી છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં જ મોદી કૅબિનેટે ભારત-બ્રિટનની ટ્રેડ ડીલને મંજૂરી આપી હતી.
પરંતુ આ ડીલને હજુ બ્રિટનની સંસદની મંજૂરી મળવાની બાકી છે. તેને અમલમાં આવતા એક વર્ષનો સમય લાગી શકે છે.
ભારત-બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલ કરવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો છે.
દિલ્હીસ્થિત થિંક ટૅન્ક રિસર્ચ ઍન્ડ ઇન્ફૉર્મેશન સિસ્ટમ ફૉર ડેવલપિંગ કન્ટ્રીઝ (આઈઆરએસ)ના ડાયરેક્ટર બિશ્વજીત ધરનું માનવું છે કે બીજા વિકસીત દેશોની તુલનામાં ભારત, બ્રિટનની સાથે બહુ ઝડપથી આ ટ્રેડ ડીલ કરવામાં સફળ રહ્યું છે.
આ સમજૂતી થવામાં ત્રણ વર્ષ કેમ લાગ્યાં તેનું કારણ આપતા બિશ્વજીત ધર કહે છે કે “ભારતમાં ઘણા નાના ખેડૂતો અને વેપારી છે. તેઓ આ પ્રકારની ડીલથી અસુરક્ષા અનુભવી શકે છે. સરકારને તેમને સમજાવવામાં અને મનાવવામાં વધુ સમય લાગે છે. તેથી ભારતને બીજા દેશો સાથે વ્યાપાર સંધિ કરવામાં સમય લાગે છે.”
બિશ્વજીત ધરે જણાવ્યું કે “બીજા મોટા દેશો સાથે ટ્રેડ ડીલમાં જે સમય લાગે તેની તુલનામાં આ ડીલમાં ઘણો ઓછો સમય લાગ્યો છે. યુરોપિયન યુનિયન સાથે આપણે 18 વર્ષથી ટ્રેડ ડીલ માટે પ્રયાસ કરીએ છીએ. મોટા દેશો સાથે ડીલ કરવામાં આપણને ઘણો સમય લાગી રહ્યો છે.”
જોકે, સમજૂતી પ્રમાણે ભારતમાં બ્રિટનથી આયાત થતાં ઘણાં ઉત્પાદનો પર ઓછો ટેરિફ લાગશે. તેમાં કપડાં અને જૂતા સામેલ છે.
આ ડીલના કારણે ભારતથી બ્રિટનમાં નિકાસ થતા ખાદ્યપદાર્થો અને ફ્રોઝન પ્રોન્સ પર લાગતો ટેરિફ પણ ઘટશે.
આ ઉપરાંત કારની નિકાસ પર ઓછો ટેરિફ લાગશે. આ ડીલના કારણે ભારતનાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને બ્રિટનનાં બજારમાં પ્રવેશ મળવાની આશા છે.
બ્રિટન ભારતમાંથી દર વર્ષે લગભગ 11 અબજ પાઉન્ડ (લગભગ 1285 કરોડ રૂપિયા)ના માલની આયાત કરે છે.
ટેરિફ ઘટવાથી બ્રિટનમાં ભારતીય નિકાસ સસ્તી પડશે. નિષ્ણાતો કહે છે કે ટ્રેડ ડીલ પછી બ્રિટનમાં ભારતથી આયાત વધી શકે છે.
ICRA લિમિટેડનાં ચીફ ઇકૉનૉમિસ્ટ અદિતિ નાયરના મતે, ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA)થી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાની અપેક્ષા છે.
તેમણે કહ્યું કે, “છેલ્લા દાયકામાં બ્રિટન સાથે ભારતનો વેપાર સરપ્લસ નજીવો વધ્યો છે. એફટીએથી કાપડ, ધાતુ, કૃષિ ઉત્પાદનો, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો, રમતગમતનાંં સામાન અને ચામડા સહિત વિવિધ ક્ષેત્રોમાં નિકાસની તકોમાં વધારો કરશે.”
“ટેરિફમાં ઘટાડાથી ભારતીય ગ્રાહકોને ફાયદો થશે. મેટલ, ઑટોમોબાઈલ, ફાર્માસ્યૂટિકલ્સ, આલ્કોહૉલિક પીણાં અને કૉસ્મેટિક ક્ષેત્રો સાથે સંકળાયેલા ભારતીયોને પણ આનો ફાયદો થશે.”
ભારતમાં રોજગારી વધશે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોના માનવા પ્રમાણે આ વ્યાપાર સંધિથી ભારતમાં રોજગારી વધશે.
ભારતમાંથી બ્રિટનમાં સોના-હીરાનાં ઝવેરાત, કપડાં અને ચામડાની ચીજવસ્તુઓની આયાત પર કોઈ ટેરિફ લગાવવામાં નહીં આવે. બ્રિટન ભારતીય બાસમતી ચોખા, ઝીંગા, મસાલા અને ચા પરની આયાત ડ્યૂટી પણ ઘટાડશે. આનાથી ભારતીય નિકાસકારોની બ્રિટિશ બજારોમાં પહોંચ વધશે.
બિશ્વજીત ધર કહે છે કે ભારત આ ટ્રેડ ડીલમાંથી ઘણા ફાયદાની આશા રાખે છે.
તેમણે કહ્યું કે, “બ્રિટને ભારત સાથેની નિકાસ લગભગ બંધ કરી દીધી છે. રમકડાં અને કપડાં સંબંધિત ક્ષેત્રોમાં ભારતને ફાયદો થવાની અપેક્ષા છે. આ ક્ષેત્રોમાં નિકાસ વધવાની અપેક્ષા છે. તેનાથી રોજગાર વધશે. આ આપણી સૌથી મોટી જરૂરિયાત છે. કારણ કે રોજગારી નહીં વધે ત્યાં સુધી આવકમાં વધારો નહીં થાય.”
જોકે, અર્થશાસ્ત્રી શરદ કોહલી માને છે કે ભારતને આ ડીલથી કેટલો ફાયદો થશે તે કહેવું હજુ ઉતાવળું ગણાશે.
તેમણે કહ્યું, “આ સમજૂતી થઈ ગઈ છે. પરંતુ હવે તેને બ્રિટિશ સંસદમાં પસાર કરાવવી પડશે. ત્યાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાંનો વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે. બ્રિટિશ અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી. ત્યાં લોકો સામાન નથી ખરીદી રહ્યા, કારણ કે તેમની પાસે ખરીદી માટે નાણાં નથી.”
સર્વિસ સેક્ટરમાં કેવી અસર પડશે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ભારતીય આઈટી સેક્ટરને આ ડીલથી ફાયદો થવાની આશા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેડ ડીલથી બંને દેશોના સર્વિસ સેક્ટરને ફાયદો થવાની આશા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે, “આ સોદો બંને દેશોના સર્વિસ સેક્ટરને ફાયદો કરાવશે. ખાસ કરીને ટૅક્નૉલૉજી અને નાણાકીય ક્ષેત્રોમાં. આનાથી વેપાર સરળ બનશે અને વ્યવસાય કરવાનો ખર્ચ પણ ઘટશે. આ સમજૂતી બંને દેશોમાં રોકાણ વધારશે અને રોજગારની નવી તકો ઊભી કરશે.”
અદિતી નાયર મુજબ ભારતને બ્રિટનના સર્વિસ સેક્ટર, ખાસ કરીને આઈટી અને એજ્યુકેશન સેક્ટરમાં ફાયદો મળશે. બ્રિટનની આ ક્ષેત્રોની પ્રતિબદ્ધતાથી ભારતને લાભ મળશે.
તેમણે કહ્યું કે, “ભારતીય શ્રમિકોને ત્રણ વર્ષ માટે સોશિયલ સિક્યૉરિટીની ચૂકવણીમાંથી છૂટ મળવાની આશા છે. આ ઉપરાંત આ ડીલથી બ્રિટનમાં ભારતીય કૉર્પોરેટ્સને પણ ઘણો ફાયદો થવાની આશા છે.”
જ્યારે બિશ્વજીત ધર કહે છે કે “ભારતીય શ્રમિકોને ત્રણ વર્ષ માટે સોશિયલ સિક્યૉરિટીની ચૂકવણીમાં છૂટ મળવાથી તેમનો ખર્ચ ઘટશે. તેથી ત્યાં જનારા અથવા ત્યાં વસતા ભારતીયોને ફાયદો થઈ શકે છે.”
“બ્રિટનનું સર્વિસ સેક્ટર ઘણું મોટું છે. બ્રિટન ઇચ્છે છે કે વધુ ભારતીયો ત્યાંના સર્વિસ સેક્ટરમાં કામ કરે. મને આશા છે કે ટ્રેડ ઍગ્રીમેન્ટથી ભારતીય યુવાનોને ત્યાં નોકરી મળશે.”
શું બ્રિટનને ફાયદો થશે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, બ્રિટનનું અર્થતંત્ર હાલમાં મુશ્કેલીમાં છે અને લોકો ઓછો ખર્ચ કરી રહ્યા છે.
બ્રિટિશ સરકારને આશા છે કે ઘણાં વર્ષો પછી થયેલી આ ડીલથી યુકેના અર્થતંત્રને 4.8 અબજ પાઉન્ડ એટલે કે લગભગ 560 અબજ રૂપિયાનો ફાયદો થઈ શકે છે.
ભારત બ્રિટનથી થતી આયાત પર સરેરાશ 15 ટકા ટેરિફ વસુલતું હતું, જે આ સોદા પછી ઘટીને ત્રણ ટકા થશે. ટેરિફમાં ઘટાડાને કારણે, બ્રિટિશ કંપનીઓ માટે ભારતમાં વ્યવસાય કરવાની વધુ તકો ઊભી થશે.
અગાઉ, બ્રિટનથી ભારતમાં વ્હિસ્કીની આયાત પર 150 ટકા ટેરિફ હતો, જે હવે ઘટાડીને 75 ટકા કરવામાં આવશે. આનાથી બ્રિટિશ કંપનીઓને અન્ય વિદેશી કંપનીઓની તુલનામાં ભારતમાં વ્હિસ્કી વેચવામાં ફાયદો થઈ શકે છે.
આ વેપાર ડીલથી બ્રિટનને કેવી રીતે ફાયદો થશે તે સવાલના જવાબમાં વિશ્વજીત ધર કહે છે, “અર્થતંત્રની દૃષ્ટિએ, બ્રિટન ભારતથી પાછળ પડી ગયું છે. બ્રિટિશ અર્થતંત્રને આગળ વધારવું હોય તો તેને એક મોટા બજારની જરૂર છે.”
તેઓ કહે છે, “ચીન સિવાય ભારત જેટલું મોટું બજાર કોઈ નથી. બ્રિટનને ઘણાં ક્ષેત્રોમાં ફાયદો થવાનો છે. આ ડીલથી બ્રિટનના ઑટોમોબાઇલ ક્ષેત્રને સૌથી વધુ ફાયદો થશે.”
કોઈ ત્રીજા દેશને નુકસાન થશે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો સાથે ટ્રેડ વૉર શરૂ કરી છે.
આ વર્ષની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાનું રાષ્ટ્રપતિપદ સંભાળ્યું, ત્યારથી દુનિયામાં ટ્રેડ વૉરની શરૂઆત થઈ છે.
શરદ કોહલીનું માનવું છે કે ટ્રેડ વૉરના કારણે જ ભારત અને બ્રિટન વચ્ચે ઝડપથી ટ્રેડ ડીલ થઈ છે.
તેમણે કહ્યું કે, “ટ્રમ્પે ટ્રેડ વૉર શરૂ કર્યું તેનાથી દુનિયાના અર્થતંત્રમાં ઉથલપાથલ મચી ગઈ છે. પરંતુ તેનો ફાયદો એ થયો કે બાકીના દેશો પોતાની ડીલ ઝડપથી પૂરી કરી રહ્યા છે. દુનિયાના બાકીના દેશોને લાગે છે કે અમેરિકા જે ધમકીઓ આપે છે, તેનાથી તેમને જે નુકસાન થાય છે તેની ભરપાઈ માટે બીજા દેશો સાથે ડીલ કરી શકાશે.”
જાણકારોના મતે ભારત અને બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલની અસર ચીન પર પડી શકે છે.
શરદ કોહલીનું કહેવું છે કે આ ટ્રેડ ડીલથી ભારત અને ચીનના વ્યાપાર સંબંધો પર કોઈ ખાસ અસર નહીં પડે. પરંતુ ચીનને બ્રિટન સાથે વ્યાપાર કરવામાં મુશ્કેલી નડી શકે છે.
તેમણે કહ્યું કે, “ભારત અને બ્રિટન વચ્ચે જે દ્વિપક્ષીય વ્યાપાર થાય છે, તેના કરતાં બમણો દ્વિપક્ષીય વ્યાપાર ચીન અને બ્રિટન વચ્ચે થાય છે. ચીનનો ઘણો સસ્તો માલ બ્રિટન જાય છે જેમાં કપડાં પણ સામેલ છે. પરંતુ ભારતથી કપડાં અને ફૂટવેર ત્યાં જશે તો તેના પર ટેરિફ નહીં લાગે. તેથી ચીન સામે પડકાર પેદા થવાનો છે.”
“પરંતુ ભારત અને ચીન વચ્ચેના વ્યાપાર પર આની અસર નહીં થાય. ભારત અને ચીનનો વ્યાપાર સતત વધી રહ્યો છે. આ ડીલ થાય કે ન થાય, ભારત અને ચીન વચ્ચે ટ્રેડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.”
વીડિયો કૅપ્શન, Gujarat weather : ગુજરાતના આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી, ક્યારથી વરસાદ વધશે?
ગુજરાતના આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી, ક્યારથી વરસાદ વધશે?
ગુજરાતમાં આગામી સમયમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. આજે અને કાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. સાથે જ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ખાસ વરસાદની શકયતા
“છેલ્લાં 20-30 વર્ષોમાં હું જોઈ રહ્યો છું કે ભારતની ન્યાયપાલિકાની સ્થિતિ દિવસે-દિવસે કથળી રહી છે. જ્યારે 1978માં મેં વકીલાત શરૂ કરી હતી ત્યારે ન્યાયપાલિકા સ્વતંત્ર હતી. આ માહોલ ધીમે-ધીમે બગડી રહ્યો છે.”
“હાલ પણ કેટલાક સારા જજ છે. પણ આવા જજ ગણ્યાગાંઠ્યા છે. આવા વાતાવરણમાં 48 વર્ષો બાદ વકીલાત ચાલુ રાખવામાં કોઈ આનંદ નથી.”
આ શબ્દો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્ચંત દવેના છે.
સામાન્ય રીતે વકીલ નિવૃત નથી થતા પણ દુષ્યંત દવેએ નિવૃત થવાનો નિર્ણય કેમ કર્યો?
કેટલાક દિવસો પહેલાની વાત છે. પોતાના 70માં જન્મદિવસની ઉજવણી બાદ દુષ્યંત દવેએ વકીલાત છોડવાનો નિર્ણય કર્યો હતો.
અમારા સંવાદદાતા ઉમંદ પોદ્દારે એમની પાસેથી ઘણા સવાલના જવાબ જાણવાની કોશિશ કરી. આ સવાલોમાં તેમની કૅરિયર અને ન્યાયપાલિકા સાથે જોડાયેલા ઘણા મુદ્દા સામેલ હતા.
દુષ્યંત દવે ભારતની સુપ્રીમ કોર્ટના એ વરિષ્ઠ વકીલો પૈકીના એક છે જેમણે હાઈપ્રોફાઇલ કેસો લડ્યા છે જેમાં 2જી-સ્પેકટ્રમ કૌભાંડ, વ્યાપમ કૌભાંડ, કલમ-370 હટાવવા સામેની પિટિશન, વગેરે કેસો સામેલ છે.
તેઓ ત્રણ વાર સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સરકાર અને ન્યાયપાલિકાની કાર્યપ્રણાલીના તેઓ પ્રખર આલોચક પણ રહ્યા છે.
વકીલાત છોડવાના નિર્ણય અંગે એમનું કહેવું છે કે આની પાછળ એક નહીં પરંતુ અનેક કારણો છે.
એમના ઘણા શોખ છે. તેઓ હવે પોતાના શોખને સમય આપવા માગે છે. જેમકે સંગીત સાંભળવું, પુસ્તકો વાંચવા, ગોલ્ફ રમવું અને પરિવાર સાથે સમય પસાર કરવો…
અહીં પ્રસ્તુત છે બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારની દુષ્યંત દવે સાથે થયેલી વાતચીતના કેટલાક અંશ
સવાલ ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો
ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે અમે તેમને પૂછ્યું કે શું તેમને લાગે છે કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ઓછી થઈ છે? તો દુષ્યંત દવેએ કહ્યું, “આની પાછળ ઘણાં કારણો છે.”
એમનું માનવું છે કે ભારતની કોર્ટમાં કેસની સંખ્યા ખૂબ છે.
તેઓ કહે છે કે, “આજે ભારતમાં પાંચ કરોડથી વધુ કેસ પૅન્ડિંગ છે. આ બધા કેસને અત્યારની ઝડપે નિકાલ લાવીએ તો 50-100 વર્ષ લાગી શકે એમ છે.”
“આપણે સારા જજોની નિયુક્તિ નથી કરી શકતા, પરિણામે ન્યાયપાલિકાની ક્ષમતા ઓછી થઈ છે.”
એમણે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ઓછી હોવાનાં બે ઉદાહરણો આપ્યાં.
તેઓ કહે છે કે “એક તરફ અદાલતો સરકારની વિરુદ્ધ ચુકાદાઓ ઓછા આપી રહી છે જ્યારે બીજી બાજુ વર્ષોથી જેલમાં બંધ લોકોને જામીન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.”
તેઓ કહે છે, “આવું ઇંદિરા ગાંધીના સમયમાં પણ અમે જોયું હતું. જ્યારે જ્યારે એક મજબૂત વડા પ્રધાન દેશમાં આવે છે ત્યારે ન્યાયપાલિકા પર દબાણ વધે છે.”
તેમનું કહેવું છે કે હાલના ગણા મુખ્ય ન્યાયધીશોના કાર્યકાળમાં સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ જીતતી ગઈ.
આ સાથે એમણે એવા કેસનો હવાલો આપ્યો જેના ચુકાદાથી તેઓ નિરાશ થયા હતા. જેમકે, બાબરી મસ્જિદ રામજન્મભૂમિ કેસ, રફાલ ફાઇટર વિમાનોની ખરીદ, ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સત્તાઓનો કેસ અને કેટલાક અન્ય કેસ.
જ્યારે અમે દુષ્યંત દવેને પૂછ્યું કે જજ તો એમ કહે છે કે એમના પર કોઈ દબાણ નથી. જજો સામાન્ય રીતે એવું કહે છે કે સરકાર વિરુદ્ધ ચુકાદા નથી આપતા, આ કારણ માત્રથી તેમની આલોચના ન થવી જોઈએ.
આ અંગે દુષ્યંત દવેનું કહેવું હતું કે “એમના પ્રમાણે ઘણા એવા કેસ હતા જેમાં કોર્ટનો નિર્ણય સરકાર વિરુદ્ધ આવવો જોઈતો હતો પરંતુ આવું થયું નહીં.”
આ કેસમાં એમણે દિલ્હીનાં તોફાનો, ભીમા કોરેગાંવની હિંંસા સાથે જોડાયેલા કેસ પણ ગણાવ્યા. આ કેસના કેટલાય આરોપીઓ વર્ષોથી જેલમાં બંધ છે અને કેસ શરૂ પણ નથી થયો.
દવેના મત પ્રમાણે આવા કેસ એક સ્વતંત્ર ન્યાયપાલિકા સામે આવ્યા હોત તો આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હોત.
ઇમેજ સ્રોત, BBC Hindi/Shaad Midhat
ઇમેજ કૅપ્શન, દુષ્યંત દવે પોતાનો લખેલો એક લેટર બતાવતા નજરે પડે છે.
જજ બ્રિજગોપાલ લોયા મહારાષ્ટ્રના એક જજ હતા. એમનું મૃત્યુ 2014માં થયું હતું. એ સમયે તેઓ અમિત શાહની સામે એક કેસની સુનાવણી કરી રહ્યા હતા. જજ લોયાનાં મૃત્યુ સાથે જોડાયેલી એક પિટિશનમાં દુષ્યંત દવેએ દલીલ કરી હતી.
આ પિટિશનમાં સુપ્રીમ કોર્ટ પાસે જજ લોયાનાં મૃત્યુ અંગે એક સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી ન હતી.
દુષ્યંત દવે પ્રમાણે આપણા લોકતંત્રના ઇતિહાસમાં આ કેસ સૌથી દુ:ખદ ઘટનાઓમાંનો એક હતો.
તેઓ કહે છે, ”ન્યાયપાલિકા બિલકુલ સારું કામ કરતી નથી એવું પણ નથી. જ્યાં સુધી બે નાગરિકોની વચ્ચેનો મામલો છે ત્યાં સુધી ન્યાયપાલિકા કામ કરી રહી છે પરંતુ દુષ્યંત દવે માને છે કે “લોકોનો સૌથી મોટો મુદ્દો સરકાર સાથે રહે છે.”
એમણે કહ્યું, “જો આવા મામલે ન્યાયપાલિકા પોતાની સ્વતંત્રતા દાખવી નથી રહી તો ન્યાયપાલિકા સારું કામ કરી રહી છે એમ કહેવું અયોગ્ય રહેશે.”
કોર્ટની આલોચના
ઇમેજ સ્રોત, Manthan
ઇમેજ કૅપ્શન, દુષ્યંત દવે કહે છે કે કોર્ટની આલોચના બદલ એમને કોઈ વળતી પ્રતિક્રિયા નથી મળી.
અમે દુષ્યંત દવે પાસેથી જાણવા માગતા હતા કે આટલા લાંબા સમયથી કોર્ટની આલોચના કરવાથી એમની પ્રૅક્ટિસ-આવક પર કોઈ અસર થઈ છે ખરી?
એમણે આ વાતનો બહુ ખુલીને જવાબ ન આપ્યો.
એમણે કહ્યું, “આમાં બહુ પડવાની જરૂર નથી. મેં 250 રૂપિયાથી પ્રૅક્ટિસ શરૂ કરી હતી અને આ પછી ભગવાને મને ઘણું જ આપ્યું છે. ગુજરાતમાં હું 20 વર્ષો સુધી હું સૌથી વધું ટૅક્સ ચૂકવનારો પ્રોફેશનલ હતો.”
જોકે, એમણે આ સાથે એ પણ ઉમેર્યુ કે “જ્યાં સુધી તમે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા માટે તૈયાર નથી, ત્યાં સુધી તમે દેશ માટે કામ કરી શકતા નથી.”
દાયકાઓથી વકીલાત કરતા દુષ્યંત દવેએ કેટલાક કિસ્સા જણાવતા કહ્યું, “એવું નથી કે મારી પાસે પૈસા આવી ગયા પછી હું બોલવા લાગ્યો. હું 30 વર્ષોથી જજો સાથે લડી રહ્યો છું.”
“કેટલાય એવા જજ હશે કે જેમની ગેરવર્તણૂકને કારણે મેં એમની સામે પેશ થવાનું બંધ કરી દીધું હતું. આ યાદીમાં ભારતના એક પૂર્વ ચીફ જસ્ટીસ પણ સામેલ છે પણ હું કોઈનું નામ લેવા માગતો નથી.”
એમણે એ પણ કહ્યું, “મારી આલોચનાને કારણે મને કોઈ પણ પ્રકારનો વળતો જવાબ મળ્યો નથી.”
આજે એવું કેમ છે કે બહુ ઓછા વકીલ નિખાલસતાથી કોર્ટની આલોચના કરે છે. આ સવાલ અંગે દુષ્યંત દવેએ કહ્યું, “પહેલાના જમાનામાં એવા વકીલ હતા કે જેઓ સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. પણ આજે કોઈ ત્યાગ આપવા માટે તૈયાર નથી. બધા એમ વિચારે છે કે જો હું આજે કશું બોલીશ તો મારા પર ન જાણે શું આફત આવી પડશે.”
એમનું માનવું છે કે, “આજે લોકોની વિચારવાની ક્ષમતા અને નૈતિક સાહસને ખતમ કરી નાખવામાં આવી રહ્યું છે. એવી સ્થિતિ નિર્માણ પામી છે કે લોકોને લાગે છે કે ઠીક છે…બીજો માણસ જેલ જઈ રહ્યો છે..મારે શું?”
ન્યાયાધીશો પર અભિપ્રાય
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, પૂર્વ ચીફ જસ્ટીસ એનવી રમન્ના
દુષ્યંત દવેએ તાજેતરના ઘણા મુખ્ય ન્યાયાધીશોની ટીકા કરી છે.
જોકે, ઑગસ્ટ 2022 માં જ્યારે મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના નિવૃત્ત થઈ રહ્યા હતા, ત્યારે કોર્ટમાં દુષ્યંત દવેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. આ દૃશ્ય ઘણા માટે આશ્ચર્યજનક હતું.
દુષ્યંત દવેએ કહ્યું કે, “જસ્ટિસ એનવી રમન્નાના કાર્યકાળની તેમની ઘણી આલોચનાઓ છે. તેમણે કહ્યું, “દિલ્હીના જહાંગીપુરીમાં બુલડોઝર દ્વારા લોકોનાં ઘર તોડી પાડવામાં આવી રહ્યાં હતાં ત્યારે હું કોર્ટમાં હતો.”
“મેં કોઈ પણ અરજી વિના જ જસ્ટિસ રમન્નાને મૌખિક વિનંતી કરી હતી કે તમે આ અટકાવો. તેમણે તરત જ બુલડોઝર કામગીરી અટકાવી દીધી. આ જ કારણ હતું કે હું એમની નિવૃત્તિ પર ભાવુક થઈ ગયો હતો.”
અદાલતોમાં ભ્રષ્ટાચાર અંગે એમનું શું કહેવું છે?
હાલમાં જ દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ અને અલ્હાબાદ હાઇકોર્ટના વર્તમાન જજ જસ્ટિસ યશવંત વર્માના ઘરે કથિત રીતે મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હતી.
એમની સામે 200થી વધુ સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.
સામાન્ય લોકો વચ્ચે ન્યાયાલયોમાં ભ્રષ્ટાચારની ચર્ચા થાય છે.
અમે દુષ્યંત દવેને પુછયું કે, “શું તેમણે પોતાની સામે ક્યારેય ભ્રષ્ટાચાર જોયો કે એમના વિશે સાંભળ્યું છે?”
એમનો જવાબ હતો કે, “મેં ઘણું સાંભળ્યું છે અને ઘણું જોયું છે પરંતુ એની ચર્ચા અહીં ન કરી શકાય.”
એમણે આ અંગે કોઈ ઉદાહરણ આપવાની ના પાડી દીધી. પણ કહ્યું, “ભ્રષ્ટાચારનાં ઘણાં રૂપ હોય છે. ક્યારેક લોકો પૈસા લઈને ભ્રષ્ટાચાર કરે છે. ક્યારેક વિચારોથી, ક્યારેક લોભ માટે અને ક્યારેક પોતાના પરિવારના ફાયદા માટે.”
“મેં આ બધું જ હાઇકોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં જોયું છે…એક નહીં સેંકડો જજોને ભ્રષ્ટાચાર આચરતા જોયા છે.”
તેઓ ઉમેરે છે, “મારા ખુદના ઘણા અનુભવો છે. મારા ઘણા કેસોમાં મને અચરજ થયું છે કે આ કેસમાં હું હારી કેવી રીતે ગયો? અને ઘણા મામલે નવાઈ પણ લાગી કે જેમાં હું હારવાને બદલે જીતી ગયો હતો. ઘણીવાર નીચેના વકીલો શું કરે છે એ વરિષ્ઠ વકીલોને ખ્યાલ પણ નથી હોતો.”
એમણે કહ્યું, “એવા પણ કેટલાય જજ છે જેના પર કોઈ પણ પ્રકારના પ્રલોભનની અસર થતી નથી.”
એમના કહેવા પ્રમાણે વકીલ અને બાર ઍસોસિયેશન જેવી વકીલોની સંસ્થા પણ આ અંગે ખુલીને વાત કરતી નથી. આ કારણે અમીરો અને પ્રભાવશાળી લોકોને ફાયદો થાય છે અને ગરીબ લોકો પાછળ રહી જાય છે.
આગળની જિંદગી કેવી હશે?
વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ભવિષ્યમાં સમાજ માટે પણ કામ કરવા માંગે છે.
જ્યારે અમે તેમને પૂછ્યું કે શું તેઓ ક્યારેય રાજકારણમાં જોડાશે, ત્યારે તેમણે કહ્યું, “મારો સ્વભાવ જોતા હું રાજકારણમાં એક દિવસ પણ ટકી ન શકું.”
“મને એક વાર રાજ્યસભાના સાંસદ બનવાની અને એક વાર હાઇકોર્ટના જજ બનવાની તક મળી હતી… પરંતુ મેં બંનેમાંથી કોઈનો પણ સ્વીકાર કર્યો ન હતો.”
ઇમેજ કૅપ્શન, હરપ્રીતકોરે કથિત રીતે 12 છોકરાને લગ્નનું વચન આપીને કૅનેડા લઈ જવાનું કહીને છેતર્યા છેલેખની માહિતી
પ્રેમ અને વિશ્વાસઘાત આ બે શબ્દો આપણે વારંવાર સાંભળતા રહીએ છીએ, પરંતુ આ કથા દિલ તૂટવાની નહીં, પણ લોકોને કૅનેડા મોકલવાના નામે દેખાડવામાં આવેલા સપના તૂટવાની છે.
આ કથાનું મુખ્ય પાત્ર હરપ્રીતકોર છે. હરપ્રીતે કથિત રીતે એક નહીં, પરંતુ બાર-બાર યુવાનો સાથે કૅનેડા બોલાવવાનું સપનું દેખાડીને છેતરપિંડી કરી હતી.
પોલીસે આ ઘટનામાં હરપ્રીતકોરનાં માતા સુખદર્શનકોર અને ભાઈઓ મનપ્રીતસિંહ તથા અશોકકુમારની ધરપકડ કરી છે. જોકે, મુખ્ય આરોપી હરપ્રીતકોર હજુ પણ કૅનેડામાં જ છે.
પોલીસનો દાવો છે કે આ છેતરપિંડીનો શિકાર બનેલા 12 યુવાનોની ઓળખ થઈ ચૂકી છે. પીડિતો સાથે કથિત રીતે રૂ. 1.60 કરોડથી વધારેની છેતરપિંડી કરાઈ છે.
પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ, કૅનેડામાં વસવાટની ઇચ્છા ધરાવતા એક યુવાને હરપ્રીત પર છેતરપિંડીનો આરોપ મૂક્યો ત્યારે આ ઘટના બહાર આવી હતી. એ યુવકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, એ યુવકની ફરિયાદની તપાસ આગળ વધી ત્યારે જાણવા મળ્યું હતું કે હરપ્રીત તથા તેમના પરિવારે આવા યુવાનો સાથે કુલ રૂ. 1.60 કરોડથી વધારેની છેતરપિંડી કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે હરપ્રીતકોરનાં માતા બીમારી, છોકરીની ફી અને યુવાનોને ફરવા લઈ જવાને બહાને તેમની પાસેથી પૈસા લેતા હતાં.
યુવાનોને વચન અપાયું કે તેમનાં લગ્ન કરાવશે અને કૅનેડા લઈ જશે
પંજાબ પોલીસના જણાવ્યા મુજબ, લુધિયાણા અને આસપાસના વિસ્તારોના ઓછામાં ઓછા 12 યુવકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. હરપ્રીતનાં માતા પીડિત યુવકોના પરિવારોને જણાવતા હતાં કે તેમની દીકરી હરપ્રીતકોર કૅનેડામાં રહે છે.
હરપ્રીતનાં માતા એ યુવાનોને વચન આપતાં હતાં કે એ હરપ્રીતનાં લગ્ન તેમની સાથે કરાવશે અને પછી હરપ્રીત તેમને કૅનેડા લઈ જશે, પરંતુ તેના બદલામાં પીડિત યુવાનોનાં માતાપિતાએ પૈસા આપવા પડશે.
આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર હરજિતસિંહે જણાવ્યું હતું કે આરોપી વૈવાહિક જાહેરાતો મારફત તેમના શિકાર શોધતા હતા. અશોકકુમાર તેમાં વચેટિયાની ભૂમિકા ભજવતા હતા.
વૈવાહિક જાહેરાતો વિના પણ, તેઓ કૅનેડા જવા ઇચ્છતા યુવાનોની શોધ કરતા હતા.
હરજિતસિંહે જણાવ્યું હતું કે સંબંધ આગળ વધે એ પછી હરપ્રીતકોરના ફોટોગ્રાફ પર શુકન રાખીને સગાઈ કરવામાં આવતી હતી. સગાઈ પછી હરપ્રીત પીડિતો સાથે વાતચીત કરતી હતી.
હરપ્રીતનાં માતા પોતે વિધવા હોવાના અને દીકરીના અભ્યાસ માટે થતા ખર્ચ તથા કરજનો હવાલો આપીને યુવાનોના પરિવાર પાસે પૈસા માગતાં હતાં.
હરજિતસિંહે કહ્યું હતું, “પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસરની હતી. આરોપીઓએ યુવાનોને કૅનેડા લઈ જવાનાં સોગંદનામાં આપ્યાં હતાં. પૈસા હરપ્રીતના ભાઈ મનપ્રીતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીઓએ પીડિતોને બ્લૅન્ક ચેક્સ પણ આપ્યા હતા, જેથી પીડિતોએ તેમનો તરત વિશ્વાસ કરી લીધો હતો.”
કૅનેડા લઈ જવાને બહાને છેતરપિંડીની શરૂઆત કેવી રીતે થઈ?
ઇમેજ સ્રોત, Rajwinder Singh/BBC
ઇમેજ કૅપ્શન, પંજાબ પોલીસના જણાવ્યા પ્રમાણે હરપ્રીતકૌરનાં માતા સુખદર્શનકોર યુવાનોને વચન આપતાં હતાં કે તેઓ હરપ્રીતનાં લગ્ન તેમની સાથે કરાવશે અને હરપ્રીત તેમને કૅનેડા લઈ જશે
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી લુધિયાણાના દોરાહામાં નવા શિકારની શોધમાં હતા, પરંતુ તેઓ શિકારને શોધી શકે એ પહેલાં જ તેમની સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
કેસ નોંધાવવાનું મુખ્ય કારણ હરપ્રીતનાં માતાની બેદરકારી હતી. તેમણે હરપ્રીતને મોકલવાનો એક મૅસેજ ભટિંડામાં રહેતા હરપ્રીતના મંગેતરને ભૂલથી મોકલ્યો હતો.
વાસ્તવમાં હરપ્રીતકોરની સગાઈ લુધિયાણા જિલ્લાના ફૈઝગઢ ગામના 27 વર્ષીય યુવક સાથે 10 જુલાઈએ થવાની હતી, પરંતુ ભટિંડામાં રહેતો હરપ્રીતનો જૂનો મંગેતર ત્યાં આવી પહોંચ્યો હતો.
હરપ્રીતને મોકલેલા મૅસેજમાં તેમનાં માતાએ ફૈઝગઢના રહેવાસી એક યુવાન સાથે સગાઈ કરવાની તથા પૈસા મળવાની વાત જણાવી હતી.
આરોપીઓ કોણ છે?
પોલીસના જણાવ્યા મુજબ, હરપ્રીતકોર લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્ટડી વિઝા પર કૅનેડા ગઈ હતી. એ હાલ કૅનેડાના સરે શહેરમાં રહે છે.
તપાસનીશ અધિકારી હરજિતસિંહે જણાવ્યું હતું કે હરપ્રીત કૅનેડા ગઈ ત્યારે પણ એક યુવાનના પરિવારે તેનો બધો ખર્ચ આપ્યો હતો. એ યુવાનને વચન આપવામાં આવ્યું હતું કે હરપ્રીતનાં લગ્ન તેની સાથે કરવામાં આવશે અને તેને કૅનેડા લઈ જવામાં આવશે.
હરપ્રીતનાં માતા સુખદર્શનકોર અને એક ભાઈ લુધિયાણાના જગરાઓમાં રહે છે, જ્યારે અશોકકુમાર લુધિયાણાના છપાર ગામમાં રહે છે.
હરજિતસિંહના જણાવ્યા અનુસાર, કોઈ યુવાન સાથે સંબંધની વાત કરતી વખતે અશોક ખુદને ક્યારેક છોકરીનો ભત્રીજો, ક્યારેક કાકા તો ક્યારેક મામા ગણાવતો હતો.
પોલીસે શું કાર્યવાહી કરી?
ઇમેજ સ્રોત, Getty Images
તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે સુખદર્શનકોર, મનપ્રીતસિંહ અને અશોકકુમારની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હરપ્રીતકોરની ધરપકડ થઈ શકી નથી, કારણ કે તે કૅનેડામાં છે.
આ મામલે દૌરાહા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 316 (2) (વિશ્વાસઘાત), 318 (4) (છેતરપિંડી) અને 61 (2) (ષડયંત્ર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હરપ્રીતકોર 2022માં કૅનેડા ગઈ હોવાનું અને ત્યાં અભ્યાસ કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
’25 લાખની માગણી કરી, પણ 23 લાખમાં સોદો થયો’
જે વ્યક્તિએ આ છેતરપિંડી ઉઘાડી પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમણે પોતાની જમીન વેચવી પડી છે.
તેમનું કહેવું છે કે તેમણે હરપ્રીતકોરનાં લગ્નની જાહેરાત અખબારમાં જોઈ હતી. એ પછી 2024ની 11 જુલાઈએ મોગાના એક ઢાબામાં વીડિયો કૉલ મારફત તેમણે હરપ્રીતકોર સાથે સગાઈ કરી હતી.
તેમના કહેવા મુજબ, સગાઈ પહેલાં આરોપીઓએ તેમની પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા. બે લાખ રૂપિયા નહીં આપો તો સગાઈ નહીં થાય એવું તેમને કહેવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું, “સગાઈ પછી મને કૅનેડા લઈ જવા માટે તેમણે રૂ. 25 લાખની માગણી કરી હતી, પરંતુ આખરે સોદો રૂ. 23 લાખમાં નક્કી થયો હતો. મેં હરપ્રીતકોરની ફીના સાડા છ લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા. મેં આરોપીઓને અત્યાર સુધીમાં રૂ. 18 લાખ ચૂકવ્યા છે.”
તેમણે ઉમેર્યું હતું, “હું એક નાના ખેડૂત પરિવારનો સભ્ય છું. મારી પાસે લગભગ પાંચ એકર જમીન હતી, જેમાંથી બે એકર જમીન આરોપીઓને પૈસા આપવા માટે વેચવી પડી હતી.”
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, હરપ્રીતે કથિત રીતે એક નહીં, પરંતુ બાર-બાર યુવાનો સાથે કેનેડા બોલાવવાનું સપનું દેખાડીને છેતરપિંડી કરી હતી
જશનદીપસિંહે જણાવ્યું હતું કે તેમનાં બહેન કૅનેડામાં રહે છે. તેમનાં માતાપિતાને કૅનેડાના વિઝા મળી ગયા છે. તેઓ ખુદ ઇટાલીથી પંજાબ આવ્યા છે અને કૅનેડા જવા માગે છે.
તેમણે કહ્યું હતું, “અમારો આખો પરિવાર કૅનેડા જવા ઇચ્છતો હતો. તેથી અમે કૅનેડામાં છોકરી શોધતા હતા. એ દરમિયાન અમારા કોઈ ઓળખીતાએ અમને હરપ્રીતકોર બાબતે જણાવ્યું હતું. સંબંધની વાત શરૂ થઈ ત્યારે છોકરીનાં માતાપિતાએ રૂ. 18 લાખની માગણી કરી હતી.”
તેમણે ઉમેર્યું હતું, “એક લાખ રૂપિયા અમે પહેલાં જ ચૂકવી દીધા હતા. ચાર લાખ સગાઈ પછી અને બાકીના પૈસા છોકરો કૅનેડા પહોંચે એ પછી ચૂકવવાના હતા. 10 જુલાઈએ સગાઈની તૈયારી ચાલી રહી હતી ત્યારે વાત બહાર આવી હતી.”