Google search engine
Home Blog Page 10

મોહમ્મદ બિન તુગલક : દિલ્હીના સુલતાન એક સમયે ‘રાક્ષસ અને સંત’ કેમ કહેવાયા?

0

[ad_1]

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, PENGUIN INDIA

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન તુગલક 1325માં તુગલક સુલતાન બન્યા હતા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી

ઈ.સ. 1325માં દિલ્હીના સુલતાન ગ્યાસુદ્દીન તુગલક બંગાળમાં મોટી જીત પછી દિલ્હી પાછા આવતા હતા ત્યારે તેમની સાથે એક મોટી દુર્ઘટના ઘટી.

દિલ્હીથી થોડાંક કિલોમીટર દૂર તેમના સ્વાગત માટે બનાવવામાં આવેલો લાકડાંનો મંડપ ધરાશાયી થઈને તેમના ઉપર જ પડ્યો અને સુલતાનનું મૃત્યુ થયું ગયું.

આ વાતનો ઉલ્લેખ મધ્યકાલીન ઇતિહાસકાર જિયાઉદ્દીન બરનીના પુસ્તક ‘તારીખ-એ-ફિરોઝશાહી’માં મળે છે; જેમાં આ પણ લખ્યું છે, “વરસાદમાં વીજળી પડ્યા પછી આ મંડપ ધરાશાયી થઈ ગયો હતો.”

ગ્યાસુદ્દીને પહેલાંથી જ તુગલકાબાદમાં પોતાના માટે એક મકબરો બનાવી રાખ્યો હતો. તે જ રાત્રે તેમને ત્યાં દફનાવવામાં આવ્યા. જોકે, બીજા કેટલાક ઇતિહાસકારોએ મંડપ પડવાની એ ઘટનાને એક ષડ્‌યંત્ર પણ ગણાવ્યું છે.

જોકે, ત્રણ દિવસ પછી ગ્યાસુદ્દીનના પુત્ર જૌનાએ દિલ્હીની ગાદી સંભાળી અને પોતાને એક નવું નામ આપ્યું – મોહમ્મદ બિન તુગલક.

આ રીતે દિલ્હી સલ્તનતના ત્રણ સદીના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ અને ઉતારચઢાવવાળા સમયની શરૂઆત થઈ.

મોહમ્મદ બિન તુગલકના સમયમાં જ મોરક્કોના એક યાત્રી ઇબ્ન બતૂતા ભારત આવ્યા અને તેમણે મોહમ્મદ બિન તુગલકના દરબારમાં 10 વર્ષ વિતાવ્યાં.

મોહમ્મદ બિન તુગલકના પિતાના સમયના ઇતિહાસકાર જિયાઉદ્દીન બરનીએ પણ મોહમ્મદ બિન તુગલકના દરબારમાં લાંબા સમય સુધી કામ કર્યું.

પ્રસિદ્ધ ઇતિહાસકાર અબ્રાહમ ઇરાલી પોતાના પુસ્તક ‘ધ એજ ઑફ રૉથ’માં લખે છે, “બરનીએ મોહમ્મદ બિન તુગલકના દરબારી હોવા છતાં તેમની ખામીઓ અને તેમનાં કુકર્મોનું વર્ણન કર્યું છે. જોકે, તેમનાં કેટલાંક સારાં કામોની પ્રશંસા પણ કરી છે. પરંતુ ઇબ્ન બતૂતાએ મોહમ્મદ બિન તુગલક વિશે જે કંઈ લખ્યું, તે સ્પષ્ટ લખ્યું, કેમ કે, તેમણે ભારતમાંથી પાછા ગયા પછી તે લખ્યું હતું અને તેમને મોહમ્મદ બિન તુગલકની વિરોધી ટીકાઓનો કશો ડર નહોતો.”

મોહમ્મદ બિન તુગલકનું બેવડું વ્યક્તિત્વ

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં ગ્યાસુદ્દીન તુગલકનો મકબરો

મધ્યકાલીન ઇતિહાસકારોએ મોહમ્મદ બિન તુગલકને બેવડું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ ઠરાવ્યા છે, જેમાં ઘણી બધી સારપની સાથે ઘણી બૂરાઈઓ પણ હતી.

એક બાજુ તેઓ અત્યંત અહંકારી હતા, તો બીજી બાજુ અતિ વિનમ્ર પણ. તેમના ચરિત્રમાં એક તરફ ઘાતક ક્રૂરતા જોવા મળે છે, તો સાથે જ, દિલને સ્પર્શી જતી કરુણા પણ સ્પષ્ટ જોવા મળે છે.

ઇબ્ન બતૂતા પોતાના પુસ્તક ‘રિહલા’માં તેમનું બિલકુલ સાચું ચિત્રણ કરતાં લખે છે, “આ બાદશાહ એક તરફ ભેટ આપવાના શોખીન હતા, તો બીજી તરફ લોહી વહેવડાવવાના પણ. તેમના દરવાજાએ એક બાજુ ગરીબોને અમીર બનાવવામાં આવતા હતા, તો બીજી બાજુ કેટલાક લોકોને મારી પણ નાખવામાં આવતા હતા.”

અન્ય એક ઇતિહાસકાર રૉબર્ટ સેવેલ પોતાના પુસ્તક ‘એ ફૉરગૉટન એમ્પાયર’માં લખે છે, “એક તરફ મોહમ્મદ એક સંત હતા, જેમનું હૃદય શેતાનનું હતું; તો બીજી તરફ એક એવા શેતાન હતા, જેમનો આત્મા સંતનો હતો.”

વિકરાળ વ્યક્તિત્વ

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, PENGUIN RANDOM HOUSE

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન તુગલકે પોતાની નિષ્ફળતા ક્યારેય ન સ્વીકારી

મોહમ્મદ બિન તુગલક હંમેશાં નવી રીતે વિચારતા હતા, પરંતુ તેઓ વ્યવહારવાદી ક્યારેય નહોતા. તેમનામાં ધીરજની ઊણપ અને પોતાની વાત પર મક્કમ રહેવાનો ભાવ હતો.

તે સમયના લગભગ બધા ઇતિહાસકાર એ વાત માને છે કે આખરે, મોહમ્મદ બિન તુગલકની મોટા ભાગની યોજનાઓ તેમના અને તેમની પ્રજા માટે ભયંકર દુઃસ્વપ્ન બની રહી.

જોકે, તેમણે ક્યારેય પોતાની નિષ્ફળતાને પોતાની નિષ્ફળતા ન માની અને તેના માટે હંમેશાં પોતાના લોકોને જવાબદાર ગણાવ્યા.

ઇબ્ન બતૂતા લખે છે, “સુલતાન હંમેશાં લોહી વહાવવા માટે તૈયાર રહેતા હતા. તેઓ લોકોની પ્રતિષ્ઠાનો વિચાર કર્યા વગર નાના નાના ગુના માટે મોટી મોટી સજા આપતા હતા. દરરોજ સાંકળો, બેડીઓ અને દોરડાંઓથી બંધાયેલા સેંકડો લોકોને એક મોટા હૉલમાં લાવવામાં આવતા હતા. જે લોકોને મૃત્યુદંડ મળતો હતો, તેમને ત્યાં જ મારી નાખવામાં આવતા હતા. જે લોકોને યાતનાઓની સજા મળતી હતી, તેમને યાતનાઓ આપવામાં આવતી હતી અને જેમને મારપીટની સજા મળતી હતી તેમની મારપીટ કરવામાં આવતી હતી.”

“એક પણ દિવસ એવો નહોતો વીતતો, જ્યારે ત્યાં લોહી ન વહાવાયું હોય. તેમના મહેલના મુખ્ય દ્વાર હંમેશાં રક્તરંજિત જ જોવા મળતાં હતાં. મરનાર લોકોના મૃતદેહને ચેતવણીના ભાગરૂપે મહેલના મુખ્ય દ્વાર પર ફેંકી દેવામાં આવતા હતા, જેથી કોઈ સુલતાનની વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત ન કરી શકે. શુક્રવારને બાદ કરતાં દરરોજ મૃત્યુદંડ આપવામાં આવતો હતો.”

પોતાના લોકો માટે કઠોર

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, ORIENTAL INSTITUTE BARODA

ઇમેજ કૅપ્શન, ઇબ્ન બતૂતાએ ‘રહલા’ નામનું એક પુસ્તક લખ્યું હતું

મધ્યકાલીન શાસકોની સરખામણીએ જ્ઞાની હોવા છતાં પણ મોહમ્મદ બિન તુગલક માનવીય હોવાના બદલે એક કઠોર વ્યક્તિ બની ગયા હતા.

જિયાઉદ્દીન બરનીએ પોતાના પુસ્તક ‘તારીખે-એ-ફિરોઝશાહી’માં લખ્યું છે, “ઇસ્લામ ધર્મનાં પુસ્તકો અને પયગંબર મોહમ્મદના શિક્ષણમાં પરોપકાર અને વિનમ્રતા પર ભાર આપવામાં આવ્યો હતો, પરંતુ મોહમ્મદ બિન તુગલકે તેમને ધ્યાન આપવા લાયક ન સમજ્યા.”

ઇબ્ન બતૂતા લખે છે, “જ્યારે મોહમ્મદના મામાના પુત્ર બહાઉદ્દીન ગુરચસ્પે તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ત્યારે મોહમ્મદે તેમની ચામડી ઊતરાવી દીધી.”

બીજી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં ઇબ્ને બતૂતાએ લખ્યું, “એક વખત જ્યારે એક ધાર્મિક મુસ્લિમ વ્યક્તિએ મોહમ્મદને આપખુદ કહ્યા, ત્યારે તેમને સાંકળોથી બાંધી રાખ્યા અને 15 દિવસ સુધી ભૂખ્યા રાખ્યા પછી પણ તેમણે પોતાના શબ્દો પાછા ન ખેંચ્યા તો સુલતાને તેમને બળજબરીપૂર્વક માણસનું મળ ખવડાવવાનો આદેશ આપ્યો. સિપાહીઓએ તેમને જમીન ઉપર સુવડાવીને ચીપિયાથી તેમનું મોં ખોલ્યું અને સુલતાનના આદેશનું પાલન કર્યું.”

આતંક અને ક્રૂરતા

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇબ્ન બતૂતા મોહમ્મદ બિન તુગલકના શાસનકાળમાં મોરક્કોથી ભારત આવ્યા હતા

દિલ્હીની ગાદી પર બેસનાર 32 સુલતાનોમાં ફક્ત બે સુલતાન એવા છે, જેમના પર ક્રૂરતાના આરોપ નથી લગાડી શકાતા.

મોહમ્મદ કાસિમ ફિરસ્તાએ પોતાના પુસ્તક ‘તારીખ-એ-ફિરસ્તા’માં લખ્યું છે, “જો તે સમયના સુલતાનોની દૃષ્ટિએ વિચારવામાં આવે તો નિર્દયતા અને આતંક તે સમયના સુલતાનોની જરૂરિયાત હતી. જેના વગર તેઓ શાસક તરીકે જળવાઈ નહોતા શકતા, પરંતુ મોહમ્મદે આ નિર્દયતાને એવા સ્તરે પહોંચાડી દીધી કે તેની ઊંધી અસર થઈ.”

“તેનાથી તેમની શક્તિ વધવાના બદલે ઓછી થઈ ગઈ. એમાં શંકાની કશી શક્યતા નથી કે મોહમ્મદ એક ભણેલાગણેલા, સુસંસ્કૃત અને પ્રતિભાશાળી માણસ હતા, પરંતુ તેમના મનમાં પોતાના લોકો માટે દયા અને શરમના કોઈ ભાવ નહોતા.”

વિદેશી લોકો સાથે સારો વ્યવહાર

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન તુગલકે ઇબ્ન બતૂતાને જાગીરમાં ગામ પણ આપ્યાં હતાં

પોતાના શાસનકાળ દરમિયાન મોહમ્મદ બિન તુગલકના વિદેશી મુસાફરો પ્રત્યેના સારા વ્યવહાર વિશે અનેક ઇતિહાસકાર લખી ચૂક્યા છે.

ઇબ્ન બતૂતાએ તેનું વર્ણન કરતાં લખ્યું છે, “જેવો હું સુલતાનની સમક્ષ ગયો, તેમણે મારો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ‘તમારું આગમન શુભ છે. કશી ચિંતા ન કરતા’.”

બતૂતા અનુસાર, સુલતાન મોહમ્મદે તેમને 6,000 ટંકા રોકડા આપ્યા.

તેમને પહેલાં ત્રણ અને પછી બે, એમ પાંચ ગામોની જાગીર આપવામાં આવી, જેનાથી તેમને 12,000 ટંકાની વાર્ષિક આવક થવા લાગી.

ઇબ્ન બતૂતા પોતાના પુસ્તકમાં લખે છે, “સેવા માટે સુલતાને મને દસ હિન્દુ ગુલામ પણ આપ્યા. એટલું જ નહીં, મને સ્થાનિક ભાષા બિલકુલ નહોતી આવડતી, તેમ છતાં મને દિલ્હીનો કાજી નિયુક્ત કરી દેવામાં આવ્યો. વિદેશી રાજાઓ માટે પણ સુલતાનનો વ્યવહાર સૌહાર્દપૂર્ણ હતો.”

લેખક અબ્રાહમ ઇરાલી અનુસાર, “મોહમ્મદ બિન તુગલકે ચીનના રાજાને ઉપહારમાં 100 ઘોડા, 100 ગુલામ, 100 નર્તકીઓ, કાપડના 1,200 તાકા, ઝરીના પોશાકો, ટોપીઓ, તીર રાખવાનાં ભાથાં, તલવારો, મોતીઓથી મઢેલાં મોજાં અને 15 કિન્નર મોકલ્યાં હતાં.”

મોહમ્મદની ન્યાયપ્રિયતા

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇબ્ન બતૂતા (જમણે) લખે છે કે મોહમ્મદ બિન તુગલક કાજીના નિર્ણયોને માનતા હતા

દિલ્હી સલ્તનતના ઇતિહાસ પર ધ્યાન આપવાથી શાસકો અને તેમનાં માતા-પિતા સાથેના સંબંધનાં અનેક પાસાં જોવા મળે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના પૂર્વ પ્રમુખ અને ઇતિહાસકાર સતીશ ચંદ્રાએ પોતાના પુસ્તક ‘મેડિવલ ઇન્ડિયા: ફ્રૉમ સલ્તનત ટૂ મુગલ્સ’માં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મોહમ્મદ બિન તુગલક પોતાની માને ખૂબ માનતા હતા અને દરેક બાબતે તેમની સલાહ લેતા હતા. જોકે, સૈનિક શિબિરોમાં મહિલાઓની ઉપસ્થિતિ પર તેમણે પ્રતિબંધ લગાવ્યો હતો.

ઘણા ઇતિહાસકારોએ લખ્યું છે કે સુલતાનને દારૂ પીવાનું પણ પસંદ નહોતું.

મધ્યકાલીન ભારતના પ્રખ્યાત ઇતિહાસકાર પ્રોફેસર ઇરફાન હબીબીએ પોતાના પુસ્તક ‘ઇકોનૉમિક હિસ્ટરી ઑફ મેડિવલ ઇન્ડિયા’માં લખ્યું છે, મોહમ્મદ બિન તુગલકની ખાસ વાત એ હતી કે તેઓ બહારથી આવેલા મુસલમાનો અને મૉંગોલ લોકો ઉપરાંત, હિન્દુઓને પણ મહત્ત્વના હોદ્દા પર બેસાડતા હતા. સાથે જ, તેઓ લોકોના ધર્મ કરતાં વધારે તેમની યોગ્યતા પરથી એમને પરખતા હતા.”

ઉદાહરણ તરીકે, તેઓ અરબી અને ફારસી ભાષાના વિદ્વાન અને ખગોળશાસ્ત્ર, દર્શન, ગણિત અને તર્કશાસ્ત્રમાં પારંગત હતા.

ઇબ્ન બતૂતાએ મોહમ્મદ બિન તુગલકની ન્યાયપ્રિયતાનાં ઘણાં ઉદાહરણ આપ્યાં છે. “એક વાર સુલતાનના એક હિન્દુ દરબારીએ કાજીને ફરિયાદ કરી કે સુલતાને તેમના ભાઈને કશા કારણ વગર મૃત્યુની સજા આપી દીધી. સુલતાને કાજીની અદાલતમાં ઉઘાડા પગે જઈને તેમની સામે માથું ઝુકાવ્યું અને તેમની સામે ઊભા રહ્યા. કાજીએ સુલતાન વિરુદ્ધ નિર્ણય કર્યો અને તેમને આદેશ આપ્યો કે તેઓ દરબારીને તેમના ભાઈની હત્યા બદલ દંડની રકમ આપે. સુલતાને કાજીનો એ આદેશ માન્યો.”

ઇબ્ન બતૂતા આગળ લખે છે, “એક વખત એક વ્યક્તિએ દાવો કર્યો કે સુલતાન પાસેથી તેમના થોડાક પૈસા લેણા નીકળે છે. આ વખતે પણ કાજીએ સુલતાન વિરુદ્ધ નિર્ણય કર્યો અને સુલતાને તે રકમ ફરિયાદ કરનારને ચૂકવી.”

ગરીબોની મદદ

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, IRFAN HABIB

જ્યારે ભારતના અનેક ભાગોમાં ભયંકર દુકાળ પડ્યો અને રાજધાનીમાં એક મણ ઘઉંના ભાવ 6,000 દીનાર થઈ ગયા, ત્યારે સુલતાન મોહમ્મદ બિન તુગલકે આદેશ આપ્યો કે દિલ્હીના દરેક ગરીબ માણસને પ્રતિ વ્યક્તિ 750 ગ્રામના હિસાબે છ મહિના સુધી રોજ ભોજનસામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે.

ઇબ્ન બતૂતાએ પોતાના પુસ્તકમાં આ વાતની નોંધ કરતાં લખ્યું છે, “સામાન્ય સમયમાં પણ સુલતાને દિલ્હીના લોકો માટે સાર્વજનિક રસોઈઘર ખોલાવ્યાં, જેમાં દરરોજ હજારો લોકોને ભોજન કરાવવામાં આવતું હતું. સુલતાને બીમારો માટે હૉસ્પિટલ અને વિધવાઓ અને અનાથો માટે સંરક્ષણ ગૃહ પણ ખોલાવ્યાં.”

ધર્મની બાબતમાં મોહમ્મદ બિન તુગલકના વિચારોમાં ઘણા વિરોધાભાસ હતા. કેટલાક ઇતિહાસકાર માને છે કે તેમના શાસનમાં નમાજ ન પઢનાર સાથે ખૂબ સખતાઈથી વ્યવહાર કરતો હતો.

પરંતુ સમકાલીન ઇતિહાસકાર જિયાઉદ્દીન બરની અને અબ્દુલ મલિક ઇસામીનું માનવું છે કે સુલતાન મોહમ્મદ એક બિનધાર્મિક વ્યક્તિ હતા.

બરની અનુસાર, “તેમણે સુલતાનના દરબારી હોવા છતાં પણ તેમના મોં પર કહી દીધું હતું કે જે રીતે તેઓ પોતાના વિરોધીઓ સાથે વ્યવહાર કરે છે, ઇસ્લામી પરંપરાઓમાં તેને કશી માન્યતા આપવામાં નથી આવી.”

ઇતિહાસકાર ઇસામીએ તેનાથી એક ડગલું આગળ વધીને મોહમ્મદને ‘કાફિર’ની સંજ્ઞા આપતાં કહ્યું કે, તમે હંમેશાં નાસ્તિકોની સાથે જોવા મળ્યા છો.

હકીકતમાં, મોહમ્મદ બિન તુગલકની જે ટેવે તત્કાલીન મુસ્લિમ ધર્મગુરુઓને ગુસ્સે કર્યા હતા, તે હતી, “તેમનું યોગીઓ અને સાધુઓનું સંરક્ષણ આપવું”.

અબ્રાહમ ઇરાલીએ પણ લખ્યું છે, “અતિ હિંસક પ્રવૃત્તિના હોવા છતાં મોહમ્મદ એક જૈન સાધુ જીનાપ્રભાસૂરિના શિષ્ય હતા. એ વાતનાં અનેક ઉદાહરણ મળે છે કે મોહમ્મદને બીજા ધર્મો વિશે જાણવાની ઉત્સુકતા હતી. તેનું કારણ એ હતું કે તેમનાં વિચાર અને સંસ્કૃતિ-રુચિ વ્યાપક હતાં.”

રાજધાની બદલવાનો વિવાદાસ્પદ નિર્ણય

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS

ઇમેજ કૅપ્શન, પ્રખ્યાત ઇતિહાસકાર અબ્રાહમ ઇરાલીનું પુસ્તક ‘ધ એજ ઑફ રૉથ’

લગભગ બધા ઇતિહાસકાર એ વાત સાથે સંમત થાય છે કે પોતાની રાજધાની દિલ્હીથી સમેટી લઈને દૌલતાબાદ (મહારાષ્ટ્રના દેવગિરિ)માં લઈ જવી, તે મોહમ્મદ બિન તુગલકનો સૌથી વધુ વિવાદાસ્પદ નિર્ણય હતો.

સુલતાનના વિચાર પ્રમાણે તે એક સમજદારીભર્યો નિર્ણય હતો, જે સફળ થવો જોઈતો હતો, પરંતુ એ પગલું સફળ ન થઈ શક્યું.

બરની લખે છે, “એકાએક અને કોઈનાં સલાહ-સૂચન વગર લેવાયેલા આ નિર્ણયના ફાયદો-નુકસાન વિચારાયા નહોતા; કેમ કે, તે સુલતાનનો વ્યક્તિગત નિર્ણય હતો. આ નિર્ણય એટલા માટે પણ નિષ્ફળ રહ્યો, કેમ કે, મોહમ્મદ માત્ર રાજધાનીને જ દૌલતાબાદ (દેવગિરિ) ન લઈ ગયા, પરંતુ તેમણે દિલ્હી આખાની વસ્તી પણ તેમની સાથે ત્યાં જાય, તેના પર ભાર મૂક્યો.”

ઘણા દિલ્હીવાળાઓએ દૌલતાબાદ કે દેવગિરિ જવાનો ઇનકાર કરી દીધો અને તેઓ પોતપોતાના ઘરમાં સંતાઈ ગયા.

ઇબ્ન બતૂતા અનુસાર, “સુલતાને આખા શહેરમાં શોધ કરાવી. જેમાં તેમના સેનાપતિઓને દિલ્હીની સડકો પર એક અપંગ અને એક અંધ વ્યક્તિ મળી. તે બંનેને સુલતાનની સમક્ષ રજૂ કરવામાં આવ્યા.”

તેમણે આગળ લખ્યું, “સુલતાને આદેશ આપ્યો કે અપંગ વ્યક્તિને તોપના મોઢા પર બાંધીને ઉડાવી દેવામાં આવે અને અંધ વ્યક્તિને દિલ્હીથી દેવગિરિ સુધીના 40 દિવસના રસ્તા પર ઘસડતા લઈ જવામાં આવે. સડક પર તે વ્યક્તિના ટુકડા થતા ગયા અને તેમના માત્ર પગ જ દેવગિરિ પહોંચી શક્યા.”

આ સમાચારની જાણ થતાં જ સંતાયેલા ગણ્યાગાંઠ્યા લોકોએ પણ દિલ્હી છોડી દીધું અને દિલ્હી સંપૂર્ણ ઉજ્જડ થઈ ગયું. ઇતિહાસકાર લખે છે કે, ડરી ગયેલા લોકોએ પોતાનાં ફર્નિચર અને સામાનને પણ લઈ જવાની તસ્દી ન લીધી.

પાછા જવાનો નિર્ણય

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ, રાજધાનીને દેવગિરિ લઈ જવાના નિર્ણયથી દિલ્હીની બરબાદીની શરૂઆત થઈ ચૂકી હતી.

બરાનીએ લખ્યું, “એક જમાનામાં દિલ્હી એટલું સમૃદ્ધ હતું કે તેની તુલના બગદાદ અને કાહિરા સાથે થતી હતી, પરંતુ આ શહેર એવી રીતે તારાજ થઈ ગયું કે ત્યાંનાં ભવનોમાં રહેવા માટે બિલાડી અને શ્વાન પણ બચ્યાં નહીં. ઘણી પેઢીઓથી દિલ્હીમાં રહેતા લોકોનાં દિલ તૂટી ગયાં. ઘણા લોકો તો દેવગિરિ જતાં રસ્તામાં જ મરી ગયા અને જે દેવગિરિ પહોંચ્યા તેઓ પણ પોતાના શહેરમાંથી બહાર રહેવાનું દુઃખ સહન ન કરી શક્યા.”

આખરે, મોહમ્મદ બિન તુગલકે દેવગિરિ આવેલા લોકોને દિલ્હી પાછા ફરવાની મંજૂરી આપી દીધી.

તેમને અહેસાસ થઈ ગયો હતો કે જે રીતે તેમને દિલ્હીથી દક્ષિણ પર નિયંત્રણ કરવામાં મુશ્કેલી પડતી હતી, એ જ રીતે તેઓ દેવગિરિથી ઉત્તર પર નિયંત્રણ રાખી શકતા નહોતા.

ઘણા લોકો રાજીખુશીથી દિલ્હી પાછા ફર્યા, જ્યારે કેટલાક લોકોએ પોતાના પરિવારની સાથે દેવગિરિમાં જ રહેવાનો નિર્ણય કર્યો. ઘણા જાણકારોનો મત છે કે રાજધાનીના ઘણા લોકો દિલ્હી પાછા ફર્યા હોવા છતાં દિલ્હી પોતાની જૂની રોનક પાછી મેળવી શક્યું નહીં.

મુદ્રાનો નિર્ણય પણ નિષ્ફળ

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન તુગલકના શાસનકાળ દરમિયાન ચાલતા સિક્કા

મોહમ્મદ બિન તુગલકના સાંકેતિક મુદ્રા ચલાવવાના નિર્ણય પર પણ ઘણો મોટો વિવાદ થયો હતો.

જોકે, 14મી સદીમાં દુનિયામાં ચાંદીની અછત ઊભી થઈ હતી, ત્યારે સુલતાને ચાંદીના ટંકા સિક્કાની જગ્યાએ ત્રાંબાના સિક્કા ચાલવા દીધા.

હકીકતમાં, મોહમ્મદને સાંકેતિક મુદ્રા ચલાવવાની પ્રેરણા ચીન અને ઈરાન પાસેથી મળી હતી, જ્યાં તે સમયે તેનું ચલણ હતું.

પરંતુ, આ નીતિને સફળ બનાવવા માટે મોહમ્મદ પાસે ન તો વહીવટી ઇચ્છાશક્તિ હતી કે ન તો સંપૂર્ણ રીતે અમલ કરાવવા માટે પ્રશિક્ષિત લોકો.

પ્રોફેસર સતીશ ચંદ્રા પોતાના પુસ્તક મેડિવલ ઇન્ડિયામાં લખે છે, “પરિણામ એ આવ્યું કે ટૂંક સમયમાં નકલી સિક્કા બજારમાં આવી ગયા અને લોકો દરેક લેતી-દેતીમાં સિક્કાની કિંમત પ્રમાણે સિક્કા આપવા લાગ્યા, નહીં કે તેમના ઉપર લખાયેલા મૂલ્યના આધારે. દરેક વ્યક્તિ સરકારને તાંબાના નકલી સિક્કામાં પોતાનું દેવું ચૂકવવા લાગ્યા.”

જ્યારે સુલતાનને લાગ્યું કે તેમની સાંકેતિક મુદ્રાની પરિયોજના નિષ્ફળ થઈ ગઈ છે, ત્યારે તેમણે તેનું ચલણ બંધ કરવાનો નિર્ણય કર્યો.

તેમણે એવી જાહેરાત કરાવી કે જે કોઈની પાસે તાંબાના સિક્કા છે, તેઓ તેને ખજાનામાં જમા કરાવીને બદલામાં સોના અને ચાંદીના સિક્કા લઈ શકે છે.

જિયાઉદ્દીન બરની અનુસાર, “ખજાનામાં એટલા બધા તાંબાના સિક્કા આવી ગયા કે એક રીતે તેના પહાડ જેવું બની ગયું. આ નિષ્ફળતાથી સુલતાનની પ્રતિષ્ઠાને ખૂબ હાનિ થઈ અને તેણે મોહમ્મદ બિન તુગલકને પોતાના લોકો પ્રત્યે વધુ કઠોર બનાવી દીધા.”

પ્રસિદ્ધ ઇતિહાસકાર ઈશ્વરીપ્રસાદે પોતાના પુસ્તક ‘એ શૉર્ટ હિસ્ટરી ઑફ મુસ્લિમ રૂલ ઇન ઇન્ડિયા’માં લખ્યું, “રાજ્યની ગમે તેટલી મોટી જરૂરિયાત રહી હોય, સાધારણ જનતા માટે તાંબું તાંબું જ હતું. જનતા સાંકેતિક મુદ્રાની લેણદેણની પ્રક્રિયા સમજી ન શકી.”

“સુલતાને એ વાત પર પણ ધ્યાન ન આપ્યું કે ભારતના લોકો રૂઢિવાદી હોય છે અને પરિવર્તનથી સાશંકિત રહે છે, તે પણ એવી પરિસ્થિતિમાં જ્યારે શાસક ભારતીય મૂળના ન હોય.”

મોહમ્મદ બિન તુગલક ગુજરાતમાં વિદ્રોહીઓને ડામવા પહોંચ્યા

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન તુગલકે તાગીનો પીછો પણ કર્યો

ઇતિહાસમાંથી એ જ જાણવા મળે છે કે મોહમ્મદ બિન તુગલકને કોઈના પર વિશ્વાસ નહોતો. તેથી તેઓ વિદ્રોહને ડામવા માટે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં આવ-જા કરતા રહેતા હતા અને આવી કવાયતે તેમની સેનાને ખૂબ જ થકવી દીધી હતી.

ઈ.સ. 1345માં, ગુજરાતમાં વિદ્રોહીઓને ડામવા મોહમ્મદ બિન તુગલક દિલ્હીથી બહાર નીકળ્યા, અને પછી તેઓ દિલ્હીમાં ક્યારેય પાછા ન પહોંચી શક્યા.

આ અભિયાન દરમિયાન સુલતાનની સેનામાં પ્લેગની મહામારી ફેલાઈ ગઈ હતી. ગુજરાતમાં સુલતાને વિદ્રોહી મોહમ્મદ તાગીને હરાવી તો દીધા, પરંતુ તેઓ તેમને પકડી ન શક્યા, કેમ કે, વિદ્રોહીઓ સિંધ તરફ ભાગી ગયા હતા.

આ દરમિયાન મોહમ્મદને સખત તાવ આવી ગયો, પરંતુ ઇતિહાસકારોએ લખ્યું છે, “સાજા થઈ ગયા પછી તેઓ તાગીની પાછળ સિંધ ગયા. જ્યાં તેમણે સિંધુ નદી પણ પાર કરી, પરંતુ તે દરમિયાન તેમને ફરીથી તાવ આવી ગયો.”

20 માર્ચ 1351એ મોહમ્મદ બિન તુગલકે સિંધુ નદીના કિનારે ચટ્ટાથી લગભગ 45 કિલોમીટર દૂર પોતાનો અંતિમ શ્વાસ લીધો.

તે સમયના ઇતિહાસકાર અબ્દુલ કાદિર બદાયૂંનીએ લખ્યું, “સુલતાનને પોતાની જનતા પાસેથી એટલાં પ્રેમ અને સન્માન ન મળી શક્યાં અને જનતા તેમને યોગ્ય રીતે સમજી પણ ન શકી. બસ, સુલતાનને પોતાની પ્રજાથી અને પ્રજાને સુલતાનથી મુક્તિ મળી ગઈ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ગુજરાતમાં આવેલી તેલ કંપની પર પ્રતિબંધ મુકાયો, આખા દેશ પર શું અસર થશે?

0

[ad_1]

ગુજરાતમાં વાડીનાર સ્થિત નાયરા ઍનર્જી, એસ્સાર, રશિયા ઉપર યુરોપિયન સંઘ ઈયુ પ્રતિબંધ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રોઝનેફ્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાયરાની માલિકી અગાઉ એસ્સાર જૂથ પાસે હતી

    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

યુરોપિયન યુનિયન (ઈયુ)એ નાયરા ઍનર્જી લિમિટેડની માલિકી ધરાવતી ગુજરાતમાં આવેલી વાડીનાર રિફાઇનરી પર પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરી છે.

ઈયુએ શુક્રવારે રશિયાના ઍનર્જી સેક્ટરને ટાર્ગેટ કરતા નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી અને ગુજરાતની રિફાઇનરી પણ આ પ્રતિબંધમાં સામેલ છે.

ઈયુએ આ જાહેરાત ત્યારે કરી છે, જ્યારે અમેરિકન કૉંગ્રેસમાં રશિયામાંથી તેલ ખરીદતા દેશો પર આકરા પ્રતિબંધો લાગુ કરવાની વાત ચાલી રહી છે.

અમેરિકાના કેટલાક સેનેટર તો રશિયામાંથી તેલ ખરીદવાના બદલે ભારત પર 500 ટકા ટૅરિફ લગાવતા બિલની તૈયારી કરી રહ્યા છે.

આ ઉપરાંત, આ અઠવાડિયે નૉર્થ એટલાન્ટિક ટ્રિટી ઑર્ગેનાઇઝેશન એટલે કે નાટોના પ્રમુખ માર્ક રૂટે ચીન, બ્રાઝિલ અને ભારતને કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં યુદ્ધ બંધ કરવા માટે રશિયા પર દબાણ કરે, નહીંતર, અમેરિકન પ્રતિબંધ માટે તૈયાર રહે.

અંગ્રેજી અખબાર ઇકૉનૉમિક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં લખ્યું છે, “ઈયુના પ્રતિબંધ નાયરા ઍનર્જી માટે તો ઝટકો છે જ, પરંતુ રશિયન કાચા તેલમાંથી બનતા ઈંધણ પર પ્રતિબંધથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ પડકારો વધશે.”

વિશ્લેષકોનું કહેવું છે કે, બંને કંપનીઓ પર ઈયુના બજારમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. એવા મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યા હતા કે રશિયન ઊર્જા કંપની રોઝનેફ્ટ નાયરામાં પોતાની 49 ટકા ભાગીદારી વેચવાની તૈયારીમાં છે.

એ સ્થિતિમાં ઈયુના પ્રતિબંધથી આ સંભવિત સોદો જટિલ થઈ ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) અને નાયરા ભારતની ટોચની બે ઈંધણ નિકાસકાર કંપનીઓ છે.

શું બીજી કંપનીઓ પર પણ અસર થશે?

ગુજરાતમાં વાડીનાર સ્થિત નાયરા ઍનર્જી, એસ્સાર, રશિયા ઉપર યુરોપિયન સંઘ ઈયુ પ્રતિબંધ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રોઝનેફ્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાડીનારસ્થિત રિફાઇનરી ઈયુના પ્રતિબંધો બાદ યુરોપમાં પોતાના ઊર્જા ઉત્પાદનો વેચી નહીં શકે

ઈટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે, “રિલાયન્સે રશિયન ઍનર્જી કંપની રોઝનેફ્ટમાંથી કાચું તેલ ખરીદવા માટે ડીલ કરી હતી. હવે ઈયુના પ્રતિબંધ પછી તેની સામે મુશ્કેલ વિકલ્પ છે– કાં તો રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું બંધ કરી દે અથવા તો પછી, યુરોપના લાભકારક ડીઝલ માર્કેટમાંથી બહાર થઈ જાય. બંને વિકલ્પ રિફાઇનિંગ બચત પર અસર કરી શકે છે.”

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવના ફાઉન્ડર અજય શ્રીવાસ્તવને બીબીસીએ પૂછ્યું કે, ઈયુના પ્રતિબંધની અસર ફક્ત નાયરા પર પડશે કે બીજી રિફાઇનરી કંપનીઓ ઉપર પણ પડશે?

અજય શ્રીવાસ્તવ કહે છે, “આજે આપણે તે યોગ્ય રીતે કહેવાની સ્થિતિમાં નથી કે ઈયુના પ્રતિબંધની લપેટમાં કઈ-કઈ કંપનીઓ આવશે. ભારત પોતાની જરૂરિયાતના લગભગ 40 ટકા તેલની આયાત રશિયામાંથી કરે છે, પરંતુ આપણને તે ખબર નથી કે કઈ-કઈ કંપની કેટલું તેલ ખરીદે છે.”

“નાયરાનું નામ એટલા માટે આવે છે, કેમ કે, તેમાં રશિયન તેલ કંપની રોઝનેફ્ટની 49 ટકા ભાગીદારી છે. બાકીની ભાગીદારીમાં પણ રશિયન ફર્મોના પૈસા રોકાયેલા છે. આ ઉપરાંત, પ્રાઇવેટ ઇક્વિટી પણ છે.”

અજય શ્રીવાસ્તવ કહે છે, “આપણને તેનો યોગ્ય જવાબ ત્યારે મળશે, જ્યારે સરકાર જણાવશે કે કઈ કંપની રશિયામાંથી કેટલું તેલ આયાત કરી રહી છે અને તે તેલને રિફાઇન કરીને કેટલું અને ક્યાં નિકાસ કરી રહી છે. એવી પણ શક્યતા છે કે ઘણી કંપની રશિયામાંથી તેલ ખરીદે છે, પરંતુ તેની નિકાસ ક્યાંય બહાર નથી કરતી. તેનો ડેટા સાર્વજનિક નથી.”

બ્લૂમબર્ગના ગયા મહિનાના રિપોર્ટ અનુસાર, ચાલુ વર્ષે જૂન મહિના સુધીમાં રશિયન કાચા તેલની સમુદ્રમાર્ગે થયેલી કુલ નિકાસના 80 ટકા તેલ ભારત આવ્યું હતું.

કેપલરના અહેવાલ મુજબ, 24મી જૂન સુધીમાં ભારતે ચાલુ વર્ષે 23.1 કરોડ યુરાલ (રશિયન ક્રૂડઑઈલ) ખરીદ્યું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા નાયરાનો હિસ્સો 45 ટકા જેટલો હતો.

યુરોપનાં બજારમાં પહોંચ પર પ્રતિબંધ

ગુજરાતમાં વાડીનાર સ્થિત નાયરા ઍનર્જી, એસ્સાર, રશિયા ઉપર યુરોપિયન સંઘ ઈયુ પ્રતિબંધ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રોઝનેફ્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયા-યુક્રેન સંઘર્ષ પછી રશિયામાંથી ક્રૂડતેલની આયાત વધી છે

અજય શ્રીવાસ્તવ કહે છે, “ભારત સરકાર માત્ર એ જણાવે છે કે રશિયામાંથી કેટલું તેલ ભારત આવ્યું. અમારી પાસે તે ડેટા પણ નથી કે રશિયાનું કેટલું તેલ ભારતમાંથી રિફાઇન થઈને યુરોપ જઈ રહ્યું છે. ભારત સરકાર કોઈ પણ ખાનગી કંપનીનો ડેટા નથી જણાવતી નથી.”

“એ ખરું કે મોટા પ્રમાણમાં રશિયન તેલ ભારતમાંથી રિફાઇન થઈને યુરોપમાં જતું હતું, પરંતુ કઈ કંપનીનું કેટલું હતું, તેનો ડેટા નથી.”

ઈયુના પ્રતિબંધ પછી રશિયાનું જે કાચું તેલ ભારતમાં રિફાઇન થઈને યુરોપ જાય છે તે હવે શક્ય નહીં બને.

અજય શ્રીવાસ્તવ કહે છે, “પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. હવે રશિયાનું કાચું તેલ ભારતમાં રિફાઇન થઈને યુરોપિયન યુનિયનના દેશોમાં નહીં જઈ શકે. ભારતની કુલ આયાતનું એક તૃતીયાંશ તેલ રશિયામાંથી આવતું હતું અને તેનો મોટો ભાગ યુરોપના બજારમાં રિફાઇન થઈને જતો હતો. ઈયુના પ્રતિબંધ પછી યુરોપમાં ભારતની પેટ્રોલિયમ નિકાસને ખરાબ રીતે અસર થશે.”

બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં લખ્યું છે, “રશિયન ઍનર્જી કંપની રોઝનેફ્ટની યોજના ભારતની નાયરા ઍનર્જી લિમિટેડમાં પોતાની હિસ્સેદારી વેચવાની હતી, પરંતુ ઈયુના પ્રતિબંધ પછી આ યોજના અધ્ધરતાલ થઈ શકે છે.”

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, રોઝનેફ્ટ મુકેશ અંબાણીની માલિકી ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી નાયરામાં પોતાની ભાગીદારી વેચવાની વાતચીત કરી રહી હતી.

પરંતુ, ઈયુના પ્રતિબંધોના કારણે રિલાયન્સ માટે પોતાની હરીફ કંપનીમાં ભાગીદારી ખરીદવાનું મુશ્કેલ થઈ જશે, કેમ કે, તેનાથી યુરોપમાં કંપનીના કારોબાર પર જોખમ ઊભું થઈ શકે છે. યુરોપ એવું માર્કેટ છે, જ્યાં નિયમિત રીતે ડીઝલ સહિત ભારતીય ઈંધણ વેચવામાં આવે છે.

રશિયા મુદ્દે ભારત સામે વધતું સખત વલણ

ગુજરાતમાં વાડીનાર સ્થિત નાયરા ઍનર્જી, એસ્સાર, રશિયા ઉપર યુરોપિયન સંઘ ઈયુ પ્રતિબંધ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રોઝનેફ્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેન સાથેનો સંઘર્ષ સમાપ્ત કરવા અંગે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાટાઘાટો હજુ સુધી સફળ નથી થઈ

બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં લખ્યું છે, “નાયરા પ્રતિદિન ચાર લાખ બૅરલ ઉત્પાદનક્ષમતાવાળી એક રિફાઇનરીનું સંચાલન કરે છે અને આખા ભારતમાં તેના લગભગ 7,000 ઈંધણ આઉટલેટ છે.”

“તે પોતાની રિફાઇનરીની બાજુમાં એક પેટ્રોકેમિકલ પ્લાન્ટ પણ બનાવી રહી છે. દુનિયાનું સૌથી મોટું રિફાઇનિંગ કૉમ્પ્લેક્સ, રિલાયન્સ જામનગર પ્રોસેસર, નાયરાના વાડીનાર યુનિટથી થોડા જ કિલોમીટર દૂર છે.”

સમગ્ર મામલે નાયરા કે રિલાયન્સ તરફથી કંઈ પણ કહેવાયું નથી, પરંતુ ભારતના વિદેશ મંત્રાલયે ઈયુના નિર્ણયની ટીકા કરી છે.

વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “ભારત કોઈ પણ એકતરફી પ્રતિબંધને માનતું નથી. અમે એક જવાબદાર દેશ છીએ અને પોતાની કાનૂની જવાબદારી પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.”

“ભારતની સરકાર ઊર્જા સુરક્ષાની જવાબદારીને ખૂબ મહત્ત્વપૂર્ણ માને છે અને તે અમારા નાગરિકોની પાયાની જરૂરિયાત છે. અમે ફરી એ વાતનો પુનરુચ્ચાર કરી છીએ કે ઊર્જા વેપારની બાબતમાં બેવડા માપદંડ ન અપનાવવા જોઈએ.”

અજય શ્રીવાસ્તવ કહે છે, “ભારત સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોને માને છે, તેથી તેને એકતરફી પ્રતિબંધ કરી કહી રહ્યું છે, પરંતુ ભારત ટીકા સિવાય કંઈ પણ કરી શકતું નથી. યુરોપ સતત પોતાનું બજાર બંધ કરી રહ્યું છે. સ્ટીલની બાબતમાં પણ આવું જ થયું છે. યુરોપમાં ભારતની ઊર્જા નિકાસ પણ સતત ઘટી રહી છે.”

ગુજરાતમાં વાડીનાર સ્થિત નાયરા ઍનર્જી, એસ્સાર, રશિયા ઉપર યુરોપિયન સંઘ ઈયુ પ્રતિબંધ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રોઝનેફ્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈયુના પ્રતિબંધોની ભારત ઉપરાંત ચીનને પણ અસર થઈ શકે છે

બ્લૂમબર્ગે સ્થાનિક મીડિયાનો ઉલ્લેખ કરીને લખ્યું છે, રોઝનેફ્ટ ભારતમાંથી નીકળવા માગે છે, કેમ કે, કંપની પ્રતિબંધોના લીધે પોતાની કમાણી વતન પાછી મોકલી નથી શકતી.

ઇકૉનૉમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, રોઝનેફ્ટની સાઉદી અરબની સરકારી કંપની અરામકો સહિત અનેક ખરીદનાર સાથે વાતચીત ચાલી રહી છે. રોઝનેફ્ટ અને તેના સહયોગીઓએ 2017માં નાયરાને એસ્સાર ગ્રૂપ પાસેથી 12.9 અરબ ડૉલરમાં ખરીદી હતી.

ઈયુએ કોઈ ત્રીજા દેશ દ્વારા રશિયન તેલની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેનાથી યુરોપમાં ભારતની ઈંધણ નિકાસ પર પણ અસર થશે, તે નક્કી છે.

કેપ્લરના ડેટા અનુસાર, ભારતમાંથી ઈયુને રિફાઇન પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ 2023માં એક વર્ષ પહેલાંની સરખામણીએ બે ગણી થઈ ગઈ હતી. 2023માં મહિનામાં દરરોજ સરેરાશ બે લાખ બૅરલથી પણ વધુ પેટ્રોલિયમ ઉત્પાદનની નિકાસ થઈ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ગુજરાતનાં મહિલાને ‘ગંદા પાણી’ને કારણે વિશ્વમાં દુર્લભ ગણાતો કરોડરજ્જુનો રોગ થયો, કેવી રીતે થઈ સારવાર?

0

[ad_1]

દુર્લભ બીમારીનો ભોગ બનનાર મધુબહેન, અમદાવાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PRAVIN KARKARE

ઇમેજ કૅપ્શન, દુર્લભ બીમારીનો ભોગ બનનાર મધુબહેન

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા
    • X,

50 વર્ષીય મધુ કરકરને પહેલાં તાવ આવ્યો, દવા લીધી અને પછી સારું થવા લાગ્યું, પરંતુ ધીમે ધીમે તેમને થાક લાગવા લાગ્યો અને પછી શરીરના નીચેના ભાગમાં દુખાવો થવા લાગ્યો.

તેમનો દુખાવો તેમની પીઠ સુધી પહોંચ્યો અને તે એટલો વધી ગયો કે તેઓ પથારીમાંથી ઊઠી પણ શકતાં નહોતાં.

તેઓ કહે છે કે આ પહેલાં તેમણે દૂષિત પાણી પીધું હતું અને તેમના સમાજના લોકો ઊલ્ટી અને ઝાડાની ફરિયાદ કરતા હતા.

તેઓ અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક સોસાયટીમાં રહે છે.

ગંદાં પાણીથી થઈ બીમારી

અમદાવાદ, ગુજરાત નિકોલ વિસ્તાર, ટાઇફૉઇડ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મધુબહેન કરકરએ કહ્યું, “હું મે મહિનાથી પથારીવશ છું. મને 15 દિવસથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મારા કરોડરજ્જુના મણકાની ગાદીમાં પરુ થઈ જતાં બે સર્જરી કરાવવી પડી છે.”

“આ સારવાર પર અત્યાર સુધીમાં 8.5 લાખ રૂપિયા ખર્ચ થઈ ગયા છે. મારે 15 દિવસ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. આ સિવાય 17 દિવસ સુધી સતત ઘરે બૉટલ ચડાવતા હતા. આ સિવાય એમઆરઆઈ, સોનોગ્રાફી અને લોહી અને પેશાબના અલગ-અલગ રિપોર્ટ કરાવવા પડતા હતા.”

તેઓ જણાવે છે કે, “અમારા વિસ્તારમાં ગટર લાઇનનું કામ ચાલી રહ્યું હતું. જે લાઇનમાંથી પીવાનું પાણી આવે છે તે તૂટી ગઈ હતી.”

તેમને એવી પણ શંકા છે કે ગટરનું ગંદું પાણી પીવાના પાણીમાં ભળી ગયું હશે કારણ કે પાણીના નળમાંથી દુર્ગંધ આવતી હતી અને ત્યાર બાદ તેમની સોસાયટીના કેટલાક લોકોને ઊલ્ટી થવા લાગી અને ઝાડાની ફરિયાદો પણ આવી.”

“મને પણ બીજા દિવસે તાવ આવતા મેં અમારા ફેમિલી ફિઝિશિયન પાસેથી દવાઓ લીધી. દવા લીધા બાદ બીજા દિવસે મને તાવ ઊતરી ગયો હતો. જોકે, ચારથી પાંચ દિવસ બાદ મને ખૂબ જ થાક લાગતો હતો.”

”કમરથી પગ સુધી થોડો દુખાવો થવા લાગ્યો હતો. પાંચેક દિવસના દુખાવા બાદ તો એક દિવસ મારો દુખાવો એટલો અસહ્ય થઈ ગયો કે હું જમીન પર પગ પણ મૂકી શકતી ન હતી. મને બીપી ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી નથી. તેમજ હું ક્યારેય આટલી ગંભીર રીતે બીમાર પડી ન હતી.”

કેવી રીતે પકડાઈ બીમારી

હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં મધુબહેન, અમદાવાદ, ટાઇફૉઇડ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PRAVIN KARKARE

ઇમેજ કૅપ્શન, હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં મધુબહેન

મધુબહેનના પતિ પ્રવીણ કરકરએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “પાણી ભરી લીધા બાદ તેમાંથી દુર્ગંધ આવતી હોવાથી અમે પાણીનાં માટલાં પણ ખાલી કરી દીધાં હતાં. જોકે તે પહેલાં પાણી પીધું હતું.”

પ્રવીણ કરકરએ વધુમાં જણાવ્યું કે “અમે પરિવારમાં પાંચ લોકો છીએ. હું હીરાના કારખાનામાં કામ કરું છું. મારો દીકરો ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મારી પત્નીને અવારનવાર હૉસ્પિટલમાં દાખલ કરવી પડતી હતી. જેથી અમે બે મહિના સુધી અમારા કામ પર પણ ધ્યાન આપી શક્યા ન હતા. અમને આર્થિક અને માનસિક હેરાનગતી થઈ હતી.”

તેઓ આગળ કહે છે કે, પરંતુ એક આશ્ચર્યજનક ઘટના બની જ્યારે તેને કમરમાં દુખાવો થવા લાગ્યો અને તે એટલો તીવ્ર હતો કે તે પથારીમાંથી ઊઠી પણ શકતી ન હતી.

મધુ કરકર કહે છે કે “અમે સ્પાઇન સર્જન ડૉ. બિરેન શાહ પાસે સારવાર માટે ગયા હતા. ડૉક્ટરે અમને એમઆરઆઈ રિપોર્ટ તેમજ સિટી સ્કૅન રિપોર્ટ કરાવ્યો હતો. જોકે રિપોર્ટમાં કંઈ દેખાતું ન હતું. પરંતુ મને કમરમાં અસહ્ય દુખાવો હતો. સારવાર ચાલુ હતી તો પણ મારો દુખાવો ઓછો થતો ન હતો. MRI, સોનોગ્રાફી અને લોહી અને પેશાબના અલગ રિપોર્ટ કરાવવા પડ્યા. MRI અને અન્ય રિપોર્ટ કરાવવાનો એકવારનો ખર્ચ 20 થી 25 હજાર સુધી થતો હતો. પરંતુ મારી બીમારી દૂર થતી નહોતી.”

દુર્લભ માનવામાં આવતી બીમારીનું નિદાન કેવી રીતે કરવામાં આવ્યું?

મધુબહેનની સારવાર કરનાર સ્પાઈન સર્જન ડૉ.બિરેન શાહ

ઇમેજ સ્રોત, DR BIREN SHAH

ઇમેજ કૅપ્શન, મધુબહેનની સારવાર કરનાર સ્પાઈન સર્જન ડૉ.બિરેન શાહ (મધુબહેન સાથે તેમના પતિ પ્રવીણ કરકર, ડૉ. બિરેન શાહ અને મધુબહેનનો દીકરો)

મધુબહેન કરકરની સારવાર કરનાર સ્પાઇન સર્જન ડૉક્ટર બિરેન શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “મધુબહેનને કમરમાં દુખાવો હતો પરંતુ તેમના સોનોગ્રાફી, સિટીસ્કૅન કે એમઆરઆઈ રિપોર્ટમાં કંઈજ દેખાતું ન હતું.”

“અમે આ દર્દીને માસ્ટરલી ઑબ્ઝર્વેશનમાં રાખ્યાં હતાં. જેમાં દર્દીના સમયાંતરે તેમના એમઆરઆઈ, સિટીસ્કૅન રિપોર્ટ કરીને તેમાં થતા ફેરફારો અંગે તપાસ કરવામાં આવે છે.”

ડૉ. બિરેન શાહ કહે છે કે, “એકવાર એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યાના 12 દિવસ બાદ દર્દીનું બીજીવાર અને એના થોડાક દિવસ બાદ ત્રીજી વાર એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યા હતા. ત્રીજી વારના એમઆરઆઈના રિપોર્ટમાં મણકામાં ફૅટ સ્ટ્રેન્ડિંગ( સોજો કે ઇન્ફેક્શન દેખાવું ) દેખાતું હતું.”

ડૉ.બિરેન શાહે વધુમાં જણાવ્યું કે, “એ નક્કી થયું કે તેમને મણકાની ગાદીમાં ઇન્ફેકશન છે. પરંતુ આ ઇન્ફેક્શન કયા પ્રકારનું છે તે અંગે તપાસ કરવા માટે અમે દર્દીના લોહીનો કલ્ચર રિપોર્ટ કરાવ્યો હતો. લોહી કલ્ચર રિપોર્ટમાં તેમના શરીરમાં સાલ્મોનેલા બૅક્ટેરિયા હોવાનું નિદાન થયું હતું.”

ડૉ.બિરેન શાહ જણાવે છે કે,”એ પ્રમાણે મધુબહેનના બ્લડ કલ્ચર રિપોર્ટમાં તેમને સાલ્મોનેલા બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન હોવાનું નિદાન થયું હતું. સાલ્મોનેલા બૅકટેરિયા તમારા આંતરડામાં હોય તો તે તમને ઝાડા, ઊલ્ટી, તાવ વગેરે સમસ્યા કરી શકે છે. પરંતુ જો તે તમારા કરોડરજ્જુના મણકા સુધી પહોંચી જાય તો તે તમને સાલ્મોનેલા ટાયફી વર્ટેબ્રલ ઑસ્ટિયોમાયલાઇટીઝ (Salmonella Typhi vertebral osteomyelitis ) નામની બીમારી કરી શકે છે. આ ખૂબ જ રેર બીમારી છે.”

સાલ્મોનેલા બૅકટેરિયા શું હોય છે? તેનાં લક્ષણો શું છે?

સાલ્મોનેલા બૅક્ટેરિયા, ટાઇફૉઇડ, બીબીસી ગુજરાતી, અમદાવાદ, ગુજરાત, કરોડરજ્જુ

ઇમેજ સ્રોત, Getty Images

સાલ્મોનેલા બૅકટેરિયા વિશે અંગે સમજીએ તો વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે ટાઇફૉઇડ તાવ એ જીવલેણ ચેપ છે જે સાલ્મોનેલા ટાઇફી નામના બૅક્ટેરિયાથી થાય છે. તે સામાન્ય રીતે દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા ફેલાય છે. એકવાર સાલ્મોનેલા ટાઇફી બૅક્ટેરિયા શરીરમાં પ્રવેેશ્યા પછી તેની સંખ્યા વધે છે અને લોહીના પ્રવાહમાં ફેલાઈ જાય છે.

લક્ષણો જોઈએ તો, સાલ્મોનેલા ટાઇફી ફક્ત મનુષ્યોમાં જ રહે છે. ટાઇફોઇડ તાવ ધરાવતી વ્યક્તિના લોહીના પ્રવાહમાં અને આંતરડાના માર્ગમાં આ બેક્ટેરિયા વહન કરે છે. લાંબા સમય સુધી તાવ, થાક, માથાનો દુખાવો, ઉબકા, પેટમાં દુખાવો અને કબજિયાત અથવા ઝાડાની સમસ્યા રહે છે.

કેટલાક દર્દીઓને ફોલ્લીઓ પણ થઈ શકે છે. ગંભીર સ્થિતિમાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. બ્લડ ટેસ્ટ દ્વારા ટાઇફૉઇડ તાવની પુષ્ટિ કરી શકાય છે.

ડૉક્ટર બિરેન શાહે કહ્યું કે, “મધુબહેનને આ પહેલાં કોઈ બીમારી ન હતી. તેમને પ્રિડિસ્પોઝિંગ કંન્ડિશન ન હતી.”

આ કેસમાં તપાસ દરમિયાન, ડૉક્ટરે મધુબહેનને પૂછ્યું કે શું તેમણે વાસી કે બગડેલો ખોરાક ખાધો છે, ત્યાર બાદ તેમણે પાણી વિશે માહિતી આપી.

ડૉક્ટરની સલાહ મુજબ, મધુબહેનનો બ્લડ કલ્ચર રિપોર્ટ કરવામાં આવ્યો. બ્લડ કલ્ચર રિપોર્ટ એ શરીરમાં કયા પ્રકારના બૅક્ટેરિયા ચેપનું કારણ બની રહ્યા છે તે તપાસવા માટે કરવામાં આવતો રિપોર્ટ છે.

ડૉ. બિરેન શાહ જણાવે છે કે “બૅક્ટેરિયા કરોડસ્તંભ સુધી પહોંચી ગયા હોવાથી મધુબહેનને મણકાની ગાદીમાં પરુ થઈ ગયું હતું. મણકાની ગાદીમાં એકવાર પરુ થાય એટલે સર્જરી કરીને પરુ કાઢવું જ પડે છે. જેમાં ગાદીને સાફ કરીને ફિક્સેસન ફ્યુઝન સર્જરી કરવામાં આવે છે.”

મધુબહેન કહે છે કે “મારી એકવાર સર્જરી કરી જો કે તેના એક અઠવાડિયા બાદ તેમાં પણ પરુ થવા લાગ્યું એટલે બીજી વાર સર્જરી કરવી પડી હતી. બે મહિના કરતાં વધારે સમય થયો મને સ્વાસ્થ્ય સુધારા પર છે. મારી પીઠમાં જે અસહ્ય દુખાવો હતો તે દૂર થઈ ગયો છે. સર્જરીને કારણે થોડીક અશક્તિ છે.

ડૉ. બિરેન શાહ ઉમેરતા કહે છે કે, “સાલ્મોનેલા ટાઇફી વર્ટેબ્રલ ઑસ્ટિઑમાયલાઇટીઝ (Salmonella Typhi vertebral osteomyelitis ) આ બીમારી દુનિયાભરમાં રેર છે. આ બીમારીનું યોગ્ય નિદાન કરીને સારવાર કરવામાં આવે તો દર્દી સાજો થઈ જાય છે.”

સારવાર કેવી રીતે થાય છે

કરોડરજ્જુ, અમદાવાદ, ટાઇફૉઇડ બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

દાયકાઓથી આ બીમારીના કેસ નોંધાય છે પરંતુ આ બીમારી રેર (દુર્લભ) છે. દુનિયાભરમાં આ બીમારીના આંગળીના વેઢે ગણી શકાય તેટલા કેસ નોંધાય છે.

ડૉ. બિરેન શાહ જણાવે છે કે “આ બીમારીમાં દર્દીને અસહ્ય કમરમાં દુખાવો થાય છે. પરંતુ શરૂઆતમાં એમઆરઆઈ કે સિટીસ્કૅનના રિપોર્ટમાં કંઈ જોવા મળતું નથી.”

“દર્દીને કમરનો દુખાવો થતો હોય અને રિપોર્ટમાં કંઈ ન આવે તો તે દર્દીને માસ્ટરલી ઑર્બજર્વેશનમાં રાખીને થોડા થોડા દિવસે તેમના રિપોર્ટ કરાવવા જોઈએ. આ રિપોર્ટમાં થતાં ફેરફાર જોઈને નિદાન કરી શકાય છે.”

ડૉ. બિરેન શાહ કહે છે કે, “આ બીમારીનાં ટીબી જેવાં જ લક્ષણો દેખાતા હોવાથી ટીબી હોવાનું પણ માની લેવાય છે. જેથી આ પ્રકારના ઇન્ફેક્શન કનફર્મ કરવા માટે બ્લડ કલ્ચરનો રિપોર્ટ કરાવવો ખૂબ જ જરૂરી હોય છે. આ રિપોર્ટથી ક્યા બૅક્ટેરિયાને કારણે ઇન્ફેકશન થયું હોવાનું જાણી શકાય છે.”

“બૅક્ટેરિયાનું ઑર્ગેનિઝમ જાણ્યા બાદ જ દવા કરવી જરૂરી છે. ઍન્ટીબાયોટિકના વધારે ઉપયોગથી શરીરમાં ઍન્ટીબયોટિક્સનું રેઝિસ્ટન્ટ આવી જાય છે. જેથી બૅક્ટેરિયાનું ચોક્કસ ઑર્ગેનિઝમ જાણી તે મુજબ દવા કરવી જરૂરી છે.”

ડૉ. બિરેન શાહ જણાવે છે કે “મારી પાસે થોડાક સમય પહેલાં એક દર્દી ભોપાલથી આવ્યા હતા. તેઓ ભોપાલમાં પાણીપુરીનો વ્યવસાય કરે છે. તેમને મહિનાઓથી કમરનો અસહ્ય દુખાવો હતો. તેઓ દુખાવાની ફરિયાદ સાથે આવ્યા હતા.”

તેમના પણ રિપોર્ટમાં કમરની સમસ્યા જોવા મળતી ન હતી. તેમનો બ્લડ કલ્ચર રિપોર્ટ કરી નિદાન કરી ઍન્ટીબાયોટિકની સારવારથી સાજા થઈ ગયા હતા.”

સારવાર અંગે ડૉ બિરેન શાહ કહે છે કે “સાલ્મોનેલા બૅક્ટેરિયા કરોડરજ્જુ સુધી પહોંચી ગયા હોવાનું નિદાન વહેલા થાય તો તેને ઍન્ટીબાયોટિક દવાથી સાજા કરી શકાય છે.”

“પરંતુ જો બૅક્ટેરિયા વધારે ફેલાઈ ગયા હોય તો ઍન્ટીબાયોટિક ઇન્જેકશન મારફતે સીધા લોહીમાં આપવાના હોય છે.”

મધુબહેનને 45 દિવસ સુધી દિવસમાં ત્રણ વાર ઍન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. જો બૅક્ટેરિયાને કારણે પરુ થઈ જાય તો તે પરુ કાઢવા માટે સર્જરી કરવી પડે છે.

દૂષિત પાણી અંગે એએમસીએ શું કહ્યું?

દુર્લભ બીમારીનો ભોગ બનનાર મધુબહેન

ઇમેજ સ્રોત, Praveen Karkare

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પૂર્વ ઝોનમાં આવતા નિકોલના અધિકારીઓ કહે છે કે તેમને દૂષિત પાણી અંગે ફરિયાદો મળી હતી અને તેમણે તેના પર કાર્યવાહી પણ કરી છે.

પૂર્વ ઝોનના ડૅપ્યુટી સિટી ઍન્જિનિયર મહેશ હડીયલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે “લગભગ બે મહિના પહેલાં નિકોલ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવા માટેનું કામ ચાલુ હતું. કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ થતાં ઇશ્વરવિલા સોસાયટી અને આસપાસના વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ મળી હતી.”

“ફરિયાદ મળતાં જ પાણીની લાઇન રિપેર કરવામાં આવી હતી. હાલ આ વિસ્તારમાં દૂષિત પાણીની કોઈ સમસ્યા નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



[ad_2]

Source link

અમેરિકા જવાના ડૉન્કી રૂટ પર મહિનાઓ સુધી ત્રાસ સહન કર્યો, યુવકે કહ્યું, ‘મેં જીવવાની આશા છોડી દીધી હતી’

0

[ad_1]

બલવિંદર સિંહ, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, લગભગ એક વર્ષ સુધી કોલંબિયામાં માનવ તસ્કરો દ્વારા ત્રાસ, ભૂખ અને તરસ સહન કર્યા બાદ હવે બલવિંદરસિંહ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયાસોથી સ્વદેશ આવ્યા છે.

    • લેેખક, સરબજીત સિંહ ધાલીવાલ
    • પદ,

“મેં ફિલ્મો અને ગીતોમાં સાંભળ્યું હતું કે ડૉન્કી રૂટ પર થઈને અમેરિકા જવું સહેલું છે. તમારે ફક્ત મેક્સિકો-અમેરિકા સરહદ પાર કરવાની છે અને વિજયનો સંકેત આપવાનો હોય. પરંતુ જ્યારે હું આ રસ્તે ગયો ત્યારે મને ખબર પડી કે જમીની હકીકત સાવ અલગ હતી.”

આ શબ્દો છે કપૂરથલાના યુવક બલવિંદર સિંહના જે ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટો દ્વારા છેતરાયા બાદ હવે કોલંબિયાથી સ્વદેશ પરત ફર્યો છે.

23 વર્ષીય બલવિંદર સિંહનું સપનું અમેરિકા જવાનું હતું. પરંતુ રસ્તામાં જ માનવ તસ્કરોની એક ટોળકીએ તેમના પર હુમલો કર્યો.

લગભગ એક વર્ષ સુધી કોલંબિયામાં માનવ તસ્કરો દ્વારા ત્રાસ, ભૂખ અને તરસ સહન કર્યા બાદ હવે તે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયાસોથી સ્વદેશ પાછા ફર્યા છે.

કપૂરથલાના બાજપુર ગામના રહેવાસી બલવિંદર સિંહ 12 ધોરણ પાસ છે. ખેતી તેમના પરિવારની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

તેમનું સપનું સારા ભવિષ્ય માટે અમેરિકા જવાનું હતું અને તેથી તેમણે એક એજન્ટ સાથે 32 લાખ રૂપિયામાં સોદો કર્યો.

“જમીન વેચ્યા પછી અને થોડી લોન લીધા પછી અમે ભારતમાં એજન્ટને 28 લાખ રૂપિયા ચૂકવ્યા અને બાકીના પૈસા અમેરિકા પહોંચ્યા પછી ચૂકવવાના હતા” બલવિંદર સિંહ કહે છે.

બલવિંદરનો અમેરિકા જવાનો રસ્તો

બલવિંદર સિંહે કહ્યું, “18 જુલાઈ, 2024ના રોજ તે અમેરિકા જવા માટે ઘરેથી નીકળ્યો. પહેલાં દિલ્હીથી મુંબઈ પહોંચ્યો અને ત્યાંથી નેધરલૅન્ડ પહોંચ્યો. નેધરલૅન્ડથી સુરીનામ, ઘાના અને ઍમેઝોનનાં જંગલોમાં થઈને હું બ્રાઝિલ પહોંચ્યો અને પછી બોલિવિયા, પેરુ અને ઇક્વાડોર થઈને અંતે કોલંબિયા પહોંચ્યો. જ્યાં મને માનવ તસ્કરોએ પકડી લીધો.”

બલવિંદર સિંહે કહ્યું કે કોલંબિયા પહોંચ્યા પછી તસ્કરોએ તેમનો પાસપોર્ટ, ફોન અને અન્ય અંગત સામાન છીનવી લીધો અને તેમને એક રૂમમાં બંધ કરી દીધા. બસ અહીંથી જ તેમની ખરી સમસ્યા શરૂ થઈ.

તસ્કરો તેમને રોજ માર મારતા અને ત્રાસ આપી પૈસાની માંગણી કરવા લાગ્યા. મારપીટથી કંટાળીને તેમણે ઘરે ફોન કર્યો. ત્યારબાદ પરિવારે તસ્કરોને 2 લાખ રૂપિયા મોકલ્યા પરંતુ તેઓ વધુ પૈસાની માંગણી કરતા રહ્યા.

બલવિંદર સિંહ કહે છે, “પરિસ્થિતિઓને કારણે મેં બચવાની આશા છોડી દીધી હતી, પરંતુ અચાનક એક દિવસ મને તક દેખાઈ અને હું તસ્કરોની ચુંગાલમાંથી છટકી ગયો. સ્થાનિક લોકોની મદદથી હું નજીકના શહેરમાં પહોંચ્યો. જ્યાં પાંચ મહિના પછી મેં મારા પરિવાર સાથે વાત કરી અને તેમને ઘટના વિશે જાણ કરી.”

બલવિંદર સિંહે કહ્યું કે તેમણે કોલંબિયામાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો અને મદદ માંગી. જ્યારે બીજી તરફ બલવિંદર સિંહનાં માતા-પિતાએ રાજ્યસભાના સભ્ય બલબીર સિંહ સીચેવાલ પાસે મદદ માંગી. જેમણે આ મુદ્દો ભારતીય વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો.

બલવિંદર સિંહ કહે છે, “છેલ્લા એક વર્ષમાં મેં જે જોયું છે તે હું ભૂલી શકતો નથી. હવે હું ક્યારેય વિદેશ નહીં જઉ અને પંજાબમાં જ રહીને કામ કરીશ.”

તેમણે કહ્યું કે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા જંગલો અને નદીઓ પાર કરવી, ગેરકાયદેસર રીતે એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશ કરવો અને મેક્સિકો પહોંચી પછી અમેરિકા જવું ખૂબ જ જોખમી છે.

વરસાદનું પાણી પીને તરસ છીપાવી

બલવિંદરસિંહ, ભારતીય વિદેશ મંત્રાલય, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બલવિંદર સિંહ ભારતીય વિદેશ મંત્રાલયની મદદથી પરત ફર્યા છે.

બલવિંદર સિંહ કહે છે, “જ્યારે હું તસ્કરોના સકંજામાં હતો ત્યારે તેઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ પછી મેં નક્કી કર્યું કે જો મારે મરવાનું જ છે તો તે પહેલાં એક વાર ભાગી જવાનો પ્રયાસ કેમ ન કરું, અને મારો પ્રયાસ સફળ રહ્યો.”

બલવિંદર સિંહ કહે છે કે જ્યારે તેઓ કોલંબિયાનાં જંગલોમાં દોડી રહ્યા હતા ત્યારે તેમની પાસે ન તો ફોન હતો કે ન તો પૈસા. તેઓ વરસાદના પાણીથી પોતાની તરસ છીપાવતા અને જ્યારે તેમને ભૂખ લાગતી ત્યારે તેઓ ઝાડ પરનાં ફળો ખાતા.

બલવિંદર સિંહના જણાવ્યા મુજબ તેમનાં કપડાં ફાટેલાં હતાં અને તેઓ ખૂબ જ દયનીય હાલતમાં હતા. તેમણે લોકો પાસેથી લિફ્ટ લીધી અને લગભગ 600 કિલોમીટરનું અંતર કાપ્યું અને કોલંબિયાના શહેર બોગોટા પહોંચ્યા. જ્યાં તેમણે ભારતીય દૂતાવાસમાં આશરો લીધો.

બલવિંદર સિંહ કહે છે, “તસ્કરો ફક્ત સ્પેનિશમાં જ બોલતા હતા અને મેં ધીમે ધીમે તેમની ભાષા શીખવાનું શરૂ કર્યું. જ્યારે હું જંગલમાં ગયો ત્યારે આ ભાષા કામમાં આવી કારણ કે સ્થાનિક લોકો ફક્ત સ્પેનિશ જ જાણતા હતા.”

‘બીજા દીકરાનો જન્મ થયો’

અમેરિકા, ડૉન્કી રૂટ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનેક યુવાનો ડૉન્કી રૂટ પરથી અમેરિકા જતા મોતને ભેંટે છે. ખતરનાક જંગલોમાં તેમને માનવતસ્કરોનો પણ સામનો કરવો પડે છે.

બલવિંદર સિંહનાં માતા શિંદર કૌર કહે છે કે, ” ઘરમાં ગરીબી દૂર થશે એવી આશા સાથે અમે અમારા દીકરાને વિદેશ મોકલ્યો હતો. પણ જે થયું તેની તો અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.”

તેમણે કહ્યું કે તેમના પુત્ર સાથે જે બન્યું તે એક રીતે તેમનો બીજો જન્મ હતો.

શિંદર કૌર કહે છે કે પોતાના દીકરાને અમેરિકા મોકલવા માટે પૈસા એકઠા કરવા માટે તેણે પોતાની જમીન અને ઘર વેચવું પડ્યું અને હવે તે ભાડાના ઘરમાં રહે છે. બલવિંદર બે બહેનોનો એકમાત્ર ભાઈ છે અને તેના પિતા ઘણા સમયથી બીમાર છે.

છેતરપિંડી કરનાર એજન્ટ કોણ છે?

પરિવારે તેમની સામે થયેલી છેતરપિંડી અંગે કપૂરથલામાં ફરિયાદ નોંધાવી છે. શિંદર કૌર કહે છે કે એજન્ટ તેની નજીકના ગામનો બલવિંદર સિંહ નામનો માણસ છે.

જ્યારે બીબીસીએ એજન્ટ બલવિંદર સિંહનો ફોન પર સંપર્ક કર્યો ત્યારે તેમનાં પત્ની હરબંસ કૌરે ફોન ઉપાડ્યો અને કહ્યું કે બલવિંદર સિંહ ઘરે નથી. તેઓ કામ માટે બહાર ગયા છે.

પતિ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ અંગે તેમણે કહ્યું કે તેમને આ વિશે કંઈ ખબર નથી. તેમણે કહ્યું કે બલવિંદર સિંહ એક ખેડૂત છે.

શિંદર કૌરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં બલવિંદર સિંહ, સોનુ સિંહ, હરભજન સિંહ અને મલકિત સિંહના નામનો સમાવેશ થાય છે.

કપૂરથલા પોલીસના તપાસ અધિકારી ડીએસપી ઉપકાર સિંહના જણાવ્યા અનુસાર, આ કેસની તપાસ ચાલુ છે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમેરિકાના નામે વધુ એક પરિવાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી

લુધિયાણાના એક યુવકે આરોપ લગાવ્યો છે કે તેની સાથે વર્ક પરમિટ પર ડૉન્કી રૂટથી અમેરિકા મોકલીને 1.40 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

આ સંદર્ભમાં લુધિયાણા પોલીસે પીડિત આકાશવીર સિંહ કાંગની ફરિયાદ પર એજન્ટ અને તેના સહયોગીઓ વિરુદ્ધ FIR નોંધી છે.

કાર્યવાહી કરતા પોલીસે એજન્ટના ભાઈ સરબજીત સિંહ કે જે પંજાબ પોલીસમાં ASI તરીકે કાર્યરત છે, તેની કપૂરથલાથી ધરપકડ કરી છે.

પીડિત આકાશવીર સિંહે કહ્યું કે તે તેની પત્ની અને બે બાળકો (અનુક્રમે 2 અને 5 વર્ષના) સાથે કાયદેસર રીતે અમેરિકા જવા માંગતો હતો. તેથી તેણે કપૂરથલા જિલ્લાના એજન્ટ દલજીત સિંહ ઉર્ફે ડોન સાથે વાત કરી.

વાતચીત દરમિયાન આકાશવીર સિંહને વર્ક પરમિટ અપાવવાનું વચન આપવામાં આવ્યું હતું. તેમને કહેવામાં આવ્યું કે તેમના આખા પરિવારને 90 લાખ રૂપિયામાં અમેરિકા મોકલવામાં આવશે અને સરબજીત સિંહને રોકડ રકમ આપવામાં આવી હતી.

આકાશવીર સિંહ કાંગ, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અમેરિકામાં થોડો સમય વિતાવ્યા પછી આકાશવીર સિંહ કાંગ પાછા ફર્યા છે.

આકાશવીર સિંહ કહે છે, “મને ખબર નહોતી કે સરબજીત સિંહ પંજાબ પોલીસમાં કામ કરે છે. તેની ધરપકડ બાદ આ વાત પ્રકાશમાં આવી.”

આકાશવીર સિંહ કહે છે, “ઑગસ્ટ 2023 માં આખા પરિવારને દુબઈની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યો અને પછી ખરા અર્થમાં રમત શરૂ થઈ.”

એજન્ટે આકાશવીર અને તેના આખા પરિવારને દુબઈથી અલ સાલ્વાડોર મોકલ્યો જ્યાંથી તેઓ મેક્સિકો પહોંચ્યા.

આકાશવીર સિંહ કહે છે કે મેક્સિકો પહોંચ્યા પછી એજન્ટે બીજા 50 લાખ રૂપિયાની માંગણી કરી. અને જો પૈસા નહીં આપે તો તેને મારી નાખવાની ધમકી આપવા લાગ્યો.

મજબૂરીમાં આકાશવીર સિંહના પરિવારે એજન્ટને વધારાના 50 લાખ રૂપિયા આપ્યા અને તેઓ મેક્સિકોની સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા. જ્યાં થોડા મહિના રહ્યા પછી તે પાછા ફર્યા.

આકાશવીર સિંહની ફરિયાદ પર કાર્યવાહી કરતા લુધિયાણા પોલીસે દલજીત સિંહ ઉર્ફે ડૉન, પંજાબ પોલીસના ASI સરબજીત સિંહ અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોના આંકડા

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓ સામે અમેરિકન વહીવટીતંત્રે કડક વલણ અપનાવ્યું છે. આ અંતર્ગત ભારતીયો સહિત ઘણા ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકાએ છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા ભારતીયોને પરત મોકલ્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, “જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1,563 ભારતીયોને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.”

આ આંકડો ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકેનો બીજો કાર્યકાળ સંભાળ્યો તે દિવસથી શરૂ થાય છે.

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “મોટાભાગના ભારતીય નાગરિકો કૉર્મસિયલ ફ્લાઇટ્સ દ્વારા પાછા ફર્યા હતા. યુએસ અધિકારીઓએ ભારતીય અધિકારીઓને દેશનિકાલ કરાયેલા વ્યક્તિઓની યાદી આપી હતી, ત્યાર બાદ તેમની નાગરિકતાની પુષ્ટિ કરવામાં આવી હતી.”

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “વર્ષ 2021 માં 805 ભારતીયોને, વર્ષ 2022 માં 862 ભારતીયોને, વર્ષ 2023 માં 670 ભારતીયોને, વર્ષ 2024 માં 1368 ભારતીયોને અને વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 1563 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે.”

બીજી તરફ NIA (રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી) એ આ મામલે કડક વલણ અપનાવ્યું છે.

તાજેતરમાં બે એજન્ટોની ‘ડૉન્કી’ રૂટ મારફતે ભારતીયોને અમેરિકા મોકલવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

NIA દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા લોકોમાં હિમાચલ પ્રદેશના ધર્મશાલાનો રહેવાસી સની ઉર્ફે સની ડોનકર અને પંજાબના રોપરનો રહેવાસી શુભમ સંધલ ઉર્ફે દીપ હુંડીનો સમાવેશ થાય છે.

NIA અનુસાર, બંને આરોપીઓ ગગનદીપ સિંહ ઉર્ફે ગોલ્ડીના સહયોગી હતા, જેની માર્ચમાં એક પીડિતની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી, જેને “ડૉન્કી રૂટે” યુએસ મોકલવામાં આવ્યો હતો જ્યાંથી તેને દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

અમદાવાદ પ્લેન ક્રૅશ: પરિવારજનોને ‘ખોટા મૃતદેહ’ યુકે મોકલાયા હોવાનો દાવો, ભારતે શું કહ્યું?

0

[ad_1]

અમદાવાદ પ્લેન ક્રૅશ, યુકે બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Miten Patel

ઇમેજ કૅપ્શન, અમદાવાદ પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામનારાં શોભના પટેલના પુત્રે કહ્યું કે તેમનો મૃતદેહ બ્રિટન પર આવ્યો ત્યારે શબપેટીમાં અન્ય અવશેષો પણ હતા.

બ્રિટનના અખબાર ડેઇલી મેલએ પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે અમદાવાદ ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ બ્રિટન મોકલવામાં આવેલા મૃતદેહોની ઓળખ ખોટી થઈ છે.

રિપોર્ટ પ્રમાણે કેટલાક મૃતદેહોને બદલે અજાણ્યા લોકોના અવશેષ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

બ્રિટનના ટૅબલૉઇડ અખબાર ડેઇલી મેલમાં આ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બધા મૃતદેહોને પૂરતી તકેદારી રાખીને અને સંવેદનશીલતા અને સન્માન સાથે સંભાળ કરવામાં આવી છે. આ મામલે ઊભી થયેલી ચિંતા દૂર કરવા માટે બ્રિટનના અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વિવાદ એ સમયે સામે આવ્યો છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની યાત્રા પર છે.

અગાઉ તારીખ 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશમાં 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટનામાં વિશ્વાસ કુમાર રમેશ નામના એક બ્રિટિશ યાત્રી સુરક્ષિત બચી ગયા હતા.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

અમદાવાદ, પ્લેન દુર્ઘટના, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું

અમદાવાદ ઍર ઇન્ડિયા ક્રૅશ પર ડેઇલી મેલના રિપોર્ટ મામલે પૂછાયેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, “જ્યારે આ મામલો અમારા ધ્યાનમાં આવ્યો ત્યારે આ રિપોર્ટ અમે જોયો હતો, અમે બ્રિટનના અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”

“ઘટના બાદ, નિયમો અને તકનીકી પ્રોસેસ અનુસાર પીડિતોની ઓળખ કરવામાં આવી હતી. બધા મૃતદેહોને પૂરી સંવેદનશીલતા અને સન્માન સાથે સંભાળવામાં આવ્યા હતા. આ મામલે જોડાયેલી કોઈ પણ ચિંતાને દૂર કરવા માટે અમે બ્રિટનની એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”

અમદાવાદ પ્લેન ક્રેશ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/CHETAN SINGH

તારીખ 12 જૂનના રોજ બોઇંગ 787-B વિમાન ક્રૅશ થયું હતું. જેમાં ક્રૂ મેમ્બર અને યાત્રિકો સહિત કુલ 242 લોકો સવાર હતા. જેમાં 169 ભારતીય નાગરિક, 53 બ્રિટિશ નાગરિક, એક કૅનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સામેલ હતા.

આ ઘટનામાં માત્ર એક બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ જ બચી ગયા હતા.

આ ઘટનાનો તપાસ રિપોર્ટ આ મહીને જ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં વિમાન દુર્ઘટનાના મુખ્ય કારણ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ રિપોર્ટ ભારતના વિમાન દુર્ઘટના તપાસ કરતી એજન્સી (એએઆઈબી)એ જાહેર કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે વિમાનના બંને ફ્યૂલ કંટ્રોલ સ્વિચ, વિમાન ટેક ઑફ થતા જ કટ ઑફ પોઝિશનમાં ચાલ્યા ગયા હતા.

અખબારના રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?

અમદાવાદ પ્લેન ક્રેશ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Gujarat Information Department

ડેઇલી મેલના અહેવાલમાં હેડલાઇન હતી: “યુકેમાં ઍર ઇન્ડિયા પીડિતોના પરિવારોને ખોટા મૃતદેહો મોકલવામાં આવ્યા: શોકગ્રસ્ત સંબંધીઓને અજાણ્યા મુસાફરોના મૃતદેહોવાળી શબપેટીઓ મોકલવામાં આવી.”

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતદેહોને ઓળખવામાં ગડબડ થઈ છે. જ્યારે કૉફિનમાં અલગ મૃતદેહ હોવાની જાણ થઈ ત્યારે એક પરિવારે અંતિમ સંસ્કારની વિધિ રદ કરી હતી.

રિપોર્ટમાં વધુ એક મામલાનો પણ ઉલ્લેખ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘટનામાં માર્યા ગયેલા એકથી વધુ વ્યક્તિના મિશ્રિત અવશેષો ભૂલથી એક જ કૉફિનમાં રાખી દેવામાં આવ્યા હતા.

આ અવશેષોને અંતિમ સંસ્કાર પહેલાં અલગ કરવા પડ્યા જેથી અંતિમ વિધિ પૂરી થઈ શકે.

રિપોર્ટ પ્રમાણે જ્યારે ઇનર વેસ્ટ લંડનના કોરોનર ડૉ. ફિયોના વિલકૉક્સે ડીએનએ નમૂનાના આધારે મૃતદેહોના ઓળખની પુષ્ટી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ ગડબડની જાણ થઈ હતી.

બીબીસીને શું જાણકારી મળી છે?

ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાના પુત્રએ બીબીસીને જણાવ્યું કે જ્યારે તેમનાં માતાનો મૃતદેહ બ્રિટન પરત આવ્યો ત્યારે કૉફિનમાં ‘અન્ય અવશેષ’ પણ મળ્યા હતા.

મિતેન પટેલ કે જેમના પિતા પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે એમનું કહેવું છે કે કોરોનરે (તપાસ અધિકારી) અવશેષોની ઓળખ કરી ત્યારે અમે ચિંતામાં મુકાયા કે કોફીનમાં અન્ય કોના અવશેષ હોઈ શકે છે?

12 જૂનના રોજ, અશોક અને શોભના પટેલ તેમના પુત્રો અને પૌત્રોને મળવા ભારતથી બ્રિટન જઈ રહ્યા હતા.

આ દરમિયાન ગેટવિક ઍરપૉર્ટ માટે રવાના થયેલું વિમાન અમદાવાદમાં ક્રૅશ થયું.

મિતેનનો પરિવાર એવા પહેલા પીડિતોમાંનો હતો જેમના મૃતદેહ બ્રિટન પરત કરવામાં આવ્યા હતા.

મિતેને કહ્યું કે આ ભૂલ “અત્યંત દુઃખદ અને પરેશાન કરનારી” હતી.

જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે “આવી ઘટનાઓમાં ભૂલો થઈ શકે છે.”

તેમણે કહ્યું, “લોકો થાકી ગયા હતા અને તેમના પર ઘણું દબાણ હતું. પરંતુ સાચા મૃતદેહોને બ્રિટન મોકલવાની જવાબદારી બને છે.”

“હું કેવી રીતે માની શકું કે તેમની (માતાની) શબપેટીમાં કોઈ અન્ય અવશેષો નહોતા?”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ગળામાં પહેરેલી નવ કિલોની ચેઇન બની જીવલેણ, MRI મશીનમાં ફસાઈ જવાથી વ્યક્તિનું મોત

0

[ad_1]

એમઆરઆઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મેડલિન હેલ્પર્ટ
    • પદ, બીબીસી ન્યૂઝ, ન્યૂયૉર્ક

એક 61 વર્ષીય વ્યક્તિનું એક મેડિકલ સેન્ટરમાં મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) મશીનમાં ફસાઈ જવાથી મૃત્યુ થયું છે, આમ થવાનું કારણ એ હતું કે આ વ્યક્તિએ ભારે ધાતુની ચેઇન પહેરી હતી.

નાસાઉ કાઉન્ટી પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, ન્યૂ યૉર્કના લૉંગ આઇલૅન્ડ પર વેસ્ટબરીમાં નાસાઉ ઓપન એમઆરઆઈના એક રૂમમાં મંજૂરી લીધા વિના એ વ્યક્તિ પ્રવેશી હતી.

તેમની પત્નીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેમના સ્કૅન પછી MRI રૂમમાં પતિને બોલાવ્યા હતા, તેમણે ચેઇન પહેરેલી હતી જેના કારણે તેઓ મશીન તરફ ખેંચાઈ ગયા.

અધિકારીઓ કહે છે એ પ્રમાણે આ કારણે મેડિકલ સમસ્યા સર્જાઈ હતી અને વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

કેવી રીતે આ ઘટના બની હતી?

એમઆરઆઈ મશીન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, એમઆરઆઈ મશીનની સાંકેતિક તસવીર

એમઆરઆઈ મશીન ડિટેઇલ ઇમેજ બનાવવા માટે પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે.

દર્દીને સામાન્ય રીતે એમઆરઆઈ સ્કૅન કરાવતા પહેલાં કે મશીન પાસે જતા પહેલાં ધાતુની વસ્તુ પહેરેલી હોય તો કાઢી નાખવા માટેની સૂચના આપવામાં આવે છે.

આ ઘટનાની તપાસ કરી રહેલા નાસાઉ કાઉન્ટી પોલીસ કહ્યું, પીડિત પુરુષે પોતાના ગળામાં એક ધાતુની ચેઇન પહેરી હતી. જેને કારણે તે મશીનની ચપેટમાં આવી ગયા હતા. જેને કારણે મેડિકલ સમસ્યા સર્જાઈ હતી.

પોલીસે પીડિતનું નામ જણાવ્યું નથી પણ ઍડ્રિએન જોન્સ-મૅકએલિસ્ટરે સ્થાનિક ટેલિવિઝન સ્ટેશન ન્યૂઝ 12 લૉન્ગ આઇલૅન્ડને જણાવ્યું હતું કે મૃતક એમના પતિ કીથ હતા.

એમણે કહ્યું, “મારા પતિએ મને અલવિદા કહ્યું અને પછી એમનું શરીર શિથિલ થઈ ગયું હતું.”

ઍડ્રિયન જોન્સ-મૅકએલિસ્ટરે જણાવ્યું કે એમના ઘૂંટણનું એમઆરઆઈ સ્કૅનિંગ કરવામાં આવી રહ્યું હતું. એમણે એમના પતિને અંદર જવાનું કહ્યું હતું. એમણે કહ્યું કે એમના પતિએ 9 કિલોની ચેઇન પહેરી હતી. જેમાં એક લૉક લાગ્યું હતું જેનો ઉપયોગ તેઓ વેટ ટ્રેનિંગ માટે કરતા હતા. એ જ સમયે મશીને એમને અંદર ખેંચી લીધા હતા.

તેઓ વધુમાં જણાવે છે કે, ટેકનિશિયને એમના પતિને મશીનથી દૂર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

જોન્સ મૅકએલિસ્ટરે કહ્યું, “મેં કહ્યું કે, શું તમે મશીન બંધ કરી શકો છો. 911 પર કૉલ કરો. કંઈ પણ કરો પણ આ બંધ કરો.”

એમઆરઆઈ મશીન, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, એમઆરઆઈ પરીક્ષણ પહેલાં દર્દીને ધાતુની કોઈ વસ્તુ પહેરેલી હોય તો કાઢી નાખવાની સૂચના આપવામાં આવે છે.

બીબીસીએ આ મામલે નાસાઉ ઓપન એમઆરઆઈનો સંપર્ક કર્યો હતો.

અમેરિકન ફૂડ ઍન્ડ ડ્ર્ગ્સ ઍડમિનિસ્ટ્રેશન અનુસાર એમઆરઆઈ મશીનમાં ચુંબક હોય છે. જે ચાવી, મોબાઇલ ફોન કે ઑક્સિજન ટૅન્ક જેવી કોઈ પણ આકારની વસ્તુને પોતાની તરફ ખેેંચી લે છે.

2001માં ન્યૂ યૉર્ક શહેરના એક મેડિકલ સેન્ટરમાં એમઆરઆઈ પરીક્ષણ દરમિયાન એક આઠ વર્ષની બાળકીની ખોપડીમાં ફ્રૅકચર થવાથી મૃત્યુ થયું હતું. કારણ કે શક્તિશાળી ચુંબકીય બળને કારણે ઑકિસજન ટૅન્કને રૂમમાં ધકેલી દીધી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

બેબીડોલ આર્ચી : ‘ભારતીય મહિલા અમેરિકન પોર્ન ઉદ્યોગમાં જોડાશે’ના સમાચાર વાઇરલ, હકીકત શું છે?

0

[ad_1]

બેબીડોલ આર્ચી, ઇન્સ્ટાગ્રામ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Babydoll Archi

ઇમેજ કૅપ્શન, બેબીડોલ આર્ચીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના 1.4 મિલિયન ફોલોઅર્સ હતા

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

ઇન્સ્ટાગ્રામ પર અત્યંત લોકપ્રિય ભારતીય બેબીડોલ આર્ચીના ફૉલોઅર્સ થોડા દિવસોમાં જ બમણા વધીને 14 લાખ થઈ ગયા હતા. તેનું કારણ વાઇરલ થયેલી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ હતી.

એ પૈકીના એક વીડિયોમાં બેબીડોલ આર્ચી લાલ સાડી પહેરીને એક રોમાનિયન ગીતની તરજ પર નાચતાં જોવાં મળ્યાં હતાં. પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરવામાં આવેલા એક ફોટામાં આર્ચી અમેરિકન એડલ્ટ ફિલ્મ સ્ટાર કેન્ડ્રા લસ્ટ સાથે પોઝ આપતાં જોવાં મળ્યાં હતાં.

અચાનક ઘણા બધા લોકો તેમના વિશે જાણવા ઉત્સુક બન્યા હતા અને બેબીડોલ આર્ચી નામ ગૂગલ સર્ચમાં ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

અસંખ્ય મીમ્સ અને ફેન પેજ બન્યાં હતાં, પરંતુ આ બધાની વચ્ચે એક મુદ્દો ઊભરી આવ્યો હતોઃ ઑનલાઇન સેન્સેશન પાછળ ખરેખર કોઈ વાસ્તવિક મહિલા ન હતાં.

એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નકલી હતું, પરંતુ તેમાં જે ચહેરો વાપરવામાં આવ્યો હતો તે આસામની એક ગૃહિણીના ચહેરા સાથે સામ્ય ધરાવતો હતો. આપણે તે મહિલાને સાંચી કહીશું.

સાંચીના ભાઈએ ફરિયાદ નોંધાવી પછી સત્ય બહાર આવ્યું હતું. સાંચીના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ પ્રતિમ બોરાની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં તપાસનું નેતૃત્વ કરી રહેલા વરિષ્ઠ પોલીસ અધિકારી સિઝલ અગ્રવાલે બીબીસીને જણાવ્યું હતું કે સાંચી અને પ્રતિમ વચ્ચે ઝઘડો થયો હતો. તેથી પ્રતિમે રીતસર બદલો લેવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ) લાઇકનેસનો ઉપયોગ કર્યો હતો.

સાંચીના અંગત ફોટાનો બદલો લેવા માટે ઉપયોગ

સિઝલ અગ્રવાલના જણાવ્યા મુજબ, પ્રતિમ બોરા એક મિકેનિકલ એન્જિનિયર હોવાની સાથે એઆઈના સ્વશિક્ષિત ચાહક છે. તેમણે નકલી પ્રોફાઇલ બનાવવા માટે સાંચીના પ્રાઇવેટ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો હતો.

પ્રતિમ બોરા હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેમણે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. બીબીસીએ તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેમનો પ્રતિભાવ મળશે ત્યારે આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.

બેબીડોલ આર્ચીનું સર્જન 2020માં કરવામાં આવ્યું હતું. તેમાં પ્રથમ અપલોડ્સ મે, 2021માં કરવામાં આવ્યા હતા. વાસ્તવિક પ્રારંભિક ફોટોગ્રાફ્સને મૉર્ફ કરવામાં આવ્યા હતા.

સિઝલ અગ્રવાલે કહ્યું હતું, “સમય પસાર થવાની સાથે પ્રતિમ બોરાએ એઆઈ વર્ઝન બનાવવા માટે ચેટજીપીટી અને ડિઝાઇન જેવા ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. એ પછી તેમણે એ હેન્ડલમાં સંખ્યાબંધ ફોટોગ્રાફ્સ અને વીડિયો અપલોડ કર્યા હતા.”

સિઝલ અગ્રવાલે ઉમેર્યું હતું કે તે એકાઉન્ટને ગયા વર્ષથી લાઇક્સ મળવાનું શરૂ થયું હતું, પરંતુ ટ્રેક્શન મળવાનું આ વર્ષે એપ્રિલથી શરૂ થયું હતું.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ થવાથી ખબર પડી

સાંચી સોશિયલ મીડિયા પર નથી, પરંતુ મેઇનસ્ટ્રીમ મીડિયાએ બેબીડોલ આર્ચીને ‘ઇન્ફ્લ્યુએન્સર’ તરીકે વર્ણવવાનું શરૂ કર્યું પછી સાંચીને આ એકાઉન્ટની ખબર પડી હતી.

સાંચી ટૂંક સમયમાં અમેરિકન પોર્ન ઉદ્યોગમાં જોડાશે, તેવી ધારણા અહેવાલોમાં કરવામાં આવી હતી.

ઈશાન ભારતીય રાજ્ય આસામની કોઈ વ્યક્તિ માટે આ પહેલી ઘટના હતી.

સાંચીના પરિવારે 11 જુલાઈની રાતે પોલીસને ટૂંકી ફરિયાદ કરી હતી અને પુરાવા તરીકે કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયોના પ્રિન્ટઆઉટ્સ આપ્યા હતા.

સિઝલ અગ્રવાલના જણાવ્યા મુજબ, ફરિયાદમાં કોઈનું નામ આપવામાં આવ્યું નથી, કારણ કે આ કૃત્ય કોણે કર્યું હશે તેની તેમને ખબર ન હતી.

બેબીડોલ આર્ચી પોલીસ માટે અજાણ્યું નામ ન હતું, એમ જણાવતાં સિઝલ અગ્રવાલે ઉમેર્યું હતું કે બેબીડોલ આર્ચી એઆઈ જનરેટેડ હોવાની ધારણાવાળા અહેવાલો અને કૉમેન્ટ્સ તેમણે વાંચ્યાં હતાં.

બેબીડોલ આર્ચી વાસ્તવિક વ્યક્તિ પર આધારિત હોવાનું તેમાં ક્યાંય જણાવવામાં આવ્યું ન હતું.

ફરિયાદ મળ્યા પછી પોલીસે ઇન્સ્ટાગ્રામને આ એકાઉન્ટ બનાવનારની વિગતની માગણી કરતો પત્ર લખ્યો હતો.

એઆઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

સિઝલ અગ્રવાલે કહ્યું હતું, “ઇન્સ્ટાગ્રામ પાસેથી માહિતી મળ્યા બાદ અમે સાંચીને પૂછ્યું હતું કે તેઓ કોઈ પ્રતિમ બોરાને ઓળખે છે કે કેમ.”

સાંચીએ પુષ્ટિ કર્યા પછી અમે પાડોશી જિલ્લા તિનસુકિયામાં પ્રતિમનું સરનામું શોધી કાઢ્યું હતું અને 12 જુલાઈની સાંજે તેમની ધરપકડ કરી હતી.”

“પોલીસે પ્રતિમનું લૅપટૉપ, મોબાઇલ ફોન, હાર્ડ ડ્રાઇવ અને બૅન્ક એકાઉન્ટના દસ્તાવેજો જપ્ત કર્યા હતા, કારણ કે પ્રતિમે તે એકાઉન્ટ મૉનેટાઇઝ કર્યું હતું.”

તેમણે ઉમેર્યું હતું, “તે એકાઉન્ટમાં લિંકટ્રી પર 3,000 સબ્સ્ક્રિપ્શન હતા અને અમારું માનવું છે કે પ્રતિમે તેમાંથી રૂ. દસ લાખની કમાણી કરી હતી. ધરપકડના પહેલાના પાંચ દિવસમાં જ પ્રતિમ રૂ. ત્રણ લાખ કમાયા હોવાનું અમારું માનવું છે.”

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સાંચી “ખૂબ જ વ્યથિત હતી, પરંતુ હવે તેમને તથા તેમના પરિવારને કાઉન્સેલિંગ મળી રહ્યું છે. તેથી તેમની સ્થિતિ સારી બની છે.”

ખરેખર આવું થતું અટકાવવાનો કોઈ રસ્તો નથી, “પરંતુ વહેલાં પગલાં લેવામાં આવ્યાં હોત તો તેને લોકપ્રિય બનતું અટકાવી શકાયું હોત,” એમ સિઝલ અગ્રવાલે કહ્યું હતું.

મહિલા, બદલો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાઓના ફોટા-વીડિયોનો વ્યક્તિગત બદલો લેવા માટે ઉપયોગ થાય છે.

“હકીકતમાં સાંચીને કોઈ ખ્યાલ ન હતો, કારણ કે તેઓ સોશિયલ મીડિયા પર નથી. તેમના પરિવારને પણ આ એકાઉન્ટમાંથી બ્લૉક કરવામાં આવ્યો હતો. એકાઉન્ટ વાઇરલ થયા પછી જ તેમને ખબર પડી હતી.”

મેટાએ આ કેસ અંગેના બીબીસીના સવાલોના જવાબ આપ્યા નથી, પરંતુ તે સામાન્ય રીતે નગ્નતા અથવા જાતીય સામગ્રી પોસ્ટ કરવાની પરવાનગી આપતું નથી.

સીબીએસે ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે વાસ્તવિક લોકોના ફોટોગ્રાફ્સ દ્વારા લૈંગિક ડીપફેક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એઆઈ ટૂલ્સને પ્રોત્સાહન આપતી સંખ્યાબંધ જાહેરાતો તેણે હઠાવી દીધી છે.

282 પોસ્ટ્સ ધરાવતું બેબીડોલ આર્ચીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હવે જાહેર જનતા માટે ઉપલબ્ધ નથી.

અલબત્ત, સોશિયલ મીડિયામાં તેમના સંખ્યાબંધ ફોટોગ્રાફ્સ અને વીડિયો જોવા મળે છે. એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તો એ બધું જ છે.

બીબીસીએ મેટાને સવાલ કર્યો હતો કે આ બાબતે તેમની શું કરવાની યોજના છે?

એઆઈ નિષ્ણાત શું કહે છે?

એઆઈ નિષ્ણાત અને વકીલ મેઘના બાલના કહેવા મુજબ, સાંચી સાથે જે બન્યું તે “ભયાનક છે, પરંતુ તેવું થતું અટકાવવું લગભગ અશક્ય છે.”

સાંચી કોર્ટમાં જઈ શકે છે અને વિસ્મૃતિનો અધિકાર માગી શકે છે. કોર્ટ સાંચીના નામના મીડિયા અહેવાલોને દૂર કરવાનો આદેશ આપી શકે છે, પરંતુ ઇન્ટરનેટ પરથી બધું ભૂંસી નાખવું મુશ્કેલ છે.

મેઘના બાલના જણાવ્યા અનુસાર, સાંચી સાથે થયું તેવું સ્ત્રીઓ સાથે હંમેશાં થતું રહ્યું છે. સ્ત્રીઓના ફોટોગ્રાફ્સ અને વીડિયો બદલો લેવા માટે સર્ક્યુલેટ કરવામાં આવતા રહ્યા છે.

“આવું કરવું એઆઈને બહુ સરળ બન્યું છે, પરંતુ આવી ઘટનાઓ આપણે ધારીએ છીએ તેટલી સામાન્ય નથી. કલંકના ભયથી આ બાબતે ઓછી ફરિયાદ નોંધાવવામાં આવે તે પણ શક્ય છે. આવા કિસ્સામાં નિશાન બનેલા લોકો, સાંચીના કિસ્સામાં થયું તેમ, ખબર ન હોય એવું પણ બની શકે.”

મેઘના બાલે ઉમેર્યું હતું કે આવી સામગ્રી નિહાળતા લોકોને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતા નથી.

સોશિયલ મીડિયા પર આક્રોશ

પ્રતિમ બોરા સામેની ફરિયાદમાં પોલીસે જાતીય સતામણી, અશ્લીલ સામગ્રીના વિતરણ, પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે બનાવટ, વ્યક્તિત્વ દ્વારા છેતરપિંડી અને સાયબર ક્રાઇમ સંબંધી કાયદાઓનો ઉપયોગ કર્યો છે.

પ્રતિમ બોરા દોષિત સાબિત થશે તો તેમને 10 વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે.

આ કેસને પગલે તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો છે. કેટલાક લોકોએ આવા કિસ્સામાં સામનો કરવા માટે આકરા કાયદાની માગ પણ કરી છે.

મેઘના બાલ માને છે કે આવા કેસો માટે પૂરતા કાયદા છે, પરંતુ જનરેટિવ એઆઈ કંપનીઓ સાથે કામ પાર પાડવા માટે નવા કાયદા ઘડવાનો અવકાશ છે કે કેમ તે વિચારવું જરૂરી છે.

તેમણે ઉમેર્યું હતું, “આપણે એ યાદ રાખવું પડશે કે ડીપફેક ખરાબ જ હોય તે જરૂરી નથી. કાયદાઓ કાળજીપૂર્વક ઘડવા પડશે, કારણ કે એ કાયદાનો ઉપયોગ વાણી સ્વાતંત્ર્યને દબાવવા માટે પણ કરી શકાય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

A2 ઘી : સામાન્ય ઘીથી ત્રણ ગણું મોંઘું વેચાતું આ ઘી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે?

0

[ad_1]

ઘી, બીબીસી, ગુજરાતી
A2 ઘી સામાન્ય ઘી કરતાં ફાયદાકારક છે કે કેમ તેના પર થઈ રહી છે ચર્ચા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, A2 ઘી સામાન્ય ઘી કરતાં ફાયદાકારક છે કે કેમ તેના પર થઈ રહી છે ચર્ચા.

ભારતીય બજારોમાં આજકાલ A1 અને A2 લેબલ સાથે દૂઘ, ઘી અને માખણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને A2 ઘીનું અન્ય સામાન્ય ઘી કરતાં વધુ આરોગ્યપ્રદ ઘી તરીકે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે.

બજારમાં સામાન્ય ઘી જો 1,000 રૂપિયા પ્રતિકિલો વેચાઈ રહ્યું છે તો A2 ઘી 3,000 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાઈ રહ્યું છે.

ડેરી પ્રોડકટ્સનું વેચાણ કરતી કંપનીઓનો દાવો છે કે A2 ઘી દેશી ગાયના દૂધમાંથી બને છે એટલા માટે વધારે ફાયદાકારક છે.

એમનો દાવો છે કે આ ઘીમાં કુદરતી રીતે A2 બીટા-કૅસીન પ્રોટીન મળે છે. આ પ્રોટીન સામાન્ય દૂધમાં મળતા A1 પ્રોટીનની સરખામણીમાં પચવામાં સરળ અને સોજો હોય તો તેને ઓછો કરવાનું કામ કરે છે.

એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘી ઑમેગા-3 ફૅટી ઍસિડ, કંજુગેટેડ લિનોલિક ઍસિડ( સીએલએ) અને વિટામીન એ, ડી અને ઈ અને વિટામીન કે જેવાં જરૂરી પોષકતત્ત્વોથી ભરપૂર છે.

A2 ઘી વિશે એવો દાવો કરવામાં આવે છે કે આ ઘી પાચનતંત્રને મજબૂત કરે છે. રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે અને ત્વચાને નિખારે છે.

હદયની બિમારીઓ માટે પણ આ ઘી સારું હોવાનો દાવો થાય છે. ડેરી કંપનીઓનો દાવો છે કે આ ઘીના સેવનથી ઘા જલદીથી રૂઝાઈ જાય છે.

ડેરી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ આ ઘીને એક સુપરફૂડ ગણાવીને વેચી રહી છે.

A1 અને A2 નામથી ડેરી પ્રોડકટ્સનું વેચાણ કરવું કેટલું યોગ્ય?

દૂધ, ઘી, બીબીસી, ગુજરાતી
A1 અને A2 નામથી ડેરી પ્રોડકટ્સનું વેચાણ કરવું કેટલું યોગ્ય?

ઇમેજ સ્રોત, FSSAI

ઇમેજ કૅપ્શન, FSSAIએ કંપનીઓને આ પ્રકારના લેબલિંગ સાથે દૂધ-ઘી વેચવાની મનાઈ કરી છે

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કંપનીઓને આ પ્રકારના લેબલિંગ સાથે દૂધ-ઘી અને બટર વેચવાની મનાઈ કરી છે. એમનું કહેવું છે કે A2 લેબલ સાથે ઘી વેચવું ભ્રામક છે.

ગત વર્ષે FSSAIએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે દૂધ કે એમાંથી બનતાં ઉત્પાદનોને A1 અને A2 લેબલ સાથે વેચવું ભ્રામક તો છે જ પણ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ અધિનિયમ, 2006 અંતર્ગત બનાવેલા નિયમોનું ઉલ્લંઘન છે.

FSSAIએ કંપનીઓને A1 અને A2 લેબલ વાળી પ્રોડક્ટ્સને છ મહિનામાં સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

જોકે એક અઠવાડિયાની અંદર જ FSSAIએ ઍડવાઇઝરી હટાવી લીધી છે.

હવે પાયાનો સવાલ એ છે કે શું A1 અને A2 લેબલ વાળી ડેરી પ્રોડકટ્સ સ્વાસ્થય માટે વધુ ફાયદાકારક છે કે નહીં?

શું A2 ઘી અન્ય ઘીની તુલનામાં શરીર માટે વધુ ફાયદાકારક છે અને એમાં એવા કયા ઔષધિય ગુણ હોય છે?

A1 અને A2 ઘી શું છે?

દૂધ, ઘી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, A1 અને A2 વચ્ચેનો તફાવત બીટા-કૅસીન પ્રોટીન પર આધારિત છે, જે દૂધમાં જોવા મળતું મુખ્ય પ્રોટીન છે.

A1 અને A2 વચ્ચેનો તફાવત બીટા-કૅસીન પ્રોટીન પર આધારિત છે, જે દૂધમાં જોવા મળતું મુખ્ય પ્રોટીન છે. આ તફાવત મુખ્યત્વે ગાયની જાતિ પર આધાર રાખે છે.

ગાયના દૂધમાં રહેલાં કુલ પ્રોટીનમાંથી 95% કૅસીન અને વ્હે પ્રોટીનથી બનેલું હોય છે. બીટા-કૅસીનમાં ઍમિનો ઍસિડનું ખૂબ સારું સંતુલન હોય છે.

બીટા-કૅસીન બે પ્રકારના હોય છે. A1 બીટા કૅસીન યુરોપિયન જાતિની ગાયોના દૂધમાં વધુ જોવા મળે છે જ્યારે A2 બીટા કૅસીન જે ભારતીય દેશી ગાયોના દૂધમાં જોવા મળે છે.

ઍમિનો ઍસિડ સ્તરે A1 અને A2 બીટા-કૅસીન પ્રોટીન અલગ અલગ હોય છે. આ પ્રોટીન પાચન ક્રિયાને અસર કરે છે.

કેટલાક અભ્યાસો પ્રમાણે A2 દૂધ પચવામાં સરળ હોઈ શકે છે અને સ્વાસ્થ્ય પર સારી અસર કરી શકે છે, પરંતુ આ અંગે વધુ સંશોધનની જરૂર છે.

A2 ઘી વિશે ડેરી નિષ્ણાતો શું કહે છે?

ઘી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોએ A2 ઘી વિશે થતા દાવાઓ પર સવાલ ઉઠાવ્યા છે.

બીબીસીએ કેટલાક નિષ્ણાતો પાસેથી જાણ્યું કે A2 ઘી ખરેખર અન્ય ઘી કરતા ફાયદાકારક છે કે પછી અતિશયોક્તિપૂર્ણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

અમારા પ્રશ્નના જવાબમાં, અમૂલના ભૂતપૂર્વ એમડી અને હવે ઇન્ડિયન ડેરી ઍસોસિએશનના પ્રમુખ, આર. એસ. સોઢીએ કહ્યું, “હું આ માર્કેટિંગનો ખેલ જોઈ રહ્યો છું. ખાસ કરીને ઑનલાઇન માર્કેટ પ્લેસ પર. જ્યાં જાણીતી સહકારી સંસ્થાઓ અને કંપનીઓ તેમના શ્રેષ્ઠ ઘીને 600 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે અને બીજી બાજું આ જ ઘીને A2 લેબલ લગાવીને બે થી ત્રણ હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી રહ્યું છે.”

“તેનો જૂદી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેટલાક તેને વલોણું કરીને કાઢવામાં આવેલાં ઘી તરીકે વેચી રહ્યા છે તો કેટલાક સ્વદેશી ગાયોના દૂધમાંથી બનેલા આરોગ્યવર્ધક ઘી તરીકે વેચી રહ્યા છે.”

તેએ કહે છે, “સૌ પ્રથમ, હું સ્પષ્ટ કરી દઉં કે A1 અને A2 એક પ્રકારનું પ્રોટીન છે જે ફૅટી ઍસિડ ચેઇન સાથે જોડાયેલું છે. હવે ચર્ચા ચાલી રહી છે કે કયું સારું છે, તો હું તમને જણાવી દઉં કે કયું ઘી સારું છે, તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.”

તેઓ આગળ કહે છે, “આ ચર્ચાનો વિષય નથી. પરંતુ A2 ને વધારે શ્રેષ્ઠ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, જે ખોટું છે. આ બે પ્રકારનાં બીટા-કૅસીન પ્રોટીન છે, આ તફાવત આ પ્રોટીન ચેઇનના 67મા ઍમિનો ઍસિડમાં ફેરફારને કારણે જોવા મળે છે.”

આર. એસ. સોઢી કહે છે કે, “A2 ઘીના પોષણ મૂલ્ય અને કહેવાતા ઔષધીય ગુણધર્મો વિશે અતિશયોક્તિપૂર્ણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે.”

તેઓ કહે છે, “પણ એ યાદ રાખવું જોઈએ કે ઘી એ ચરબી સિવાય બીજું કંઈ નથી. તેમાં 99.5 ટકા ચરબી હોય છે. બાકીની બીજી વસ્તુઓ હોય છે. તેમાં પ્રોટીન નથી હોતું પરંતુ તમે કેવી રીતે દાવો કરી શકો છો કે મારા ઘીમાં A2 પ્રોટીન છે અને તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે?”

તેમના મતે, આ લોકોને મૂર્ખ બનાવવા સિવાય બીજું કંઈ નથી. આનું માર્કેટિંગ કરીને લોકોને છેતરવામાં આવી રહ્યા છે.

જોકે, તેઓ એમ પણ કહે છે કે A2 ઘી વેચતી ઘણી બ્રાન્ડ આવી અને ગઈ. તેમના માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ છે. કારણ કે આ કંપનીઓ માર્કેટિંગ પર ઘણો ખર્ચ કરે છે અને તેના કારણે તેઓ બજારમાંથી બહાર જાય છે.

આરોગ્ય નિષ્ણાતો શું કહે છે?

A2 ઘી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, A2 ઘીને એક વર્ગ માર્કેટિંગનું ગતકડું જ માને છે.

દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ ઍલાઇડ સાયન્સનાં સિનિયર ડાયેટિશિયન ડૉ. વિભૂતિ રસ્તોગીએ બીબીસીને જણાવ્યું, “જ્યાં સુધી વૈજ્ઞાનિક રીતે એ સાબિત ન થાય કે A2 ઘીના નામે વેચાતું ઘી અન્ય ઘી કરતાં વધુ ફાયદાકારક છે ત્યાં સુધી આ ઘી વધારે સારું હોવાનું ન કહી શકાય.”

“બીજી વાત એ છે કે જો તમે આવો દાવો કરો છો કે આ પ્રકારનું ઘી મશીન દ્વારા કાઢવામાં આવતું નથી, તો પ્રશ્ન એ છે કે દૂધમાંથી A2 પ્રોટીન કેવી રીતે કાઢવામાં આવી રહ્યું છે. હકીકત એ છે કે જ્યાં સુધી વૈજ્ઞાનિક રીતે સાબિત ન થાય કે A2 ઘી સામાન્ય ઘી કરતાં વધુ ફાયદાકારક છે, ત્યાં સુધી માત્ર તેને માર્કેટિંગ ગિમિક જ કહી શકાય કારણકે હજુ સુધી કોઈ પુરાવા નથી કે A2 પ્રોટીન વધુ સારું છે.”

ડૉ. રસ્તોગી એમ પણ કહે છે કે ઘી પ્રોટીન માટે ખાવામાં આવતું નથી. જ્યારે ઘી પ્રોટીનના નામે A2 નામથી વેચાઈ રહ્યું છે. ઘીમાં પ્રોટીન તો નામ માત્રનું હોય છે.

તેઓ કહે છે કે કંપનીઓ દાવો કરી રહી છે કે આયુર્વેદ મુજબ, A2 ઘી વધુ ફાયદાકારક છે. જ્યારે આયુર્વેદ કહેવાતા A2 ઘી ખાવાથી આરોગ્યને ફાયદો થાય છે એવો કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

બાંગ્લાદેશમાં વિમાન દુર્ઘટનાથી 27નાં મોત, શાળા પર પ્લેન કેવી રીતે તૂટી પડ્યું?

0

[ad_1]

બાંગ્લાદેશ, વિમાન, વાયુસેના, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વિમાન દુર્ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે

બાંગ્લાદેશના વાયુદળનું એફ-7 બીજેઆઈ ટ્રેઇનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને સોમવારે બપોરે દેશની રાજધાની ઢાકાના દિયાબારી વિસ્તારમાં એક શાળા ઉપર પડ્યું હતું.

માઇલસ્ટોન શાળાના મુખ્ય સલાહકારના વિશેષ સહાયક પ્રોફેસર સઈદુર રહમાનના કહેવા પ્રમાણે, વિમાન અકસ્માતને કારણે 27 લોકોનાં મૃત્યુ થયાં છે અને ઓછામાં ઓછા 70થી વધુ લોકો ઘાયલ થયા છે.

તમામ ઘાયલોને ઢાકાસ્થિત નૅશનલ બર્ન ઍન્ડ પ્લાસ્ટિક સર્જરી ઇન્સ્ટિટ્યૂટ, કુર્મીટોલા હૉસ્પિટલ, ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ, કમ્બાઇન્ડ મિલિટરી હૉસ્પિટલ તથા ઉતરા મૉર્ડન હૉસ્પિટલ સહિતનાં સ્થળોએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

માઇલસ્ટોન કૉલેજના લેક્ચરર રેજાઉલ ઇસ્લામે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે છૂટવાના સમયે આ દુર્ઘટના થઈ હતી.

તેમણે કહ્યું, “એક ફાઇટર જેટ સીધું જ બિલ્ડિંગ સાથે ટકરાયું હતું. તેમાં નર્સરી અને જુનિયર વિભાગના અનેક વર્ગો ઝપેટમાં આવી ગયા હતા. શાળાનો ગેટ સંપૂર્ણપણે નાશ પામ્યો તથા તેમાં આગ લાગી ગઈ.”

બાંગ્લાદેશ, વિમાન દુર્ઘટના, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, SCREEN GRAB

સરકારી કાનૂની સલાહકાર પ્રોફેસર આસિફ નજરુલે જણાવ્યું હતું કે, “આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. સરકારે મંગળવારને પહેલાથી જ શોક દિવસ જાહેર કર્યો છે. આ સાથે, અમે વિમાન દુર્ઘટના કેવી રીતે બની તેની પણ તપાસ કરીશું.”

‘મને ફક્ત આગ અને ધુમાડો જ દેખાયો’

આ ઘટના અંગે શિક્ષક, મસૂદ તારીકે, સમાચાર સંસ્થા રૉઇટર્સને જણાવ્યું કે તેમણે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. “જ્યારે મેં પાછળ ફરીને જોયું, ત્યારે મને ફક્ત આગ અને ધુમાડો જ દેખાયો હતો. અહીં ઘણાં વાલીઓ અને બાળકો હતાં.”

એક વિદ્યાર્થીએ પોતાની નજર સામે વિમાનને ઇમારત સાથે અથડાતું જોયાની વાત જણાવી હતી.

બાંગ્લાદેશ ફાયર બ્રિગેડ સર્વિસે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું કે ઘટનાસ્થળે નવ યુનિટ અને છ ઍમ્બ્યુલન્સ હાજર છે.

ઘટનાસ્થળની તસવીરોમાં કાર્યકરો કાટમાળમાંથી બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે.

એક તસવીરમાં, ફાયર ફાઇટરો ઇમારતમાંથી એક મૃતદેહ બહાર કાઢતા જોવા મળે છે.

ઘણા અન્ય લોકો પણ નજીકની ઇમારતોની છત પર ઊભા રહીને ઘટના જોઈ રહ્યા હતા.

ઉડાન ભર્યા બાદ વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ: ISPR

બાંગ્લાદેશ વિમાન, વાયુસેના, દુર્ઘટના, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અકસ્માતના થોડા કલાકો પછી, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

આ નિવેદન અનુસાર, “ઉડાન ભર્યાના થોડા સમય પછી જ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તપાસ પૂર્ણ થયા પછી વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.”

ISPR અનુસાર, પાઇલટ ફ્લાઇટ લેફ્ટનન્ટ મોહમ્મદ તૌકીર ઇસ્લામે અકસ્માત અને મોટા નુકસાનને ટાળવા માટે વિમાનને ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારમાં વાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ કમનસીબે વિમાન ઢાકાના દિયાબારી વિસ્તારમાં સ્થિત માઇલસ્ટોન સ્કૂલ અને કૉલેજની બે માળની ઇમારત સાથે અથડાયું હતું.

આ અકસ્માતમાં પાઇલટે પણ જીવ ગુમાવ્યો હતો.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ વાયુસેના આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને પીડિતોને યોગ્ય તબીબી સારવાર અને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં સક્રિય કામગીરી બજાવી રહી છે.

મહત્ત્વનું છે કે હાલમાં, સેના, વાયુસેના, પોલીસ, આરએબી અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં રોકાયેલી છે અને પરિસ્થિતિને થાળે પાડવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.

ઍરફોર્સે આ અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ કમિટીની રચના કરી છે, જે અકસ્માતના કારણોની વિગતવાર ચકાસણી કરશે.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે, ”ઘટનાના કારણની તપાસ માટે “જરૂરી પગલાં” લેવામાં આવશે અને “તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે”.

તેમણે કહ્યું, “આ રાષ્ટ્ર માટે ભારે આઘાતની પળો છે. હું ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું અને સંબંધિત હોસ્પિટલો સહિત તમામ અધિકારીઓને આ પરિસ્થિતિને અગ્રિમતા આપીને સંભાળવાનો નિર્દેશ આપું છું.”

ઉલ્લેનીય છે કે, બાંગ્લાદેશ સરકારે મંગળવારને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કર્યો છે, આ દિવસે સમગ્ર બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકશે.

દુર્ઘટનાગ્રસ્ત વિમાન અંગે શું માહિતી છે?

બાંગ્લાદેશ, વિમાન, વાયુસેના, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/HIMEL

ઇમેજ કૅપ્શન, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ

બાંગ્લાદેશ વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારી, નિવૃત્ત ઍર કમોડોર ઇશફાક ઇલાહી ચૌધરીએ બીબીસી બાંગલાને જણાવ્યું હતું કે ક્રૅશ થયેલ વિમાન એફ-7 ફાઇટર જેટનું ટ્રેનિંગ વર્ઝન હોઈ શકે છે.

તેમણે કહ્યું કે, “આ વિમાન ચીનમાં બનાવવામાં આવ્યું છે અને બાંગ્લાદેશ વાયુસેના લગભગ ત્રણ દાયકાથી F-7ના વિવિધ વર્ઝનનો ઉપયોગ કરી રહી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

ચોખાની ખેતી પર્યાવરણની દૃષ્ટિએ કેટલી હાનિકારક, શું લોકોએ ચોખા ખાવાનું બંધ કરી દેવું જોઈએ?

0

[ad_1]

ચોખા, બીબીસી, ગુજરાતી, ભાત, પાક, ખેતી, ખેડૂત, પાણી, ચોમાસું, વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દુનિયામાં અબજો લોકોનો મુખ્ય આહાર ચોખા છે.

ચોખા માત્ર આહાર નથી.

દુનિયાની અડધી વસ્તી માટે તે માત્ર રોજિંદા ભોજનનો ભાગ નહીં, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને આર્થિક જીવનનું પણ પ્રતીક છે.

ફિલિપીન્ઝના પાટનગર મનીલાથી બીબીસી વર્લ્ડ સર્વિંસનાં એક શ્રોતા ઍડ્રિએન બિયાંકા વિલાનુઍવા કહે છે, “ચોખા અમારે માટે અહીંનાં વ્યંજનોનો ધબકાર છે.”

“તેનું મહત્ત્વ મુખ્ય ભોજન કરતાં પણ ઘણું વધારે છે. તે અમારી સંસ્કૃતિનો આધાર છે.”

તેઓ જણાવે છે, “ફિલિપીન્ઝના મોટા ભાગના લોકો દિવસમાં ત્રણ વાર ચોખા ખાય છે – નાસ્તામાં, બપોરના ભોજનમાં અને રાત્રિના ભોજનમાં. એટલે સુધી કે, મીઠાઈમાં પણ ચોખા હોય છે. મને સ્ટિકી રાઇસ પસંદ છે, કેમ કે, તે અમારી દરેક પારંપરિક મીઠાઈમાં હોય છે.”

પરંતુ, હવે જળવાયુ પરિવર્તનની અસર વધી રહી છે.

અને તેની સાથે એવો સવાલ પણ થવા લાગ્યો છે કે શું આપણે ચોખા ખાવાનું ઓછું કરી દેવું જોઈએ?

વૈશ્વિક આહારમાં ચોખાની શું ભૂમિકા છે?

ચોખા, મુખ્ય આહાર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક કિલો ચોખા ઉગાડવા માટે ત્રણથી પાંચ લિટર પાણીની જરૂર પડે છે.

સંયુક્ત રાષ્ટ્ર ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન અનુસાર, ખાવા યોગ્ય વનસ્પતિઓની સંખ્યા 50 હજાર કરતાં વધુ છે; જોકે, દુનિયાની ભોજનની 90 ટકા જરૂરિયાતો માત્ર 15 પાકથી જ પૂરી થઈ જાય છે. ચોખા, ઘઉં અને મકાઈ તેમાં સૌથી મુખ્ય પાકો છે.

આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા (આઇઆરઆરઆઇ)ના ડિરેક્ટર જનરલ ડૉ. ઇવાન પિન્ટોનું કહેવું છે, “દુનિયાની કુલ વસ્તીમાં 50થી 60 ટકા ભાગ મુખ્ય ભોજન માટે ચોખા પર નિર્ભર છે.”

તેનો અર્થ એ છે કે, લગભગ ચાર અબજ લોકો પોતાના મુખ્ય આહાર તરીકે દરરોજ ચોખા આરોગે છે.

દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં મોટા પાયે ચોખા ઉગાડવામાં આવે છે.

જ્યારે આફ્રિકામાં પણ તેની માગ વધી રહી છે અને તેની કેટલીક જાતો તો યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ વાવવામાં આવે છે.

પરંતુ, વૈશ્વિક આહારમાં ચોખાની એક કિંમત પણ છે.

એક કિલો ચોખા ઉગાડવા માટે કેટલા પાણીની જરૂર પડે?

દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયા, ચોખા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચોખાની મોટા પાયે ખેતી થાય છે

સ્પેનની બહુરાષ્ટ્રીય કંપની ઍબ્રો ફૂડ્સની માલિકીવાળી બ્રિટન સ્થિત રાઇસ કંપની ટિલ્ડાના મૅનેજિંગ ડિરેક્ટર જીન-ફિલિપ લાબોર્દે જણાવે છે, “ચોખાના રોપાને ખૂબ વધુ પાણીની જરૂર હોય છે.”

તેઓ કહે છે, “એક કિલો ચોખા ઉગાડવા માટે લગભગ 3થી 5 હજાર લીટર પાણીની જરૂર પડે છે. જે ખૂબ વધારે છે.”

મોટા ભાગના ચોખાના પાક પૂરગ્રસ્ત વિસ્તારોમાં થાય છે; ખાસ કરીને દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં. આ પદ્ધતિ ચોખાની ખેતી માટે અનુકૂળ મનાય છે, પરંતુ, તેનાથી ઓછા ઑક્સિજનવાળું વાતાવરણ નિર્માણ પામે છે, જેને ઍનારોબિક કંડિશન કહેવામાં આવે છે.

દુકાળ, ખેડૂત, ચોખા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દુકાળથી પ્રભાવિત વિસ્તારોમાં પણ ખેડૂત ચોખાની એવી જાતો ઉગાડવા ઇચ્છે છે

ડૉ. ઇવાન પિન્ટો અનુસાર, “જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે ત્યાં રહેલાં સૂક્ષ્મ જીવાણું વધુ પ્રમાણમાં મિથેન ગૅસ ઉત્પન્ન કરે છે.”

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી અનુસાર, મિથેન એક શક્તિશાળી ગ્રીનહાઉસ ગૅસ છે, જે કુલ વૈશ્વિક તાપમાન વૃદ્ધિમાં લગભગ 30 ટકા માટે જવાબદાર છે.

આઇઆરઆરઆઇ (ઇન્ટરનૅશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)નું અનુમાન છે કે, વૈશ્વિક કૃષિક્ષેત્ર દ્વારા થતા કુલ ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં ચોખા ઉત્પાદનનો ભાગ લગભગ 10 ટકા છે.

ઓછા પાણીમાં ચોખા ઉગાડવાની તકનીક

દુકાળ, ખેડૂત, ચોખા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ટિલ્ડા, ઓછા પાણીમાં ચોખા ઉગાડવાની એક નવી તકનીક શોધવાની કોશિશ કરે છે, જેને ‘અલ્ટરનેટ વેટિંગ ઍન્ડ ડ્રાઇંગ’ (એડબ્લ્યૂડી) કહેવામાં આવે છે.

આ તકનીકમાં ખેતરની સપાટીથી 15 સેન્ટિમીટર નીચે એક પાઇપ રાખવામાં આવે છે. આખા ખેતરમાં સતત પાણી ભરવાના બદલે ખેડૂત ત્યારે સિંચાઈ કરે છે, જ્યારે પાઇપમાંનું પાણી સંપૂર્ણ શોષાઈ જાય.

ટિલ્ડાના મૅનેજિંગ ડિરેક્ટર જીન-ફિલિપ લાબોર્દે જણાવે છે, “સામાન્ય રીતે એક પાકચક્ર દરમિયાન 25 વાર પાણી આપવાનું હોય છે, પરંતુ એડબ્લ્યૂડી તકનીકથી તેને ઘટાડીને 20 વાર કરી શકાય છે. પાંચ વારની સિંચાઈ બચાવીને માત્ર પાણીની જ બચત નથી થતી, પરંતુ મિથેન ઉત્સર્જનમાં પણ ઘટાડો થાય છે.”

ઈ.સ. 2024માં ટિલ્ડાએ આ તકનીકનો પ્રયોગ 50થી વધારીને 1,268 ખેડૂતો સાથે કર્યો. પરિણામ ઘણાં પ્રોત્સાહક રહ્યાં.

લાબોર્દે કહે છે, “અમે 27 ટકા પાણી, 28 ટકા વીજળી અને 25 ટકા ખાતરનો વપરાશ ઘટાડ્યો. તેમ છતાં પાક ઉત્પાદનમાં 7 ટકાની વૃદ્ધિ નોંધાઈ.”

તેઓ એમ પણ ઉમેરે છે કે, “આ માત્ર વધુ રોકાણથી વધુ નફો નથી, પરંતુ ઓછા ખર્ચે વધુ કમાણીની રીત છે.”

લાબોર્દે અનુસાર, મીથેન ઉત્સર્જનમાં પણ 45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમનું માનવું છે કે જો સિંચાઈની જરૂરિયાતને ઘટાડી શકાય, તો મિથેન ઉત્સર્જનમાં 70 ટકા સુધીનો કાપ શક્ય છે.

પૂરના પાણી સામે ટકી જતી ચોખાની જાત

બાંગ્લાદેશ, ખેડૂત, ચોખા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના ખેડૂત ચોખાની એવી જાતો શોધી રહ્યા છે, જે પૂરમાં નષ્ટ ન થાય.

જોકે, ચોખાએ અબજો લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે—ખાસ કરીને હરિત ક્રાંતિના સમયે વિકસાવવામાં આવેલી આઇઆર-8 જેવી વધુ ઉપજાઉ જાતો દ્વારા. પરંતુ, હવે જળવાયુ પરિવર્તન તેનાં ઉત્પાદન માટે મોટું જોખમ બનતું જાય છે.

તેનું મુખ્ય કારણ એ છે કે, જે વિસ્તારોમાં એ જાતો ઉગાડવામાં આવે છે, ત્યાં ગરમી, દુકાળ, ભારે વરસાદ અને પૂર જેવી ઘટનાઓ સતત વધી રહી છે.

ભારતમાં 2024ની ચોખાની સિઝન દરમિયાન તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જ્યારે બાંગ્લાદેશમાં વારંવાર અને મોટા પ્રમાણમાં આવતાં પૂર પાકને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યાં છે.

આ પડકારને પહોંચી વળવા માટે આઇઆરઆરઆઇ (ઇન્ટરનૅશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) પોતાની જનીન બૅન્કમાં સચવાયેલી 1,32,000 ચોખાની જાતોનું વિશ્લેષણ કરી રહી છે, જેથી ઉકેલ શોધી શકાય.

એક મહત્ત્વપૂર્ણ સફળતામાં, વૈજ્ઞાનિકોએ એક એવું જનીન શોધી કાઢ્યું છે, જે છોડને પાણીની અંદર 21 દિવસ સુધી જીવિત રાખી શકે છે.

ડૉ. પિન્ટો જણાવે છે, “આ જાતો પૂરની સ્થિતિમાં છોડને લાંબા સમય સુધી બચાવી શકે છે અને ઊપજ પર પણ અસર નથી થતી.”

તેમનું કહેવું છે કે બાંગ્લાદેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવી જાતો લોકપ્રિય થતી જાય છે.

કેટલાક દેશોએ પોતાને ત્યાં ચોખાનો વપરાશ ઘટાડવાની કોશિશ કરી છે.

ચોખાનો વિકલ્પ બટાટા બન્યા

આફ્રિકા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આફ્રિકામાં વસ્તી જેમ જેમ ગરીબીમાંથી બહાર આવી રહી છે, પરિવારોમાં ચોખા લોકપ્રિય ભોજન બનતું જાય છે.

બાંગ્લાદેશમાં લગભગ 15 વર્ષ પહેલાં જ્યારે ચોખાના ભાવ ઝડપથી વધ્યા, ત્યારે સરકારે વિકલ્પ તરીકે બટાટાને પ્રોત્સાહિત કરવાનું એક અભિયાન ચલાવ્યું.

ઢાકામાં રહેતા શરીફ શબીર યાદ કરતાં કહે છે, “અમને બટાટા પસંદ છે, પરંતુ હું ચોખાની જગ્યાએ સમગ્ર આહારમાં માત્ર બટાટા ખાવાની કલ્પના નથી કરી શકતો.”

ચીનમાં પણ 2015માં આ જ પ્રકારનું અભિયાન શરૂ કરાયું અને બટાટાને પોષક તત્ત્વોથી ભરપૂર ‘સુપરફૂડ’ રૂપે પ્રમોટ કર્યા.

હકીકતમાં, 1990ના દાયકામાં ચીન દુનિયાનું અગ્રણી બટાટા ઉત્પાદક બની ચૂક્યું હતું અને દેશના અનેક ભાગોમાં લોકો બટાટાને મુખ્ય ભોજન તરીકે અપનાવવા લાગ્યા હતા. જોકે, આ અભિયાન સફળ ન થઈ શક્યું.

લંડનની એસઓએએસ યુનિવર્સિટીમાં માનવવિજ્ઞાની જૅકબ ક્લેન જણાવે છે, “દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ચીનમાં બટાટાને ક્યારેક ક્યારેક મુખ્ય ખોરાક તરીકે ખાવામાં આવે છે.”

પરંતુ તેઓ ઉમેરે છે, “ઘણા વિસ્તારોમાં બટાટાને ગરીબી સાથે સાંકળવામાં આવે છે.”

ક્લેન અનુસાર, “ચીનનાં દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રોમાં ઘણા લોકોએ મને જણાવ્યું કે તેમણે બટાટા ખાઈને બાળપણ વિતાવ્યું છે. હકીકતમાં, બટાટા ખાવા સાથે એક પ્રકારનું સામાજિક અપમાન જોડાયેલું છે.”

આખી દુનિયા દર વર્ષે અંદાજે કેટલા ચોખા ખાય છે?

ચોખા, એશિયા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એશિયાના ઘણા વિસ્તારોમાં ભોજન-સમારંભોમાં ચોખાનાં જુદાં જુદાં વ્યંજનો પીરસવામાં આવે છે

વૈશ્વિક સ્તરે, ચોખા સામાન્ય લોકોના જીવનનો એક અગત્યનો ભાગ છે. તે સ્વાદિષ્ટ છે, બનાવવામાં સરળ છે અને તેને સરળતાથી રાખી શકાય છે અને લાવી-લઈ જઈ શકાય છે.

અનુમાન છે કે, આખી દુનિયામાં દર વર્ષે લગભગ 52 કરોડ ટન ચોખા ખવાય છે.

ફિલિપીન્ઝનાં ઍડ્રિએન બિયાંકા વિલાનુઍવા સ્વીકારે છે કે તેઓ ચોખા ખાવાનું ઓછું તો કરી શકે છે, પરંતુ છોડી ન શકે.

તેઓ કહે છે, “જો હું ચોખા ખાવા ન ઇચ્છું તોપણ, જ્યારે હું કોઈ બીજાના ઘરે કે પાર્ટીમાં જાઉં છું, તેઓ ચોખાની વાનગી જ રજૂ કરે છે.”

“મને થાય છે કે ચોખા ખાવાનું ઓછું કરી દઈશ, પરંતુ તેને સંપૂર્ણ છોડવા મુશ્કેલ છે; કેમ કે, તે અમારા રોજિંદા જીવનનો અગત્યનો ભાગ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

Google search engine
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Recent Posts