Home Gujarati ગુજરાત : ‘રવિવારે મમ્મીને રજા’, સુરતની શાળાનો આ પ્રોજેક્ટ શું છે?

ગુજરાત : ‘રવિવારે મમ્મીને રજા’, સુરતની શાળાનો આ પ્રોજેક્ટ શું છે?

19
0

[ad_1]

વીડિયો કૅપ્શન, સુરતની આ શાળાનો મમ્મીને રવિવારે રજા પ્રોજેક્ટ શું છે?

ગુજરાત : ‘રવિવારે મમ્મીને રજા’, સુરતની શાળાએ શરૂ કર્યો નોખો પ્રોજેક્ટ

સુરતમાં મમ્મીને એમનાં બાળકોને લીધે ઘરકામમાંથી રજા મળે છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા વિદ્યાકુંજ શિક્ષણ સંકુલના સંચાલકોએ એક અનોખો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

વાત એમ છે કે, સુરતમાં 1992માં સ્થપાયેલી વિદ્યાકુંજ શિક્ષણ સંકુલમાં નર્સરીથી લઈને કૉલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.

શાળા સંચાલકોના જણાવ્યા પ્રમાણે બાળકોને બુનિયાદી શિક્ષણ આપવાનો વિચાર આ શાળાએ શરૂઆતથી જ અપનાવ્યો છે.

આ વિચારના એક ભાગરૂપે જ સ્કૂલ દ્વારા ‘રવિવારે મમ્મીને રજા’ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો રવિવારે એમની મમ્મીને ઘરકામમાં મદદ કરે છે.

રવિવારે મમ્મીને ઘરકામમાં મદદ કરતા બાળકો અને આ બાળકોમાં આવેલા બદલાવથી મમ્મીઓ શું કહે છે એ જુઓ આ વીડિયોમાં.

સુરત, માતા, બાળક, ઘરકામ, બીબીસી, ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here