Home Gujarati કચ્છ: એક ટ્રક ડ્રાઇવર વીસરાતા લોકવાદ્યને કેવી રીતે જીવંત રાખી રહ્યા છે?

કચ્છ: એક ટ્રક ડ્રાઇવર વીસરાતા લોકવાદ્યને કેવી રીતે જીવંત રાખી રહ્યા છે?

16
0

[ad_1]

વીડિયો કૅપ્શન, મળો કચ્છના એકમાત્ર સુરંદો વાદકને જેઓ ટ્રક ચલાવીને ગુજરાન ચલાવે છે પણ પોતાના વાદ્યને ભૂલ્યાં નથી

કચ્છના ટ્રક ડ્રાઇવર, જે વીસરાતા લોકવાદ્યને કેવી રીતે જીવંત રાખી રહ્યા છે

સુરંદો વાદ્ય બ્લૂચિસ્તાનથી આવેલા જત લોકોનું પરંપરાગત વાદ્ય છે. આ વાદ્યના જાદુગર છે ઓસમાણ જત.

કચ્છમાં સુરંદો વગાડનારા એકમાત્ર કલાકાર ઓસમાણ જત છે. તેમની પાસે જે સુરંદો છે તે દોઢસો વર્ષ જૂનો છે, જે તેમના દાદાનો છે.

પરંપરાગત રીતે તેમના પરિવારમાં સુરંદો વગાડાય છે. સુરંદો બલૂચિસ્તાન-સિંધમાં દાયકાઓથી વગાડાય છે. કચ્છમાં પણ બલૂચિસ્તાનથી જ આવ્યો હોવાની ભાળ મળે છે.

કચ્છમાં ખાસ તો ફકીરાણી જત સમુદાયના લોકો આ વાદ્ય વગાડે છે.

કલા વારસો સંસ્થાના મૅનેજર-ટ્રસ્ટી ભારમલ સંચોટ કહે છે એ પ્રમાણે ફકીરાણી જત સમુદાયના લોકો બલૂચિસ્તાનથી આ વાદ્ય કચ્છમાં લાવ્યા હતા.

ઓસમાણ જત એક ટ્રક ડ્રાઇવર છે. તેઓ ટ્રક ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે, કારણ કે તેમને હવે ઓછા કાર્યક્રમો મળે છે.

તેઓ કહે છે, “મને જો સરકાર કે સંસ્થા મહિને પગાર બાંધી દેતી હોય તો હું ટ્રક છોડીને સુરંદો વગાડું અને બીજાને પણ શીખવાડું.”

કચ્છમાં વીસરાઈ રહેલા વાદ્યને જીવંત રાખતા ઓસમાણ જત સુરંદોના બનાવટ વિશે રસપ્રદ વાત કરે છે. સુરંદો વિશેની અન્ય રસપ્રદ વાતો જાણવા માટે જુઓ આ વીડિયો.

ઓસમાણ જત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Tejas Vaidya

ઇમેજ કૅપ્શન, ઓસમાણ જત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here