Home Gujarati ગુજરાત : મશરૂમની ખેતી કરીને લાખોની કમાણી કઈ રીતે કરી શકાય?

ગુજરાત : મશરૂમની ખેતી કરીને લાખોની કમાણી કઈ રીતે કરી શકાય?

13
0

[ad_1]

મશરૂમની ખેતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

“એક વર્ષમાં હું 1500 કિલોગ્રામ મશરૂમની ખેતી કરું છું. એક કિલોગ્રામ મશરૂમે મને 2300 થી 2500 રૂપિયા મળે છે. એટલે ગયા વર્ષે મને 10 લાખનો નફો થયો હતો.”

આ શબ્દ છે મશરૂમની ખેતી કરતા રવિ રાઘવભાઈનો. રવિભાઈની સુરતમાં મશરૂમ બનાવવાનો એકમ છે. તેમણે દેહરાદૂનથી મશરૂમની ખેતી કરવાની તાલીમ લીધી હતી. ત્યાર બાદ 2019માં સુરતમાં મશરૂમના ઉછેર કરવાનો એકમ બનાવડાવ્યો.

જોકે, મશરૂમ અનેક પ્રકારના હોય. કોઈ મશરૂમ ખાવા માટે ઉપયોગમાં લેવાય છે તો બીજા મશરૂમનો દવા બનાવવા માટે ઉપયોગ થાય. રવિભાઈ દવા બનાવવા માટેના મશરૂમનો ઉછેર કરે છે.

એવી જ રીતે, સુરતના અનિમેષ મિયાની ખાવાલાયક મશરૂમનો ઉછેર કરે છે. તેઓ કહે છે, “મારે વર્ષમાં 15 ટનનું ઉત્પાદન થાય છે. અને એક કિલોગ્રામ મશરૂમનો ભાવ મને 100થી 140 મળે છે.”

મશરૂમ ઉછેરના વ્યવસાયમાં કેટલાય લોકો તગડી કમાણી કરે છે.

મશરૂમ શું છે?

મશરૂમની ખેતી કેવી રીતે થાય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

મશરૂમ ઉછેર વિશે ઊંડાણપૂર્વક સમજવા બીબીસીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર પુષ્પેન્દ્ર સિંહ સાથે વાત કરી.

તેઓ કહે છે કે, “મશરૂમ ન તો છોડ ન તો ઝાડ છે. મશરૂમ ખાઈ શકાય તેવી એક જાતની ફૂગ છે. તેનો વનસ્પતિ કે પ્રાણીકુલમાં સમાવેશ થતો નથી. આ એક ખાસ પ્રકારની ફૂગમાં સમાવેશ થાય છે. તે અન્ય વનસ્પતિની જેમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતું નથી, કારણ કે હરિત કણ નથી, તેથી ખોરાક માટે જીવંત કે મૃત સેન્દ્રીય તત્ત્વો પર આધાર રાખે છે.”

તેની ખેતી માટે જમીન કે ખેતરની જરૂરિયાત રહેતી નથી. તેની ખેતી ઘરમાં પણ થઈ શકે છે.

ડૉક્ટર પુષ્પેન્દ્ર કહે છે કે, “મશરૂમ એ વ્યવસાયનો પૂરક વ્યવસાય પણ બની શકે છે કારણ કે તેમાં વધુ સમય અને રોકાણની જરૂર નથી. ગૃહિણીઓ પણ તેને ઉગાડી શકે છે.”

નવસારી કૃષિ યુનિવર્સિટી એ ‘મશરૂમ ઉછેર- એક પરિચય‘ નામક એક પુસ્તક બહાર પાડ્યું છે. તે મુજબ મશરૂમના ઉછેરના માધ્યમ તરીકે ડાંગારની પરાળ, ઘઉંની પરાળ, કઠોળના ફોતરાં, શાકભાજી પાકના ફળ-દાણાં ઉતારી લીધા બાદના અવશેષોનો ઉપયોગ કરી શકાય છે.

મશરૂમ આ માધ્યમમાંથી સૅલ્યૂલોઝ અને અન્ય તત્ત્વોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

મશરૂમનો ઉછેર કેવી રીતે કરવો?

મશરૂમનો ઉછેર

ઇમેજ સ્રોત, Ravi Raghavbhai

નવસારી કૃષિ યુનિવર્સિટીના આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, મશરૂમ ઉગાડવા માટે જે બીજ જોઈએ તેને સ્પૉન કહેવાય છે. એટલે કે અનાજના દાણા જેના પર મશરૂમની ફૂગ હાજર હોય છે તેને સ્પૉન કહેવામાં આવે છે.

પહેલાંના જમાનામાં તો સ્પૉન ખુલી જગ્યામાંથી ભેગું કરવામાં આવતું હતું. પરંતુ આજે કૃષિ યુનિવર્સિટીઓ બીજનું ઉત્પાદન કરે છે અને તેને મામૂલી ભાવે ખેડૂતોને વેચે છે.

જો નાના ખેડૂતો તે સ્પૉન કૃષિ યુનિવર્સિટીથી લઈને મશરૂમની ખેતી કરવા માંગતા હોય તો તે કરી શકે છે. પરંતુ જે મશરૂમના મોટા ખેડૂત હોય છે તે જાતે સ્પૉન બનાવે છે અને તે મશરૂમની ખેતી પણ કરે છે.

ગુજરાતમાં મુખ્યત્વે બે પ્રકારનાં મશરૂમની ખેતી કરવામાં આવે છે, બટન મશરૂમ અને ઢીંગરી મશરૂમ.

મશરૂમના ઉછેર માટે ઠંડું અને ભેજવાળું વાતાવરણ જરૂરી છે.

મશરૂમ ઉછેર માટે ઉજાસવાળા, પવન, 20-30 ડિગ્રી સેલિસિસ તાપમાન અને વરસાદથી રક્ષિત વાતાવરણની જરૂર હોય છે.

તેથી તેની ખેતી ગુજરાતમાં એક રૂમમાં કરવામાં આવે છે. રૂમમાં નાની થેલીઓમાં પરાળ ભરવામાં આવે છે.

અનિમેષભાઈ સુરતમાં બટન મશરૂમની ખેતી કરે છે. તેઓ કહે છે કે, “મશરૂમની ખેતી કરવા નિયંત્રિત તાપમાન, હવાનું પ્રેશર અને ઑક્સિજન સાથેનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. તેથી તેને નિયંત્રિત ખેતી પણ કહી શકાય.”

રવિભાઈ રાઘવભાઈ કહે છે કે, “અમારા એકમમાં અમે બીજથી લઈને મશરૂમ સુધી બધું જ બનાવીએ છીએ.”

“સૌપ્રથમ અમે ઘઉં જેવા બીજ લઈને તેને પાણીની અંદર ગરમ કરીએ છીએ અને તેમાંથી અશુદ્ધિઓ કાઢી નાખીએ છીએ. અશુદ્ધિઓ દૂર કરવાની આ પ્રક્રિયાને ઑટોક્લેવ કહેવાય છે. 120-130 ડિગ્રી તાપમાનમાં એકથી બે કલાક ઑટોક્લેવ કર્યા બાદ તેને કોલ્ડ રૂમમાં ઠંડું કરીએ છીએ. ત્યાર બાદ 15-20 દિવસમાં સ્પૉન તૈયાર થઈ જાય છે.”

“સ્પૉન તૈયાર થઈ ગયા બાદ તેને મશરૂમ બનાવવા માટે બીજા રૂમમાં લઈ જવામાં આવે છે. તે રૂમમાં નાની થેલીમાં એક કિલો કંપોસ્ટ ભરીને તેમાં સ્પૉન નાખવામાં આવે છે. આ રૂમમાં અંધારું રાખવામાં આવે છે જેથી કાર્બન ડાયોક્સાઇડ મળી રહે. પછી ધીરે ધીરે જયારે મશરૂમ ઊગવાનું શરૂ થાય ત્યારે ભેજ અને લાઇટ આપવાનું શરૂ કરવામાં આવે છે.”

“એક જ થેલીમાંથી 5થી 7 વાર મશરૂમ લઈ શકાય છે.”

રવિભાઈ એવાં મશરૂમનો પાક કરે છે જે દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તે મશરૂમનું નામ છે ગેનોડર્મા મશરૂમ.

મશરૂમના ફાયદા

મશરૂમના ફાયદા

ઇમેજ સ્રોત, Navsari Agriculture University

મશરૂમના અનેક ફાયદા છે. આ ફાયદાઓ વિશે વાત કરતા ડૉક્ટર પુષ્પેન્દ્ર કહે છે કે, “મશરૂમ બે પ્રકારના હોય છે, એક જે ખાવાલાયક છે અને બીજું જેનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે. જે મશરૂમ ખાવાલાયક છે તે શાકાહારી મશરૂમ જ છે, તેથી તેને કોઈ પણ ખાઈ શકે છે.”

તે મશરૂમના સ્વાસ્થ્ય સંબંધિત ગુણો વિશે વાત કરતા કહે છે કે,”મશરૂમમાંથી ખૂબ જ સારી માત્રામાં વિટામિન્સ અને પોશાક તત્ત્વો મળે છે. મશરૂમમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા પણ છે. તે પિત્તાશય અને હૃદય માટે પણ સારો ખોરાક છે.”

રવિભાઈ પણ એવાં મશરૂમની ખેતી કરે છે જે દવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે, “ગેનોડર્મા મશરૂમમાં એવા પોષકતત્ત્વો છે જેનાથી ઊંઘ સારી આવે છે, તણાવ ઓછો થાય છે અને બીજી ઘણી બીમારીઓમાં કામમાં આવે છે.”

મશરૂમને કેવા રોગ થઈ શકે છે?

મશરૂમને કેવા રોગ થાય

ઇમેજ સ્રોત, Ravi Raghavbhai

રવિભાઈ સમજાવતા કહે છે કે, “મશરૂમ ખૂબ જ સંવેદનશીલ પાક છે. થોડો પણ વાતાવરણમાં ફરક આવે તો આ પાક બગડી શકે છે. જો માખી-મચ્છર એકમમાં થશે તો પાક બગડી જવાની શક્યતા ખૂબ જ છે. માખી-મચ્છરથી પાકમાં ઇયળ અને ફંગસ થઈ શકે છે.”

અનિમેષભાઈ કહે છે કે, “એ ધ્યાન રાખ્યું જરૂરી છે કે આ જગ્યા સાફ રહે. જે ખેડૂતો અને મજૂરો અંદર કામ કરે છે તે સાફ-સફાઈ રાખે તે જરૂરી છે. મજૂરોને અંદર જતા પહેલાં સ્ટરીલાઇઝ કરવું જરૂરી છે. બીજી કોઈ વ્યક્તિ એકમમાં જવી ન જોઈએ.”

સરકાર કેવી સહાય આપે છે?

મશરૂમ માટે સરકારની સહાય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

ગુજરાત સરકારના બાગાયતી વિભાગના નાયબ નિયામક ડી.કે. પડાલિયા બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “જો કોઈ ખેડૂતને મશરૂમ ઉછેર કરવો હોય તો સરકાર પાસે ત્રણ સબસિડીની યોજના છે.”

“આ સબસીડીની યોજનાઓ તેના માટે છે જેને મોટો એકમ બનાવવો હોય.”

જે ખેડૂતને બિયારણના ઉત્પાદન માટે લેબ બનાવવી હોય તેમના એક એકમના 15 લાખ મળવા પાત્ર છે અને માળખાકીય ખર્ચને પહોંચી વળવા ક્રેડિટ લિક્ડ બેક ઍન્‍ડેડ સબસિડી સ્વરૂપે 40 ટકા મળી શકે છે.

બીજી સબસિડી મળે છે કમ્પોસ્ટ બનાવવા માટેના એકમ માટે. તેના માટે ખેડૂતને 20 લાખ મળવા પાત્ર રહે છે અથવા, 40 ટકા ક્રેડિટ લિંક્ડ બૅક ઍન્‍ડેડ સબસિડી સ્વરૂપે મળે છે.

અને ત્રીજી સબસિડી છે કોલ્ડ રૂમ માટે. ખેડૂતને કોલ્ડ રૂમ બનાવવા માટે 20 લાખ અથવા 40 ટકા સબસિડી મળવા પાત્ર છે.

આ ત્રણ યોજનાનો લાભ ખેડૂત એકસાથે લઈ શકે છે અથવા અલગ રીતે પણ લઈ શકે છે. પરંતુ આ સબસિડી એક વાર મળે છે.”

આ સબસિડી આધારિત પ્રોજેક્ટ છે અને તેથી જો ખેડૂતે આ ત્રણેય સબસિડી એક સાથે લેવી હોય તો સૌપ્રથમ 55 લાખની લોન લેવી પડશે. ત્યા રપછી જિલ્લા ખેતીવાડી કચેરી તે જગ્યાનું નિરીક્ષણ કરશે કે જો તે સ્થળે કોઈ એકમ ન હોય અને તે પછી સબસિડીની વિનંતીને આખરી સ્વરૂપ આપવા ગાંધીનગર મુખ્યાલયમાં મોકલવામાં આવશે.

ત્યાર બાદ સબસિડી બૅન્કમાં રિઝર્વ ફંડ ઍકાઉન્ટમાં મોકલવામાં આવશે જે ત્રણ વર્ષ પછી રિલીઝ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here