Home Gujarati Gujarat weather : ગુજરાતની નજીક આવી સિસ્ટમ, આગામી દિવસોમાં હવે કેવું રહેશે...

Gujarat weather : ગુજરાતની નજીક આવી સિસ્ટમ, આગામી દિવસોમાં હવે કેવું રહેશે હવામાન?

15
0

[ad_1]

વીડિયો કૅપ્શન, Gujarat weather : ગુજરાતની નજીક આવી સિસ્ટમ, આગામી દિવસોમાં હવે કેવું રહેશે હવામાન?

ગુજરાતની નજીક આવી સિસ્ટમ, આગામી દિવસોમાં હવે કેવું રહેશે હવામાન?

ગુજરાતમાં 27 જુલાઈ, રવિવારથી મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

રવિવારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર અને ખેડા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. વલસાડ, ડાંગ અને ગાંધીનગર જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ મુજબ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશમાં એક લો-પ્રેશર એરિયા સર્જાયો છે જે સમુદ્રની સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈએ આવેલો છે. આગામી કલાકોમાં તે નબળો પડે તેવી સંભાવના છે.

ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પડોશના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રોફ રચાયો છે જે ઉત્તર પશ્ચિમ બાંગ્લાદેશ, ઝારખંડ, ઉત્તર પશ્ચિમ બંગાળ સુધી પ્રસરેલો છે અને સમુદ્રની સપાટીથી 0.9 કિલોમીટરથી 5.8 કિલોમીટર સુધીની ઊંચાઈ પર છે. હવામાન વિભાગ હવે ક્યાં ભારે વરસાદની આગાહી કરે છે?

આ ઉપરાંત ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી એક ઑફ-શોર ટ્રોફની રચના થઈ છે.

અમદાવાદ સ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 28 જુલાઈ, સોમવારે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

આ ઉપરાંત બીજા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વખતે ગાજવીજ પણ જોવા મળશે અને તે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

તેવી જ રીતે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

29 જુલાઈ, મંગળવારે અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

બાકીના વિસ્તારોમાં મંગળવારે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Gujarat weather : ગુજરાતની નજીક આવી સિસ્ટમ, આગામી દિવસોમાં હવે કેવું રહેશે હવામાન?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here