Home Gujarati હવામાન સમાચાર : ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, આગામી દિવસોમાં કયા જિલ્લામાં વરસાદની...

હવામાન સમાચાર : ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, આગામી દિવસોમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

13
0

[ad_1]

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુરત અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ નોંધાયો છે. કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

તો હજુ પણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતની આસપાસ વરસાદની કઈ સિસ્ટમ રચાઈ છે?

હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને નજીકના વિસ્તારમાં લૉ પ્રેશર એરિયા રચાયો છે. તેના કારણે સાઇક્લૉનિક સર્ક્યુલેશનની સ્થિતિ પેદા થઈ છે જે સમુદ્રની સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ સ્થિત છે.

ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રથી લઈને સાઉથ બાંગ્લાદેશ સુધી એક ટ્રોફ રચાયો છે જે ગુજરાત પરથી પસાર થાય છે. તેના કારણે મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, ગંગાકિનારાના પશ્ચિમ બંગાળ સુધી સાઇક્લૉનિક સર્ક્યુલેશનનો લૉ પ્રેશર એરિયા રચાયો છે જે સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ પર છે.

ગુજરાતમાં હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિકલાક રહેશે.

30 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

31 જુલાઈએ પણ આ તમામ જિલ્લામાં અલગ-અલગ સ્થળે હળવો વરસાદ થવાની શક્યતા છે જે દરમિયાન પવની ઝડપ 30થી 40 કિમી પ્રતિકલાક રહેશે.

પહેલી ઑગસ્ટે ગુજરાતમાં ક્યાંય ભારે કે મધ્યમ વરસાદની આગાહી નથી, પરંતુ કેટલીક જગ્યાએ હળવાં ઝાપટાં પડી શકે છે.

ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગના ડેટા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ ઘણો નબળો પડી ગયો છે. છેલ્લા એક દિવસમાં વલસાડમાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે ડાંગમાં 1.77 ઈંચ, નવસારીમાં 1.69 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.46 ઈંચ, ડાંગના સુબીરમાં 1.14 ઈંચ, વાપીમાં 0.91 ઈંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત છોટા ઉદેપુરમાં 0.83 ઈંચ, નર્મદાના સાગબારામાં 0.79 ઈંચ, તાપીના સોનગઢમાં 0.75 ઈંચ, વલસાડના પારડીમાં પણ 0.75 ઈંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે.

અત્યાર સુધીના આંકડા પ્રમાણે ગુજરાતમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64 ટકા, સૌરાષ્ટ્રમાં 55 ટકા અને સાઉથ ગુજરાતમાં 65.70 ટકા વરસાદ પડ્યો છે. હાલમાં સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ છે એવું આંકડા દર્શાવે છે.

રાજ્યમાં સિઝન દરમિયાન સરેરાશ 882 મિમી વરસાદ પડતો હોય છે તેની સામે અત્યાર સુધીમાં 550 મિમી વરસાદ પડી ગયો છે.

ગુજરાતનાં જળાશયોમાં કેટલું પાણી છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, સતત વરસાદના કારણે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનો અદલવાડા ડૅમ છલકાયો છે

30 જુલાઈની સ્થિતિ પ્રમાણે ગુજરાતના 207માંથી 30 ડૅમ અત્યાર સુધીમાં છલકાઈ ગયા છે. તેમાં સૌરાષ્ટ્રમાં 141માંથી 17 ડૅમ છલકાયા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 15માંથી એક પણ ડૅમ ભરાયો નથી.

મધ્ય ગુજરાતમાં 17માંથી ચાર, સાઉથ ગુજરાતમાં 13માંથી પાંચ ડૅમ છલકાયા છે. કચ્છમાં 20માંથી ચાર ડૅમ છલકાઈ ગયા છે.

ગુજરાતના સૌથી મોટા ડૅમ સરદાર સરોવરમાં 68 ટકાથી વધારે પાણી ભરાયેલું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here