Home વિદેશ બીબીસીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું : વ્લાદિમીર પુતિનથી નિરાશ છું, પરંતુ અમારા સંબંધ...

બીબીસીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું : વ્લાદિમીર પુતિનથી નિરાશ છું, પરંતુ અમારા સંબંધ ખતમ નથી થયા

13
0

[ad_1]

બીબીસી એક્સ્ક્લુઝિવ ટ્રમ્પ ઇન્ટરવ્યૂ પુતિન, કૅનેડા, નાટો અને બ્રિટન વિશે ટ્રમ્પ શું બોલ્યા, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, ગૅરી ઓ’ડોનોહ્યૂ
    • પદ, મુખ્ય સંવાદદાતા, ઉત્તર અમેરિકા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીબીસી સાથેના એક્સક્લુઝિવ ફોન કૉલમાં કહ્યું છે કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ચોક્કસ નારાજ છે, પરંતુ તેમની સાથેના સંબંધ ખતમ નથી થયા.

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ રશિયના રાષ્ટ્રપતિ પર ભરોસો કરે છે, તો ટ્રમ્પે જવાબ આપ્યો, “હું કોઈની ઉપર પૂરેપૂરો ભરોસો નથી કરતો.”

ટ્રમ્પે યુક્રેનને હથિયાર આપવાની યોજના જાહેર કરી અને ચેતવણી આપી કે જો 50 દિવસની અંદર યુદ્ધવિરામ ન થયું, તો રશિયા પર ભારે ટેરિફ લાદવામાં આવશે, એવા સમયે આ વાતચીત થઈ હતી.

વિસ્તારપૂર્વકની આ વાતચીત દરમિયાન ટ્રમ્પે નાટો પ્રત્યે પોતાના સમર્થનનો પુનર્રોચ્ચાર કર્યો, આ પહેલાં તેઓ સંગઠનને “બેકાર” કહીને નકારી ચૂક્યા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ સંગઠનની (નાટો) સામૂહિક સંરક્ષણનીતિનું સમર્થન કરે છે.

રાષ્ટ્રપતિએ બીબીસીને ફોન કૉલ કર્યો, જે લગભગ 20 મિનિટ ચાલ્યો. બીબીસી સાથે ઇન્ટરવ્યૂની સંભાવના વિશે ચર્ચા થઈ રહી હતી, એવામાં કૉલ ઉપર આ વાતચીત થઈ હતી.

ટ્રમ્પ ગત વર્ષે ચૂંટણીપ્રચાર અભિયાનમાં હતા એવા સમયે પેન્સિલવેનિયાના બટલર શહેરમાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો, જેના એક વર્ષના અનુસંધાને આ ઇન્ટરવ્યૂ થવાનો હતો.

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું આ હુમલામાં બચ્યા પછી તેમના વિચાર કે જિંદગીમાં કોઈ પરિવર્તન આવ્યું છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેઓ આના વિશે જેમ બને તેમ ઓછું વિચારવાનો પ્રયાસ કરે છે.

ટ્રમ્પે કહ્યું, “શું એના (હુમલા) કારણે હું બદલાઈ ગયો છું, એવો વિચાર કરવો મને નથી ગમતો.”

તેમણે ઉમેર્યું કે ‘વધારે વિચારવાથી જિંદગી બદલાઈ શકે છે.’

‘પુતિન સાથે વાટાઘાટ પર કામ ચાલુ’

બીબીસી એક્સ્ક્લુઝિવ ટ્રમ્પ ઇન્ટરવ્યૂ પુતિન, કૅનેડા, નાટો અને બ્રિટન વિશે ટ્રમ્પ શું બોલ્યા, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પે તાજેતરમાં નાટોના વડા માર્ક રુટ સાથે વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાત કરી હતી. એ પછી ઇન્ટરવ્યૂના ખાસ્સા ભાગ દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે ચાર વખત રશિયા સાથે સમાધાનની આશા જાગી હતી, પરંતુ દરેક વખતે ઉકેલ નહોતો આવ્યો.

જ્યારે બીબીસીએ પૂછ્યું કે શું તેમણે પુતિન સાથેના પોતાના સંબંધ ખતમ કરી દીધા છે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો:

“હું એમનાથી નિરાશ છું, પરંતુ સંબંધ પૂર્ણપણે ખતમ નથી થયા. પરંતુ હા, હું તેમનાથી ખૂબ જ નિરાશ છું.”

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ પુતિનને “લોહિયાળ સંઘર્ષ બંધ કરવા” કેવી રીતે મનાવશે, તો તેમણે કહ્યું, “અમે તેની ઉપર કામ કરી રહ્યા છીએ.”

ટ્રમ્પે કહ્યું, “અમારી વચ્ચે સારી પેઠે વાતચીત થાય છે, મને લાગે છે કે કોઈ ઉકેલ હાથવેંતમાં છે, પરંતુ તેઓ કીએવમાં કોઈ ઇમારત ઉપર હુમલો કરી દે છે.”

રશિયાએ છેલ્લાં કેટલાંક અઠવાડિયાં દરમિયાન યુક્રેનનાં શહેરો પર ડ્રોન તથા મિસાઇલના હુમલા વધારી દીધા છે. જેના કારણે મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં છે. રશિયાએ વર્ષ 2022માં યુક્રેન પર સૈન્ય આક્રમણ હાથ ધર્યું હતું.

પુતિનનું કહેવું છે કે તેઓ પણ શાંતિ ઇચ્છે છે, પરંતુ તેમના કહેવા પ્રમાણે, સૌ પહેલા યુદ્ધનાં “મૂળ કારણો”ને ઉકેલવા જરૂરી છે.

પુતિનનો તર્ક છે કે યુક્રેન, નાટો તથા ‘પશ્ચિમી દેશોની સાઠગાંઠ’ને કારણે રશિયાની સુરક્ષા ઉપર ઊભાં થયેલાં જોખમને કારણે આ યુદ્ધ શરૂ થયું છે.

નાટો અંગે ટ્રમ્પનું વલણ બદલાયું

બીબીસી એક્સ્ક્લુઝિવ ટ્રમ્પ ઇન્ટરવ્યૂ પુતિન, કૅનેડા, નાટો અને બ્રિટન વિશે ટ્રમ્પ શું બોલ્યા, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

આ વાતચીત દરમિયાન નાટોનો પણ ઉલ્લેખ થયો હતો. ટ્રમ્પ અગાઉ તેને ‘જૂનું’ અને ‘બેકાર’ ગણાવી ચૂક્યા છે.

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ હજુ પણ એમ જ માને છે, ત્યારે તેમણે કહ્યું, “ના. મને હવે લાગે છે કે નાટો અગાઉ કરતાં ઘણું અલગ થઈ ગયું છે, કારણ કે આ સંગઠન હવે પોતાના ખર્ચા જાતે ઉપાડી રહ્યું છે.”

ટ્રમ્પે કહ્યું કે તેઓ હજુ પણ સામૂહિક સુરક્ષાના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવે છે, કારણ કે તેનાથી મોટા દેશોની સામે નાના દેશો પોતાની સુરક્ષા કરી શકે છે.

ટ્રમ્પે કહ્યું કે જર્મની, ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોના નેતા હવે તેમનું અને તેમના નિર્ણયોનું સન્માન કરે છે. ટ્રમ્પે કહ્યું કે દુનિયાભરના નેતાઓ બે વખત રાષ્ટ્રપતિ બનવાને ‘કાબેલિયત’નું પરિમાણ માને છે.

ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું દુનિયાભરના નેતા ક્યારેય તેમની જરૂર કરતાં વધુ પ્રશંસા કરે છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે તેઓ (અન્ય નેતાઓ) માત્ર ‘સારું આચરણ કરવાનો પ્રયાસ કરે છે.’

બ્રિટનના ભવિષ્ય અંગે પૂછતા ટ્રમ્પે કહ્યું કે બ્રિટન ‘ખૂબ સારી જગ્યા છે – તમે જાણો છો કો, ત્યાં મારી સંપત્તિઓ છે.’

ટ્રમ્પે બ્રૅક્ઝિટ અંગે કહ્યું, “એ થોડું ગડબડભર્યું રહ્યું, પરંતુ હવે બધું બરાબર થઈ રહ્યું હોય તેમ જણાય છે.”

બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મર અંગે ટ્રમ્પે કહ્યું, “વડા પ્રધાન (સ્ટાર્મર) ભલે લિબરલ હોય, છતાં હું તેમને ખૂબ જ પસંદ કરું છું.”

ટ્રમ્પે બ્રિટન-અમેરિકા વેપારસંધિની પણ પ્રશંસા કરી અને કહ્યું કે બ્રિટન સાથે તેમનો ‘વિશેષ સંબંધ’ છે.

ટ્રમ્પે કહ્યું, “એટલે જ મેં બ્રિટન સાથે કરાર કર્યા છે. યુરોપિયન સંઘ કે અન્ય હરીફો સાથે કોઈ ડીલ નથી કરી.”

ટ્રમ્પે કહ્યું કે તેઓ સપ્ટેમ્બર મહિનામાં બીજી વખત બ્રિટનનો રાજકીય પ્રવાસ ખેડવાના છે અને તેના પ્રત્યે ઉત્સાહિત છે.

ટ્રમ્પે કૅનેડા વિશે શું કહ્યું?

બીબીસી એક્સ્ક્લુઝિવ ટ્રમ્પ ઇન્ટરવ્યૂ પુતિન, કૅનેડા, નાટો અને બ્રિટન વિશે ટ્રમ્પ શું બોલ્યા, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જુલાઈ-2024માં ટ્રમ્પની ઉપર જીવલેણ હુમલો થયો હતો

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ બ્રિટનની મુલાકાત દ્વારા શું હાંસલ કરવા માગે છે, ત્યારે તેમણે કહ્યું, “સમયને સારી રીતે વિતાવવા માગું છું અને કિંગ ચાર્લ્સનું સન્માન કરવા ચાહું છું, કારણ કે તેઓ ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ છે.”

ટ્રમ્પે ઉમેર્યું કે તેઓ ઇચ્છતા નથી કે સપ્ટેમ્બર મહિનામાં તેમને બ્રિટનની સંસદમાં સ્પીચ માટે બીજી વખત બોલાવવામાં આવે, તેમણે કહ્યું, ‘એમને (સાંસદો) રહેવા દો અને મજા કરવા દો.’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કિંગ ચાર્લ્સના ભાષણને કારણે તેમને કોઈ મુશ્કેલી જણાઈ, જેમાં તેમણે કૅનેડાની સંપ્રભુતા ઉપર ભાર મૂક્યો હતો. જવાબમાં ટ્રમ્પે કહ્યું, “તેઓ (કિંગ ચાર્લ્સ) કૅનેડા સાથે જોડાયેલા છે. તેઓ બીજું શું કરી શક્યા હોત? તેમની પાસે કોઈ વિકલ્પ જ નહોતો.”

ટ્રમ્પે એમ પણ કહ્યું, “મને લાગે છે કે તેમણે ખૂબ જ સારી અને સન્માનજનક રીતે પોતાની વાતને રજૂ કરી હતી.”

ટ્રમ્પે કહ્યું કે હાલમાં અમેરિકા અને કૅનેડા વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે તથા ‘તે ખૂબ જ સારી સંધિ સાબિત થશે.’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમના રાષ્ટ્રપતિ તરીકેના વર્તમાન કાર્યકાળને લોકો કેવી રીતે યાદ રાખશે, ત્યારે ટ્રમ્પે કહ્યું, “અમેરિકાને બચાવવા માટે.”

ટ્રમ્પે કહ્યું, “હવે અમેરિકા મહાન દેશ છે. એક વર્ષ પહેલાં આ દેશ જાણે ‘મરી ગયો’ હતો.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here