Home Gujarati બનાસકાંઠામાં અમદાવાદ-પાલનપુર હાઇવે પર 20 કિમી લાંબો ટ્રાફિક જામ કેમ થયો?

બનાસકાંઠામાં અમદાવાદ-પાલનપુર હાઇવે પર 20 કિમી લાંબો ટ્રાફિક જામ કેમ થયો?

13
0

[ad_1]

બીબીસી ગુજરાતી, ગુજરાત, બનાસકાંઠા, બનાસકાંઠામાં જળબંબાકાર, ગુજરાતમાં ભારે વરસાદ, વરસાદ, વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠામાં પાછલા 24 કલાકથી અનારાધાર વરસાદ પડી રહ્યો છે, ભારે વરસાદને કારણે અમદાવાદ-પાલનપુર હાઇવે પર લગભગ 20 કિમી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલ મોન્સૂન ટ્રફને કારણે વરસાદી માહોલ જામ્યો છે.

બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જેવા જિલ્લામાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

તેમાં પણ ખાસ કરીને બનાસકાંઠામાં શનિવારથી ઠેરઠેર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદને કારણે જિલ્લાના વાતાવરણનો ઉકળાટ સમી જઈ ઠંડક તો પ્રસરી છે, પરંતુ બીજી તરફ વરસાદને પગલે રોડ-રસ્તા જળમગ્ન થયાની મુશ્કેલી પણ સર્જાઈ છે.

સતત 24 કલાકથી ભારે વરસાદને પગલે હવે તો જિલ્લામાં ઘણાં સ્થળે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેમાં પણ જિલ્લાની ધમનીસમા પાલનપુર-અમદાવાદ હાઇવે પર 20 કિમી લાંબા ટ્રાફિક જામની તસવીરોએ આખા રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે.

બનાસકાંઠામાં ભારે વરસાદે કેવા હાલ કર્યા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બનાસકાંઠા, બનાસકાંઠામાં જળબંબાકાર, ગુજરાતમાં ભારે વરસાદ, વરસાદ, વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ઘણા રોડ જળમગ્ન થઈ ગયા હતા

બનાસકાંઠાના વડનગર તાલુકામાં પાછલા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. મુશળધાર વરસાદને પગલે વડનગરનું છાપી પંથક સંપર્કવિહોણું બન્યું હતું.

છાપી હાઇવેથી છાપી ગામ તરફ જવાનો માર્ગ ભારે પાણી ભરાવાને કારણે બંધ કરવો પડ્યો હતો.

બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર જણાવે છે કે પાછલા દસ કલાકથી ટ્રાફિક જામ રહેતા છાપીના યુવાનોએ સેવા પણ શરૂ કરી હતી.

મળી રહેલી માહિતી અનુસાર ભારે વાહનો સહિત બસ, કાર અને નાનાં વાહનો પણ રાતના બે વાગ્યાથી છાપી નજીકના ટ્રાફિક જામમાં ફસાયાં છે.

હાઇવે પર કેડસમા પાણી ભરાતાં ટ્રકના ડ્રાઇવરો અને ક્લીનરો વાહન મૂકીને નિકટનાં ખુલ્લા સ્થળોએ જતા નજરે પડી રહ્યા છે. સાથે જ આ જળમગ્ન સ્થિતિમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સર્વિસ રોડ પર ચાલતાં ટ્રેક્ટરો જ એકમાત્ર માધ્યમ બની ગયાં છે.

રવિવારે બપોરના એક વાગ્યા સુધી વાવમાં 27 મીમી, થરાદમાં 34 મીમી, ધાનેરામાં 90 મીમી, દાંતીવાડા 99 મીમી, અમીરગઢ 35 મીમી, દાંતા 42 મીમી, પાલનપુર 101 મીમી, ડીસા 99 મીમી, દિયોદર 53 મીમી, ભાભરમાં 97 મીમી, કાંકરેજમાં 77 મીમી, લાખણીમાં 43 મીમી, સુઈગામમાં 60 મીમી અને વડગામમાં સૌથી વધુ 249 મીમી વરસાદ પડી ચૂક્યો છે.

અન્ય જિલ્લાઓમાં પણ પડ્યો ભારે વરસાદ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બનાસકાંઠા, બનાસકાંઠામાં જળબંબાકાર, ગુજરાતમાં ભારે વરસાદ, વરસાદ, વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, નડિયાદમાં રસ્તે પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતાં

ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં શનિવાર સવારથી તો કેટલાક જિલ્લામાં સાંજથી વરસાદી માહોલ જામ્યો હતો.

અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, અરવલ્લી, મહેસાણા અને ખેડા જિલ્લામાં શનિવાર સાંજથી ટૂંકા વિરામ સાથે ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.

સમગ્ર ગુજરાતમાં મોટા ભાગનાં સ્થળો મેઘમહેર થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.

ખેડા જિલ્લામાં ડાકોર, મહેમદાવાદ, ઠાસરા, નડિયાદ, કપડવંજ અને કઠલાલ તાલુકામાં શનિવારથી વરસાદ જામ્યો છે.

ખેડા જિલ્લાનાં કેટલાંક ક્ષેત્રોમાં ખેડૂતોએ આ વરસાદને આવકાર્યો પણ છે, કારણ કે તેઓ લાંબા સમયથી ડાંગરના વાવેતર માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા.

જોકે, ખેડા જિલ્લામાં ઘણાં સ્થળો વરસાદને કારણે પાણી ભરાતાં જનજીવનને અસર પડી થઈ હતી. ખેડા જિલ્લાના નડિયાદમાં પણ ઠેરઠેર પાણી ભરાયાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

મહેસાણાના વીસનાગરમાં પણ ચાર ઇંચ વરસાદ વરસતાં પાણી ભરાયાં હતાં.

વીસનગર એપીએમસી આગળ અને શહેરી વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસતાં વેપારીઓમાં નુકસાન અંગે ચિંતા જોવા મળી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં દસ કલાકમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. અનારાધાર વરસાદને પગલે જનજીવનને પણ અસર થઈ હતી.

જ્યારે બીજી બાજુ વરસાદ પડતાં રાજકોટમાં સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બનાસકાંઠા, બનાસકાંઠામાં જળબંબાકાર, ગુજરાતમાં ભારે વરસાદ, વરસાદ, વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠામાં પાણી ભરાયેલા રસ્તા પાર કરવા માટે રાહદારીઓ ટ્રેક્ટર પર સવાર થઈને જઈ રહ્યા હતા

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં રવિવારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદાર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ સહિત દીવ-દમણ અને દાદરા નગરહવેલી ખાતે પણ મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે.

આ સિવાય 28 જુલાઈ એટલે કે સોમવારે પણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

જોકે, રવિવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં કેટલાંક સ્થળોએ છૂટોછવાયો પરંતુ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે.

ઉપરાંત રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને સુરેન્દ્રનગરમાં પણ કેટલાંક સ્થળોએ છૂટોછવાયો પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આવી જ રીતે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં રવિવારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સોમવારે પણ છૂટોછવાયો પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ સિવાય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સોમવારે પણ કેટલાંક સ્થળો છૂટોછવાયો પરંતુ ભારે વરસાદ પડી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here