[ad_1]
ઇમેજ સ્રોત, Reuters
કંબોડિયાએ થાઇલૅન્ડ સાથે ચાલી રહેલી લડાઈ વચ્ચે તાત્કાલિક સીઝફાયરની માગ કરી છે.
બંને દેશો વચ્ચે બે દિવસથી સરહદ પાસે સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં કેટલાય લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં કંબોડિયાના રાજદૂત છિયો કેઓએ કહ્યું છે કે તેમનો દેશ ‘વગર કોઈ શરતે’ સંઘર્ષ સમાપ્ત કરવાની માગ કરે છે.
સાથે તેમણે એમ પણ કહ્યું કે તેમનો દેશ આ વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન’ ઇચ્છે છે.
જોકે, થાઇલૅન્ડે હજુ સુધી કંબોડિયાના આ પ્રસ્તાવ પર કોઈ સાર્વજનિક પ્રતિક્રિયા આપી નથી.
આ પહેલાં થાઇલૅન્ડે અને કંબોડિયાની સરહદથી નજીક આવેલા આઠ જિલ્લાઓમાં માર્શલ લૉનું ઍલાન કરી દીધું હતું.
બંને દેશો વચ્ચે ગુરુવારે શરૂ થયેલી લડાઈમાં અત્યારસુધી લગભગ 16 લોકો માર્યા ગયા છે અને દસ હજારથી વધુ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે.
થાઇલૅન્ડ અને કંબોડિયા એકબીજા પર પહેલા હુમલો કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
‘ગાઝામાં દર ત્રણમાંથી એક વ્યક્તિ ઘણા દિવસોથી ભૂખી છે’, સંયુક્ત રાષ્ટ્રનું નિવેદન
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા માયા ડૅવિસે જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રએ નિવેદન આપ્યું છે કે ગાઝામાં દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિને ઘણા દિવસોથી ભોજન નથી મળ્યું.
સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે ચેતવણી આપી છે કે ગાઝામાં દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિ ઘણા દિવસોથી વગર ભોજને જીવી રહી છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબલ્યૂએફપી)એ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે, “કુપોષણ વધી રહ્યું છે અને 90 હજાર મહિલાઓ તથા બાળકોને તરત સારવારની જરૂર છે.”
એજન્સીઓનું માનવું છે કે ગાઝામાં આ સપ્તાહે ભૂખમરી વધારે વકરી શકે છે.
ગાઝાના હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે કુપોષણથી વધુ નવ લોકોનાં મૃત્યુ થયાં.
મંત્રાલય પ્રમાણે, ઇઝરાયલ સાથે યુદ્ધ શરૂ થયા બાદ અત્યારસુધી કુપોષણથી મરનારાં લોકોની સંખ્યા વધીને 122 થઈ ગઈ છે.
ગાઝામાં આવનારી તમામ ચીજવસ્તુઓ પર પોતાનું નિયંત્રણ રાખનારા ઇઝરાયલનું કહેવું છે કે તેમણે આ વિસ્તારમાં સહાયતા પહોંચાડવામાં કોઈ રોક લગાવી નથી.
સાથે ઇઝરાયલે ગાઝામાં કુપોષણ માટે હમાસને જવાબદાર ગણાવ્યું છે.
હમાસ તરફથી સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે સાત, ઑક્ટોબર-2023થી ગાઝામાં અત્યારસુધી કુલ 59 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link







