Home Gujarati ગુજરાત : આદિવાસી પરિવારની એક દીકરીને કારણે કેવી રીતે બે જૂથ વચ્ચેની...

ગુજરાત : આદિવાસી પરિવારની એક દીકરીને કારણે કેવી રીતે બે જૂથ વચ્ચેની લોહિયાળ દુશ્મનાવટનો અંત આવ્યો?

12
0

[ad_1]

વીડિયો કૅપ્શન, એક દીકરીએ કેવી રીતે આ આદિવાસીઓને વર્ષો બાદ પોતાની જમીનો પાછી મેળવવામાં મદદ કરી?

‘શમે ના વેર વેરથી’ : આદિવાસી પરિવારની એક દીકરીને કારણે કેવી રીતે બે જૂથ વચ્ચેની લોહિયાળ દુશ્મનાવટનો અંત આવ્યો?

ગત 18 જુલાઈના રોજ બનાસકાંઠાના દાંતા ખાતેના મોટા પીપોદરા ગામથી હિજરત કરી ગયેલાં 29 કુટુંબના આશરે 300 લોકોએ પુન: વસવાટ કર્યો હતો.

અંદાજે 11 વર્ષ બાદ સરકાર અને પોલીસતંત્રના પ્રયાસો થકી તેમના ગામમાં પુનર્વસન કરાતાં સમગ્ર મામલો સમાચારોમાં ચમક્યો હતો.

આ પરિવારોનો આદિવાસીઓની એક ‘ચડોતરું’ નામની પરંપરાને કારણે પોતાનાં ઘર-જમીન અને ગામ છોડીને ભટકવાનો વારો આવ્યો હતો.

આ આખી ઘટનાના કેન્દ્રમાં બે આદિવાસી જૂથો છે- મોટા પીપોદરાનું કોદરવી પરિવારનું જૂથ અને ચોકીબારા ગામનું ડાભી પરિવારનું જૂથ.

બંને જૂથ વચ્ચે હત્યાને એક મામલે સંઘર્ષ સર્જાયો હતો અને વર્ષ 2014માં મોટા પીપોદરાના કોદરવી કુટુંબોએ પહેરેલે કપડે, ઘરબાર-ખેતી મુકીને ગામ છોડી દીધું હતું.

કોદરવી પરિવારનાં અલકા કોદરવી પરિવારના પુન: વસવાટમાં નિમિત બન્યાં છે. અલકા કોદરવી ગ્રામરક્ષક દળમાં ફરજ બજાવે છે.

આખરે કઈ રીતે કોદરવી પરિવારના દીકરી અલકા કોદરવીને કારણે અગિયાર વર્ષો બાદ કોદરવી પરિવાર પોતાના ગામમાં પાછો વસવાટ કરી શક્યો?

અગિયાર વર્ષ સુધી ગામ છોડીને દૂર ભટકવા મજબૂર કરે એવી ચડોતરુંની પ્રથા શું છે? જુઓ આ વીડિયો.

અલકા કોદરવી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, અલકા કોદરવી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here