Home વિદેશ ગાઝામાં હવાઈ માર્ગથી સહાયતા સામગ્રી નીચે ફેંકવાના મામલે WHOએ જારી કરી ચેતવણી...

ગાઝામાં હવાઈ માર્ગથી સહાયતા સામગ્રી નીચે ફેંકવાના મામલે WHOએ જારી કરી ચેતવણી – ન્યૂઝ અપડેટ

15
0

[ad_1]

ગાઝા, જૉર્ડન, ઇઝરાયલ, હમાસ, ગાઝા, ભૂખમરો, સહાય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, જૉર્ડને ગાઝામાં રવિવારે સહાયતા સામગ્રી નીચે ફેંકી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુએચઓ)એ ચેતવણી જારી કરીને કહ્યું છે કે ગાઝામાં કુપોષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે અને તે ઝડપથી વધી રહ્યું છે.

ડબલ્યુએચઓએ આ ચેતવણી ત્યારે આપી છે જ્યારે ગાઝામાં ફરી હવાઈ માર્ગથી સહાયતા સામગ્રી નીચે ફેંકવાનું શરૂ થયું છે.

જૉર્ડને કહ્યું છે કે તેણે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની સાથે મળીને રવિવારે ગાઝામાં 25 ટન સહાયતા સામગ્રી નીચે પાડવામાં આવી રહી છે.

ત્યાં ઇઝરાયલે કહ્યું છે કે ગાઝાના કેટલાક ભાગોમાં રોજ 10 કલાક માટે સૈન્ય અભિયાન રોકશે અને સંયુક્ત રાષ્ટ્ર(યુએન)ની તરફથી સહાયતા સામગ્રી મોકલવા માટે કૉરિડોર ખોલશે.

ઇઝરાયલે કહ્યું છે કે તે આમ એટલા માટે કરે છે જેનાથી ‘જાણી જોઈને ફેલાવવામાં આવેલી ભૂખમરીની ખોટી ખબરનું ખંડન’ કરી શકાય. ત્યાં, હમાસે આ મામલે આરોપ લગાવ્યો છે કે તેની ‘છબિ ખરાબ’ કરવાનો આરોપ લગાવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર સહાયતા પ્રમુખ ટૉમ ફ્લેચરે રવિવારે જણાવ્યું કે ઇઝરાયલે કેટલી અવરજવર પર પ્રતિબંધોમાં ઢીલ આપી છે.

રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, ફ્લેચરે કહ્યું છે કે શરૂઆતના અહેવાલથી ખબર પડે છે કે ગાઝામાં 100થી વધુ ટ્રકોથી સહાયતા સામગ્રી પહોંચી ગઈ છે.

અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલ, ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકા અને ઈયુ વચ્ચે ટ્રેડ ડીલ, ટ્રમ્પે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે શુક્રવારે યુરોપિય સંઘ પર 30 ટકા ટેરિફ લગાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

અમેરિકા અને યુરોપિય સંઘ વચ્ચે વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા છે. બંને પક્ષ યુરોપિય સંઘનાં તમામ ઉત્પાદનો પર 15 ટકા ટેરિફ લગાવવા માટે રાજી થઈ ગયા છે.

આ સમજૂતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિય સંઘનાં અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેયેન વચ્ચે સ્કૉટલૅન્ડમાં થયેલી મુલાકાત દરમિયાન થઈ.

ટ્રમ્પે શુક્રવારે 30 ટકા ટેરિફ લગાવવાની ચીમકી ઉચ્ચારી હતી, જેથી અડધા પર બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ.

ટ્રમ્પે કહ્યું કે 27 સભ્યો ધરાવતા યુરોપિયન યુનિયને કેટલાંક ઉત્પાદનો પર ઝીરો ટેરિફની સાથે અમેરિકાના નિકાસકારો માટે બજાર ખોલવાની વાત કરી છે.

યુરોપિય સંઘનાં અધ્યક્ષાએ પણ આ સમજૂતીના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે આ સમજૂતીથી બંને સહયોગિઓ વચ્ચે સ્થિરતા આવશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાનો વ્યાપાર ખાદ્યને ઓછી કરવા પ્રમુખ અમેરિકાના સહયોગીઓ પર ટેરિફ લગાવ્યાં છે.

યુરોપિય સંઘ ઉપરાંત બ્રિટન, જાપાન, ઇન્ડોનેશિયા, ફિલિપીન્ઝ તથા વિયેતનામ સાથે અમેરિકાએ વ્યાપાર સમજૂતી કરી છે. જોકે, ટ્રમ્પે પોતાના ’90 દિવસોમાં 90 સમજૂતી’નું લક્ષ્યાંક હાંસલ નથી કર્યું.

જર્મનીમાં ટ્રેન અકસ્માત, ત્રણ લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ

જર્મની, ટ્રેન અકસ્માત, મૃત્યુ, બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Thomas Warnack/ dpa

જર્મનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક મુસાફર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ટ્રેન ઑપરેટર ડૉયચે બાને કહ્યું કે ‘અજ્ઞાત કારણો’થી શ્ટુટગાર્ડ પાસે રીટલિંગેનમાં ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. સ્થાનિક રિપોર્ટ્સ પ્રમાણે, અકસ્માતના થોડા સમય પહેલા આ વિસ્તારમાં વાવાઝોડું આવ્યું હતું.

જર્મનીની સમાચાર સંસ્થા ડીપીએ પ્રમાણે, “ટ્રેનમાં લગભગ 100 જેટલા મુસાફરો સવાર હતા. સ્થાનિક સમયાનુસાર સાંજે 6-10 કલાગે એક જંગલના વિસ્તારમાં ટ્રેનમાં લગભગ બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.”

જર્મની ચાન્સેલર ફ્રિડ્રિખ મર્ત્ઝએ ઍક્સ પર પોસ્ટ કર્યું છે કે તેઓ અકસ્માતથી પીડિતો પ્રત્યે શોક પ્રગટ કરે છે અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

મર્ત્ઝે કહ્યું છે કે તેઓ ગૃહમંત્રી તથા પરિવહન મંત્રી સાથે સંપર્કમાં છે. તેમણે ઇમર્જન્સી સેવા ઉપલબ્ધ કરાવવા માટે તથા જરૂરી મદદ માટે અનુરોધ કર્યો છે.

ઘટનાસ્થળથી જે તસવીરો સામે આવી છે તેમાં ટ્રેનના ડબ્બા પલટી જતા દેખાય છે અને મોટી સંખ્યામાં રાહત અને બચાવ કામગીરી માટે કર્મચારીઓ તહેનાત છે.

થાઇલૅન્ડ-કંબોડિયા વિવાદના બહાને ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાનના સંઘર્ષ વિરામનો કર્યો ઉલ્લેખ

અમેરિકા, ભારત, પાકિસ્તાન, નરેન્દ્ર મોદી, યુદ્ધ, સંઘર્ષ વિરામ, યુદ્ધવિરામ, ટ્રમ્પ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, ગુજરાત, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે ફરી એક વખત કહ્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ માટેની સમજૂતી કરાવી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે સંઘર્ષ વિરામ કરાવવું તેમના માટે સરળ રહેશે કારણ કે, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવ્યું હતું.

અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી ટ્રેડ ડીલ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ વાત કહી. આ દરમિયાન યુરોપિયન યુનિયનની અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેન પણ હાજર હતાં.

ટ્રમ્પે કહ્યું, “અમે થાઇલૅન્ડ અને કંબોડિયા સાથે વેપાર કરીએ છીએ. છતાં હું વાંચી રહ્યો છું કે તેઓ એકબીજા પર હુમલા કરી રહ્યા છે… હું કહું છું કે આ મારા માટે સરળ હોવું જોઈએ કારણ કે, મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાવી હતી.”

તેમણે કહ્યું, “મેં બંને દેશોના વડા પ્રધાનને ફોન કર્યો અને કહ્યું કે જ્યારે સુધી તમે યુદ્ધનો ઉકેલ નહીં લાવો ત્યાં સુધી અમે કોઈ વેપાર સમજૂતી નહીં કરીએ. મને લાગે છે કે હવે તેઓ સમજૂતી કરવા તૈયાર છે.”

ટ્રમ્પે કહ્યું કે જો તેઓ વેપારના માધ્યમથી સંઘર્ષ વિરામ કરાવી શકે તો તે તેમના માટે ગૌરવની વાત હશે.

અમેરિકી રાષ્ટ્રપતિએ ફરી એકવાર એ વાત કરી છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવ્યું હતું. જોકે, ભારત આ દાવાઓને નકારી ચૂક્યું છે.

ભારતનું કહેવું છે કે પાકિસ્તાન તરફથી પહેલ થયા બાદ બંને દેશો વચ્ચે સહમતિથી સંઘર્ષ વિરામ થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here