Home વિદેશ એ દેશ જ્યાં ઘર ખરીદો અને સાથે નાગરિકતા મેળવો, ક્યાં આવેલો છે...

એ દેશ જ્યાં ઘર ખરીદો અને સાથે નાગરિકતા મેળવો, ક્યાં આવેલો છે આ દેશ અને કોણ જઈ શકે?

11
0

[ad_1]

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરેબિયન ટાપુઓ પોતાના કુદરતી સૌંદર્ય માટે વિખ્યાત છે

    • લેેખક, જેમ્મા હેન્ડી
    • પદ, બિઝનેસ રિપોર્ટર, સેન્ટ જોન્સ, એન્ટિગ્વાથી

પૂર્વીય કેરેબિયનમાં ઘરોના વેચાણ પર નજર નાખો તો સમજાય કે તેમાં ખરીદદારોને આકર્ષવા હવે ફક્ત મોહક દરિયાકિનારા અને આરામદાયક જીવનશૈલીનો પ્રચાર જ કરવામાં આવતો નથી.

વધુને વધુ પ્રૉપર્ટી લિસ્ટિંગ્ઝમાં પાસપોર્ટની ઑફર પણ કરવામાં આવી રહી છે અને અમેરિકામાંની રાજકીય તથા સામાજિક અસ્થિરતા તેમાં વધારો કરી રહી હોવાનું કહેવાય છે.

આ પ્રદેશમાંના પાંચ ટાપુઓ ઍન્ટિગ્વા અને બાર્બુડા, ડૉમિનિકા, ગ્રેનાડા, સેન્ટ કિટ્સ અને નેવિસ તેમજ સેન્ટ લુસિયા બે લાખ ડૉલરથી પણ ઓછા રોકાણમાં આવી નાગરિકતા (સીબીઆઈ) ઑફર કરી રહ્યા છે.

અહીં તમે ઘર ખરીદો તો તમને એક પાસપૉર્ટ પણ મળે છે, જેનાથી પાસપૉર્ટધારક યુરોપના શેંગેન એરિયા સહિતના 150 દેશોમાં અને ડૉમિનિકા સિવાય યુનાઇટેડ કિંગ્ડમમાં પણ વિઝા-મુક્ત પ્રવેશની સુવિધા મળે છે.

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Nadia Dyson

ઇમેજ કૅપ્શન, પ્રૉપર્ટી એજન્ટ નાદિયા ડાયસન કહે છે કે ઍન્ટિગ્વાની નાગરિકતા ઇચ્છતા લોકોની સંખ્યામાં વધારો થયો છે

શ્રીમંત લોકો માટે આ ટાપુઓમાં કેપિટલ ગેઇન્સ અને ઇનહેરિટન્સ ટૅક્સ તેમજ કેટલાક કિસ્સામાં ઇન્કમ ટૅક્સ જેવા કરમાંથી સંપૂર્ણ મુક્તિ બીજું મુખ્ય આકર્ષણ છે. એ ઉપરાંત પાંચેય પ્રદેશની યોજનાઓમાં ખરીદદારોને તેમની વર્તમાન નાગરિકતા જાળવી રાખવાની છૂટ મળે છે.

ઍન્ટિગ્વામાં માંગ એટલી જોરદાર છે કે ઍસ્ટેટ એજન્ટો તેને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યા છે, એમ જણાવતાં લકઝરી લોકેશન્સ નાં માલિક નાદિયા ડાયસન બીબીસી સાથે વાત કરતાં કહે છે, “હાલમાં બધા ખરીદદારો પૈકીના 70 ટકા નાગરિકતા ઈચ્છતા હોય છે અને એ પૈકીના મોટાભાગના અમેરિકાના છે.”

નાદિયા કહે છે, “અમે તેમની સાથે રાજકારણની વાતો નથી કરતા, પરંતુ (અમેરિકામાં) અસ્થિર રાજકીય પરિદૃશ્ય નિશ્ચિત રીતે એક પરિબળ છે.”

“ગયા વર્ષે આ સમયગાળામાં મોટાભાગના લાઇફસ્ટાઇલ બાયર્સ હતા અને જૂજ લોકો નાગરિકતા માટે રોકાણ કરતા હતા. હવે બધા કહી રહ્યા છે કે અમને ઘરની સાથે નાગરિકતા પણ જોઈએ છે. અમે આટલાં બધાં ઘર અગાઉ ક્યારેય વેચ્યાં નથી.”

ઍન્ટિગ્વાની યોજનામાં રેસિડેન્સીની કોઈ શરત ન હોવા છતાં કેટલાક ખરીદદારો કાયમી સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા હોવાનું જણાવતાં નાદિયા ડાયસન ઉમેરે છે, “થોડા લોકો પહેલાં જ સ્થળાંતર કરી ચૂક્યા છે.”

ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન નિષ્ણાત હેન્લી એન્ડ પાર્ટનર્સના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં કેરેબિયન ટાપુઓમાં સીબીઆઈ અરજીઓમાં અમેરિકન નાગરિકોનો હિસ્સો સૌથી મોટો છે.

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાંચ ટાપુ દેશોના પાસપૉર્ટધારકોને દુનિયાના મોટા ભાગના દેશોમાં વિઝા-ફ્રી ઍન્ટ્રી મળી શકે છે

યુનાઇટેડ કિંગ્ડમ સ્થિત આ કંપની વિશ્વભરમાં કાર્યાલયો ધરાવે છે, કંપનીના જણાવ્યા મુજબ, યુક્રેન, તુર્કી, નાઇજીરિયા અને ચીનના અનેક અરજદારો અહીં આવતા રહે છે.

2024ના ચોથા ત્રિમાસિક ગાળાથી કેરિબિયન સીબીઆઈ પ્રોગ્રામ્સ માટેની એકંદર અરજીઓમાં 12 ટકા વધારો થયો છે.

કન્સલ્ટન્સી કંપનીના ડૉમિનિક વોલેકના મતે, અમેરિકનો બંદૂકથી થતી હિંસાથી માંડીને યહૂદી-વિરોધ સુધીની દરેક બાબતથી ભયભીત છે.

તેઓ સમજાવે છે, “10થી 15 ટકા લોકો ખરેખર સ્થળાંતર કરી રહ્યા છે. મોટાભાગના લોકો માટે આમ કરવું તે કોઈપણ બાબતની ચિંતા સામેની વીમા પૉલિસી છે. બીજા દેશની નાગરિકતા હોવી તે એક સારો બૅક-અપ પ્લાન છે.”

ડૉમિનિક વોલેકના કહેવા મુજબ, કેરેબિયન પાસપૉર્ટના આસાન પ્રવાસના લાભ ઉદ્યોગપતિઓને આકર્ષિત કરે છે અને તેમાં સલામતીનો લાભ પણ મળે છે. “કેટલાક અમેરિકન ક્લાયન્ટ્સ રાજકીય રીતે સૌમ્ય હોય તેવા પાસપૉર્ટ સાથે પ્રવાસ પસંદ કરે છે.”

કોવિડ રોગચાળા પહેલાં અમેરિકા પર અમારી કંપનીની નજર સુદ્ધાં ન હતી, એવું ડૉમિનિક વોલેક ઉમેરે છે.

પ્રાઇવેટ જેટ્સમાં મુક્તપણે મુસાફરી કરતા શ્રીમંતો માટે હિલચાલ સંબંધી પ્રતિબંધો “આઘાતજનક” થયા હતા. એ કારણે સીબીઆઈ અરજીઓમાં ઉછાળો આવ્યો હતો. 2020 અને 2024ની ચૂંટણી પછી તેમાં રસ ફરી વધ્યો છે.

ડૉમિનિક વોલેસ કહે છે, “એવા ઘણા ડેમોક્રેટ્સ છે, જેમને ટ્રમ્પ ગમતા નથી અને એવા રિપબ્લિકન્સ પણ છે, જે ડેમોક્રેટ્સને પસંદ કરતા નથી.”

“બે વર્ષ પહેલાં અમેરિકામાં અમારી એકેય ઑફિસ ન હતી. હવે મોટાં શહેરોમાં આઠ ઑફિસ છે અને આગામી મહિનાઓમાં વધુ બેથી ત્રણ ઑફિસ શરૂ થશે.”

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરેબિયન દેશો બે લાખ ડોલરથી પણ ઓછા રોકાણ પર નાગરિકત્વ ઓફર કરે છે

કેનેડાના હેલિફેક્સના રૉબર્ટ ટેલરે ઍન્ટિગ્વામાં એક પ્રોપર્ટી ખરીદી હતી અને તેઓ આ વર્ષના અંતમાં ત્યાં નિવૃત્ત થવાની તેમની યોજના છે.

ગયા ઉનાળામાં રિઅલ એસ્ટેટની મર્યાદા વધારીને ત્રણ લાખ ડૉલર કરવામાં આવી એ પહેલાં તેમણે બે લાખ ડોલરનું રોકાણ કર્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, તેમને નાગરિક હોવાને કારણે અહીં રોકાણના સમયગાળાના કોઈ નિયંત્રણ નડતા નથી અને વ્યાવસાયિક તકોનો લાભ લેવાની સ્વતંત્રતા પણ મળે છે. “મેં એન્ટિગ્વા પસંદ કર્યું, કારણ કે ત્યાં પાણી બહુ સુંદર છે. મને લોકો ખૂબ જ મૈત્રીપૂર્ણ લાગે છે અને તેનો અર્થ એ કે મારા જીવનના ઉત્તરાર્ધ માટે સારું હવામાન પણ છે.”

તેમ છતાં, આવી યોજનાઓ વિવાદવિહોણી નથી. બીમાર અર્થતંત્રને ટેકો આપવા માટે 2012માં એન્ટિગ્વાની તત્કાલીન સરકારે પાસપોર્ટ વેચાણનો પ્રથમ પ્રસ્તાવ મૂક્યો ત્યારે કેટલાક લોકોએ તેને ઉતાવળિયો નિર્ણય ગણાવ્યો હતો.

ગૃહના ભૂતપૂર્વ સ્પીકર જીસેલ આઈઝેક એ દિવસોને યાદ કરતાં જણાવે છે કે વિરોધીઓ રસ્તા પર ઉતર્યા હતા. “રાષ્ટ્રવાદની લાગણી હતી. લોકોને લાગ્યું હતું કે આપણે આપણી ઓળખ, આપણે જેમના વિશે કશું જ જાણતા નથી તેવા લોકોને વેચી રહ્યા છીએ.”

સીબીઆઈ ઓફર ન કરતા કેટલાક અન્ય કેરેબિયન દેશોના નેતાઓ પણ ટીકા કરે છે. તેમાં સેન્ટ વિન્સેટ અને ગ્રેનેડાઈન્સના વડાપ્રધાન રાલ્ફ ગોન્સાલ્વિસનો પણ સમાવેશ થાય છે. તેમણે અગાઉ કહ્યું હતું કે નાગરિકતા “વેચાણ માટેની વસ્તુ” ન હોવી જોઈએ.

આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એવી આશંકા છે કે ચાંપતી નજર ન હોવાને કારણે ગુનેગારોને સરહદ પાર કરવામાં મદદ મળી શકે છે.

યુરોપિયન યુનિયને કેરેબિયન સીબીઆઈ દેશો માટે તેની પ્રખ્યાત વિઝા-મુક્ત પ્રવેશ સુવિધા પાછી ખેંચવાની ધમકી આપી છે, જ્યારે અમેરિકાએ કરચોરી અને નાણાકીય ગુનાઓ માટે આવી યોજનાના ઉપયોગની સંભાવના અંગે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી.

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કરચોરી અને નાણાકીય ગુનાઓ માટે કેટલાક ધનિકો આ દેશોનું નાગરિકત્વ મેળવતા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે

યુરોપિયન કમિશનના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ પાંચ કેરેબિયન યોજનાઓ પર “નજર” રાખી રહ્યા છે અને તેમના સંબંધિત અધિકારીઓ સાથે 2022થી વાટાઘાટ કરી રહ્યા છે.

પ્રવક્તા જણાવે છે કે, “જે દેશો યુરોપિયન યુનિયનની વિઝા-મુક્ત નીતિનો લાભ લે છે તેમના દ્વારા સીબીઆઈ યોજના મારફત એ નીતિનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ અને તેનાથી સુરક્ષા સંબંધી કોઈ સમસ્યા સર્જાઈ શકે છે કે કેમ” તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

યુરોપિયન કમિશન આ ટાપુઓ દ્વારા કરવામાં આવેલા સુધારા સ્વીકાર્યા છે અને તેની અસર મૂલ્યાંકનમાં જોવા મળશે.

અરજદારોની પૂરતી ચકાસણી કરવામાં આવતી નથી, તેવા દાવા સંબંધે પાંચ કેરેબિયન રાષ્ટ્રોએ આકરો પ્રતિભાવ આપ્યો છે.

ડૉમિનિકાના વડાપ્રધાન રુઝવેલ્ટ સ્કેરિટે તેમના દેશની સીબીઆઈ યોજનાને “સુવ્યવસ્થિત અને પારદર્શક” ગણાવી હતી અને ઉમેર્યું હતું કે તેમાં પ્રમાણિકતા સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓએ સખત મહેનત કરી છે.

સરકારના જણાવ્યા મુજબ, 1993માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી પાસપોર્ટ વેચાણને લીધે એક અબજ ડૉલરથી વધુ રકમ એકઠી થઈ છે અને તેનાથી અત્યાધુનિક હૉસ્પિટલો સહિતની મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી શકાયું છે.

સેન્ટ લુસિયામાં વડા પ્રધાન ફિલિપ જે. પિયર કહે છે કે સીબીઆઈ યોજના અજાણતાં ગેરકાયદે પ્રવૃત્તિમાં મદદરૂપ ન થાય એ સુનિશ્ચિત કરવા માટે અમે સુરક્ષાના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરીએ છીએ.

ઓછાં સંસાધનો ધરાવતા અને પર્યટન પર નિર્ભર નાનાં કેરેબિયન રાષ્ટ્રો માટે વિશ્વની મહાસત્તાઓને ખુશ રાખવાની જરૂરિયાત એક નાજુક કામ છે.

એપ્રિલમાં એક પ્રાદેશિક ઉદ્યોગ પરિષદમાં સીબીઆઈ યોજનાઓને જીવનરેખા ગણાવવામાં આવી હતી, જેના ભંડોળનો ઉપયોગ કુદરતી આફતો પછી સફાઈથી લઈને રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને મજબૂત બનાવવા સુધીના દરેક કાર્ય માટે કરવામાં આવે છે.

ઍન્ટિગ્વાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને જણાવ્યું હતું કે આ યોજના મારફત એકત્ર કરવામાં આવેલા નાણાંને કારણે તેમનો દેશ છેલ્લા દાયકામાં નાદારીમાંથી ઊગરી શક્યો છે.

બીબીસી ગુજરાતી ટાપુ પાસપૉર્ટ કેરેબિયન એન્ટિગ્વા નાગરિકતા સિટિઝનશિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરેબિયન ટાપુઓના કુલ ઘરેલુ ઉત્પાદનમાં પાસપૉર્ટ વેચાણનો હિસ્સો હાલ 10થી 30 ટકા જેટલો છે

કેરેબિયન નાગરિકત્વ મેળવવા માટે પ્રૉપર્ટી ખરીદવા ઉપરાંતના અન્ય માર્ગોમાં રાષ્ટ્રીય વિકાસ ભંડોળમાં એક વખતના દાન અને તેના જેવી અન્ય બાબતોનો સમાવેશ થાય છે.

તેમાં ડૉમિનિકામાં એક અરજદાર માટે બે લાખ ડૉલરથી માંડીને ડૉમિનિકા તથા સેન્ટ કિટ્સમાં મુખ્ય અરજદાર અને ત્રણ લાયક આશ્રિતો માટે અઢી લાખ ડૉલર સુધીની વ્યવસ્થા સમાવિષ્ટ છે. ઍન્ટિગ્વામાં રોકાણકારોને વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટીને 2.60 લાખ ડૉલરનું દાન કરવાનો વિકલ્પ પણ મળે છે.

આંતરરાષ્ટ્રીય દબાણને કારણે આ ટાપુ રાષ્ટ્રોએ અરજદારોની ચકાસણી મજબૂત બનાવવા માટે નવા પગલાં લેવાનું વચન આપ્યું છે. તેમાં ધારાધોરણો નક્કી કરવા, કામગીરી પર નજર રાખવા અને ધારાધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા પ્રાદેશિક નિયમનકાર વ્યવસ્થાની સ્થાપનાનો સમાવેશ થાય છે.

તેઓ અમેરિકા સાથે છ સિદ્ધાંત મુદ્દે સહમત થયા છે. તેમાં ઉન્નત ડ્યુ ડિલિજન્સ, નિયમિત ઑડિટ, બધા અરજદારોના ફરજિયાત ઇન્ટરવ્યૂ અને એક દેશ અરજી નકારે તો બીજા દેશમાં અરજી કરવાની છૂટ અરજદારને આપતી છટકબારી દૂર કરવાનો સમાવેશ થાય છે.

આ ટાપુઓના કુલ ઘરેલુ ઉત્પાદનમાં પાસપૉર્ટ વેચાણનો હિસ્સો હાલ 10થી 30 ટકા જેટલો છે.

સેન્ટ કિટ્સના પત્રકાર આન્દ્રે હુઈ કહે છે કે તેમના દેશ સીબીઆઈ યોજનાને “સારો પ્રતિસાદ” મળ્યો છે. “લોકો અર્થતંત્ર માટે તેનું મૂલ્ય સમજે છે અને પાસપૉર્ટ વેચાણથી મળેલા પૈસા દ્વારા સરકારે જે કર્યું છે તેને વખાણે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here